ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/ઇન્સાન મિટા દૂંગા-(કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 261: Line 261:
બપોરે એક સિપાહી આવ્યો અને ગંગારામને દવાખાનામાં લઈ ગયો.{{Poem2Close}}

{{Poem2Open}}
(18)
(18)
દેશમાં ફરી એકવાર રાષ્ટ્રીય અસ્મિતાનો જુવાળ ચડ્યો અને ખૂણેખૂણે ફરી વળ્યો. વિદ્યાર્થીઓએ શાળાઓ અને મહાશાળાઓ છોડી, નોકરોએ નોકરીઓ છોડી, વેપારીઓએ વેપારધંધા બંધ કર્યાં, સ્ત્રીઓએ ઘરની ચાર દીવાલો ભેદી શક્તિસ્વરૂપે અહિંસક સમરાંગણમાં ઝંપલાવ્યું અને આઠઆઠ-દશદશ વર્ષના કુમારોએ અને કુમારીઓએ ‘હૂકહૂક!’ કરી આકાશ ગજવી મૂક્યું. ઘડીભર તો નોકરશાહી થંભી ગઈ. શું કરવું એ તેને સૂઝ્યું નહિ. અંતે એક પછી એક પ્રજાનાં પુષ્પો ચૂંટાવા લાગ્યાં. જેલમાં ટપોટપ ભરતી થવા લાગી.

Line 271: Line 272:
બંને સાંભળનારા રઘુવીરની આ યોજના-કુશળતાની મૂક પ્રશંસા કરતા એની સામે જોઈ રહ્યા. પછી ‘મૈં તો તૈયાર હું!’ એમ બોલીને ગન્નુ બેઠો થઈ ગયો. જીવતે ઉત્સાહમાં આવી જઈ હાથ દાબ્યા.

બીજા દિવસથી ત્રણેએ પોતાનું કામ શરૂ કરી દીધું, રઘુવીરનો એક બોલ પડે ત્યાં ગમે તે કરવા તૈયાર થાય એવા અનેક કેદીઓ હતા. ગન્નુને પણ અનુયાયીઓનો તોટો ન હતો. સુંદર જીવતનું મન જાળવવા પણ અનેક લોકો ગમે તે કરવા તૈયાર થાય એમ હતા. જેલની અંદર ઘૂસપૂસઘૂસપૂસ વાતો શરૂ થઈ ગઈ. લગભગ બધા જ કાનો ફફડવા લાગ્યા. એક બરાકમાંથી બીજી બરાકમાં, અને એક ચક્કરમાંથી બીજા ચક્કરમાં ચેપ ચોટવા લાગ્યો. કેટલાક કેદીઓ ઉત્સાહમાં આવી બરાડી ઊઠતા તો કેટલાએક સિપાહીઓનું અપમાન કરી બેસતા. ગન્નુએ અને રઘુવીરે સૌને છેલ્લા હુકમ સુધી ખામોશી પકડવા ખૂબ સમજાવ્યા.  

શનિવારે સૌને ખબર પડી કે સત્યાગ્રહસંગ્રામના સરદાર મંગલસિંહ પકડાઈને આ જ જેલમાં આવ્યા છે. કેદીઓ ઉપર એની જાદૂઈ અસર થઈ. સૌમાં ઉત્સાહનાં પૂર ચડ્યાં અને સૌ આવતી કાલની રાહ જોતા અસ્વસ્થ થવા લાગ્યા.
શનિવારે સૌને ખબર પડી કે સત્યાગ્રહસંગ્રામના સરદાર મંગલસિંહ પકડાઈને આ જ જેલમાં આવ્યા છે. કેદીઓ ઉપર એની જાદૂઈ અસર થઈ. સૌમાં ઉત્સાહનાં પૂર ચડ્યાં અને સૌ આવતી કાલની રાહ જોતા અસ્વસ્થ થવા લાગ્યા.{{Poem2Close}}

{{Poem2Open}}
(19)
(19)
રવિવાર આવ્યો.
રવિવાર આવ્યો.
Line 284: Line 286:
‘મારા કેદીભાઈઓ!’ રઘુવીરનો અવાજ ફરી વખત વાતાવરણમાં ગાજી રહ્યો. સૂબેદાર અને પાદરી શું થાય છે એની ખબર ન પડવાથી બાઘાની જેમ જોઈ રહ્યા. ‘આપણને અહીં પશુની માફક રાખવામાં આવે છે. આપણને પશુને આપવામાં આવે તે કરતાં પણ ખરાબ ખોરાક આપવામાં આવે છે. આપણી ભાજીમાં ઘાસ, કાંટા, જીવડાં અને ક્યારેક કાનખજૂરા પણ આવે છે. આપણે ફરિયાદ કરીએ તો આપણને સજા...’ રઘુવીર પૂરું કરે એ પહેલાં તો સૂબેદારનો પંજો એના ખભા ઉપર પડ્યો. સૌ અસ્વસ્થ થઈ ઊઠવા લાગ્યા. ત્યાં બીજી દિશામાંથી અવાજ આવ્યો : ‘મારા કેદીભાઈઓ! તમે શાંત રહી જાવ! રઘુવીરનું કહેવું હું પૂરું કરું.’ સૌની સામે જુવાન જીવત છાતી કાઢીને બોલી રહ્યો હતો. એના હૈયામાં હરખ માતો નહોતો. એની આંખોનાં તેજ વધી ગયાં હતાં. ‘આપણી ભાજીમાં જ્યાં સુધી સુધારો ન થાય ત્યાં સુધી આપણે કામની હડતાલ ઉપર જવાનું છે. ઈશ્વરને અને ખુદાને સાક્ષી રાખી સૌ પ્રતિજ્ઞા કરો કે આપણાંથી કોઈ.....’

જીવત પોતાનું વાક્ય પૂરું ન કરી શક્યો. દશબાર સિપાહીઓ દોડી આવ્યા અને એકે જીવતના મોઢા આડો હાથ દઈ એને રૂંધવો શરૂ કર્યો. બીજા ખૂણામાં ગન્નુએ બોલવું આરંભ્યું, એ ઘેરાય ત્યાં મુસા અને સુલેમાન બોલવા લાગ્યા. કેદીઓમાં શોરબકોર થઈ રહ્યો. સૂબેદારે સીટી મારી અને જેલના તમામ પોલીસો દોડી આવ્યા. કેદીઓ તો ‘સરદાર મંગલસિંહ કી જય!’ ‘રઘુવીર કી જય!’ ‘જીવતરામકી જય’ ‘ગન્નુકી જય!’ એમ પોકારવા લાગ્યા. સિપાહીઓએ સૌને મારીમારીને બરાકમાં બંધ કરવા શરૂ કર્યા.

સૂબેદારની આંખમાં ખૂન ભરાયું.
સૂબેદારની આંખમાં ખૂન ભરાયું.{{Poem2Close}}

{{Poem2Open}}
(20)
(20)
અમલદાર વર્ગ હેબતાઈ ગયો. શું કરવું તેની સૂઝ ન પડવાથી કેદીઓને વિનવવા શરૂ કર્યા. કેદીઓની ઉપર એની ઊલટી અસર થઈ અને સૌ પશુની માફક બેફામ બન્યા. અમલદાર વર્ગ ચેત્યો, અને એક પછી એક કેદીઓને ફોડવા શરૂ કર્યા. સૂબેદારે મુસાને હાથ કર્યો, એક મહિનાની માફી આપવાની લાલચ આપી એને કામે વળગાડ્યો. એક પછી એક કેદીઓ કામે વળગવા લાગ્યા. સંઘબળ તૂટયું, અને ફરી સિપાહીઓનું બળ સર્વોપરી થયું.

Line 293: Line 296:
છેલ્લી કોટડીમાં જીવત ઊંધમૂંધ પડ્યો હતો.
છેલ્લી કોટડીમાં જીવત ઊંધમૂંધ પડ્યો હતો.

{{Poem2Open}}
(21)
(21)
બીજે દિવસે ઓરડીનું બારણું ઊઘડ્યું ત્યારે જીવત લગભગ બેશુદ્ધ જેવો એક ખૂણામાં ટૂંટિયા વાળી આંખો મીચી પડ્યો હતો. એના પડખામાં બૂટની અણી ભોંકાઈ અને જીવતે ઊંચું જોયું. એ જ પાતળું, સીધું, ખૂંધું શરીર! એ જ ખાખી ટોપી! એ જ ખાખી સાંકડું પાટલૂન! અને એ જ, પહેલે દિવસે જોઈ હતી એ જ ઝીણી માંજરી આંખો! જીવત ફફડી ઊઠ્યો. એનું અંગ ધ્રૂજવા લાગ્યું. આંખો મીંચીને ફરી એ ટૂંટિયું વાળી પડી રહ્યો. એના વાંસ ઉપર અને કેડ નીચે ફટકાના સોળ ઊઠ્યા હતા. એનાથી વાંસાભાર સૂઈ શકાતું નહોતું. મોંમાંથી ઘડીએઘડીએ ઊંકારો નીકળી જતો હતો.  

Line 304: Line 308:
‘ચલો, દેર મત કરો!’ સૂબેદાર આગળ આવ્યો અને ડોક્ટરો તરફ મોઢું ફેરવી ઊભો રહ્યો. ચારપાંચ વોર્ડરોએ મળીને જીવતનું શબ ઉપાડ્યું અને દવાખાના ભણી ચાલવા માંડ્યું. પાછળ ડોક્ટરો અને સૂબેદાર ચાલતા હતા.  

ડોક્ટરોએ જઈને બુકમાં લખી નાખ્યું: ‘જીવતરામને મૃત્યુ પહેલાં ત્રણ કલાકે દવાખાનામાં લાવવામાં આવ્યો હતો. કોલેરાના ઓચિંતા હુમલાથી એનું મૃત્યુ નીપજ્યું છે.’

એ દિવસે ડોક્ટરોએ ઉપવાસ કરી નાખ્યો!
એ દિવસે ડોક્ટરોએ ઉપવાસ કરી નાખ્યો!{{Poem2Close}}

{{Poem2Open}}
(22)
(22)
ગંગારામને જ્યારે જીવતના ખૂનની ખબર પડી, ત્યારે ચાર મિનિટ સુધી એ અવાક્ થઈ ગયો. એની આંખો ફાટી ગઈ અને જીભ બહાર નીકળી આવી. પડખેના કેદીઓએ એને ઝીલી લીધો અને કાળજીથી ખાટલામાં સુવાડ્યો. જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે ડૂસકાં ભરી રોવા લાગ્યો. અંતે એની આંખમાંના આંસુ ખૂટ્યાં અને એ બંધ સળિયાઓમાંથી આકાશ તરફ જોવા લાગ્યો. કેદીઓ આજે એની દયા ખાઈ સહૃદયતા બતાવવા આવવા લાગ્યા. ગંગારામે કોઈની પણ સામે જોયા સિવાય રડવું શરૂ કર્યું. કેદીઓ દયા ખાતા પાછા ફર્યા.

Line 312: Line 317:
દવાખાનાના દરવાજામાંથી શબને બહાર કાઢવામાં આવ્યું. ગંગારામે વધુ જોરથી સળિયાને આંકડા ભીડ્યા. સૂબેદાર ક્ષણભર જીવતની ફાટેલી આંખો તરફ જોઈ રહ્યો. પછી એકદમ આંખો ફેરવી લીધી અને ખાડા તરફ પીઠ ફેરવી ઊભો રહ્યો. ધીમેધીમે શબ નમ્યું. જીવતના વાળનાં કાળાં જુલફાં ઝૂલતાં હતાં. એના બન્ને હાથ પેટ ઉપર મૂકવામાં આવ્યા હતા. શબને ખાડામાં મૂકવામાં આવ્યું. પાવડાઓથી એની ઉપર માટી.......

બરાકમાંથી એક કારમી ચીસ આવી. એ તરફ સૌ ફરીને આશ્ચર્યથી જોવા લાગ્યા. ગંગારામને તમ્મર આવી હતી. એનું શરીર વાંકું વળી ઢળી પડ્યું હતું. સૂબેદાર એકદમ દોડ્યો. ‘સા.....લ્લા, ફિતૂર કરતા હૈ?’ એમ કહીને ગંગારામની બંધ મૂઠીઓ ઉપર જોરથી લાકડી ફટકારી.  

બેભાન ગંગારામના લોહીલોહાણ હાથ સળિયાને ચોટી જ રહ્યા.
બેભાન ગંગારામના લોહીલોહાણ હાથ સળિયાને ચોટી જ રહ્યા.{{Poem2Close}}

{{Poem2Open}}
(23)
(23)
દુ:ખી માણસના જીવનમાં એક એવો તાર હોય છે કે જે તાર કોઈ પણ પરિસ્થિતિમાં એના જીવવાના લોભને ટકાવી રાખે છે. એ તાર જ્યાં સુધી સાબૂત હોય છે ત્યાં સુધી એના ઉદ્ધારની પણ આશા હોય છે. કુશળ મનુષ્યપ્રેમી અથવા કુદરતનો કોઈ અદ્ભુત બનાવ જ્યારે એ તારને ઝણઝણાવી મૂકે છે, ત્યારે પાકેલા ફળની માફક દુ:ખીના અંતરની મલિનતા ખરી પડે છે અને એનો ઉદ્ધાર થઈ જાય છે. પણ જો એ તાર તૂટી જાય છે અને તેમાં યે જો એ તાર ઉપર અત્યાચારનો કુહાડો પડે તો એ માણસજીવતરનો રસ ઊડી જાય છે અને સાથેસાથે હૃદયની એકેએક વિશુદ્ધ વૃત્તિ વિલીન થાય છે. તારના તૂટવાના એ છેલ્લા ભયાનક અનુરણન સાથે માણસની માણસાઈ પણ આછીઆછી થતી આખરે અલોપ થઈ જાય છે; અને એક સપાટે માણસ માણસ મટી હીનવૃત્તિ પશુ બની જાય છે. જગતની અસાધારણ મલિનતાનો મોટો ભાગ આ રીતે જ ઊભો થયેલો હોય છે.

Line 319: Line 325:
ડોક્ટરના અપરાધી અંત:કરણમાં ગંગારામ માટે છૂપો સમભાવ પેદા થયો. એ ગંગારામને ખાસ દવા દેતો અને હવે તો રોજનું અડધો શેર દૂધ દેવું પણ શરૂ કર્યું હતું; પણ ગંગારામ ભાગ્યે જ તે પીતો. ક્યારેક તે સંતરામના હરણને પાઈ દેતો, તો ક્યારેક જમીન ઉપર ઢોળી એકલો-એકલો ખડખડાટ હસી પડતો.

ગંગારામને એક દિવસ સખત તાવ ચડ્યો. ડોક્ટરે સહૃદયતાપૂર્વક ઉપચારો કર્યા, પણ તાવ તો વધતો જ ચાલ્યો. ત્રણ દિવસ સુધી તો એ બેભાન જેવો જ રહ્યો. એ દરમિયાન એનું દૂધ મુસો વોર્ડર પી જતો. સાત દિવસના કડાકા પછી એક દિવસ એને કકડીને ભૂખ લાગી. અડધા શેર દૂધની એ આતુરતાથી રાહ જોવા લાગ્યો. ત્યાં દૂધવાળો આવ્યો ગંગારામ ખાટલામાં બેઠો થયો, નીચે નમ્યો અને ચંબુ ઉપાડ્યો. પછી ધ્રૂજતે હાથે એણે ચંબુને દૂધવાળા તરફ ધર્યો. દૂધવાળાએ અંદર દૂધ નાખ્યું. ત્યાં તો મુસો વોર્ડર આવી ચડ્યો અને હાથમાંથી ચંબુ આંચકી દૂધ ગટગટાવી ગયો. ગંગારામ મુસા તરફ ફાટી આંખે ટગરટગર જોવા લાગ્યો. આંખોમાં કશો જ ભાવ નહોતો. જે ખાલી નજરથી એ તારાઓ સામે, પક્ષીઓ સામે, રોટલા સામે, કેદીઓ સામે, આખા જગત સામે જોતો એ જ નજરથી એણે મુસા તરફ જોયા જ કર્યું. પછી મુસો ચાલતો થયો અને ગંગારામ પથારીમાં પડી ઘસઘસાટ ઊંઘી ગયો.

બીજા માંદા કેદીઓ આ બનાવ દયાર્દ્રભાવે જોઈ રહ્યા, પણ મોંમાંથી એક ઊંકારો કાઢવાની કોઈની હિંમત ન ચાલી. શાંતિદાસ જ્યારથી જેલમાં આવ્યો ત્યારથી માંદો જ રહેતો. દવાખાનાનો એ અનુભવી દરદી હતો. એણે તો આવા અનેક પ્રસંગો જોયા હતા. ગંગારામને ઘોરતો જોઈ એ પડખેના ખાટલામાં પડેલા કેદી સામે જોઈને ધીમેધીમે બોલ્યો : ‘આવું તો અનેક વાર બને છે. મારું દૂધ અને ફળો વોર્ડરો કેટલી યે વાર ખાઈ ગયા છે. અરે, એક વખત તો એક કેદી ભૂખે મરતો હતો, ત્યારે આ મુસા પહેલાંનો ઇસ્માઈલ વોર્ડર એનાં ફળો અને દૂધ ખાઈ જતો હતો.’ પછી એણે એક ધીમો નિસાસો નાખ્યો અને પથારીમાં પડી આળોટવું શરૂ કર્યું. થોડીવારે ફરી બેઠો થયો અને બોલવા લાગ્યો : ‘જેલમાં કેટલાય કેદીઓને મેં સારી સારવારને અભાવે મરતા જોયા છે. સિવિલ હોસ્પિટલમાં મોકલે તો જેલમાં ખૂબ જુલમ થતો હશે, અથવા ખોરાક સડેલો મળતો હશે એવી બદનામી થાય એટલા માટે કેટલાય કેદીઓને અહીં ને અહીં ગોંધી રાખવામાં આવે છે; અને પછી આખરે તેઓ રિબાઈ રિબાઈને મરી જાય છે.’
બીજા માંદા કેદીઓ આ બનાવ દયાર્દ્રભાવે જોઈ રહ્યા, પણ મોંમાંથી એક ઊંકારો કાઢવાની કોઈની હિંમત ન ચાલી. શાંતિદાસ જ્યારથી જેલમાં આવ્યો ત્યારથી માંદો જ રહેતો. દવાખાનાનો એ અનુભવી દરદી હતો. એણે તો આવા અનેક પ્રસંગો જોયા હતા. ગંગારામને ઘોરતો જોઈ એ પડખેના ખાટલામાં પડેલા કેદી સામે જોઈને ધીમેધીમે બોલ્યો : ‘આવું તો અનેક વાર બને છે. મારું દૂધ અને ફળો વોર્ડરો કેટલી યે વાર ખાઈ ગયા છે. અરે, એક વખત તો એક કેદી ભૂખે મરતો હતો, ત્યારે આ મુસા પહેલાંનો ઇસ્માઈલ વોર્ડર એનાં ફળો અને દૂધ ખાઈ જતો હતો.’ પછી એણે એક ધીમો નિસાસો નાખ્યો અને પથારીમાં પડી આળોટવું શરૂ કર્યું. થોડીવારે ફરી બેઠો થયો અને બોલવા લાગ્યો : ‘જેલમાં કેટલાય કેદીઓને મેં સારી સારવારને અભાવે મરતા જોયા છે. સિવિલ હોસ્પિટલમાં મોકલે તો જેલમાં ખૂબ જુલમ થતો હશે, અથવા ખોરાક સડેલો મળતો હશે એવી બદનામી થાય એટલા માટે કેટલાય કેદીઓને અહીં ને અહીં ગોંધી રાખવામાં આવે છે; અને પછી આખરે તેઓ રિબાઈ રિબાઈને મરી જાય છે.’{{Poem2Close}}

{{Poem2Open}}
(24)
(24)
સવારે જેલર રોન મારવા નીકળ્યો ત્યારે ગઈ કાલના બનાવની ફરિયાદ કરવાની કોઈની હિંમત ન ચાલી. કોઈ બોલવા જાય ત્યાં તો એ આગળ ચાલવા લાગતો અને ફરિયાદનો એક શબ્દ પણ ન સાંભળતો. આખી જેલના બે હજાર કેદીઓની ફરિયાદો સાંભળી અને જેલના ખૂણેખૂણા જોઈ વળી એ દશ મિનિટમાં દરવાજા ઉપર પાછો આવી જતો, ત્યારે શંભુ અને ભીડે પણ સામસામા આંખના ઇશારા કરી લેતા અને મુસાની ફરિયાદ કરવી એ જેલની જિંદગીને એક સતત યાતના સમાન કરી મૂકવા જેવું હતું. જેલના બડા સા’બથી માંડીને નાનામાં નાના કારકુન સુધી એ સૌનો માનીતો હતો. મુંબઈની સોનેરી ટોળીનો એ મવાલી હતો. આ એની ચોથી વારની જેલ હતી. લોકો કહેતા કે એના ગોબડમાં હીરા અને નીલમ પણ છે. એની જીભ ખૂબ મીઠી હતી. બેચાર શબ્દોમાં તો એ ભલભલા અમલદારોને પણ પાણીપાણી કરી નાખતો. પોતાના કાળામેશ મોઢામાં ધોળીધોળી ચમકતી પેલી બે નાની આંખો ચમકાવી, હોઠ આસપાસ આછું હાસ્ય ફરકાવી એ જ્યારે ‘અરે યાર....!’ કરીને વાત શરૂ કરતો, ત્યારે પોલીસો પોતાના ખીસામાં સંતાડેલી બીડીઓ કાઢીને એને આપી દેતા. ખુદ સૂબેદાર પણ એને બીડીઓ, ગાંજો, તમાકુ વગેરે આપતો. બડાસા’બ પણ નવરા પડે. લહેરમાં હોય ત્યારે ક્યારેક એને પોતાની પાસે બોલાવતો. પછી બડાસા’બના પગ દાબતાંદાબતાં એ પોતાના જીવનનાં અનેક પરાક્રમો વર્ણવી સંભળાવતો. સાંભળનારા સૌ જાણતા કે કેટલાક પ્રસંગો તો તરતના ઘડેલા હતા. એ પોતાની માતાને સાત્ત્વિક દેવી જેવી વર્ણવતો. માતા વિષે બોલતો ત્યારે કહેતો : ‘અમ્મા હમકો બુલાકર કહેતી : દેખો મુસામિયાં, તુમકો કિસ ચીજ કી કમી હૈ? તુમકો ખૂબસૂરત ઓરત હૈ, તુમ કાયકે વાસ્તે ઐસા કરતે હો?’ મૈં અપને કાન પકડકે કહેતા: ‘અમ્મા! તોબા, તોબા! અબસે ઐસા નહિ કરુંગા.’ લેકિન દો-તીન રોજ કે બાદ વૈસાહી હો જાતા થા. આદત પડ ગઈ, ફિર ક્યાં કરે?’ બડાસા’બ ખડખડાટ હસી પડતો અને શાબાશીની એના વાંસામાં ધીરેથી એક સોટી મારતો પછી કહેતો : ‘મુસામિયાં, અપની ઓરતકી તો વાત કરો!’

Line 330: Line 337:
પ્હાડ હૈં.....પ્હા’
પ્હાડ હૈં.....પ્હા’
અને આસપાસના કેદીઓ તાળીઓ વગાડી તાલ આપવા લાગતા. મુસો આંખો ફેરવી ‘સો જાવ!’ એમ બોલતો-બોલતો ઊઠતો અને સૌને દબડાવી સુવાડી દેતો. બીજે દિવસે પાછો હતો એવો ને એવો જ થઈ રહેતો.

રમજાન મહિનામાં રોજો તોડતી વખતે જ્યારે મુસો બહાર મળી શકે એટલી બધી ચીજો પીરને જેલમાં આપતો, ત્યારે સૌના આશ્ચર્યનો પાર ન રહેતો.
રમજાન મહિનામાં રોજો તોડતી વખતે જ્યારે મુસો બહાર મળી શકે એટલી બધી ચીજો પીરને જેલમાં આપતો, ત્યારે સૌના આશ્ચર્યનો પાર ન રહેતો.{{Poem2Close}}

{{Poem2Open}}
(25)
(25)
જે કેદીઓનાં કપડાં ફાટી ચીંથરા જેવાં થઈ ગયાં હતાં તેઓને બે દિવસ માટે નવાં કપડાં આપવામાં આવ્યાં. જેમના ચંબુ અને તસબુ ધોળા પડવાથી સાવ નકામા જેવા થઈ ગયા હતા, તેઓને તે બે દિવસ માટે બદલાવી આપવામાં આવ્યા. બે દિવસ માટે કેદીઓનું કામ પણ ઓછું કરી નાખવામાં આવ્યું. કેદીઓ પામી ગયા કે આવતી કાલે જેલ-કમિટી આવવાની હશે! પણ કોઈને એનો હરખશોક નહોતો; કેમકે જેલ કમિટી પાસે કશી ફરિયાદ કરી શકાય તેમ નહોતું. જે બેત્રણ કલાક કમિટી જેલમાં ફરવાની હોય છે તેમાંનો એક કલાક સુપરિન્ટેન્ડેન્ટને ત્યાં અને પોણો કલાક ઓફિસ ઉપર ચા લેવામાં જાય છે. બાકીની પંદર મિનિટમાં પંદર સો નહિ પણ બે હજાર કેદીઓને પહોંચી વળવાનું હોય છે. એટલે ઉતાવળ ન કરે તો કેમ ચાલે?  

Line 339: Line 347:
એક દિવસ જ્યારે ઈંસા ઘાંચીને દવાખાનામાં વજન કરાવવા માટે લાવવામાં આવ્યો, ત્યારે સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. ગંગારામ પણ આજે જાણે કાંઈ ભાવ અનુભવતો હોય એમ એની સામે દૂરથી જોઈ રહ્યો. એને ઈસાના છેલ્લા શબ્દો યાદ આવ્યા : મારે બહાર કોઈ નથી. મને બહાર કોઈ રહેવા દે તેમ પણ નથી. હું અહીં થોડા જ દિવસોમાં પાછો આવી જઈશ.’ અને તે સાથે જ ગંગારામ વધારે ગમગીન થઈ પગના અંગૂઠાના નખ વતી જમીન ખોતરવા લાગ્યો. ગંગારામને જોઈ ઈસો તેની પાસે ગયો અને બોલ્યો : ‘કેમ ગંગારામ?’ ગંગારામે ઊંચે જોયું થોડી વાર ઈસાની આંખમાં જ જોયા કર્યું. પછી એકદમ ખડખડાટ હસી પડ્યો. ઈસાને ખૂબ આશ્ચર્ય થયું. એ આગળ બોલવા જાય છે ત્યાં સિપાહી આવ્યો અને એને લઈ ગયો.

ઈસો ફરી જેલમાં આવ્યો ત્યારે પોતાની સાથે એક નવા ખબર લેતો આવ્યો. દિવસ બે દિવસમાં એ વાત આખી જેલમાં ફરી વળી. સૌના હોઠ ઉપર એક જ ખબર રમતા હતા : ‘ઇંગ્લેંડમાં શહેનશાહ માંદા પડ્યા છે. ગંભીર હાલતમાં છે.’ સૌની આંખો આનંદથી ચમકવા લાગી અને હોઠ આસપાસ પણ એ રેખાઓ રમવા લાગી. રાજા મરી જાય અને નવો રાજા ગાદીએ આવે એટલે સૌનો છુટકારો થાય એવી માન્યતા હતી. વાત વધતાંવધતાં જેલના મુખપત્રમાં આવી પણ ગયું કે રાજા મરી પણ ગયો. સૌ આતુરતાથી રાજ્યારોહણની વાટ જોવા લાગ્યા.  

પણ ગંગારામને આ કશામાં રસ ન પડ્યો. જ્યારેજ્યારે એ કાંઈક આવું સાંભળતો, ત્યારે સામેના માણસના મોઢા સામે રોજ માફક તાકી રહેતો; અને પછી હરણને રમાડવા લાગતો.
પણ ગંગારામને આ કશામાં રસ ન પડ્યો. જ્યારેજ્યારે એ કાંઈક આવું સાંભળતો, ત્યારે સામેના માણસના મોઢા સામે રોજ માફક તાકી રહેતો; અને પછી હરણને રમાડવા લાગતો.{{Poem2Close}}

{{Poem2Open}}
(26)
(26)
ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. આખી જેલ શાંત હતી. કેદીઓ બરાકમાં બેઠાબેઠા પોતપોતાનું કામ કરતા હતા. દવાખાનાવાળી બરાકોમાં કેટલાક કેદીઓ ખાટલામાં પડ્યા-પડ્યા નેવાંનાં પાણીનો અવાજ સાંભળતા શાંત પડ્યા હતા, તો કેટલાક બારીમાં ઊભા રહી આછી વાછટની લહેજત લૂંટતા હતા. એટલામાં કમ્પાઉન્ડનું બારણું ઊઘડ્યું અને એક પીળી પાઘડીવાળો વોર્ડર દાખલ થયો.

Line 353: Line 362:
‘ફિતૂર કરતા હૈ? ચલો, ઇસકુ અંદર લે જાવ!’ અને કાંઈક જાહેર થઈ જશે એની દહેશતમાં સૂબેદારે એકદમ બારણું બંધ કરી દીધું.

વરસતા વરસાદમાં બંને સ્ત્રીઓ ચાલી નીકળી. વરસાદ સાથે એમની આંખોમાંથી સરતાં આંસુઓનો વેગ પણ વધતો જતો હતો. ટાઢથી બંનેનાં શરીર કંપી રહ્યાં હતાં; દાંત કડકડતા હતા અને વાળની લટોના છેડા પરથી અને પાલવની કોરમાંથી પાણી ટપકતું હતું.

રડતા બાળકનું આક્રંદ કાળી દીવાલો સાથે અળાઈ પાછું ફરતું હતું!’
રડતા બાળકનું આક્રંદ કાળી દીવાલો સાથે અળાઈ પાછું ફરતું હતું!’{{Poem2Close}}

{{Poem2Open}}
(27)
(27)
બે મહિના પછી સુલેમાન, ગન્નુ વગેરે કેદીઓને અંધારી ઓરડીઓમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેઓ સાવ બેહાલ બની ગયા હતા. ગાલનાં હાડકાંઓ આગળ આવી ગયાં હતાં અને દાઢી પણ ખૂણો પાડતી હતી. પહેલા કરતાં હવે તેઓ શાંત દેખાતા હતા, છતાં સિપાહીઓ અને અમલદારો તેમનાથી વધારે ડરતા હતા. અમલદારો હવે દૂર ઊભાઊભા જ તેઓની સાથે વાત કરતા હતા. ધૂંધવાઈ રહેલા અગ્નિના જેવી તેમની સ્થિતિ હતી. અંગારા ઉપર રાખ વળી ગઈ હોય અને તેઓ ઠરી ગયા છે એવો ભાસ થતો હોય, છતાં તેનો તાપ તો લાગ્યા જ કરતો હોય, એમ હવે બીજા લોકો સુલેમાન અને ગન્નુથી દાઝતા હતા. એમને બહાર કાઢતાંવેંત પથ્થર ફોડવાનું કામ આપવામાં આવ્યું. આખો દિવસ તેઓની પાસેથી સખત મજૂરી લેવામાં આવતી. રાત્રે તેઓ થાકીને લોથ થઈ બિછાનામાં પડી ઘસઘસાટ ઊંઘી જતા. હવે તેઓ ભાગ્યે જ કોઈ સાથે બોલતા.

Line 367: Line 377:
જેલરને આ નમ્રતાથી ખૂબ આશ્ચર્ય થયું.
જેલરને આ નમ્રતાથી ખૂબ આશ્ચર્ય થયું.
‘દેખો...નામ...’ ગન્નુએ ધીરેથી વાત શરૂ કરી. સુલેમાન પણ ઊઠ્યો અને જેલરની પાછળ જઈ આસ્તેથી પડખે પડેલો હથોડો ઉપાડ્યો. મુસાએ પડખેથી જેલરનો ટોપો ઉપાડી લીધો, સુલેમાને જોરથી એક ઘા ફટકાર્યો; મુસાએ બીજો ઘા કર્યો. જેલર તમ્મર ખાઈ નીચે પડ્યો. ગન્નુએ બીજા બે ઘા કર્યા અને આસાપાસના બીજા કેદીઓએ પણ પોતાની તૃષા શાંત કરી.

બ્યૂગલ ફૂંકાયું જેલમાં હાહાકાર મચી ગયો.
બ્યૂગલ ફૂંકાયું જેલમાં હાહાકાર મચી ગયો.{{Poem2Close}}

{{Poem2Open}}
(28)
(28)
ગંગારામ ગાંડો બની ગયો છે એવી કેદીઓની માન્યતા દૃઢ થવા લાગી. એના કાર્યક્રમમાં એક મોટો ફેરફાર થયો. પહેલાં તે ઊંઘ્યા જ કરતો; હવે તે ભાગ્યે જ ઊંઘતો, મોડી રાત સુધી એ બારીમાં ઊભો રહેતો અને જેલની દીવાલ ઉપરથી ડોકાતાં ઝાડવાંઓ જોઈ રહેતો, એ મનમાં ને મનમાં કાંઈક ગણગણતો. ક્યારેક ઓચિંતો હસી પડતો. કેટલાક કાચા મનના કેદીઓ એ ભયાનક અટ્ટહાસ્યથી ડરી જતા. વોર્ડરે પણ હવે ગંગારામને સતાવી-સતાવી કંટાળ્યો હતો, એટલે હવે એણે ગંગારામને છેડવાનું છોડી દીધું હતું. રાત્રે કેટલીક વખત એ ભરઊંઘમાંથી જાગી જતો અને ખડખડાટ હસી પડતો. આસપાસ સૂતેલા કેદીઓ જાગી જતા અને બે-ચાર સંભળાવી પાછા સૂઈ જતા.

Line 380: Line 391:
સૂબેદારની અસ્વસ્થતા વધવા લાગી. એના હોઠ ધ્રૂજ્યા. અંતે ગંગારામની આંખો જીરવવી મુશ્કેલ થઈ પડી અને એ પીઠ ફેરવી સોટી ચમચમાવતો ચાલતો થયો. હરણને પકડીને એક સિપાહી સૂબેદાર સાથે બહાર નીકળ્યો. અને અંતે કૂદકૂદ કરતો નાનો ઉમર પોતાની નાની સોટી હરણ ઉપર ચલાવતો દોડવા લાગ્યો.

ગંગારામની આંખમાં ઝેર આવ્યું.  
ગંગારામની આંખમાં ઝેર આવ્યું.  
રાત્રે સૂતી વખતે એની આંખ સામે જીવત અને એની પાછળ થોડે દૂર દોડતો ઉમર તરી રહ્યા!
રાત્રે સૂતી વખતે એની આંખ સામે જીવત અને એની પાછળ થોડે દૂર દોડતો ઉમર તરી રહ્યા!{{Poem2Close}}

{{Poem2Open}}
(29)
(29)
સુલેમાન, ગન્નુ, મુસા અને બીજા બે કેદીઓને પહેલાં તો મારીમારીને અધમૂઆ કરી નાખવામાં આવ્યા. પછી સૌને અંધારી કોટડીમાં બંધ કરવામાં આવ્યા. એમનાં સૂતરનાં કપડાં ઉતારી લઈ ગુણિયાનાં કપડાં પહેરાવવામાં આવ્યાં. તેઓને ત્રણ દિવસ સુધી કશું ખાવાનું ન આપ્યું અને ચોથા દિવસથી મીઠાની કાંજી શરૂ કરી. પછી ફરીવાર સૌને વારાફરતી બહાર કાઢી મરણતોલ માર મારવામાં આવ્યો. સૂબેદારે ઊછળીઊછળીને હંટર લગાવ્યાં. બધાના વાંસાઓ ઉપર સોળ ઊઠ્યા.  

Line 398: Line 410:
‘અરે, પણ જબ મુજે ફાંસી મિલેગી તબ વો મેરે સામને બંદૂકકા ઘોડા ચડા કર બૈઠેગા! વો મેરેસે નહિ સહા જાયગા! મૈં તો ઉસકો મેરે પહલે ખલાસ કરનેવાલા હું!’ ગન્નુએ ઉશ્કેરાઈને બોલવું શરૂ કર્યું.

‘ના, ના, મને વચન આપો. હું તમને ખુદાના કસમ આપું છું. તમે એવું નહિ કરતા.’ ગંગારામે ન સમજાય એવી યાચનાવૃત્તિથી કરગરવા માંડ્યું. એણે કશુંક વિચારી રાખ્યું હતું, પણ કહેવા નહોતો માગતો. ગન્નુ આ કશું ન સમજી શક્યો અને ગંગારામની સામે શંકાથી જોઈ રહ્યો. પણ ગંગારામની આંખોએ એના અંત:કરણ ઉપર કાંઈક અસ્પષ્ટ કોતરી દીધું, અને એણે સૂબેદારનું ખૂન ન કરવાનું વચન આપ્યું. ગંગારામ હાશ કરી હરખાતોહરખાતો ત્યાંથી ચાલતો થયો.

સાત દિવસ પછી સુલેમાન અને ગન્નુને લટકાવી દેવામાં આવ્યા.
સાત દિવસ પછી સુલેમાન અને ગન્નુને લટકાવી દેવામાં આવ્યા.{{Poem2Close}}

{{Poem2Open}}
(30)
(30)
આકાશે આખો દિવસ ચોધાર આંસુએ રડ્યા કીધું. જમીન પલળીને ગારો થઈ ગઈ. વરસાદ ઓછો થયો, પણ ઝાડવાંઓએ પાણી વિશેષ ખેરવવા માંડ્યું. સાંજના સાડાપાંચ થયા અને બહાર પાટીવાળાને જેલના દરવાજામાં ઝડતી લઈ અંદર દાખલ કરવામાં આવ્યા. એકેએક કેદીનાં કપડાં પલળીને લોંદો થઈ ગયાં હતાં. અનેક દિવસોનો એકઠો પરસેવો ગંધાઈ ઊઠતો હતો. ગંગારામનો અંદર આવવાનો વારો આવ્યો. પગથિયાં પલળીને લપસણાં થઈ ગયાં હતાં. ગંગારામનો પગ લપસ્યો અને એ પડ્યો. એના ઉપર એક લાત પડી. ગંગારામે ઊંચે જોયું તો કરડી આંખો કરી સૂબેદાર એની સામે જોઈ રહ્યો હતો. ગંગારામ એની સામે જોઈ રહ્યો, પણ આજે આંખોમાં અભાવને સ્થળે કોઈ ભાવે સ્થાન લીધું હતું. થોડી વારે આંખ લાલ થઈ; પછી લીલી થઈ. સૂબેદારે એક સોટી સબોડી એટલે ગંગારામ ઊભું થઈ ચાલવા લાગ્યો. એનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. દાંત કકડતા હતા અને હોઠ કંપી રહ્યા હતા. બીજા દરવાજામાંથી બહાર નીકળ્યો એટલે એની આંખમાંથી આંસુ પડવાં શરૂ થઈ ગયાં.

રાત્રે જ્યારે બીજા કેદીઓ પથારીમાં પડી કામળો ઓઢી હૂંફ મેળવી રહ્યા હતા, ત્યારે ગંગારામ ધ્રૂજતોધ્રૂજતો બારીમાં ઊભો હતો. એની આંખ સામે એનું ખેતર તરી રહ્યું હતું. એની સ્ત્રી અને જીવતની જુવાન વિધવા એની આંખ સામે આવી ખડાં થઈ ગયાં. જીવતનું નાનું બાળક એની કલ્પનામાં કલ્પાંત કરવા લાગ્યું. ગંગારામથી ન સહેવાયું. એકદમ દોડીને પથારીમાં માથું છુપાવી રડવા લાગ્યો.

બીજે દિવસે ફરી એને તાવ ચડ્યો.  
બીજે દિવસે ફરી એને તાવ ચડ્યો.  
આઠ દિવસ પછી જ્યારે એનો છૂટવાનો દિવસ આવી લાગ્યો ત્યારે પણ એના શરીરમાં તાવ ભર્યો હતો. એને એવી હાલતમાં ઓફિસમાં લઈ જવામાં આવ્યો. એનાં મેલાં જૂનાં કપડાં એને પાછાં આપવામાં આવ્યાં. કાંઈ જ ન બનતું હોય એમ એણે સ્વસ્થતાથી-જડતાથી બધો ફેરફાર કરી લીધો. નવ વાગે જેલના દરવાજા ઊઘડ્યા અને એ બહાર આવ્યો. એણે પછવાડે એક દૃષ્ટિ કરી. સળિયા પાછળ સૂબેદાર પોતાની ઝીણી આંખો વધારે ઝીણી કરી એની સામે જોતો ઊભો હતો. ક્ષણભર ગંગારામે મીટમાં મીટ મેળવી. પછી બંનેએ પીઠ ફેરવી.
આઠ દિવસ પછી જ્યારે એનો છૂટવાનો દિવસ આવી લાગ્યો ત્યારે પણ એના શરીરમાં તાવ ભર્યો હતો. એને એવી હાલતમાં ઓફિસમાં લઈ જવામાં આવ્યો. એનાં મેલાં જૂનાં કપડાં એને પાછાં આપવામાં આવ્યાં. કાંઈ જ ન બનતું હોય એમ એણે સ્વસ્થતાથી-જડતાથી બધો ફેરફાર કરી લીધો. નવ વાગે જેલના દરવાજા ઊઘડ્યા અને એ બહાર આવ્યો. એણે પછવાડે એક દૃષ્ટિ કરી. સળિયા પાછળ સૂબેદાર પોતાની ઝીણી આંખો વધારે ઝીણી કરી એની સામે જોતો ઊભો હતો. ક્ષણભર ગંગારામે મીટમાં મીટ મેળવી. પછી બંનેએ પીઠ ફેરવી.{{Poem2Close}}

{{Poem2Open}}
(31)
(31)
મેઘલી રાત જામી હતી. વાદળાંઓએ ઝાંખા ઝબૂકતા તારાઓને પણ આવરી લીધા હતા. સૃષ્ટિ ઉપર અંધકારના થર બાઝ્યા હતા. ઝીણોઝીણો વરસાદ ટપકતો હતો. પાંદડાં ઉપરથી નીચે ટપકતાં પાણીનાં ટીપાંઓથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. આખી સૃષ્ટિ આજે અકાળે શાંત થઈ ગઈ હતી. જેલની બહારની કોટડીઓની જાળીઓમાંથી બહાર એકઠા થયેલા પાણીમાં પ્રકાશનાં ચોસલાં પડતાં હતાં અને સુંદર ભાત પાડી આછુંઆછું મરકી લેતાં હતાં. નેવાનાં નીર પણ અવિશ્રાન્તપણે રડી રહ્યાં હતાં.

Line 427: Line 441:
આ રીતે જોઈએ ત્યારે ભાઈ કૃષ્ણલાલે પોતે કહ્યું હો કે ન હો, પણ ‘ઇન્સાન મિટા દૂંગા’ આપણા સમાજતંત્રના હાડમાં પેસી ગયેલાં ડર અને સજાની સામે મૂંગી પણ સજ્જડ જેહાદ (Crusade) છે.

મહાત્મા ગાંધીજી જ્યારે પશુબળના પાયા પર રચાયેલાં સામ્રાજ્યો સામે જેહાદ પુકારી અસહકાર આદરે, ત્યારે તેમના જ નાનાનાના સૈનિકો પશુબળનાં નાનાંનાનાં આવાં કચ્ચાંબચ્ચાં સામે જેહાદ પુકારે; મહાત્મા ગાંધીજી જ્યારે સમાજ-આખા માનવરામાજમાંથી વેરઝેરને નાબૂદ કરી પ્રેમ અને શાંતિનો પેગામ જાહેર કરે, ત્યારે ગાંધીજીની પ્રેરણા પામેલા નવયુવકો વેરઝેરને છૂપી અસરકારક રીતે પોષણ આપતાં સમાજનાં આવાં નાનામોટાં તંત્રોને જગજાહેર કરે; આ બધાં સ્વાધીન ભારતનાં લક્ષણો નથી તો બીજું શું છે?

જેના ગર્ભમાં પ્રેમનો અને શાંતિનો સંદેશો ભર્યો છે એવું આ પુસ્તક વાચકના મનમાં એ પ્રેમ અને શાંતિ જમાવો એટલી જ ઇચ્છા રહે છે.
જેના ગર્ભમાં પ્રેમનો અને શાંતિનો સંદેશો ભર્યો છે એવું આ પુસ્તક વાચકના મનમાં એ પ્રેમ અને શાંતિ જમાવો એટલી જ ઇચ્છા રહે છે.{{Poem2Close}}
શ્રી દક્ષિણામૂર્તિ ભવન નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ

ભાવનગર નિયામક
ભાવનગર નિયામક
20-10-31
20-10-31
26,604

edits

Navigation menu