ચૈતર ચમકે ચાંદની/આકાશચર્યા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આકાશચર્યા}} {{Poem2Open}} બારી બહાર જોઉં છું. આકાશમાં વાદળોના શ્વે...")
 
No edit summary
Line 37: Line 37:
હું કોઈ આકાશપુરાણ રચવા તો નથી લાગ્યો? મારે તો એ આકાશની વાત કરવી છે, જેનો મને રોજનો, સઘન સ્પર્શ જેવો અનુભવ છે. એટલે ઘરમાં હોઈએ તો ખુલ્લી બારીએ બેસવાનું. બાલ્કનીમાં બેસવાનું બહુ ગમે. આપણે અને આકાશ. આ આકાશનાં અનંત રૂપો છે. આપણી નજર સામે વિવિધ રૂપ ધરી પ્રકટ થાય છે. સવારનું આકાશ, બપોરનું આકાશ, સંધ્યાનું આકાશ, રાત્રિનું આકાશ અને ચોમાસાનું પ્રચ્છન્ન રહેતું આકાશ. રોજેરોજ જોવા છતાં આકાશ આત્મીય મિત્રની જેમ કદી કંટાળો આપતું નથી.

આકાશ, શૂન્યતા ભલે હોય પણ આકાશ એટલે અવકાશ, મોકળાશ. જર્મન કવિ ગટેએ જીવનની અંતિમ ક્ષણોએ પરદો હટાવવાનું કહી આકાંક્ષા કરી હતી – Light, more light – પ્રકાશ, અધિક પ્રકાશ. ટાગોરે આકાંક્ષા કરી છે. Space, more space. એ માત્ર ભૌગોલિક અવકાશની આકાંક્ષા નથી, એ તો વિસ્તારની આકાંક્ષા છે, જરાય આધ્યાત્મિક બન્યા વિના.
આકાશ, શૂન્યતા ભલે હોય પણ આકાશ એટલે અવકાશ, મોકળાશ. જર્મન કવિ ગટેએ જીવનની અંતિમ ક્ષણોએ પરદો હટાવવાનું કહી આકાંક્ષા કરી હતી – <big>Light, more light</big> – પ્રકાશ, અધિક પ્રકાશ. ટાગોરે આકાંક્ષા કરી છે. <big>Space, more space.</big> એ માત્ર ભૌગોલિક અવકાશની આકાંક્ષા નથી, એ તો વિસ્તારની આકાંક્ષા છે, જરાય આધ્યાત્મિક બન્યા વિના.

પંખીઓ આકાશમાં ઊડે છે. એ અનંત મોકળાશમાં સેલારા લેતાં પંખીઓની ઘણી વાર ઇર્ષ્યા થઈ છે, કેટલો બધો અવકાશ છે એમની ચારે બાજુએ. આકાશમાં ઊડતાં પંખીઓ તે આકાશની જ વિવિધ છટાઓ છે. વૃક્ષો પણ આકાશ ભણી જવા જાય છે. તે પવનમાં ઝૂમતાં હોય કે સ્તબ્ધ ઊભાં હોય, પણ એ ગગનોમુખ વૃક્ષોય આકાશની છટા છે, અરે નગરનાં સ્કાયસ્ક્રેપર પણ આકાશની આધુનિક છટા છે!

26,604

edits