મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯.નરસિંહ મહેતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૯.નરસિંહ મહેતા|રમણ સોની}}")
 
No edit summary
Line 2: Line 2:


{{Heading|૯.નરસિંહ મહેતા|રમણ સોની}}
{{Heading|૯.નરસિંહ મહેતા|રમણ સોની}}
{{Poem2Open}}
નરસિંહ મહેતા લોકહૃદયમાં વસેલા આપણા પહેલા ઉત્તમ કવિ. એમણે આપણને લયસંસ્કાર અને ભક્તિસંસ્કાર એકસાથે આપ્યા. સદીઓથી ગુજરાતની બહોળી શ્રમશીલ પ્રજાનું પ્રભાત નરસિંહનાં પદોથી ઊગતું રહ્યું ને ભક્તિ-જ્ઞાનનો સંચાર થતો રહ્યો. પ્રેમલક્ષણા ભક્તિની તલ્લીનતા અને તત્ત્વદર્શનની ઊંડી સમજને એકરૂપ કરતી નરસિંહની પ્રતિભા એક મોટા કવિની પ્રતિભા છે.
લોકજીભે સચવાયેલાં એમનાં અનેક પદોમાંથી ૧૫૦૦ ઉપરાંત પદો મુદ્રિત થયાં – એમાંનાં કેટલાંક એમને નામે ચડાવેલાં પણ હશે, પણ ખરી નરસિંહમુદ્રાવાળાં પદો પણ ઓછાં નથી. એ પદોમાં કૃષ્ણલીલા-ગાન છે, કૃષ્ણકેન્દ્રી પ્રેમોર્મિ અને પ્રેમશૃંગાર છે, એમાં જ્ઞાન, ભક્તિ અને પ્રબોધ છે. એમણે ‘સુદામાચરિત્ર’ આખ્યાન રચ્યું, પુત્રવિવાહ, મામેરું, હૂંડી, હારપ્રસંગ – એવા જીવનપ્રસંગો પરની લાંબી કૃતિઓ પણ લખી. એવું એમની કવિતાનાં વૈવિધ્ય અને વ્યાપ છે.
એ રીતે પણ નરસિંહ આપણા એક પ્રથમ હરોળના કવિ છે.
{{Poem2Close}}
18,450

edits

Navigation menu