પૂર્વોત્તર/અસમનાં બિહુગીત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અસમનાં બિહુગીત|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ‘બિહુ’ અસમનો એક વિશિષ...")
 
No edit summary
Line 35: Line 35:

આ બિહુ ગીતોમાં અસમની પ્રકૃતિની સાથે ત્યાંનું સામાન્ય જનજીવન, તેની આશા અને આકાંક્ષા પણ વણાઈ ગયાં છે. અસમની નારીને મૂગા જાતિના રેશમનાં કોકડાં પ્રિય હોય, તેની શાળની ત્રાક અતિ પ્રિય હોય, પણ તેનાથી વધારે પ્રિય છે વૈશાખના બિહુ, જોકે એને પોતે પકડી રાખી શકતી નથી :

{{Poem2Close}}
<poem>
<poem>
'''અતિ ચેનેહરે મુગારે મહુરા'''
'''અતિ ચેનેહરે મુગારે મહુરા'''
Line 120: Line 121:
'''માખિ હું યુમા દિલત ગાલત.'''
'''માખિ હું યુમા દિલત ગાલત.'''
</poem>
</poem>
{{Poem2Open}}
(હું હંસ હોત તો તારી તળાવડીમાં પડત. પારેવું હોત તો તારા ઘરને છાપરે રહેત. પરસેવો થઈને તારા શરીર પર રહેત અને માખી હોત તો તારે ગાલે ચૂમી કરત.)

Line 170: Line 172:

સભા ચાલે તે દરમ્યાન પાનસોપારીનો રિવાજ છે. આખું પાન નહીં, પાનનો એક ટુકડો, તેને જરા ચૂનો લગાવવાનો; પછી તાજી લીલી સોપારીનો કટકો એ પાન. આખું પાન તો ખાઈ ન શકો. સોપારી તો નારિયેળીની જેમ, ઉપર કોચલા સાથે હોય, તે તરત ઉતારી કટકા કરી પાનદાનમાં મૂકેલા હોય. આ પાનનો સૌથી પહેલો અનુભવ મને મણિપુરના મિઝો વસ્તીવાળા ગામ ચુડા ચાંદપુરમાં થયો હતો. પાનવાળાએ સોપારી ફોલી, કટકા કરી તેમાંથી એક પાનમાં મૂકી, જરા ચૂનો લગાડી, ટુકડો પાન મને આપ્યું! ત્યારે પેલી સમસ્યાપૂર્તિ એકદમ સમજાઈ :

'''નગરમાં નાગી ફરે વનમાં પહેરે ચીર'''
'''નગરમાં નાગી ફરે વનમાં પહેરે ચીર'''
Line 175: Line 178:
'''એ કયું ફળ? તો કહે સોપારી.'''
'''એ કયું ફળ? તો કહે સોપારી.'''
</poem>
</poem>
{{Poem2Open}}
આ સોપારી અર્થાત્ તામ્બોલ અસમિયા સંસ્કૃતિનું જ અંગવિશેષ. સભા હોય ત્યારે પાનદાન ફર્યા કરે, શ્રોતાઓ વચ્ચે. મહેમાનનું પણ સ્વાગત પાનતામ્બોલથી.

Line 206: Line 210:

નીકળતી વખતે તેમણે અસમિયા કવિતાનું તેમણે સંપાદિત કરેલ એક સંકલન અને તેમનો એક કાવ્યસંગ્રહ ‘એઇ નદીયેદિ’ ભેટ આપ્યાં, તેમાં તરત જોડેલી બે કાવ્યપંક્તિઓ લખીને :
નીકળતી વખતે તેમણે અસમિયા કવિતાનું તેમણે સંપાદિત કરેલ એક સંકલન અને તેમનો એક કાવ્યસંગ્રહ ‘એઇ નદીયેદિ’ ભેટ આપ્યાં, તેમાં તરત જોડેલી બે કાવ્યપંક્તિઓ લખીને :
{{Poem2Close}}
<poem>
<poem>
'''ચિનાકિ માથોન તુમિ દુટિ લહમાર |'''
'''ચિનાકિ માથોન તુમિ દુટિ લહમાર |'''
Line 215: Line 220:
'''જાણે સિતારના તારના સૂરની ઓળખાણ.'''
'''જાણે સિતારના તારના સૂરની ઓળખાણ.'''
</poem>
</poem>
{{Poem2Open}}
તેમને મારો એવો પરિચય થયો હતો કે નહીં, તેની ખબર નથી, પણ મારે માટે અવશ્ય એ ઓળખાણ સિતારના સૂર જેવી મધુર છે. તેમને ત્યાંથી નીકળ્યો ત્યારે ભર્યોભર્યો હતો. તેમ છતાં રૂમ પર આવ્યા પછી લાગ્યું કે વિષાદનાં વાદળ હજી હટતાં નથી. એટલે બ્રહ્મપુત્રની પાસે ગયો. કિનારે કિનારે ચાલવા લાગ્યો. ત્યાં ઉપરવાસ ભણી એક હોડી જતી હતી. એ ઉતારુઓની હોડી તો નહોતી જ, માછીમારની હોડી હતી. હોડીમાં ઊભો ઊભો માછીમાર હલેસું ચલાવી રહ્યો હતો. મને ઇચ્છા થઈ કે તે થોડે દૂર મને લઈ જાય તો કેવું? મેં એને કાંઠે આવવા ઇશારો કર્યો. એણે હોડી કિનારે લાવી ઊભી રાખી. મેં કહ્યું—મને થોડું ફેરવ. પૈસા આપીશ. તેણે કહ્યું કે હું તો માછલાં પકડવા જાઉં છું. પણ પછી મેં કહ્યું, ત્યાં દૂર કાંઠે મને ઉતારી દેજે. તે સમ્મત થયો.

Line 241: Line 247:

સત્રાધિકારને મળ્યા. તેઓ ગોસાંઈ કહેવાય છે. સમગ્ર વ્યવહાર અને વાતચીતમાંથી શાલીનતા નીતરે. વાતવાતમાં તેમણે કહ્યું, અમે હોળીનો ઉત્સવ ઊજવતા નથી. મને થયું આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની જેમ ‘ચોખલિયા-પ્યુરિટન’ તો નહીં હોય! તેઓ કહે અમે તે માનીએ છીએ :

'''હાતે કરા કામ'''
'''હાતે કરા કામ'''
'''મુખે બુલા રામ.'''
'''મુખે બુલા રામ.'''
</poem>
</poem>
{{Poem2Open}}
ચા પીધા પછી અમે નામઘર જોવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે એક માણસને મોકલ્યો. આખું થાનક બહુ સરસ, પણ ઉદાસ લાગે. નામઘર જોયું. બન્ને બાજુ ઢળતો એક લાંબો વિશાળ મંડપ. ભોંયે લીંપણ અત્યારે ખાલી હોવાથી વધારે મોટો લાગતો. અહીં કીર્તન થાય, ધાર્મિક નાટક થાય. ગામડાંઓમાં આટલા મોટાં નામઘર હોતાં નથી. પણ આ સત્ર છે, આ સત્ર નીચે બીજા અનેક નામઘર ચાલે.

Line 257: Line 265:
<center>માર્ચ ૧૫</center>
<center>માર્ચ ૧૫</center>
આજે સવારથી તડકાછાંયડાની સંતાકૂકડી ચાલે છે. વિષાદ ચાલ્યો ગયો લાગે છે. થોડી અસમિયા કવિતાઓ વાંચી, ત્યાં શ્રી પ્રફુલ્લ ભટ્ટાચાર્ય આવ્યા. તેમને ત્યાં અલ્પાહાર પછી ડિબ્રુગઢ યુનિવર્સિટીના અસમિયા વિભાગમાં જવાનો કાર્યક્રમ હતો. શ્રી ભટ્ટાચાર્યના પિતામહો અહોમ રાજાઓના વખતમાં ઉચ્ચ પદાધિકારીઓ હતા. તેમના પિતામહોને અહોમ રાજવીઓએ આપેલાં તામ્રપત્ર બતાવ્યાં અને તેમાંનું વસ્તુ વાંચી સંભળાવી, સમજાવ્યું. શ્રી ભટ્ટાચાર્ય કવિતાના પુષ્કળ શોખીન. પોતે કવિતા લખે નહીં, પણ બીજાઓની કવિતા સુંદર રીતે વાંચે. તેમણે દેવકાંત બરુવા (એક વેળા શાસક કૉંગ્રેસના પ્રમુખ — એ જ પેલા પ્રસિદ્ધ ‘બરુવા’ — અસમિયાના સારા કવિ છે.)ની ‘દેવદાસી’ કવિતા વાંચી સંભળાવી. એની શરૂઆતની પંક્તિ ગુંજી રહી :

'''કાક દિવા! કાક? મનર માધુરી રાશિ'''
'''કાક દિવા! કાક? મનર માધુરી રાશિ'''
Line 263: Line 272:
'''અભાગિની પ્રેમેરે આમાર.'''
'''અભાગિની પ્રેમેરે આમાર.'''
</poem>
</poem>
{{Poem2Open}}
પછી તો તેમણે અસમિયા બરગીત, બિહુગીત અને લોકગીતની રેકર્ડ્ઝ મૂકી એકદમ અસમિયા વાતાવરણ સર્જી દીધું.

18,450

edits

Navigation menu