34,960
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૫. ઓડકુટુંબ}} | {{Heading|૫. ઓડકુટુંબ|રવિશંકર રાવળ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંધ્યાની ઘેરી રંગાવટ છાઈ રહી છે તે વખતે એક ઓડ અને તેની સ્ત્રી આખા દિવસની મજૂરી કરી પોતાનાં ગધેડાં લઈ ઝુંપડા તરફ જતાં દેખાય છે. વાતાવરણનું તાન અને જીવનમાં વિશ્વાસ ધરાવતા આ માનવ પાત્રોની સાથે તેમનાં ગધેડાં પણ સંતોષની ચાલ પકડી તેમનો સાથ જાળવી રહ્યાં છે. ઓડણી અને ઓડના પોષાકો અચૂકપણે ચિત્રની જમાવટને યોગ્ય સ્વર પૂરે છે, અને ટૂંકું કર્મ છતાં સ્વાધીન અને સ્વસ્થ માનવી પૃથ્વી પર કેમ જીવી શકે છે તેનું નાનકડું કાવ્ય રચાઈ ગયું છે. શ્રી. સોમાલાલનાં ચિત્રોમાં પાત્રરેખણી બહુ ઝીણવટવાળી હોય છે અને રૂપબંધારણ બહુ શિષ્ટ કોટિનું બને છે. દુનિયાનાં સારાં ચિત્રો સાથે મૂકી શકાય એવાં ઘણાં ચિત્રો ભાઈશ્રી સોમાલાલ શાહે આપ્યાં છે તેમાંનું આ પણ ગણી શકાય એવું છે. જુઓ કે તેણે ચિત્રનાં પાત્રો તરીકે બે માનવી અને બે જાનવરો રજૂ કર્યાં છે, પણ પ્રસંગની હડફડ બતાવવા પૂરતા જ આકારોથી વધારે કશું જ ચિત્રમાં દાખલ કર્યું નથી, છતાં પાત્રોની જીવનપરિસ્થિતિ અને વ્યવહાર સમજવામાં આપણને જરાય મુશ્કેલી પડતી નથી. સોમાલાલનું રંગવિસ્તરણ પણ બહુ ઘટ્ટ અને ઓજસવાળું હોય છે. પાત્રો અને દૃશ્યમાં એક પ્રકારની મધુર રંગ-ચાદરની છાયા ઢળે છે, તેથી સંગીતમાં જેમ તંબૂર કે અન્ય સ્વરોના પડદા ગુંજ્યા કરવાથી રવની મધુરતા લાગે છે તેવી આ ચિત્રમાં માદકતા ઊતરે છે. | સંધ્યાની ઘેરી રંગાવટ છાઈ રહી છે તે વખતે એક ઓડ અને તેની સ્ત્રી આખા દિવસની મજૂરી કરી પોતાનાં ગધેડાં લઈ ઝુંપડા તરફ જતાં દેખાય છે. વાતાવરણનું તાન અને જીવનમાં વિશ્વાસ ધરાવતા આ માનવ પાત્રોની સાથે તેમનાં ગધેડાં પણ સંતોષની ચાલ પકડી તેમનો સાથ જાળવી રહ્યાં છે. ઓડણી અને ઓડના પોષાકો અચૂકપણે ચિત્રની જમાવટને યોગ્ય સ્વર પૂરે છે, અને ટૂંકું કર્મ છતાં સ્વાધીન અને સ્વસ્થ માનવી પૃથ્વી પર કેમ જીવી શકે છે તેનું નાનકડું કાવ્ય રચાઈ ગયું છે. શ્રી. સોમાલાલનાં ચિત્રોમાં પાત્રરેખણી બહુ ઝીણવટવાળી હોય છે અને રૂપબંધારણ બહુ શિષ્ટ કોટિનું બને છે. દુનિયાનાં સારાં ચિત્રો સાથે મૂકી શકાય એવાં ઘણાં ચિત્રો ભાઈશ્રી સોમાલાલ શાહે આપ્યાં છે તેમાંનું આ પણ ગણી શકાય એવું છે. જુઓ કે તેણે ચિત્રનાં પાત્રો તરીકે બે માનવી અને બે જાનવરો રજૂ કર્યાં છે, પણ પ્રસંગની હડફડ બતાવવા પૂરતા જ આકારોથી વધારે કશું જ ચિત્રમાં દાખલ કર્યું નથી, છતાં પાત્રોની જીવનપરિસ્થિતિ અને વ્યવહાર સમજવામાં આપણને જરાય મુશ્કેલી પડતી નથી. સોમાલાલનું રંગવિસ્તરણ પણ બહુ ઘટ્ટ અને ઓજસવાળું હોય છે. પાત્રો અને દૃશ્યમાં એક પ્રકારની મધુર રંગ-ચાદરની છાયા ઢળે છે, તેથી સંગીતમાં જેમ તંબૂર કે અન્ય સ્વરોના પડદા ગુંજ્યા કરવાથી રવની મધુરતા લાગે છે તેવી આ ચિત્રમાં માદકતા ઊતરે છે. | ||