26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
ખરેખર તો આ નાનકડો નિબંધ મેં આ ‘ચાઇનીઝ સ્કૉલર્સ સ્ટુડિયો’ની વાત કરવા માટે લખવા ધારેલો છે. એ ઘરમાં — વિ-સ્થાપિત ઘરમાં—ક્યાં ચીનનું કોઈ નગર કે કસબાનું કવિનું આ ઘર અને કઈ સદીનું—અને ક્યાં આજનું આ ન્યુયૉર્ક નગર, તેનું આ મ્યુઝિયમ–અને આ ઘર–એમાં પ્રવેશતાં એક પ્રકારના–અંગ્રેજીમાં જેને કહે છે વાઇબ્રેશન–એક લૌકિક નહિ એવા થરથરાટથી મનઃચેતના સ્પંદિત થઈ ગઈ. મ્યુઝિયમમાં આખું ઘર જ હતું, ઝરણું પણ ખરું અને લીલ બાઝેલો ફુવારો પણ. પેલું ઝાડ પણ, નીચી પરસાળ અને પછી ખંડમાંનું પ્રવેશદ્વાર. ભૂમિ તો બદલાઈ ગઈ છે, પણ આ થાંભલા, આ મોભ, આ છાપરું – આ બધાં પેલા દૂરના ચીની પંડિતના સંસ્પર્શનો અહેસાસ કરાવી રહે છે. શું ક્યારેક એ પંડિત આ થાંભલાને ટેકે બેઠા હશે? મ્યુઝિયમનું ઝરણ તે કૃત્રિમ છે, કદાચ પેલો પથ્થરનો ફુવારો તો ત્યાંથી લાવવામાં આવ્યો હશે, પણ એમાંથી વહી આવતાં અને શેવાળ જમાવતાં પાણી… પણ જરા એ બધું ભૂલી જઈ, ક્ષણેક આત્મવિસ્મૃત થઈ માત્ર ઘર તરીકે ઘરને જુઓ તો ખંડમાં કવિપંડિત બેઠેલા છે, એવું લાગે. કદાચ એનો દરવાન આવીને તમને હમણાં ટોકશે. | ખરેખર તો આ નાનકડો નિબંધ મેં આ ‘ચાઇનીઝ સ્કૉલર્સ સ્ટુડિયો’ની વાત કરવા માટે લખવા ધારેલો છે. એ ઘરમાં — વિ-સ્થાપિત ઘરમાં—ક્યાં ચીનનું કોઈ નગર કે કસબાનું કવિનું આ ઘર અને કઈ સદીનું—અને ક્યાં આજનું આ ન્યુયૉર્ક નગર, તેનું આ મ્યુઝિયમ–અને આ ઘર–એમાં પ્રવેશતાં એક પ્રકારના–અંગ્રેજીમાં જેને કહે છે વાઇબ્રેશન–એક લૌકિક નહિ એવા થરથરાટથી મનઃચેતના સ્પંદિત થઈ ગઈ. મ્યુઝિયમમાં આખું ઘર જ હતું, ઝરણું પણ ખરું અને લીલ બાઝેલો ફુવારો પણ. પેલું ઝાડ પણ, નીચી પરસાળ અને પછી ખંડમાંનું પ્રવેશદ્વાર. ભૂમિ તો બદલાઈ ગઈ છે, પણ આ થાંભલા, આ મોભ, આ છાપરું – આ બધાં પેલા દૂરના ચીની પંડિતના સંસ્પર્શનો અહેસાસ કરાવી રહે છે. શું ક્યારેક એ પંડિત આ થાંભલાને ટેકે બેઠા હશે? મ્યુઝિયમનું ઝરણ તે કૃત્રિમ છે, કદાચ પેલો પથ્થરનો ફુવારો તો ત્યાંથી લાવવામાં આવ્યો હશે, પણ એમાંથી વહી આવતાં અને શેવાળ જમાવતાં પાણી… પણ જરા એ બધું ભૂલી જઈ, ક્ષણેક આત્મવિસ્મૃત થઈ માત્ર ઘર તરીકે ઘરને જુઓ તો ખંડમાં કવિપંડિત બેઠેલા છે, એવું લાગે. કદાચ એનો દરવાન આવીને તમને હમણાં ટોકશે. | ||
મન ગદ્ગદ થઈ ગયું. સાથે હતાં પ્રીતિ સેનગુપ્તા અને અનિલા દલાલ. પ્રીતિ ખાસ અહીં ખેંચી લાવ્યાં હતાં. એ પોતે તો ન્યૂયૉર્કવાસી. કદાચ કેટલામી વાર અહીં આવ્યાં હશે. સંભવ છે કે આ ચીની કવિનું ઘર જોઈ અમે દરેક જણ જુદી રીતે વાઇબ્રેટ-સ્પંદિત થયાં હોઈએ. મારે તો એક જૂનું સપનું હતું ચીન કે તિબેટના કોઈ બૌદ્ધ મઠમાં રહી જૂની પોથીઓને ઉકેલવાનું. એટલે આ ચીની પંડિતના ઘરમાં ઊભતાં અને અત્યારે એનું સ્મરણ કરતાં પણ ગદ્ગદ થવાનો ભાવ છલકાય છે. એને ભાવુકતા પણ કહેવાય, જે દોષરૂપ ગણીને કોઈ હસી કાઢી શકે. પણ કવિનું ઘર તે કવિનું ઘર. કવિ ઉમાશંકરના નિવાસસ્થાન ‘સેતુ’માં આજે જઈને ઊભીએ છીએ ત્યારે મનને કંઈક જુદી જ અનુભૂતિ વીંટળાઈ વળે છે: | મન ગદ્ગદ થઈ ગયું. સાથે હતાં પ્રીતિ સેનગુપ્તા અને અનિલા દલાલ. પ્રીતિ ખાસ અહીં ખેંચી લાવ્યાં હતાં. એ પોતે તો ન્યૂયૉર્કવાસી. કદાચ કેટલામી વાર અહીં આવ્યાં હશે. સંભવ છે કે આ ચીની કવિનું ઘર જોઈ અમે દરેક જણ જુદી રીતે વાઇબ્રેટ-સ્પંદિત થયાં હોઈએ. મારે તો એક જૂનું સપનું હતું ચીન કે તિબેટના કોઈ બૌદ્ધ મઠમાં રહી જૂની પોથીઓને ઉકેલવાનું. એટલે આ ચીની પંડિતના ઘરમાં ઊભતાં અને અત્યારે એનું સ્મરણ કરતાં પણ ગદ્ગદ થવાનો ભાવ છલકાય છે. એને ભાવુકતા પણ કહેવાય, જે દોષરૂપ ગણીને કોઈ હસી કાઢી શકે. પણ કવિનું ઘર તે કવિનું ઘર. કવિ ઉમાશંકરના નિવાસસ્થાન ‘સેતુ’માં આજે જઈને ઊભીએ છીએ ત્યારે મનને કંઈક જુદી જ અનુભૂતિ વીંટળાઈ વળે છે: <big>Tragic Poet’s House.</big> | ||
કવિ રવીન્દ્રનાથના જોડાસાંકો પુરાણા મહેલ જેવા આવાસના ખંડોમાં કે પછી દેહલી, ઉત્તરાયણ કે શામલીના આવાસોમાં પ્રવેશતાં આવી લાગણીઓ થાય. આ કવિને જાતજાતના અાવાસમાં રહેવાનું મન થાય, એવા એવા આવાસ બાંધે અને ત્યાં જઈ રહે, પણ તેમ છતાં એક પોતાની કલ્પનાના ઘરની પાછી કવિતા તો કરે ‘બાસા’-‘ઘર’ એ કવિતાનું નામ. | કવિ રવીન્દ્રનાથના જોડાસાંકો પુરાણા મહેલ જેવા આવાસના ખંડોમાં કે પછી દેહલી, ઉત્તરાયણ કે શામલીના આવાસોમાં પ્રવેશતાં આવી લાગણીઓ થાય. આ કવિને જાતજાતના અાવાસમાં રહેવાનું મન થાય, એવા એવા આવાસ બાંધે અને ત્યાં જઈ રહે, પણ તેમ છતાં એક પોતાની કલ્પનાના ઘરની પાછી કવિતા તો કરે ‘બાસા’-‘ઘર’ એ કવિતાનું નામ. |
edits