સાહિત્યિક સંરસન — ૪/પેલે પાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 8: Line 8:
હું કાયમ નદી સાથે વાતો કરું છું. હું સ્થિર અને એ વહેતી નદી. બંને વચ્ચેનો સંવાદ પ્રવાહી. પણ એ સરકી જતી પ્રવાહીતામાં નદી જ એકમાત્ર સાક્ષી છે એવી એક ઘટનાના મારા પ્રશ્નો અને ઉત્તરો વહી જાય છે.  

સામે કાંઠે થોડે દૂર, દરિયા તરફના વહાવના માર્ગમાં એક જીર્ણ મંદિર છે. રોજ પરોઢિયે ધુમ્મસની ચાદર પછીતે અંતર્ધ્યાન થઈ જતા એ મંદિરનો આકાર અત્યારે હું સ્પષ્ટ જોઈ શકું છું. મંદિર શાપિત છે એવું એ ગામના લોકો કહે છે એટલે એનો જીર્ણોદ્ધાર થયો નથી. તેનાં ગર્ભગૃહની ઉપર શિરછત્ર સમાન ઘુમ્મટ જેવું પથ્થરિયું આવરણ છે પણ ત્યાં ધજા ફરકતી નથી. બહારના મંડપમાં ખંડિત નંદીની આસપાસ પથ્થરોના સ્તંભ જ રહ્યા છે પણ એ સિવાય કશુંય નથી. સૂરજનો ઢળતો તાપ ત્યાં અજવાળું પાથરતો હતો એટલે આખોય ખંડેર-પરિસર પણ દૃશ્યમાન હતો. ત્યાં જ હું તરુને પહેલી વાર એકાંતમાં મળ્યો હતો. આખુંય ગામ મેળામાં ઉત્સવનો પાલવ પકડીને મ્હાલી રહ્યું હતું ત્યારે અમે બંને ત્યાં ઊભાં હતાં. સાવ મૌન. એકબીજાની સામું એકધારું જોતાં પણ અચકાતાં હતાં. ઉંમર ભલે પુખ્ત હતી પણ વિચારોમાં તો બાલિશતા જ હતી. ત્યારે એણે મને ચંપાના ફૂલોનો એક ગુચ્છો આપ્યો હતો અને તરત જ એ પાછી ફરી ગઈ હતી.  

એના સ્મરણ સાથે જ મને અત્યારે પણ એ સુગંધ અનુભવાય છે. ફૂંકાયેલા આછા પવનમાં એ સુગંધને બાથમાં ભીડીને એનાં ઝાંઝરનો રણકાર પણ નદીના પ્રવાહને વટાવતો મારી તરફ વહી આવ્યો. એ અવાજથી એકાએક શું થયું એ સમજવું મુશ્કેલ છે...પણ મારો જમણો હાથ જ્યાં જમીનને સ્પર્શેલો હતો, તેની આસપાસ ઊગેલું નમાલું અને નમી પડેલું ઘાસ એકદમ આભ તરફ મીટ માંડતું ઉન્નત થઈ ગયું. જાણે ધરતીની ત્વચાના રૂંવાડાં હોય એમ. થોડી ક્ષણો એ રણકાર પડઘાયા જ કર્યો અને એના ઘટતાં આંદોલનની સાથે પેલી સુગંધ પણ પવનની મંદતા સાથે દૂર થવા લાગી.

ખંડેરની જમણી તરફના એક લીલાંછમ ખેતરના એક ઘરમાંથી એકધારી ગતિએ ધુમાડો આભને આંબવા નીકળી રહ્યો છે. એ ધુમાડો અત્યારે આડી લીટીમાં ફેલાઈ ગયો છે. ધુમાડાનો વાદળ બનવા માટેનો ઊર્ધ્વગામી પ્રવાસ કદાચ અટવાઈ ગયો છે. મને યાદ આવ્યું કે એક વાર હું ચૂલો માંડતો હતો ત્યારે ચૂલામાંનો અગ્નિ પણ જીદે ચડ્યો હતો. મારી ફૂંકો કારગત નીવડતી નહોતી. ભાભી મારા પ્રયાસોને ત્રાંસી આંખે જોઈને હસી રહ્યાં હતાં એટલે મોટાભાઈ બોલ્યા, ‘એમાં હસે છે શેની... સમય આવે એને બધુંય આવડી જશે.’ ત્યારે ભાભી મોઘમમાં બોલી હતી કે ‘આમેય એણે હમણાંથી આગ સાથે રમત કરવા માંડી જ છે.’ ત્યારે ધુમાડાની સાખે મારી આંખોમાં પાણી ફરી વળ્યાં હતાં. અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અહીં આ કિનારે જ આવ્યો હતો.

વચ્ચે વહેતી નદીના સંપર્ક સિવાય બંને ગામમાં જવાના રસ્તા જુદા હતા. બંને જિલ્લાઓ પણ જુદા અને એટલે અમારી શાળાઓ પણ જુદી હતી. પૂનમના દિવસે નદીના તટમાં અથવા મંદિરના પ્રાંગણમાં કોઈને કોઈ ઉત્સવ વર્ષોથી યોજાતો હતો. દૂર દૂરથી કોઈ ભજનમંડળી કે ડાયરાઓ આવે અને એ રાતને વધુ અજવાળવાનું કામ કરતાં. એ દિવસે તો ખાસ અમારું મળવાનું શક્ય બનતું પણ એ સિવાય ક્યારેક શનિવારે અમે મળતાં. સામે કાંઠાના એ ખંડેર બની ગયેલાં જીર્ણ મંદિરમાં જ. મારા અમુક મિત્રો જ એ વાત જાણતા અને મને ચેતવતા કે એ શાપિત મંદિરમાં જવાય જ નહીં. મારા માટે તો તરુને મળવું એ એક વરદાન જેવું હતું એટલે આ બીજો કશો વિચાર હું કરતો જ નહોતો. ઢળતી સાંજે હનુમાનજી-મંદિરમાં થતી આરતીની વેળાએ અમારે મળવાનું થતું. આરતીનો અવાજ બંધ થતાં જ તરુ ઘર ભણીની વાટ પકડી લેતી. અને હું આંખો બંધ કરીને ક્યાંય સુધી એ મુલાકાતના કેફમાં ત્યાં જ ઊભો રહેતો.

Navigation menu