35,628
edits
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|૨૦. ‘માનવીની ભવાઈ’<ref>લેખક પન્નાલાલ પટેલ.</ref>}} | {{Heading|૨૦. ‘માનવીની ભવાઈ’<ref>લેખક પન્નાલાલ પટેલ.</ref>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ નવલકથાના આરંભમાં જ આપણને એક ચાળીસ – પચાસ વરસના – પણ બહુ વૃદ્ધ લાગતા – દુઃખી કણબી કાળુનો પરિચય થાય છે. ખેતરે બેઠો બેઠો અંધારી રાતમાં ડુંગરોની પેલી પાર પોતાની જિંદગીના ખોવાઈ ગયેલા ચારપાંચ દાયકા શોધી રહેલો એ આપણને જોવા મળે છે. મનુષ્યનો અવતાર એ પણ એક ભારે ભવાઈનો ખેલ હોય એમ એ આ રીતે ચિંતવી રહ્યો હોય છે. પોતાને કહ્યાગરી પત્ની હતી, બે દીકરીઓ હતી. એ સૌ તો મૃત્યુ પામ્યાં. પરતાપ કરીને દીકરો હતો, તેને પણ નાનપણમાં જ દુશ્મન પિતરાઈ નાનિયાએ બાવાઓ સાથે ભગાડી મેલ્યો. બાળપણમાં જેની જોડે જીવ મળેલો એ સ્નેહાળ સમજુ રાજુ સાથે પણ એ વેરી નાનિયાએ જ પોતાનું લગ્ન થવા દીધેલું નહિ અને જન્મભર રાજુથી પોતાને અળગા જ રહેવું પડ્યું. પહેલાં ચાર પાનાંમાં આટલું કહી પછીનાં ૩૯૧ પાનાંમાં લેખકે કાળુને સંતાન ક્યારે થયાં અને દીકરા પરતાપને નાનિયાએ શી રીતે ભગાડ્યો એ બધું કહ્યા વગર કાળુની જિંદગીનાં શરૂઆતનાં ૨૫–૩૦ વરસની કથા જ આપી છે. રાજુ બીજાને પરણી છતાં એના તરફથી કાળુને સ્નેહનો ભરપૂર અનુભવ થયો એ પ્રસંગ આગળ આવીને કથા સમાપ્ત થાય છે. સંભવ છે કે લેખકને કથાનો ઉત્તરાર્ધ લખવો બાકી હોય.<ref> ‘ભાંગ્યાના ભેરુ’ (૧૯૫૭)માં કથા આગળ ચાલે છે અને હજી આગળ વધવાની શક્યતા છે.</ref> જેમ છે તેમ પણ કથાને અંતે પરિતૃપ્તિ અનુભવાય છે, કેમ કે કથા છે કાળુ અને રાજુની. અને એ બંનેના સંબંધોનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવામાં જ આખી નવલકથા રોકાઈ છે. કથાનું છેલ્લું વરસ તે છપ્પનિયા દુકાળનું છે અને એ કાળા વરસમાં બંને પ્રેમીઓને અત્યંત વસમી દશામાં સહવાસ ભોગવવાનું બની આવે છે અને એકમેકને આધારે – એકમેકના સ્નેહના આધારે – બંને ટકી રહે છે. રાજુના સ્નેહની વર્ષા કાળુ અનુભવે છે ત્યાં જ છપ્પનિયાનો અંત લાવતી મેઘવર્ષા પણ આકાશેથી થાય છે અને એ મૂંગા મંગલ ભરતવાક્ય આગળ આ ‘માનવીની ભવાઈ’ આટોપાઈ જાય છે. | આ નવલકથાના આરંભમાં જ આપણને એક ચાળીસ – પચાસ વરસના – પણ બહુ વૃદ્ધ લાગતા – દુઃખી કણબી કાળુનો પરિચય થાય છે. ખેતરે બેઠો બેઠો અંધારી રાતમાં ડુંગરોની પેલી પાર પોતાની જિંદગીના ખોવાઈ ગયેલા ચારપાંચ દાયકા શોધી રહેલો એ આપણને જોવા મળે છે. મનુષ્યનો અવતાર એ પણ એક ભારે ભવાઈનો ખેલ હોય એમ એ આ રીતે ચિંતવી રહ્યો હોય છે. પોતાને કહ્યાગરી પત્ની હતી, બે દીકરીઓ હતી. એ સૌ તો મૃત્યુ પામ્યાં. પરતાપ કરીને દીકરો હતો, તેને પણ નાનપણમાં જ દુશ્મન પિતરાઈ નાનિયાએ બાવાઓ સાથે ભગાડી મેલ્યો. બાળપણમાં જેની જોડે જીવ મળેલો એ સ્નેહાળ સમજુ રાજુ સાથે પણ એ વેરી નાનિયાએ જ પોતાનું લગ્ન થવા દીધેલું નહિ અને જન્મભર રાજુથી પોતાને અળગા જ રહેવું પડ્યું. પહેલાં ચાર પાનાંમાં આટલું કહી પછીનાં ૩૯૧ પાનાંમાં લેખકે કાળુને સંતાન ક્યારે થયાં અને દીકરા પરતાપને નાનિયાએ શી રીતે ભગાડ્યો એ બધું કહ્યા વગર કાળુની જિંદગીનાં શરૂઆતનાં ૨૫–૩૦ વરસની કથા જ આપી છે. રાજુ બીજાને પરણી છતાં એના તરફથી કાળુને સ્નેહનો ભરપૂર અનુભવ થયો એ પ્રસંગ આગળ આવીને કથા સમાપ્ત થાય છે. સંભવ છે કે લેખકને કથાનો ઉત્તરાર્ધ લખવો બાકી હોય.<ref> ‘ભાંગ્યાના ભેરુ’ (૧૯૫૭)માં કથા આગળ ચાલે છે અને હજી આગળ વધવાની શક્યતા છે.</ref> જેમ છે તેમ પણ કથાને અંતે પરિતૃપ્તિ અનુભવાય છે, કેમ કે કથા છે કાળુ અને રાજુની. અને એ બંનેના સંબંધોનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવામાં જ આખી નવલકથા રોકાઈ છે. કથાનું છેલ્લું વરસ તે છપ્પનિયા દુકાળનું છે અને એ કાળા વરસમાં બંને પ્રેમીઓને અત્યંત વસમી દશામાં સહવાસ ભોગવવાનું બની આવે છે અને એકમેકને આધારે – એકમેકના સ્નેહના આધારે – બંને ટકી રહે છે. રાજુના સ્નેહની વર્ષા કાળુ અનુભવે છે ત્યાં જ છપ્પનિયાનો અંત લાવતી મેઘવર્ષા પણ આકાશેથી થાય છે અને એ મૂંગા મંગલ ભરતવાક્ય આગળ આ ‘માનવીની ભવાઈ’ આટોપાઈ જાય છે. | ||
કાળુ એના બાપને સાઠ વરસે મળેલો ખોટનો દીકરો. પિતા જતાં નાનમ આવેલી. છતાં એના રાજુ સાથે વિવાહ થાય છે. પણ પિતરાઈઓના કાવાદાવાથી અને નાતના પંચની ખૂટલાઈથી એનું જીવન અવળું જ વેતરાઈ જાય છે. રાજુને પરગામ આપવી અને રાજુના જેઠની છોકરી કાળુને પરણાવવી એમ પંચ ઠરાવે છે. કાળુને પોતાની ઢીમચા જેવી વહુ ભલી માટે ભાવ થતો નથી અને વળીવળીને એનું મન રાજુને જતું વળગે છે. રાજુનો વર માંદલો રહે છે ને ખાધેપીધે પણ એ દુઃખી છે. કાળુ અવારનવાર એ લોકને મદદ કરે છે. છેવટે છપ્પનિયામાં સૌ ઘરગામ તજી પડખેના મોટા ગામમાં જાય છે ત્યાં કાળુ અને વિધવા થયેલી રાજુ અને બીજાં સંબંધીઓ સૌ સાથે રહે છે. છપ્પનિયાના છેલ્લા દિવસોમાં સ્ત્રીઓએ કોળિયા અન્ન માટે પોતાની જાત સાચવવી પણ જતી કરી. સૌથી ભૂંડું કાંઈ હોય તો તે ભૂખ છે એ વિચાર કથામાં વારે વારે આવે છે. પણ રાજુ ભૂખનો ભોગ થતી નથી, પોતાની જાતને સાચવવામાં સફળ થાય છે. અને કાળુ ભૂખથી પણ ભૂંડી ભીખ છે કહીને સદાવ્રતના દાણા માટે હાથ ધરતાં ખંચકાય છે. કણબી પાસે આખી દુનિયા હાથ ધરે, કણબી કોઈની પાસે હાથ ધરે નહિ – સિવાય કે એક મેઘરાજા પાસે – એવી મગરૂરીમાં કાળુનું મન રમે છે. કાળુએ રાજુ માટે તડફવામાં આખું યૌવન ગાળેલું, છતાં ક્યારેય પણ – આ છપ્પનિયાના સહવાસમાં પણ – એણે રાજુના સંબંધમાં સંયમ તજ્યો નથી. લેખક ભારે અકળામણથી વારંવાર સૂચવે છે તેમ ભૂખ સૌથી ભૂંડી ચીજ છે, અને હૈયાની ભૂખ તો એથીય ભૂંડી હશે. હૈયાની ભૂખની આ નવલકથા છે, અને પેટની ભૂખના મહાતાંડવ વચ્ચે એને રજૂ કરવામાં આવી છે. એ બંને ભૂખને લીધે તો આ માનવીની ભવાઈ છે. પણ એ બંને ભૂખોની ઉપરવટ રહી શકનારાં કાળુ અને રાજુ એ ભૂખોની લીલા વચ્ચે ટકી શકે છે. એવો કાંઈક – સંયમભર્યા સ્નેહનો મહિમા દાખવતો – ધ્વનિ કથામાંથી ઊઠે છે એમ કહી શકાય. | કાળુ એના બાપને સાઠ વરસે મળેલો ખોટનો દીકરો. પિતા જતાં નાનમ આવેલી. છતાં એના રાજુ સાથે વિવાહ થાય છે. પણ પિતરાઈઓના કાવાદાવાથી અને નાતના પંચની ખૂટલાઈથી એનું જીવન અવળું જ વેતરાઈ જાય છે. રાજુને પરગામ આપવી અને રાજુના જેઠની છોકરી કાળુને પરણાવવી એમ પંચ ઠરાવે છે. કાળુને પોતાની ઢીમચા જેવી વહુ ભલી માટે ભાવ થતો નથી અને વળીવળીને એનું મન રાજુને જતું વળગે છે. રાજુનો વર માંદલો રહે છે ને ખાધેપીધે પણ એ દુઃખી છે. કાળુ અવારનવાર એ લોકને મદદ કરે છે. છેવટે છપ્પનિયામાં સૌ ઘરગામ તજી પડખેના મોટા ગામમાં જાય છે ત્યાં કાળુ અને વિધવા થયેલી રાજુ અને બીજાં સંબંધીઓ સૌ સાથે રહે છે. છપ્પનિયાના છેલ્લા દિવસોમાં સ્ત્રીઓએ કોળિયા અન્ન માટે પોતાની જાત સાચવવી પણ જતી કરી. સૌથી ભૂંડું કાંઈ હોય તો તે ભૂખ છે એ વિચાર કથામાં વારે વારે આવે છે. પણ રાજુ ભૂખનો ભોગ થતી નથી, પોતાની જાતને સાચવવામાં સફળ થાય છે. અને કાળુ ભૂખથી પણ ભૂંડી ભીખ છે કહીને સદાવ્રતના દાણા માટે હાથ ધરતાં ખંચકાય છે. કણબી પાસે આખી દુનિયા હાથ ધરે, કણબી કોઈની પાસે હાથ ધરે નહિ – સિવાય કે એક મેઘરાજા પાસે – એવી મગરૂરીમાં કાળુનું મન રમે છે. કાળુએ રાજુ માટે તડફવામાં આખું યૌવન ગાળેલું, છતાં ક્યારેય પણ – આ છપ્પનિયાના સહવાસમાં પણ – એણે રાજુના સંબંધમાં સંયમ તજ્યો નથી. લેખક ભારે અકળામણથી વારંવાર સૂચવે છે તેમ ભૂખ સૌથી ભૂંડી ચીજ છે, અને હૈયાની ભૂખ તો એથીય ભૂંડી હશે. હૈયાની ભૂખની આ નવલકથા છે, અને પેટની ભૂખના મહાતાંડવ વચ્ચે એને રજૂ કરવામાં આવી છે. એ બંને ભૂખને લીધે તો આ માનવીની ભવાઈ છે. પણ એ બંને ભૂખોની ઉપરવટ રહી શકનારાં કાળુ અને રાજુ એ ભૂખોની લીલા વચ્ચે ટકી શકે છે. એવો કાંઈક – સંયમભર્યા સ્નેહનો મહિમા દાખવતો – ધ્વનિ કથામાંથી ઊઠે છે એમ કહી શકાય. | ||
| Line 24: | Line 23: | ||
પુસ્તકમાં છાપભૂલો બેશુમાર છે. લોકબોલીના લહેકા પકડી જ ન શકાય એ રીતે અનેક વાક્યો છપાયાં છે. આપણા પ્રકાશકોએ ભાષાની ચીવટવાળા જાણકારો પાસે અગાઉથી પુસ્તકો જોવરાવવાની પશ્ચિમની પ્રણાલિકાને વિનાવિલંબે અનુસરવું જોઈએ. ‘માનવીની ભવાઈ’ જેવા ભાષાનું ધન વધારનારા ‘સરસ્વતીચંદ્ર’ પછીના એક મહત્ત્વના કથા ગ્રંથનો શબ્દદેહ તો નખશિખ સુઘડ હોવો જોઈએ.<ref>લેખક લોકભાષામાં ‘માનવીની ભવાઈ’ એવો પ્રયોગ થતો હોવા અંગે નિવેદનમાં ઉલ્લેખ કરે છે. “ભવની ભવાઈ” લોકોમાં રૂઢ હોય એમ લાગે છે. સરખાવો : ગોવર્ધનરામકૃત ‘લીલાવતી-જીવનકલા’ ખંડક ૬૦ (૩-૪-’૬૦)</ref> | પુસ્તકમાં છાપભૂલો બેશુમાર છે. લોકબોલીના લહેકા પકડી જ ન શકાય એ રીતે અનેક વાક્યો છપાયાં છે. આપણા પ્રકાશકોએ ભાષાની ચીવટવાળા જાણકારો પાસે અગાઉથી પુસ્તકો જોવરાવવાની પશ્ચિમની પ્રણાલિકાને વિનાવિલંબે અનુસરવું જોઈએ. ‘માનવીની ભવાઈ’ જેવા ભાષાનું ધન વધારનારા ‘સરસ્વતીચંદ્ર’ પછીના એક મહત્ત્વના કથા ગ્રંથનો શબ્દદેહ તો નખશિખ સુઘડ હોવો જોઈએ.<ref>લેખક લોકભાષામાં ‘માનવીની ભવાઈ’ એવો પ્રયોગ થતો હોવા અંગે નિવેદનમાં ઉલ્લેખ કરે છે. “ભવની ભવાઈ” લોકોમાં રૂઢ હોય એમ લાગે છે. સરખાવો : ગોવર્ધનરામકૃત ‘લીલાવતી-જીવનકલા’ ખંડક ૬૦ (૩-૪-’૬૦)</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
ડિસેમ્બર ૧૯૪૭ | <poem>ડિસેમ્બર ૧૯૪૭ | ||
'''પાદટીપ''' | '''પાદટીપ'''</poem> | ||
{{reflist}} | {{reflist}} | ||
(નિરીક્ષા) | (નિરીક્ષા) | ||