26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરિશિષ્ટ-૨ : તડકો અહીં વધુ તડકીલો}} {{Poem2Open}} (કવિ વર્ડ્ઝવર્થની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|પરિશિષ્ટ-૨ : તડકો અહીં વધુ તડકીલો}} | {{Heading|પરિશિષ્ટ-૨ : તડકો અહીં વધુ તડકીલો}} | ||
<center>'''(કવિ વર્ડ્ઝવર્થની ડવકૉટેજ)'''</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આકાશમાં વાદળ હતાં. ‘ગીતગોવિંદ’ના કવિ જયદેવના શબ્દો વાપરીને કહીએ તો, મેઘોથી આકાશ મેદૂર રંગનું બની ગયું હતું. સમય કરતાં જાણે વહેલી સાંજ પડી ગઈ! ત્યાં તો એકદમ સૂર્ય ડોકાયો અને એકદમ ભૂરા રંગના આકાશનો ખંડ. પૂર્વ દિશામાં સહેજ નજર ગઈ તો સપ્તરંગી લહેરિયું ઈશાન ખૂણામાંથી નીકળી ઉપર આકાશને અડી અગ્નિખૂણામાં વિલીન થઈ જતું હતું. અમદાવાદ જેવા યંત્રનગરનું પ્રાકૃતિક તોરણ, અને જોયું તો થોડી વારમાં આ વિરાટ ઇન્દ્રધનુ પર બીજા સમાંતર ઇન્દ્રધનુનો ખંડ રચાયો. જે મેઘો પર ઇન્દ્રધનુના આ રંગો લહેરાયા. તેનો મેચક રંગ દ્વિગુણ શોભિત થઈ ઊઠ્યો. | આકાશમાં વાદળ હતાં. ‘ગીતગોવિંદ’ના કવિ જયદેવના શબ્દો વાપરીને કહીએ તો, મેઘોથી આકાશ મેદૂર રંગનું બની ગયું હતું. સમય કરતાં જાણે વહેલી સાંજ પડી ગઈ! ત્યાં તો એકદમ સૂર્ય ડોકાયો અને એકદમ ભૂરા રંગના આકાશનો ખંડ. પૂર્વ દિશામાં સહેજ નજર ગઈ તો સપ્તરંગી લહેરિયું ઈશાન ખૂણામાંથી નીકળી ઉપર આકાશને અડી અગ્નિખૂણામાં વિલીન થઈ જતું હતું. અમદાવાદ જેવા યંત્રનગરનું પ્રાકૃતિક તોરણ, અને જોયું તો થોડી વારમાં આ વિરાટ ઇન્દ્રધનુ પર બીજા સમાંતર ઇન્દ્રધનુનો ખંડ રચાયો. જે મેઘો પર ઇન્દ્રધનુના આ રંગો લહેરાયા. તેનો મેચક રંગ દ્વિગુણ શોભિત થઈ ઊઠ્યો. | ||
Line 19: | Line 19: | ||
અમે ગ્રાસમિયર સરોવરને કિનારે આવેલા પાર્કમાં ઊતરી ગયાં. અમારી સાથે પ્રસિદ્ધ ચિત્રકાર અને કવિ પ્રદ્યુમ્ન તન્ના અને એમનાં ઇટાલિયન પત્ની રોઝાલ્બા હતાં. ગુણવંતરાય આચાર્યની બે લેખિકાપુત્રીઓ વર્ષાબહેન અને ઈલાબહેન હતાં અને અમારા માર્ગદર્શક હતા કવિ પ્રફુલ્લ અમીન, જે બકિંઘમવાસી થયા છે. | અમે ગ્રાસમિયર સરોવરને કિનારે આવેલા પાર્કમાં ઊતરી ગયાં. અમારી સાથે પ્રસિદ્ધ ચિત્રકાર અને કવિ પ્રદ્યુમ્ન તન્ના અને એમનાં ઇટાલિયન પત્ની રોઝાલ્બા હતાં. ગુણવંતરાય આચાર્યની બે લેખિકાપુત્રીઓ વર્ષાબહેન અને ઈલાબહેન હતાં અને અમારા માર્ગદર્શક હતા કવિ પ્રફુલ્લ અમીન, જે બકિંઘમવાસી થયા છે. | ||
આ ડવકોટેજ અને ગ્રાસમિયર વિષે કવિ ઉમાશંકરે એક એક કવિતા કરી છે, જેમાં એવી પંક્તિઓ છે; તડકો અહીં વધુ તડકીલો અને ઈશ્વર અદકેરો ઈશ્વર. | આ ડવકોટેજ અને ગ્રાસમિયર વિષે કવિ ઉમાશંકરે એક એક કવિતા કરી છે, જેમાં એવી પંક્તિઓ છે; તડકો અહીં વધુ તડકીલો અને ઈશ્વર અદકેરો ઈશ્વર.{{Poem2Close}} | ||
<Poem> | |||
વર્ડ્ઝવર્થની કપોત કુટિર, | '''વર્ડ્ઝવર્થની કપોત કુટિર,''' | ||
ગિરિશિખરો, વનરાજી, વિહંગ, મેઘ, ઉડુગણો | '''ગિરિશિખરો, વનરાજી, વિહંગ, મેઘ, ઉડુગણો''' | ||
ગ્રાસમિયર સરોવરે ઝૂલ્યાં કરે. | '''ગ્રાસમિયર સરોવરે ઝૂલ્યાં કરે.''' | ||
‘ભૂમિ કે સમુદ્ર પર ક્યારેય જે ન હતી | '''‘ભૂમિ કે સમુદ્ર પર ક્યારેય જે ન હતી''' | ||
તે દ્યુતિ’ | '''તે દ્યુતિ’''' | ||
કપોત – કુટિરમાંથી માનવશબ્દોમાં ચમકી, | '''કપોત – કુટિરમાંથી માનવશબ્દોમાં ચમકી,''' | ||
ગ્રાસમિયરના ખોબા જળમાં વિશ્વપ્રતિબિંબિત થયું, | '''ગ્રાસમિયરના ખોબા જળમાં વિશ્વપ્રતિબિંબિત થયું,''' | ||
પ્રભુએ પોતાનો ચહેરો એમાં જોઈ લીધો. | '''પ્રભુએ પોતાનો ચહેરો એમાં જોઈ લીધો.'''</Poem> | ||
વર્ડ્સવર્થનું ગ્રાસમિયર | <Poem> | ||
'''વર્ડ્સવર્થનું ગ્રાસમિયર''' | |||
તડકો અહીં વધુ તડકીલો | '''તડકો અહીં વધુ તડકીલો''' | ||
વર્ષા વધુ વર્ષીલી; | '''વર્ષા વધુ વર્ષીલી;''' | ||
તૃણ વધુ હરિત, વ્યોમ વધુ નીલું | '''તૃણ વધુ હરિત, વ્યોમ વધુ નીલું''' | ||
લહરી વધુ લહરીલી. | '''લહરી વધુ લહરીલી.''' | ||
પતંગિયાં – ફૂલનું ન પૂછો, | '''પતંગિયાં – ફૂલનું ન પૂછો,''' | ||
હૃદય એય વધુ હૃદય; | '''હૃદય એય વધુ હૃદય;''' | ||
કવિશબ્દ – ધબકથી અનુભવાય અહીં | '''કવિશબ્દ – ધબકથી અનુભવાય અહીં''' | ||
ઈશ્વર અદકેરો ઈશ્વર. | '''ઈશ્વર અદકેરો ઈશ્વર.'''</Poem> | ||
૨૯-૭-૧૯૭૩ | {{Right|૨૯-૭-૧૯૭૩}} | ||
કવિ વર્ડ્ઝવર્થનું આ સર્જનતીર્થ હતું ને! એમના સમાનધર્મી આપણા ગુજરાતી કવિને આવી અનુભૂતિ અહીં સહજપણે થાય. | {{Poem2Open}}કવિ વર્ડ્ઝવર્થનું આ સર્જનતીર્થ હતું ને! એમના સમાનધર્મી આપણા ગુજરાતી કવિને આવી અનુભૂતિ અહીં સહજપણે થાય. | ||
અહીંની આ પ્રકૃતિનું પાન એ કવિએ ઘણાં વર્ષો કરેલું. અમે આવ્યાં એ સવારે સદ્ભાગ્યે સૂરજ નીકળ્યો હતો અને તડકો રેલાયો હતો. મેં ઉમાશંકરની કવિતા ઉદ્ધૃત કરી. કવિ પ્રદ્યુમ્ન તન્ના પ્રસન્ન થઈ ગયા. એમણે મારી પાસેની ડાયરી લઈને એમના વળાંકદાર અક્ષરોથી આ પ્રમાણે લખ્યું : | અહીંની આ પ્રકૃતિનું પાન એ કવિએ ઘણાં વર્ષો કરેલું. અમે આવ્યાં એ સવારે સદ્ભાગ્યે સૂરજ નીકળ્યો હતો અને તડકો રેલાયો હતો. મેં ઉમાશંકરની કવિતા ઉદ્ધૃત કરી. કવિ પ્રદ્યુમ્ન તન્ના પ્રસન્ન થઈ ગયા. એમણે મારી પાસેની ડાયરી લઈને એમના વળાંકદાર અક્ષરોથી આ પ્રમાણે લખ્યું :{{Poem2Close}} | ||
સરુ સરુની સળી સળીએ સૂરજ સળકે | '''સરુ સરુની સળી સળીએ સૂરજ સળકે''' | ||
– પ્રદ્યુમ્ન | {{Right|– પ્રદ્યુમ્ન}} | ||
ગ્રાસમિયર | {{Right|ગ્રાસમિયર}} | ||
૫-૫-૨૦૦૦ | {{Right|૫-૫-૨૦૦૦}} | ||
અમે થોડો બિયર પી તરોતાજા થઈ આજુબાજુના વિસ્તારમાં લટાર મારવા નીકળ્યા, પછી વર્ડ્ઝવર્થની ડવકૉટેજ. | અમે થોડો બિયર પી તરોતાજા થઈ આજુબાજુના વિસ્તારમાં લટાર મારવા નીકળ્યા, પછી વર્ડ્ઝવર્થની ડવકૉટેજ. | ||
Line 58: | Line 59: | ||
વર્ડ્ઝવર્થનું આ ઘર મૂળે તો વેસાઇડ ઇન હતું, પણ વર્ડ્ઝવર્થ ૧૭૯૩માં ત્યાં રહેવા આવ્યા હતા. ટેકરીના ઢોળાવ પર ઘર છે. વર્ડ્ઝવર્થ અહીં શરૂમાં પોતાની બહેન ડોરોથી સાથે રહેતા હતા. કવિની એ માત્ર બહેન નહોતી, પ્રેરણાદાત્રી પણ હતી. સ્વયં વર્ડ્ઝવર્થે લખ્યું છે : ‘એણે મને કાન આપ્યા | એણે મને આંખો આપી.’ | વર્ડ્ઝવર્થનું આ ઘર મૂળે તો વેસાઇડ ઇન હતું, પણ વર્ડ્ઝવર્થ ૧૭૯૩માં ત્યાં રહેવા આવ્યા હતા. ટેકરીના ઢોળાવ પર ઘર છે. વર્ડ્ઝવર્થ અહીં શરૂમાં પોતાની બહેન ડોરોથી સાથે રહેતા હતા. કવિની એ માત્ર બહેન નહોતી, પ્રેરણાદાત્રી પણ હતી. સ્વયં વર્ડ્ઝવર્થે લખ્યું છે : ‘એણે મને કાન આપ્યા | એણે મને આંખો આપી.’ | ||
She gave me ears, | '''She gave me ears,''' | ||
She gave me eyes. | '''She gave me eyes.''' | ||
આ જૂના ઘરમાં પ્રવેશતાં વર્ડ્ઝવર્થની કવિતાની ઘણીબધી પંક્તિઓ મનમાં સ્ફુરી રહી. આવી રીતે કોઈ કવિના ઘરમાં પ્રવેશતાં અદ્ભુત સંવેદના જાગે છે – ક્યારે કવિના અસ્તિત્વનાં ‘વાઇબ્રેસન્સ’ અનુભવાય. | આ જૂના ઘરમાં પ્રવેશતાં વર્ડ્ઝવર્થની કવિતાની ઘણીબધી પંક્તિઓ મનમાં સ્ફુરી રહી. આવી રીતે કોઈ કવિના ઘરમાં પ્રવેશતાં અદ્ભુત સંવેદના જાગે છે – ક્યારે કવિના અસ્તિત્વનાં ‘વાઇબ્રેસન્સ’ અનુભવાય. |
edits