26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક અષાઢી સાંજ}} {{Poem2Open}} બીજા અષાઢની એક સાંજ છે. વરસાદ રહી રહીન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
ત્યાં તો વરસાદની ઝરમર શરૂ થઈ. પણ માત્ર બુંદાબુદી. ચાલવાના રસ્તા જોકે એથી વધારે કીચપીચ બની ગયા. ઘેર આવ્યો, તો નાનો મૌલિક કહે : ‘છેને, આજે અમે આખું વાંકું જોયું-’ હાથથી તે પૂર્વ દિશામાં વળાંક બતાવી રહ્યો. પછી યાદ કરી બોલ્યો : ‘છેને મેઘધનુષ.’ માયાએ એને અગાશીમાં લઈ જઈ પ્રકટેલું મેઘધનુ બતાવ્યું હશે. એની આંખો વિસ્મયથી ભરેલી હતી. મેઘધનુ જોવાના સમાચાર મને કહેવા તે ઉત્સુક હતો. પોતાના લઘુ હાથથી તે આખી પૂર્વ દિશામાં વ્યાપેલા વિરાટ મેઘધનુનો વળાંક બતાવી રહ્યો હતો. શિશુની આંખોનું એ વિસ્મય! એમાં મેં એ સાંજે ન જોયેલા ઈન્દ્રધનુના સાતે રંગ જોયા. | ત્યાં તો વરસાદની ઝરમર શરૂ થઈ. પણ માત્ર બુંદાબુદી. ચાલવાના રસ્તા જોકે એથી વધારે કીચપીચ બની ગયા. ઘેર આવ્યો, તો નાનો મૌલિક કહે : ‘છેને, આજે અમે આખું વાંકું જોયું-’ હાથથી તે પૂર્વ દિશામાં વળાંક બતાવી રહ્યો. પછી યાદ કરી બોલ્યો : ‘છેને મેઘધનુષ.’ માયાએ એને અગાશીમાં લઈ જઈ પ્રકટેલું મેઘધનુ બતાવ્યું હશે. એની આંખો વિસ્મયથી ભરેલી હતી. મેઘધનુ જોવાના સમાચાર મને કહેવા તે ઉત્સુક હતો. પોતાના લઘુ હાથથી તે આખી પૂર્વ દિશામાં વ્યાપેલા વિરાટ મેઘધનુનો વળાંક બતાવી રહ્યો હતો. શિશુની આંખોનું એ વિસ્મય! એમાં મેં એ સાંજે ન જોયેલા ઈન્દ્રધનુના સાતે રંગ જોયા. | ||
* | <center>*</center> | ||
આજે પણ તડકાછાયાની રમત એવી છે કે કદાચ ફરી ઈન્દ્રધનુ પ્રકટે. આજે હવે યુનિવર્સિટીનાં ખુલ્લા મેદાનોમાં ફરવા જઈશ. | આજે પણ તડકાછાયાની રમત એવી છે કે કદાચ ફરી ઈન્દ્રધનુ પ્રકટે. આજે હવે યુનિવર્સિટીનાં ખુલ્લા મેદાનોમાં ફરવા જઈશ. | ||
Line 23: | Line 23: | ||
ત્યાં યુનિવર્સિટી મેદાનો વચ્ચેના સિન્ડર ટ્રેક પર ચાલતાં તો એવી પ્રસન્નતા અનુભવી કે મને અચરજ થયું. કવિ હોત તો કવિતા જ રચાઈ હોત. ઉપર વિરાટ ખુલ્લા આકાશમાં તરતાં રમતિયાળ વાદળ જેવો જાણે હું છું. પશ્ચિમાકાશમાં કાલની જેમ એ વાદળોએ લાલ રંગ ધર્યો હતો. એમાંથી સૂરજનાં કિરણો ફૂટતાં હતાં. એ વખતે સ્તબ્ધ વાતાવરણમાં લીમડાની ઘટામાંથી કોયલનો અવાજ ગુંજી રહ્યો હતો. | ત્યાં યુનિવર્સિટી મેદાનો વચ્ચેના સિન્ડર ટ્રેક પર ચાલતાં તો એવી પ્રસન્નતા અનુભવી કે મને અચરજ થયું. કવિ હોત તો કવિતા જ રચાઈ હોત. ઉપર વિરાટ ખુલ્લા આકાશમાં તરતાં રમતિયાળ વાદળ જેવો જાણે હું છું. પશ્ચિમાકાશમાં કાલની જેમ એ વાદળોએ લાલ રંગ ધર્યો હતો. એમાંથી સૂરજનાં કિરણો ફૂટતાં હતાં. એ વખતે સ્તબ્ધ વાતાવરણમાં લીમડાની ઘટામાંથી કોયલનો અવાજ ગુંજી રહ્યો હતો. | ||
મેઘદૂતમાં કાલિદાસે મેઘનાં કેટલાંબધાં રૂપો અને રંગોની વાત કરી છે! તેમાં આ ‘સાન્ધ્યં તેજઃ પ્રતિનવજપાપુષ્પરક્તં દધાનઃ’ જબાફૂલ જેવો લાલરંગ ધારણ કરતો મેઘ. એટલામાં મેં શોધતી નજરે પૂર્વ દિશામાં નજર કરી. કદાચ – ના, કદાચ નહિ, ખરેખર મેઘધનુષ! પણ મૌલિકે કાલે જોયેલું તેવું નહિ. માત્ર નીચેથી નીકળી અર્ધ આકાશ સુધી. વર્ડ્ઝવર્થ હોત તો કહેત : ‘માય હાર્ટ લિપ્સ અપ, વેન આઈ બિહોલ્ડ ધ રેઈન બો ઈન ધ સ્કાય’. કાલિદાસના યક્ષે મેઘધનુષ્ય જોયું હતું? ‘રત્નચ્છાયાવ્યતિકર ઈવ…’ અને એણે મેઘને કહ્યું હતું કે, ‘તારા શ્યામ શરીર પર આ સપ્તરંગી મેઘધનુને લીધે તું મોરપિંછથી શોભતા ગોપવેશી વિષ્ણુ (કૃષ્ણ)ની શોભા ધારણ કરીશ.’ મને થયું : આ મેઘધનુ, આ કોયલ, કવિ કાલિદાસ, વર્ડ્ઝવર્થ અને રવીન્દ્રનાથ – બધા મને આજ અષાઢી સાંજે યુનિવર્સિટીના સિન્ડર ટ્રેક ઉપર ચાલવામાં એક સાથે કંપની આપવા આવી ગયા છે. | મેઘદૂતમાં કાલિદાસે મેઘનાં કેટલાંબધાં રૂપો અને રંગોની વાત કરી છે! તેમાં આ ‘સાન્ધ્યં તેજઃ પ્રતિનવજપાપુષ્પરક્તં દધાનઃ’ જબાફૂલ જેવો લાલરંગ ધારણ કરતો મેઘ. એટલામાં મેં શોધતી નજરે પૂર્વ દિશામાં નજર કરી. કદાચ – ના, કદાચ નહિ, ખરેખર મેઘધનુષ! પણ મૌલિકે કાલે જોયેલું તેવું નહિ. માત્ર નીચેથી નીકળી અર્ધ આકાશ સુધી. વર્ડ્ઝવર્થ હોત તો કહેત : ‘માય હાર્ટ લિપ્સ અપ, વેન આઈ બિહોલ્ડ ધ રેઈન બો ઈન ધ સ્કાય’. કાલિદાસના યક્ષે મેઘધનુષ્ય જોયું હતું? ‘રત્નચ્છાયાવ્યતિકર ઈવ…’ અને એણે મેઘને કહ્યું હતું કે, ‘તારા શ્યામ શરીર પર આ સપ્તરંગી મેઘધનુને લીધે તું મોરપિંછથી શોભતા ગોપવેશી વિષ્ણુ (કૃષ્ણ)ની શોભા ધારણ કરીશ.’ મને થયું : આ મેઘધનુ, આ કોયલ, કવિ કાલિદાસ, વર્ડ્ઝવર્થ અને રવીન્દ્રનાથ – બધા મને આજ અષાઢી સાંજે યુનિવર્સિટીના સિન્ડર ટ્રેક ઉપર ચાલવામાં એક સાથે કંપની આપવા આવી ગયા છે.{{Poem2Close}} | ||
{{Right|[૪-૮-’૯૬]}} | |||
edits