18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નવલિકા: કેટલીક અપેક્ષાઓ | સુરેશ જોષી}} {{Poem2Open}} કોઈ પણ સાહિત્ય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
માનવવ્યવહારનો પિણ્ડ એ સાહિત્યની કાચી ધાતુ છે એ વાત સાચી, પણ એના પર સર્જકની પ્રતિભા જે સંસ્કાર પાડે છે તેને પરિણામે જ એને કળાકૃતિનું ગૌરવ પ્રાપ્ત થાય છે એ ભૂલવાનું નથી. આ સંસ્કરણને પરિણામે જ માનવવ્યવહારના ઘાટઘૂટ વગરના પિણ્ડને પોતાનો આગવો આકાર પ્રાપ્ત થાય છે. એ આકાર એના રહસ્યનું ઇંગિત બની રહે છે. ઈશ્વરની સૃષ્ટિની જેમ સર્જકની સૃષ્ટિનાં આબોહવા, તેજછાયા માનવીની એ સૃષ્ટિમાં જ ઘડાયાં હોવાની પ્રતીતિ થવી જોઈએ. આ બધાં જો આગન્તુક રૂપે આવ્યાં હોય તો એ સૃષ્ટિમાં આપણે પૂરેપૂરાં પ્રવેશી શકતાં નથી; એની ઉછીની આણેલી આબોહવામાં આપણે શ્વાસ લઈ શકતા નથી. નિશ્ચિહ્ન બનેલા માનવીની ભાવમુદ્રાઓને ઉપસાવવી એ આજના સર્જકને માટેનું સૌથી અઘરું કામ છે. માનવી ચારે બાજુની અરાજકતા વચ્ચે એક વધારાની અરાજકતા રૂપે નહીં, પણ સંકર્ષણવિકર્ષણનાં પરસ્પરવિરોધી બળોની સમતુલા સ્થાપીને નાના શા એક બિન્દુ પર; તસુ જેટલી ભોંય પર, કશુંક દૃઢ આકારે સ્થાપવા મથે છે. એમ કરવામાં એ ભલે નિષ્ફળ જતો હોય, પણ એની આ મથામણ આવિષ્કારને યોગ્ય છે. આથી જ આજના સાહિત્યનો, આપણા સમયના વિશિષ્ટ સન્દર્ભમાં, આ જ એક મુખ્ય વિષય છે. તેથી ઊણા પરિમાણનું કશું આલેખવાથી સર્જનકર્મનું ગૌરવ થતું નથી. આ સિદ્ધ કરવાના કોઈ નિયત રાજમાર્ગો નથી. વાર્તાસૃષ્ટિની નિયતિ તથા એનું નિયામક ઋત એની બહાર નથી. માનવની છબિને જમાને જમાને મૂર્ત કર્યે જવી એ સાહિત્યમાત્રનું પરમ્પરાપ્રાપ્ત કર્તવ્ય છે; પણ એ જ છબિ આજે છિન્ન થઈને ખણ્ડ ખણ્ડ રૂપ થઈ ગઈ હોય ત્યારે એને મૂર્ત કરવાનું કામ વધુ દુષ્કર થઈ પડે છે. આ દુષ્કર કાર્ય સિદ્ધ કરવાનો પડકાર આપણા નવલિકાકારોએ ઝીલ્યો છે ખરો? | માનવવ્યવહારનો પિણ્ડ એ સાહિત્યની કાચી ધાતુ છે એ વાત સાચી, પણ એના પર સર્જકની પ્રતિભા જે સંસ્કાર પાડે છે તેને પરિણામે જ એને કળાકૃતિનું ગૌરવ પ્રાપ્ત થાય છે એ ભૂલવાનું નથી. આ સંસ્કરણને પરિણામે જ માનવવ્યવહારના ઘાટઘૂટ વગરના પિણ્ડને પોતાનો આગવો આકાર પ્રાપ્ત થાય છે. એ આકાર એના રહસ્યનું ઇંગિત બની રહે છે. ઈશ્વરની સૃષ્ટિની જેમ સર્જકની સૃષ્ટિનાં આબોહવા, તેજછાયા માનવીની એ સૃષ્ટિમાં જ ઘડાયાં હોવાની પ્રતીતિ થવી જોઈએ. આ બધાં જો આગન્તુક રૂપે આવ્યાં હોય તો એ સૃષ્ટિમાં આપણે પૂરેપૂરાં પ્રવેશી શકતાં નથી; એની ઉછીની આણેલી આબોહવામાં આપણે શ્વાસ લઈ શકતા નથી. નિશ્ચિહ્ન બનેલા માનવીની ભાવમુદ્રાઓને ઉપસાવવી એ આજના સર્જકને માટેનું સૌથી અઘરું કામ છે. માનવી ચારે બાજુની અરાજકતા વચ્ચે એક વધારાની અરાજકતા રૂપે નહીં, પણ સંકર્ષણવિકર્ષણનાં પરસ્પરવિરોધી બળોની સમતુલા સ્થાપીને નાના શા એક બિન્દુ પર; તસુ જેટલી ભોંય પર, કશુંક દૃઢ આકારે સ્થાપવા મથે છે. એમ કરવામાં એ ભલે નિષ્ફળ જતો હોય, પણ એની આ મથામણ આવિષ્કારને યોગ્ય છે. આથી જ આજના સાહિત્યનો, આપણા સમયના વિશિષ્ટ સન્દર્ભમાં, આ જ એક મુખ્ય વિષય છે. તેથી ઊણા પરિમાણનું કશું આલેખવાથી સર્જનકર્મનું ગૌરવ થતું નથી. આ સિદ્ધ કરવાના કોઈ નિયત રાજમાર્ગો નથી. વાર્તાસૃષ્ટિની નિયતિ તથા એનું નિયામક ઋત એની બહાર નથી. માનવની છબિને જમાને જમાને મૂર્ત કર્યે જવી એ સાહિત્યમાત્રનું પરમ્પરાપ્રાપ્ત કર્તવ્ય છે; પણ એ જ છબિ આજે છિન્ન થઈને ખણ્ડ ખણ્ડ રૂપ થઈ ગઈ હોય ત્યારે એને મૂર્ત કરવાનું કામ વધુ દુષ્કર થઈ પડે છે. આ દુષ્કર કાર્ય સિદ્ધ કરવાનો પડકાર આપણા નવલિકાકારોએ ઝીલ્યો છે ખરો? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[કથોપકથન/નવલિકાની રચના: એક દૃષ્ટિ|નવલિકાની રચના: એક દૃષ્ટિ]] | |||
|next = [[કથોપકથન/નવલિકાનું વિવેચન|નવલિકાનું વિવેચન]] | |||
}} |
edits