18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮| સુરેશ જોષી}} {{Poem2Open}} આપણે કહીએ છીએ એક ક્ષણ, પણ પછીથી ચિત્ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
તે દિવસે કોઈ નહોતું, આપણે બે જ હતા. એવી પરિસ્થિતિ ઊભી થવાથી તું અકળાતી હતી. અનેક નાની વીગતો વિશે જાણે એકદમ ચિન્તામાં પડી ગઈ હતી; જો લીલા બસ ચૂકી જાય તો? જો અમલ અરુણને નહિ મળ્યો હોય તો? બાએ વધારે દૂધ નહિ રાખ્યું હોય તો? – હું તારી કૃત્રિમ મૂંઝવણ જોયા કરતો હતો. એકાએક અશ્રુસજળ આંખે તેં મારી પાસે આવીને મારો હાથ પકડી લીધો. કશીક વેદનાના ધક્કાથી તું મારી પાસે ધકેલાઈ આવી હતી. મારા પ્રેમનો આવેગ આ ભંગુર વેદનાને જન્મ ન પહોંચાડે એ માટે મારે કેટલા બધા સાવધ રહેવું પડ્યું! મને ખબર હતી કે બીજી જ પળે તું તારાં આંસુથી અકળાઈ ઊઠવાની છે. પણ બીજી જ પળે તું મારી સામે જોઈને હસી પડી. આંસુની ભીનાશ હજી આંખમાંથી ગઈ નહોતી. તારા હાસ્યથી ઉત્તેજન પામીને મેં મારી બે હથેળી વચ્ચે તારું મુખ જકડી દીધું. તારી આંખો હસી રહી હતી. ચુમ્બનને માટે મારું મુખ ઝૂક્યું, તારી લુચ્ચી આંખોએ માત્ર સહેજ હાલીને ના કહી, પણ મારા હાથની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો નહિ, મેં તારા કાનની પાસે મોઢું લાવીને માત્ર કહ્યું:’માલા!’ તેં માત્ર કહ્યું:’હં’ – એમાં કશું સાંભળવાની અધીરાઈ નહોતી. ત્રણ કાળની બહાર છટકી નાસેલો એ નાનો સરખો ઉદ્ગાર તને ને આપણા પ્રેમને કેવો તો અસીમ બનાવી દેતો હતો! | તે દિવસે કોઈ નહોતું, આપણે બે જ હતા. એવી પરિસ્થિતિ ઊભી થવાથી તું અકળાતી હતી. અનેક નાની વીગતો વિશે જાણે એકદમ ચિન્તામાં પડી ગઈ હતી; જો લીલા બસ ચૂકી જાય તો? જો અમલ અરુણને નહિ મળ્યો હોય તો? બાએ વધારે દૂધ નહિ રાખ્યું હોય તો? – હું તારી કૃત્રિમ મૂંઝવણ જોયા કરતો હતો. એકાએક અશ્રુસજળ આંખે તેં મારી પાસે આવીને મારો હાથ પકડી લીધો. કશીક વેદનાના ધક્કાથી તું મારી પાસે ધકેલાઈ આવી હતી. મારા પ્રેમનો આવેગ આ ભંગુર વેદનાને જન્મ ન પહોંચાડે એ માટે મારે કેટલા બધા સાવધ રહેવું પડ્યું! મને ખબર હતી કે બીજી જ પળે તું તારાં આંસુથી અકળાઈ ઊઠવાની છે. પણ બીજી જ પળે તું મારી સામે જોઈને હસી પડી. આંસુની ભીનાશ હજી આંખમાંથી ગઈ નહોતી. તારા હાસ્યથી ઉત્તેજન પામીને મેં મારી બે હથેળી વચ્ચે તારું મુખ જકડી દીધું. તારી આંખો હસી રહી હતી. ચુમ્બનને માટે મારું મુખ ઝૂક્યું, તારી લુચ્ચી આંખોએ માત્ર સહેજ હાલીને ના કહી, પણ મારા હાથની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો નહિ, મેં તારા કાનની પાસે મોઢું લાવીને માત્ર કહ્યું:’માલા!’ તેં માત્ર કહ્યું:’હં’ – એમાં કશું સાંભળવાની અધીરાઈ નહોતી. ત્રણ કાળની બહાર છટકી નાસેલો એ નાનો સરખો ઉદ્ગાર તને ને આપણા પ્રેમને કેવો તો અસીમ બનાવી દેતો હતો! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[છિન્નપત્ર/૧૭|૧૭]] | |||
|next = [[છિન્નપત્ર/૧૯|૧૯]] | |||
}} |
edits