યુરોપ-અનુભવ/રોમ : શાશ્વત નગરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રોમ : શાશ્વત નગરી}} {{Poem2Open}} …In the room the women come and go Talking of Michelangelo....")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
…In the room the women come and go
<big>'''…In the room the women come and go'''</big>
Talking of Michelangelo.
'''Talking of Michelangelo.'''<big>Big text</big>

                                                      — T. S. Eliot
<center>— T. S. Eliot</center>

આમ તો, વેનિસ પણ ઇટલીમાં અને રોમ પણ ઇટલીમાં. અવશ્ય, રોમ ઇટલીનું પાટનગર ખરું, તેમ છતાં, રોમ એટલે જગતની અનન્ય એવી એક સંસ્કૃતિનું બીજું નામ. રોમની સાથે બીજું જે નામ યાદ આવે તે ગ્રીસના ઍથેન્સનું. ઍથેન્સ અને રોમ એટલે આખી પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સભ્યતાનું ‘પારણું’. યુરોપનો ખરો યાત્રી એની ઇટિનરરી (Itinerary)માં આ બે નગર તો પહેલાં મૂકે. એટલે અમે પણ જ્યારે અમારા ભ્રમણમાર્ગની દૈનંદિની તૈયાર કરતાં હતાં ત્યારે ગ્રીસ અને ખાસ તો ઍથેન્સ કેમ જવું, શું જોવું એ બાબતને બહુ સમય આપેલો.
આમ તો, વેનિસ પણ ઇટલીમાં અને રોમ પણ ઇટલીમાં. અવશ્ય, રોમ ઇટલીનું પાટનગર ખરું, તેમ છતાં, રોમ એટલે જગતની અનન્ય એવી એક સંસ્કૃતિનું બીજું નામ. રોમની સાથે બીજું જે નામ યાદ આવે તે ગ્રીસના ઍથેન્સનું. ઍથેન્સ અને રોમ એટલે આખી પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સભ્યતાનું ‘પારણું’. યુરોપનો ખરો યાત્રી એની ઇટિનરરી <big>(Itinerary)</big>માં આ બે નગર તો પહેલાં મૂકે. એટલે અમે પણ જ્યારે અમારા ભ્રમણમાર્ગની દૈનંદિની તૈયાર કરતાં હતાં ત્યારે ગ્રીસ અને ખાસ તો ઍથેન્સ કેમ જવું, શું જોવું એ બાબતને બહુ સમય આપેલો.

ઍથેન્સ એટલે બધી ઈસવીસન પૂર્વેની વાતો. મહાકવિ હોમરનાં ઇલિયડ અને ઓડેસી જેવાં મહાકાવ્યો, ઇસ્કાયલસ, સોફોક્લીસ અને યુરિપિડીઝની હૃદયમથિત કરનાર ટ્રેજેડીઓ, લેસ્બિયન સાફોનાં વિરહવિધુર પ્રણયકાવ્યો વાંચી વાંચી એ ભૂમિ સાથે અનુબંધ રચાયેલો. સૉક્રેટિસ, પ્લેટો, ઍરિસ્ટૉટલનાં નામ અધ્યાપકીય જીવનમાં કેટલી વાર ઉચ્ચાર્યાં છે! ગ્રીસનાં દેવીદેવતાઓની પુરાણકથાઓ અને ગ્રીસનો પ્રાચીન ઇતિહાસ – આ બધાંની વત્તીઓછી જાણકારીએ મનમાં ઍથેન્સનું એક કલ્પનાચિત્ર ઊભું કરેલું છે. ગ્રીસનાં એક્રૉપોલિસ અને પાર્થિનોનનાં સ્થાપત્યો અને શિલ્પો જોવા મન વ્યગ્ર થઈ જતું હતું.

Line 58: Line 58:
શિલ્પકૃતિમાં માતા મેરી, પુત્ર ઈશુ કરતાં પણ યુવાન લાગે છે. જાણે અઢારનાં. ક્રૉસ પર ચઢાવ્યા ત્યારે ઈશુની વય હતી ત્રીસની. અઢાર વર્ષે અવશ્ય સ્ત્રી મા થઈ શકે, પણ ત્રીસ વયના પુત્રની મા અઢાર વરસની? માઇકેલ ઍન્જલોને કોઈએ પૂછેલું પણ ખરું, એમનો જવાબ નોંધાયો છે :

‘પૂર્ણ પવિત્રતા ધરાવતી નારી ચિરયુવા હોય છે.’ – A woman of perfect purity would keep her youth for ever.’
‘પૂર્ણ પવિત્રતા ધરાવતી નારી ચિરયુવા હોય છે.’ – <big>A woman of perfect purity would keep her youth for ever.’</big>

રાધાના વૃદ્ધત્વની આપણે કદી કલ્પના કરી શકીએ ખરા? એ વૃન્દાવન-વિહારિણી તો ચિરકિશોરી છે. મેડોના-મેરી પણ ચિરયુવા.
રાધાના વૃદ્ધત્વની આપણે કદી કલ્પના કરી શકીએ ખરા? એ વૃન્દાવન-વિહારિણી તો ચિરકિશોરી છે. મેડોના-મેરી પણ ચિરયુવા.
26,604

edits

Navigation menu