બાળનાટકો/2 પીળાં પલાશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading Color|Pink|'''પીળાં પલાશ'''}}")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading Color|Pink|'''પીળાં પલાશ'''}}
{{Heading|{{Color|Pink|'''પીળાં પલાશ'''|}}}}
 
{{Poem2Open}}
દૃશ્ય પહેલું
 
(મોટા જંગલની મધ્યમાં ઊંચી ટેકરી ઊભી છે. ટેકરી ઉપર સુંદર બાગ છે અને બાગની વચમાં મોટો મિનાર છે : જાણે રજનીગંધાનો છોડ સ્થિર થઈ ઊભો છે!
ચકરાવો લેતાં પગથિયાં સૌથી ઉપલા ખંડને ઉંબરે જઈ અટકે છે. આસપાસ ઊંચા થતા સરુનાં ઝાડો પણ ઉપલા ખંડમાં ડોકાઈ શકતાં નથી એટલો તો ઊંચો મિનાર છે.
બ્રહ્માનાં ચાર મોઢાં જેવી ખંડને ચાર બારીઓ છે. ગાઉઓના ગાઉ સુધી પથરાયલી ઝાડી દૃષ્ટિને અવરોધે છે.
વાઘવરુની ત્રાડો અને પવનની ઝડીઓની વારેવારે વાત આવે છે.
ઊડતાં અને ફરતાં, આવતાં અને જાતાં પંખીઓ કિલકિલાટ કરતાં જાય છે.
મહારાજાની એકની એક કુંવરીનો આ એકાંતવાસ છે. મનગમતાને જ વરવાનું એને વર છે. ભાગ્યશાળી કુંવરને મહારાજાનું રાજ્ય જાય એમ છે. દેશદેશાવરથી રાજકુમારો જીવનની હોડ રમવા નીકળી ચૂક્યા છે. પણ કુંવરીની કસોટી આકરી છે.
કેમકે રજનીગંધા એનું જેમ નામ છે, તેમ રજનીગંધા જેવો એનો વાન છે. પૂનમના ચાંદા જેવું એનું મોં અને એની ઉપર સવા લાખ જેટલી તો ગૂંચળા ખાતી સોનેરી વાળની વેલીઓ છે. આંખોમાં અમીકુંડ ભર્યા છે તો હથેળી ઉપર અને પાની પર દશદશ પ્રદીપશિખાઓ મુકાયેલી છે.
ચોમાસાની સવારનો ઠંડો પવન આવે છે અને આખા વનની એકત્રિત સુવાસ લાવે છે. બારીના બારસાખ ઉપર માથું ટેકવી રજનીગંધા એકતારાના સૂરમાં પરોવાયેલું નીચેના ખંડમાંથી આવતું ગાન સાંભળી રહી છે. બે દાસીઓ મોરપીંછનાં ચમ્મર ઢોળી રહી છે. મખમલમઢી બેઠકો ખાલી પડી છે.)
 
‘સોનાપરી અને...’ 1957 (વોરા એન્ડ કં.)ની આવૃત્તિ પ્રમાણે
ગજુભાઈનું પ્રાસ્તાવિક ‘સત્કાર’ પરિશિષ્ટ 2
 
(ઉપર ભાવતું ગીત :
આવળ બાવળ બોરડી ને
ઊભાં આડાં સરુનાં ઝાડ:
ઊંડી ખીણો ઊંડી કંદરા ને
ઊંચા ઊભા છે પથ્થર પ્હાડ,
કેડી વિનાનાં જંગલ તારાં!
સાગરને વળી હોય ઓવારા!
નીચેના ખંડમાં ચાબુક પડ્યાનો અવાજ થાય છે. તરત જ ચીસ પડે છે.)
રજનીગંધા : (ઝબકી ઊઠી) દોડો, દોડો દાસી! અરે એને કોઈ બચાવો! બધા ભેગા થઈ એને મારી નાખશે. (દ્વાર પાસે જઈ) તમે આમ મારી સામે શું તાકી રહ્યાં છો? સંભળાતું નથી કોઈ? અરે કોઈ દોેડો?
એક દાસી : શાંત થાઓ, બા! એમાં આપણો ઉપાય નથી.
રજનીગંધા : ઉપાય કેમ નથી? એને આપણાથી મરવા કેમ દેવાય? અને એમાં એનો શો અપરાધ? મને ગમે છે અને ગાય છે. મારે માટે ગાય છે, એમાં એનો શો અપરાધ? હું કહું છું અને એ ગાય છે. મારાથી કહ્યા વિના રહેવાતું નથી, અને એનાથી કર્યા વિના રહેવાતું નથી. એમાં અમારો શો અપરાધ? જાવ, એને કોઈ બચાવો!
બીજી દાસી : પણ મહારાજાને એ જ પસંદ નથી. દેશ-દેશાવરમાં વાતો ચાલી છે કે મહારાજકુંવરી રજનીગંધા એક ભરથરીના પ્રેમમાં પડ્યાં છે; અને માટે કોઈ કુંવર પસંદ પડતો નથી. એક પછી એક કુંવરો પાછા જવા લાગ્યા છે, અને મહારાજાને કુળની આબરૂ સાચવવી ભારે થઈ પડી છે.
રજનીગંધા : પણ એમાં એનો શો અપરાધ? હોય તો મારો છે, અને એની સજા પણ હું ભોગવી રહી છું. મહારાજાએ પરણ્યા પહેલાં એમને મારું મોઢું બતાવવાની મના કરી છે. માટે તો હું એકલી આવીને આ કરાળ જંગલમાં વસી છું. ત્યાં પણ મને મનગમતું કરવાની છૂટ નહિ? ત્યાં પણ મારા મનને બેડીઓ પહેરાવવાની? અરે, પણ સાંભળો, સાંભળો! એ ગાય છે, એ ગાય છે. શાંતિ, શાંતિ! (ઉપર આવતું ગીત :
બંધ કરી દે બોલવું રાણી,
દેજે મને ના સાદ!
આવ્યા વિના મન માનતું ના, ને
ભોમિયો ના એકાદ!
કેડી વિનાનાં જંગલ તારાં!
સાગરને વળી હોય ઓવારા?
(ફરી ફટકા પડે છે. આર્ત ચીસો ઉપર આવે છે.)
રજનીગંધા : અરે કોઈ દોડો! એને બચાવો, એને ઉપર લાવો; ઉગારી લો !
(ઉંબ2માં જઈ) કોઈ છે કે? દ્વારપાળ!
દ્વારપાળ : (નમન કરી) આદેશ, કુમારી!
રજનીગંધા : આદેશ? શું તું મારો આદેશ ઉઠાવવાનો?
દ્વારપાળ : મહારાજાની આજ્ઞાને અનુસરતા આપના તમામ આદેશોનો અમલ કરવાનો મને હુકમ છે, કુંવરીબા!
રજનીગંધા : તો જાવ; ભરથરીને મુક્ત કરો.
દ્વારપાળ : એ આજ્ઞા મહારાજાના આદેશને અનુસરતી નથી.
રજનીગંધા : અનુસરતી નથી? દ્વારપાળ! તમે મારો હુકમ ઉઠાવવાને માટે છો, મને ઉપદેશ આપવાને નહિ.
દ્વારપાળ : દિલગીર છું, બા!
(દ્વારપાળ ચાલ્યો જાય છે.)
રજનીગંધા: અરે, દાસી! કોઈ જાવ. એ રિબાતો હશે; એને મુક્ત કરો!
(દાસીઓ મૌન સેવે છે.)
તમે કોઈ મારું નહિ સાંભળો? કોઈ નહિ માનો? ત્યારે હું જ જાઉં. મારા દાંતથી નકૂચાને તોડી નાખીશ, અને મુક્ત કરીશ એને અને મારા મનને!
(દાસીઓ બારણાં વચ્ચે ખડી થઈ જઈ કુંવરીને બહાર જતી અટકાવે છે.)
ખસો, ખસો તમે આડેથી. મને મુક્ત કરો!
પહેલી દાસી : માફ કરજો, બા! મહારાજની આજ્ઞા છે કે આપને અહીંથી ઊતરવા ન દેવાં.
રજનીગંધા : (હતાશ થઈ બેઠકમાં પડતી) અરેરે! મારા આવાસમાં હું જ બંદીવાન?
(દ્વારપાળ આવીને નમન કરે છે
દ્વારપાળ : મહારાજ પધાર્યા છે, બા!
રજનીગંધા: મહારાજ! બાપુ! (આંખો લૂછતી ઊભી થાય છે.) એમને અહીં બોલાવ. હું એમને પગે પડીશ; ખોળો પાથરીને વિનવીશ.
દ્વારપાળ : મહારાજ બહાર ઊભા રહેશે. આપને કાંઈક કહેવા તેઓ આવ્યા છે; જોવા નહિ!
(બહાર જાય છે, અને બારણાને બહારથી વાસી દે છે.)
રજનીગંધા : (બારણા ઉપર હાથ પછાડતાં) ખોલો! ખોલી દો મારો દ્વાર મારે બહાર આવવું છે; મહારાજને મળવું છે!
 
—બહારથી : શું છે, રજનીગંધા?
રજનીગંધા : અંદર આવો, બાપુ! આપને પ્રણિપાત કરવા છે.
—બહારથી : મારાથી તારું મોઢું ન જોવાય, બેટા! મારું પ્રણ તૂટે. મોઢું દેખાડતા પહેલાં તારે કોઈકને માળા પહેરાવવી પડશે.
રજનીગંધા : પણ માળા કોને પહેરાવું? સૌનાં ગળાં સરકી જાય તેવાં પાતળાં છે.
—બહારથી : તો આજે મોટા ગળાના માનવીઓ મોકલીશ. પૃથ્વી ઉપર રાજપુત્રોનો તોટો નથી.
રજનીગંધા : પણ મારે પરણવું જ નથી!
—બહારથી : તો તારી ઇચ્છા! (જોરથી) પહેરેગીર! જાવ, બંદીવાનને ખીણમાં ફગાવી દો!
રજનીગંધા : (કકળી ઊઠી) ક્ષમા કરો, ક્ષમા કરો, મહારાજ! હું પરણીશ પણ એને મુક્ત કરો! મને એનું મોઢું જોવા દો; પછી હું ઇચ્છાવર વરીશ.
—બહારથી : તારી ઇચ્છા. તો મોકલું રાજકુમારોને? તારે માટે તેઓ જાગરણ કરતા તળેટીમાં તંબૂઓ તાણી પડ્યા છે.
રજનીગંધા : હા, મોકલો પિતાજી! પણ ભરથરીનેય મોકલો.
—બહારથી : એ સૌથી છેલ્લે. પહેલાં મોકલું તો રાજકુમારોને હીણપણ લાગે!
રજનીગંધા : જેવી ઇચ્છા આપની!
(પગથિયાં ઉપરથી કોઈ ઊતરી જાય છે. રજનીગંધા ઢગલો થઈ સોફામાં પડે છે. બારણાં ઊઘડે છે અને અનેક ક્ષણ સુધી રાહ જોતો વાયુ એના કેશગુચ્છોમાં પેસી સંતાકૂકડી આરંભે છે. દાસીઓ વીંજણા વીંઝે છે.)
(ઉપર આવતું ગીત :
ડગલે પગલે ઠેશ પડે ને,
આંખ ફરૂકે આજ!
અપશુકનમાં દોડતો આવું,
પાણીને હોય ના પાજ!
કેડી વિનાનાં જંગલ તારાં!
સાગરને વળી હોય ઓવારા?)
રજનીગંધા : બંધ કરો, બંધ કરો બધાં બારીબારણાં! નથી સહાતું, નથી સહાતું એનું ગાન! (દાસીઓ ઊઠી બારીઓ બંધ કરે છે. એક રાજકુમાર પ્રવેશ કરે છે.)
કાંચન : મારું નામ કાંચનકુમાર, રજનીગંધા! તમારી અને અમારી રાજધાનીના સીમાડા અથડાય છે. એક વખત રૂપવતી નદીમાં ઘોડો પાવા ગયો હતો. પગનાં આંગળાંઓમાં સોનેરી વાળ આવી વીંટળાયા. પ્રતિજ્ઞા કરી કે પરણું તો એ સુવર્ણકેશીને! ગોરમહારાજે કહ્યું કે એ વાળ તો રજનીગંધાના, વિશ્વમોહિની! તારા હાથની માગણી કરું છું.
(ગોઠણ પડે છે.)
રજનીગંધા : સમજી, રાજકુમાર! પણ મને પરણનારને કસોટીમાંથી પસાર થવાનું છે. હું રજનીગંધા છું. રજનીગંધાને મનગમતું ફૂલ જોઈએ! નસીબ અજમાવો. આ આવડું મોટું જંગલ પથરાઈ પડ્યું છે; શોધી લાવો એક ફૂલ. ગમશે તો હું તમારી!
કાંચન : તો હું જાઉં છું, રાજબાળા! એક અઠવાડિયા સુધી મારી રાહ જોજો.
(રાજકુમાર કટકટ પગથિયાં ઊતરી જાય છે. બીજો રાજકુમાર પ્રવેશ કરે છે.)
કુન્દન : મારું નામ કુન્દનકુમાર, કુંવરી! વિશ્વેશ્વરપુરનો હું પાટવી રાજદરબારમાં આવી ભાટચારણોએ તારા ઉર્વશી સમાન સ્વરૂપનાં બિરદ ગાયાં! સુખશાંતિ અળગી કરી ચાલી નીકળ્યો છું. તારો હાથ ચાહું છું, ઉર્વશી!
(ગોઠણભર પડે છે..
રજનીગંધા : આવડું મોટું વન વિસ્તર્યું છે, જાવ, રાજકુમાર! એક ફૂલ પસંદ કરી આવો. તમે પસંદ કરેલું મનેય પસંદ આવશે તો હું તમારી.
કુન્દન : એક અઠવાડિયાની રાહ જોજો, રાજબાળા!
(જાય છે. ત્રીજો કુમાર આવે છે.)
કાજળ : મારું નામ કાજળકુમાર, સુંદરી! હું જન્મ્યો તે રાત અમાવાસ્યાની હતી. દૂરદૂર દક્ષિણમાં મારું રાજ્ય છે. પણ સૂર્ય ઢાંક્યો રહે નહિ, અને વાતો તો વા પણ લઈ જાય. વર્ષોથી તારી પ્રતિમા અંતરમાં કોતરી રાખી છે. તું મારી થા એટલી માગણી કરું છું.
(ગોઠણ પડે છે.)
રજનીગંધા : અઠવાડિયાની મહેતલ આપું છું. દક્ષિણેશ્વર! પાર વિનાનાં પુષ્પો આ જંગલમાં ઊઘડે છે. હું પણ જંગલનું પુષ્પ છું. અને પુષ્પને પુષ્પ જોઈએ. જાવ પસંદ કરી આવો કોઈ એક
કાજળ : આદેશ, માનસપ્રતિમા!{{Poem2Close}}
26,604

edits

Navigation menu