કથોપકથન/નવલિકાનું વિવેચન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નવલિકાનું વિવેચન | સુરેશ જોષી}} {{Poem2Open}} સર્જન અને વિવેચનની પ્...")
 
No edit summary
 
Line 15: Line 15:
આ ઉપરાંત સંગતિ અને પ્રતીતિકારકતાનાં ધોરણ કેટલીક મુશ્કેલી ઊભી કરે છે. ઝોલા કે બાલ્ઝાકના ‘નેચરાલિઝમ’થી આપણે આપણા કથાસાહિત્યમાં ઝાઝા દૂર જઈ શક્યા નથી. આ દરમિયાન આપણા ઉપાદાન રૂપ બનતું જગત ને એની પ્રત્યેના આપણા પ્રતિભાવોનું સ્વરૂપ સૂક્ષ્મ ને અકળ રીતે બદલાતું રહ્યું છે. આની અસર ‘વાસ્તવિકતા’ના નિરૂપણ પર પણ પડે તે દેખીતું છે. આપણા વિવેચને આની નોંધ લીધી હોય એવું લાગતું નથી. સત્ય, યથાર્થ, હકીકત, ઇન્દ્રિયગોચર ને ઇન્દ્રિયસમથિર્ત વાસ્તવ તે જ એક માત્ર વાસ્તવ નથી. આથી કોઈક વાર કપોલકલ્પિતના છેડા સુધી સર્જકનો વ્યાપ પહોંચે છે, તો કોઈક વાર સ્વપ્નની વાસ્તવિકતાને પણ ખપમાં લેવાની રહે છે. નવલિકાનો સર્જક આ લઘુ સાહિત્યસ્વરૂપ પાસેથી જ્યારે મહાકાવ્યના જેવું કામ લેવા ઇચ્છતો હોય ત્યારે એ પોતાને ઉપલબ્ધ માધ્યમની શક્યતાઓને વિસ્તારવા સામાન્યત: જેને અસંગત કે અયથાર્થ કહેવાય તેનો પણ પ્રગલ્ભપણે આશ્રય લેતો હોય છે, એનું યાથાર્થ્ય કૃતિના વિશ્વમાં એ સિદ્ધ કરી બતાવતો હોય તો ફરિયાદ કરવાનું કશું કારણ રહેતું નથી. આથી કેવળ વાતાવરણનું ચિત્ર આપતી નવલિકાની શક્યતા પણ સ્વીકારવી ઘટે. આવી નવલિકાને ને કાવ્યને ઝાઝું છેટું રહેતું નથી. આમ છતાં એ નવલિકા જ હોય છે, કવિતા હોતી નથી. પાત્રપ્રધાન નવલિકા વિલક્ષણ માનવપ્રાણીની case history હોતી નથી. નવલિકા પાત્રના વ્યક્તિત્વને વ્યંજનાત્મક રૂપે જ રજૂ કરી શકે. આ સિવાય પાત્રને પરિસ્થિતિના નિમિત્તકારણ રૂપે પ્રયોજવામાં એને ઝાઝો રસ હોઈ શકે નહીં. માનસવિશ્લેષણ કે જીવનદર્શનનો આશ્રય નવલિકાકાર લે તો તે અનાસક્તપણે; એનું સાધન નવલિકા બની રહે નહીં. આટલું કહ્યા પછી મુખ્ય વાત કહેવાની રહે છે તે એ કે ગદ્ય, એમાંનો શબ્દવિન્યાસ, વાક્યવિન્યાસ – આ બધું નવલિકાના સર્જનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે નવલિકાકાર વાક્ય ગોઠવતી વખતે કેવળ વાક્ય નથી ગોઠવતો પણ વિશ્વ ગોઠવતો હોય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કથોપકથન/નવલિકા: કેટલીક અપેક્ષાઓ|નવલિકા: કેટલીક અપેક્ષાઓ]]
|next = [[કથોપકથન/ગઈ કાલની વાર્તા|ગઈ કાલની વાર્તા]]
}}
18,450

edits

Navigation menu