36,694
edits
(+1) |
(formatting of heading) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૭. સાહિત્ય અને પત્રકારત્વ|પ્રીતિ શાહ}} | |||
પ્રીતિ શાહ | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક અસરકારક સમૂહ-માધ્યમ તરીકે પત્રકારત્વે સાહિત્ય પર પ્રબળ પ્રભાવ પાડ્યો છે. માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, બલ્કે ઇંગ્લૅન્ડ, અમેરિકા તથા અન્ય દેશોના સાહિત્યિક પ્રવાહો પર પણ પત્રકારત્વ એક અસરકારક પરિબળ બની રહ્યું છે. આ પત્રકારત્વે સાહિત્યના વિષયવસ્તુ, વિચાર, શૈલી કે ભાષા જેવા કોઈ એક અંગ પર નહિ, પરંતુ સમગ્ર સાહિત્ય પર પ્રભાવ પાડયો છે. પત્રકારત્વે પોતાની જરૂરિયાતમાંથી કેટલાંક નવાં સાહિત્યસ્વરૂપો નિપજાવ્યાં છે, તો સાહિત્યની ભાષાએ પત્રકારત્વની ભાષાને પળોટી છે. ઘણી વાર દૈનિક કે સામયિકનાં પૃષ્ઠો પર પ્રગટ થયેલી રચના પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં એને સાહિત્યકૃતિની મહોર પણ વાગી છે. વળી શિષ્ટ અને સાહિત્યિક સામયિકોએ તત્કાલીન સાહિત્ય તેમજ સાહિત્યિક વિચારણાઓમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ગુજરાતના પત્રકારત્વે ગુજરાતી સાહિત્ય પર પાડેલા પ્રભાવને જોઈએ તે પહેલાં સાહિત્ય અને પત્રકારત્વના પરસ્પર સંબંધની ભૂમિકા જોઈએ. | એક અસરકારક સમૂહ-માધ્યમ તરીકે પત્રકારત્વે સાહિત્ય પર પ્રબળ પ્રભાવ પાડ્યો છે. માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, બલ્કે ઇંગ્લૅન્ડ, અમેરિકા તથા અન્ય દેશોના સાહિત્યિક પ્રવાહો પર પણ પત્રકારત્વ એક અસરકારક પરિબળ બની રહ્યું છે. આ પત્રકારત્વે સાહિત્યના વિષયવસ્તુ, વિચાર, શૈલી કે ભાષા જેવા કોઈ એક અંગ પર નહિ, પરંતુ સમગ્ર સાહિત્ય પર પ્રભાવ પાડયો છે. પત્રકારત્વે પોતાની જરૂરિયાતમાંથી કેટલાંક નવાં સાહિત્યસ્વરૂપો નિપજાવ્યાં છે, તો સાહિત્યની ભાષાએ પત્રકારત્વની ભાષાને પળોટી છે. ઘણી વાર દૈનિક કે સામયિકનાં પૃષ્ઠો પર પ્રગટ થયેલી રચના પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં એને સાહિત્યકૃતિની મહોર પણ વાગી છે. વળી શિષ્ટ અને સાહિત્યિક સામયિકોએ તત્કાલીન સાહિત્ય તેમજ સાહિત્યિક વિચારણાઓમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ગુજરાતના પત્રકારત્વે ગુજરાતી સાહિત્ય પર પાડેલા પ્રભાવને જોઈએ તે પહેલાં સાહિત્ય અને પત્રકારત્વના પરસ્પર સંબંધની ભૂમિકા જોઈએ. | ||