દરિયાપારથી.../ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 2: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 2}}
{{Heading|ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 2}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ન્યૂયોર્ક શહેર એક અનવરત ઉત્સવ છે. જીવિતતાનું એ વિસ્મયકર મહાનુષ્ઠાન છે. એનેક પ્રકારનાં કૌશલ ધરાવતા લોકો ખંેચાઈને, આકર્ષાઈને અહીં આવ્યા જ કરે છે. તે શા માટે? તીવ્ર પ્રતિસ્પર્ધા, શહેરની અતોષણીય માગણીઓ, ધસમસ વહેતા પ્રવાહની જેમ વીતતો સમય – છતાં યે શા માટે? ને તે એક જ આશામાં : પોતાની જાતને કૈંક અંશે ગુરુતર, ભદ્રતર બનાવવા માટે. જો આ બધા લોકોનો વિકાસ શહેર પર નિર્ભર છે, તો એમનાથી શહેરનું સામર્થ્ય પણ વધે જ છે. તેથી જ ફરીથી કહું, કે આ સંબંધ પારસ્પરિક છે.
ન્યૂયોર્ક શહેર એક અનવરત ઉત્સવ છે. જીવિતતાનું એ વિસ્મયકર મહાનુષ્ઠાન છે. એનેક પ્રકારનાં કૌશલ ધરાવતા લોકો ખેંચાઈને, આકર્ષાઈને અહીં આવ્યા જ કરે છે. તે શા માટે? તીવ્ર પ્રતિસ્પર્ધા, શહેરની અતોષણીય માગણીઓ, ધસમસ વહેતા પ્રવાહની જેમ વીતતો સમય – છતાં યે શા માટે? ને તે એક જ આશામાં : પોતાની જાતને કૈંક અંશે ગુરુતર, ભદ્રતર બનાવવા માટે. જો આ બધા લોકોનો વિકાસ શહેર પર નિર્ભર છે, તો એમનાથી શહેરનું સામર્થ્ય પણ વધે જ છે. તેથી જ ફરીથી કહું, કે આ સંબંધ પારસ્પરિક છે.
આ મહાનગરમાં આવનારાં, કે રહેનારાં બધાં જ ‘ન્યૂયોર્કર’ બનતાં નથી. એ બિરુદ પામવા માટે મનની એક પ્રકારની સંસ્થિતિ, બુદ્ધિનું એક પ્રકારનું ઔત્સુક્ય જરૂરી છે. તેથી જ કહે છે કે સાચો ‘ન્યૂયોર્કર’ કોઈ પણ જગ્યાએ જન્મેલો હોઈ શકે છે. એ જ્યારે ન્યૂયોર્ક શહેરમાં આવે છે ત્યારે એને ઘેર આવી પહોંચ્યાની શાંતિ થાય છે.  

અહીં મનની પોતાની જિંદગી હોય છે. પળે પળે એ આ શહેરનાં વિરોધો ને વિસ્મયો અનુભવતું રહે છે. અહીં સર્જનનું બાહુલ્ય અને કલ્પનાનો મુક્ત વિહાર છે. કોઈ પણ ક્શેત્રમાં -વેપાર, વાણિજ્ય, ન્યાય, નીતિ, ફેશન, કળા- મૌલિકતા જોવા મળી શકે છે. નિજી સ્વપ્ન, તેમજ વૈશ્વિક ભાવનાઓ અહીં સિદ્ધ થતાં રહે છે.

Navigation menu