36,820
edits
(+1) |
(formatting of heading) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૩. દૃષ્ટિ ભીતરની - સત્યજિતરાયનું કલાવિશ્વ વિશે (અમૃત ગંગર)|બકુલા દેસાઈ ઘાસવાલા}} | |||
બકુલા દેસાઈ ઘાસવાલા | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘દૃષ્ટિ ભીતરની’ શબ્દ વાંચીએ એટલે અશ્વિન મહેતા લિખિત ‘છબી ભીતરની’ યાદ આવે. દૃષ્ટિ કે છબી સાથે ભીતરને બદલે અંતર્છબી શબ્દપ્રયોગ થઈ શકે તો અહીં પણ દૃષ્ટિ સાથે અંતર્ચક્ષુ કે અંતર્દષ્ટિ જેવો શબ્દપ્રયોગ થઈ શક્યો હોત પરંતુ બન્ને લેખકોએ 'ભીતર' શબ્દ પસંદ કર્યો છે એટલે અંતરતમ અથવા તૃણમૂળ સુધી પહોંચવાની સાધના ઈંગિત હોઈ શકે. અહીં તો અમૃત ગંગર સત્યજિત રાયના સંપૂર્ણ કલાવિશ્વનું ભીતર જઈને દર્શન કરે છે અને વાંચનનો સંતર્પક અનુભવ થાય છે. એમ પણ કહી શકાય કે આ પુસ્તકમાં સત્યજિત રાયની સમગ્ર કલાસાધનાને સમજવાની અને પામવાની પૂરતી સામગ્રી ઉપલબ્ધ છે જેમાં પોતાના દાદાજી ઉપેન્દ્રકિશોર રોયચૌધરી, પિતાજી સુકુમાર, કાકુથી (દાદાના ભાઈ) લઈ ઝાં રેન્વાર સુધીની હસ્તિઓનાં સંસર્ગ અને આંદોલનો ઝીલવાની વાતો સંકલિત છે. લગભગ ૫૦૦ની આસપાસની સંખ્યામાંથી ૨૬ પાનાંઓ પર પ્રાસ્તાવિક, ૩૭૩ પર પાનાંઓ ફિલ્મ-સાહિત્ય-ઈતર કલાસમૃદ્ધિની રસલહાણ અને ૮૮ પાનાંઓમાં પરિશિષ્ટની ભૂમિકા પર રચાયેલી આ ભીતરકથા અભ્યાસુઓ, વિવિધ કલાના તાલીમાર્થીઓ અને જિજ્ઞાસુઓ માટે મૂલ્યવાન ગ્રંથ છે. સત્યજિત રાયે પોતાની આત્મકથા નથી લખી પરંતુ એમનાં જીવનસંગિની બિજોયાએ લખી છે એટલે એમને સમજવા માટે ખાસ્સી આશીર્વાદરૂપ છે. | ‘દૃષ્ટિ ભીતરની’ શબ્દ વાંચીએ એટલે અશ્વિન મહેતા લિખિત ‘છબી ભીતરની’ યાદ આવે. દૃષ્ટિ કે છબી સાથે ભીતરને બદલે અંતર્છબી શબ્દપ્રયોગ થઈ શકે તો અહીં પણ દૃષ્ટિ સાથે અંતર્ચક્ષુ કે અંતર્દષ્ટિ જેવો શબ્દપ્રયોગ થઈ શક્યો હોત પરંતુ બન્ને લેખકોએ 'ભીતર' શબ્દ પસંદ કર્યો છે એટલે અંતરતમ અથવા તૃણમૂળ સુધી પહોંચવાની સાધના ઈંગિત હોઈ શકે. અહીં તો અમૃત ગંગર સત્યજિત રાયના સંપૂર્ણ કલાવિશ્વનું ભીતર જઈને દર્શન કરે છે અને વાંચનનો સંતર્પક અનુભવ થાય છે. એમ પણ કહી શકાય કે આ પુસ્તકમાં સત્યજિત રાયની સમગ્ર કલાસાધનાને સમજવાની અને પામવાની પૂરતી સામગ્રી ઉપલબ્ધ છે જેમાં પોતાના દાદાજી ઉપેન્દ્રકિશોર રોયચૌધરી, પિતાજી સુકુમાર, કાકુથી (દાદાના ભાઈ) લઈ ઝાં રેન્વાર સુધીની હસ્તિઓનાં સંસર્ગ અને આંદોલનો ઝીલવાની વાતો સંકલિત છે. લગભગ ૫૦૦ની આસપાસની સંખ્યામાંથી ૨૬ પાનાંઓ પર પ્રાસ્તાવિક, ૩૭૩ પર પાનાંઓ ફિલ્મ-સાહિત્ય-ઈતર કલાસમૃદ્ધિની રસલહાણ અને ૮૮ પાનાંઓમાં પરિશિષ્ટની ભૂમિકા પર રચાયેલી આ ભીતરકથા અભ્યાસુઓ, વિવિધ કલાના તાલીમાર્થીઓ અને જિજ્ઞાસુઓ માટે મૂલ્યવાન ગ્રંથ છે. સત્યજિત રાયે પોતાની આત્મકથા નથી લખી પરંતુ એમનાં જીવનસંગિની બિજોયાએ લખી છે એટલે એમને સમજવા માટે ખાસ્સી આશીર્વાદરૂપ છે. | ||
અમૃત ગંગરના મતે સત્યજિત રાયની કલાદૃષ્ટિ અને સૃષ્ટિ ઐક્ય, સંવાદિતા, ઊંડી નિસ્બત અને નિષ્ઠા સાથે વૈશ્વિક વિચારી તૃણમૂળ સાથે જોડાયેલાં રહેવાનાં બળકટ અને બળવંત વણાટનું દર્શન કરાવે છે. એમનું વ્યક્તિત્વ બહુઆયામી કહેવાય. ફિલ્મ નિર્માણની બારીકીઓને ભીતર ઉતારનારા સત્યજિત રાય કે માણિકદાની કાર્યશૈલીમાં આંખે ઊડીને વળગે એવી મુખ્ય બાબત તે એમની કામ પ્રત્યેની ચીવટાઈ અને એમની આત્મપરક નિષ્ઠા. રમૂજ, તરંગ, વ્યંગ, ફારસ, દયાભાવનું કલાત્મક મિશ્રણ હોય કે રંગ, પ્રકાશ, ધ્વનિ, ગતિ, અભિનય અને સંવાદ સાથે પ્રકૃતિ, વાસ્તવિકતાનો સમન્વય કરવાનો હોય કે કલાકારો અને ટેકનિશિયનો પાસે કામ લેવાની સૂઝસમજ હોય બધું એમને સિદ્ધ અને એ જ એમની આગવી લાક્ષણિકતાઓ. કોઈપણ કૃતિ હોય એની સાહિત્યિકતા જાળવીને જરૂરી ફેરફાર કરીને તેઓ ફિલ્મને અત્યંત ઋજુ, સંવેદનશીલ અને સિનેમાસહજ કૃતિ બનાવી શકે. ફિલ્મ નિર્માણમાં કેમેરા, સેટ્સ ડિઝાઈનિંગ, કોસ્ચ્યુમ્સ ડિઝાઈનિંગ, મેઈક અપ વગેરે બાબતો પરસ્પર આધારિત હોય છે. દિગ્દર્શકની સમાંતર સિનેમેટોગ્રાફર અને ડાયરેક્ટર ઑવ ફોટોગ્રાફીની ભૂમિકા અગત્યની હોય છે (પાનું:૧૦૩), નાનામાં નાની વાતે એમની કાળજી દેખાયા કરે પછી વસ્ત્રાભૂષણોની વાત હોય કે આસપાસનો માહોલ દર્શાવવાની. લેખકે સત્યજિત રાયની ૩૪ જેટલી ફિલ્મો, ૬ જેટલી દસ્તાવેજી ફિલ્મો અને કલાપ્રવૃત્તિ વિશે વિશદ છણાવટ કરી છે જે સર્વાંગી દૃષ્ટિએ ધ્યાનાકર્ષક બને જ છે પરંતુ મને તો ટાગોરની ‘નષ્ટનીડ-ચારુલતા વિષયક' વર્ણનાવલિ સમગ્ર પુસ્તકના નિચોડ સમી લાગી છે. નાનકડી ભરતકામની કલા કે બ્રાહ્મિકા ઢબની સાડીની લઢણ વિશે નુકતેચીની કરવાની હોય ક્યાં કશું ચુકાયું હોય તેવું લાગે નહીં ! આ પાનાં પર જ એક ઉલ્લેખ ધ્યાન ખેંચે છે કે ચલચિત્ર છલચિત્ર થવાની તરકીબ જાણે છે. દૃશ્ય-શ્રાવ્ય-પ્રકાશ આયોજન સમાન મહત્ત્વ ધરાવે. કોઈપણ કલાને દૃશ્ય, શ્રાવ્ય, ગંધ, સ્વાદ અને સ્પર્શના પાંચેપાંચ માધ્યમ અથવા એક કે બેથી પણ મહેસૂસ કરી શકાતી હોય છે. ફિલ્મ, નાટકની અનુભૂતિ દૃશ્ય-શ્રાવ્યથી જ થાય છે, પુસ્તક વાંચનમાં આંખો સક્રિય હોય છે. ગાયન કે કાવ્ય માટે શ્રવણશક્તિ મહત્ત્વની બને છે તો પણ એની કલાત્મક પ્રસ્તુતિ થાય ત્યારે એ અતલ મનને સ્પર્શે છે. માણિકદાને આ દરેક પાસું સ્વયંસિદ્ધ હતું. અલબત્ત, એને માટે એમનો પરિશ્રમ અજોડ અને ભીતરની દૃષ્ટિ અલૌકિક હતી. વિશાળ ખંડમાં દિવસના સતત બાર કલાકથી વધારે સમય વ્યસ્ત રહીને તેઓ પોતાનું શ્રેષ્ઠ આપતા રહ્યા. એમને ક્યારેય અંગત મદદનીશ કે રહસ્ય સચિવની જરૂર ન પડી. પત્રોના જવાબ પણ જાતે આપે અને કોઈ મહેમાન-અતિથિ આવે તો મુખ્ય દ્વાર જાતે જ ઉઘાડીને આવકારે. | અમૃત ગંગરના મતે સત્યજિત રાયની કલાદૃષ્ટિ અને સૃષ્ટિ ઐક્ય, સંવાદિતા, ઊંડી નિસ્બત અને નિષ્ઠા સાથે વૈશ્વિક વિચારી તૃણમૂળ સાથે જોડાયેલાં રહેવાનાં બળકટ અને બળવંત વણાટનું દર્શન કરાવે છે. એમનું વ્યક્તિત્વ બહુઆયામી કહેવાય. ફિલ્મ નિર્માણની બારીકીઓને ભીતર ઉતારનારા સત્યજિત રાય કે માણિકદાની કાર્યશૈલીમાં આંખે ઊડીને વળગે એવી મુખ્ય બાબત તે એમની કામ પ્રત્યેની ચીવટાઈ અને એમની આત્મપરક નિષ્ઠા. રમૂજ, તરંગ, વ્યંગ, ફારસ, દયાભાવનું કલાત્મક મિશ્રણ હોય કે રંગ, પ્રકાશ, ધ્વનિ, ગતિ, અભિનય અને સંવાદ સાથે પ્રકૃતિ, વાસ્તવિકતાનો સમન્વય કરવાનો હોય કે કલાકારો અને ટેકનિશિયનો પાસે કામ લેવાની સૂઝસમજ હોય બધું એમને સિદ્ધ અને એ જ એમની આગવી લાક્ષણિકતાઓ. કોઈપણ કૃતિ હોય એની સાહિત્યિકતા જાળવીને જરૂરી ફેરફાર કરીને તેઓ ફિલ્મને અત્યંત ઋજુ, સંવેદનશીલ અને સિનેમાસહજ કૃતિ બનાવી શકે. ફિલ્મ નિર્માણમાં કેમેરા, સેટ્સ ડિઝાઈનિંગ, કોસ્ચ્યુમ્સ ડિઝાઈનિંગ, મેઈક અપ વગેરે બાબતો પરસ્પર આધારિત હોય છે. દિગ્દર્શકની સમાંતર સિનેમેટોગ્રાફર અને ડાયરેક્ટર ઑવ ફોટોગ્રાફીની ભૂમિકા અગત્યની હોય છે (પાનું:૧૦૩), નાનામાં નાની વાતે એમની કાળજી દેખાયા કરે પછી વસ્ત્રાભૂષણોની વાત હોય કે આસપાસનો માહોલ દર્શાવવાની. લેખકે સત્યજિત રાયની ૩૪ જેટલી ફિલ્મો, ૬ જેટલી દસ્તાવેજી ફિલ્મો અને કલાપ્રવૃત્તિ વિશે વિશદ છણાવટ કરી છે જે સર્વાંગી દૃષ્ટિએ ધ્યાનાકર્ષક બને જ છે પરંતુ મને તો ટાગોરની ‘નષ્ટનીડ-ચારુલતા વિષયક' વર્ણનાવલિ સમગ્ર પુસ્તકના નિચોડ સમી લાગી છે. નાનકડી ભરતકામની કલા કે બ્રાહ્મિકા ઢબની સાડીની લઢણ વિશે નુકતેચીની કરવાની હોય ક્યાં કશું ચુકાયું હોય તેવું લાગે નહીં ! આ પાનાં પર જ એક ઉલ્લેખ ધ્યાન ખેંચે છે કે ચલચિત્ર છલચિત્ર થવાની તરકીબ જાણે છે. દૃશ્ય-શ્રાવ્ય-પ્રકાશ આયોજન સમાન મહત્ત્વ ધરાવે. કોઈપણ કલાને દૃશ્ય, શ્રાવ્ય, ગંધ, સ્વાદ અને સ્પર્શના પાંચેપાંચ માધ્યમ અથવા એક કે બેથી પણ મહેસૂસ કરી શકાતી હોય છે. ફિલ્મ, નાટકની અનુભૂતિ દૃશ્ય-શ્રાવ્યથી જ થાય છે, પુસ્તક વાંચનમાં આંખો સક્રિય હોય છે. ગાયન કે કાવ્ય માટે શ્રવણશક્તિ મહત્ત્વની બને છે તો પણ એની કલાત્મક પ્રસ્તુતિ થાય ત્યારે એ અતલ મનને સ્પર્શે છે. માણિકદાને આ દરેક પાસું સ્વયંસિદ્ધ હતું. અલબત્ત, એને માટે એમનો પરિશ્રમ અજોડ અને ભીતરની દૃષ્ટિ અલૌકિક હતી. વિશાળ ખંડમાં દિવસના સતત બાર કલાકથી વધારે સમય વ્યસ્ત રહીને તેઓ પોતાનું શ્રેષ્ઠ આપતા રહ્યા. એમને ક્યારેય અંગત મદદનીશ કે રહસ્ય સચિવની જરૂર ન પડી. પત્રોના જવાબ પણ જાતે આપે અને કોઈ મહેમાન-અતિથિ આવે તો મુખ્ય દ્વાર જાતે જ ઉઘાડીને આવકારે. | ||