18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું 1|}}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું 1|}} | {{Heading|કડવું 1|}} | ||
{{Poem2Open}} | |||
[મધ્યકાલીન આખ્યાનની પરંપરા મુજબ આરંભે ગુરુ, ગણપતિ ને સરસ્વતીની વંદના કરતા કવિ ભક્તિરસ ચાખવા માટે જ સુદામાની કથા માંડી છે એમ કહે છે. કથાની આ પૂર્વભૂમિકા કવિએ ખૂબ ટૂંકમાં કરી છે. સ્તુતિની પહેલી બે કડીઓમાં પ્રાસ-લયની લીલા રસપ્રદ છે.] | |||
રાગ આશાવરી | |||
શ્રી ગુરુદેવ ને ગણપતિ; સમરું અંબા ને સરસ્વતી, | |||
પ્રબળ ગતિ, વિમળ મતિ પામિયે રે. 1 | |||
રમા-રમણ હૃદયમાં રાખું, ભગવદ-લીલા ભાખું, | |||
ભક્તિરસ ચાખું, જે ચાખ્યો શુક-સ્વામીએ રે. 2 | |||
::::: ઢાળ | |||
શુક સ્વામી કહે સાંભળ રાજા, પરિક્ષિત પુણ્યપિવત્ર; | |||
દશમસ્કંધ અધ્યાય એંશીમેં, કહું સુદામાચરિત્ર. 3 | |||
સાંદીપનિ ઋષિ સુરગુરુ સરખા, વિદ્યાવંત અનંત; | |||
તેને મઠ ભણવાને આવ્યા, હળધર ને ભગવંત. 4 | |||
તેની નિશાળે વડો વિદ્યાર્થી, ઋષિ સુદામો કહાવે; | |||
પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ, સુદામા પાસે આવે. 5 | |||
સુદામો, શ્યામ, સંકર્ષણ, અન્નભિક્ષા માગી લાવે; | |||
એકઠા બેસી અશન કરે તે, ભૂધરને મન ભાવે. 6 | |||
સાથે સ્વર બાંધીને ભણતા, થાય વેદની ધુન્ય; | |||
એક સાથરે શયન કરતા, મોરલીધર, બળ, મુન્ય.7 | |||
ચોસઠ દહાડે ચૌદ વિદ્યા, શીખ્યા બેઉ ભાઈ; | |||
ગુરુને ગુરુદક્ષિણા આપી, વિઠ્ઠલ થયા વિદાઈ.8 | |||
કૃષ્ણ સુદામો ભેટી રોયા, બોલ્યા વિશ્વાધાર; | |||
‘મા’નુભાવ! ફરીને મળજો. માગું છું એક વાર.’ 9 | |||
ગદ્ગદ કંઠે કહે સુદામો, ‘માગું દેવ મુરારિ; | |||
સદૈવ તમારાં ચરણ વિષે, મનસા રહેજો મારી.’ 10 | |||
મથુરામાંથી કૃષ્ણ પધાર્યા, પુરી દ્વારિકા વાસી; | |||
સુદામે ગૃહસ્થાશ્રમ માંડ્યો, મન જેનું સંન્યાસી. 11 | |||
પતિવ્રતા પત્ની છે પાવન, પતિને પ્રભુ કરી પ્રીછે; | |||
સ્વામીસેવાનું સુખ વાંછી, માયાસુખ નવ ઇચ્છે. 12 | |||
દશ બાળક થયાં સુદામાને, દુ:ખદરિદ્રે ભરિયાં; | |||
શીતળાએ અમીછાંટો નાખ્યો, થોડે અન્ને ઊછરિયાં. 13 | |||
અજાચક વ્રત પાળે સુદામો, હરિ વિના હાથ ન ઓડે; | |||
આવી મળ્યું તો અશન કરે, નહિ તો ભૂખ્યાં સાથરે પોઢે. 14 | |||
:::::: વલણ | |||
પોઢે ઋષિ સંતોષ આણી, સુખ ન ઇચ્છે ઘરસૂત્રનું; | |||
ઋષિપત્ની ભિક્ષા માગીને લાવે, પૂરું પાડે પતિપુત્રનું.15 | |||
{{Poem2Close}} |
edits