18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૦| સુરેશ જોષી}} {{Poem2Open}} આજે સૃષ્ટિને મુખે ‘આવજો’ની વદાયવાણી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
આ બધાંની વચ્ચે આ તે શી માયા મને ફરી તારું નામ ઉચ્ચારવા પ્રેરે છે? આથી જ તો હું કહું છું કે તું મારા સમ્બોધનથી ક્યાંય દૂર જઈ શકવાની નથી. ચાલી જતાં ચરણો વચ્ચે હું બેઠો છું. પણ એ પદક્ષેપ તારા નામના ધ્વનિને ખણ્ડિત કરતો નથી. આથી જ તો આ સૃષ્ટિથી અળગા રહીને એનો વિષાદ હું જોઈ શકું છું. એ વિષાદને હું ભૂંસી નાખી શકતો નથી, માટે જ તો એને જિરવવા જંદિગીભર થોડા શબ્દો શોધતો રહ્યો છું. પણ એ શબ્દોથી તારી ને મારી વચ્ચે અન્તર પડે એવું મેં માન્યું નથી. આ સૃષ્ટિથી અળગા રહેવા છતાં એના જ સૂરજચન્દ્રનાં તેજ ઝીલવાં પડે છે ને? એ તેજને આધારે જ બધું ઓળખવું પડે છે ને? તારી આંખમાં પ્રતિબિમ્બિત થતી સૃષ્ટિથી હું તો સન્તોષ માનું, પણ તારી દૃષ્ટિને હું શી રીતે સીમિત કરી દઈ શકું? ને છતાં, મારા બે હાથની સીમાની બહાર તું જતી રહે છે ત્યારે કેવો અફાટ વિસ્તારભર્યો વિષાદ મારા હૃદયમાં ઘૂઘવી ઊઠે છે! જો એક વાર તું એને કાન દઈને સાંભળે તો મારાથી તસુભર દૂર થવાનું તું નામ નહિ દે. પણ માલા, જેમ જળનું બિન્દુ જળમાં એકાકાર થાય તેમ એકાકાર થવાની આપણી સાધના કદાચ જન્મોજન્મ વિસ્તરવાની હશે. આથી જ, અધીરાઈ છતાં તારાં ચરણ (ગૌર ચરણો – કેટલી બધી માયા છે મને એની)ની દિશા બદલવાનું દુસ્સાહસ મેં કર્યું નથી. તારો હાથ સૌ પ્રથમ મારા હાથમાં ઢળ્યો નહોતો, તારાં ચરણો સૌ પ્રથમ મારી દિશામાં વળ્યા નહોતાં એનું સ્મરણ પણ મારો આ જન્મનો એક શાપ છે. એ સદા મારી શિરામાં ધખ્યા કરે છે. પણ એથી મેં તને દઝાડી છે? | આ બધાંની વચ્ચે આ તે શી માયા મને ફરી તારું નામ ઉચ્ચારવા પ્રેરે છે? આથી જ તો હું કહું છું કે તું મારા સમ્બોધનથી ક્યાંય દૂર જઈ શકવાની નથી. ચાલી જતાં ચરણો વચ્ચે હું બેઠો છું. પણ એ પદક્ષેપ તારા નામના ધ્વનિને ખણ્ડિત કરતો નથી. આથી જ તો આ સૃષ્ટિથી અળગા રહીને એનો વિષાદ હું જોઈ શકું છું. એ વિષાદને હું ભૂંસી નાખી શકતો નથી, માટે જ તો એને જિરવવા જંદિગીભર થોડા શબ્દો શોધતો રહ્યો છું. પણ એ શબ્દોથી તારી ને મારી વચ્ચે અન્તર પડે એવું મેં માન્યું નથી. આ સૃષ્ટિથી અળગા રહેવા છતાં એના જ સૂરજચન્દ્રનાં તેજ ઝીલવાં પડે છે ને? એ તેજને આધારે જ બધું ઓળખવું પડે છે ને? તારી આંખમાં પ્રતિબિમ્બિત થતી સૃષ્ટિથી હું તો સન્તોષ માનું, પણ તારી દૃષ્ટિને હું શી રીતે સીમિત કરી દઈ શકું? ને છતાં, મારા બે હાથની સીમાની બહાર તું જતી રહે છે ત્યારે કેવો અફાટ વિસ્તારભર્યો વિષાદ મારા હૃદયમાં ઘૂઘવી ઊઠે છે! જો એક વાર તું એને કાન દઈને સાંભળે તો મારાથી તસુભર દૂર થવાનું તું નામ નહિ દે. પણ માલા, જેમ જળનું બિન્દુ જળમાં એકાકાર થાય તેમ એકાકાર થવાની આપણી સાધના કદાચ જન્મોજન્મ વિસ્તરવાની હશે. આથી જ, અધીરાઈ છતાં તારાં ચરણ (ગૌર ચરણો – કેટલી બધી માયા છે મને એની)ની દિશા બદલવાનું દુસ્સાહસ મેં કર્યું નથી. તારો હાથ સૌ પ્રથમ મારા હાથમાં ઢળ્યો નહોતો, તારાં ચરણો સૌ પ્રથમ મારી દિશામાં વળ્યા નહોતાં એનું સ્મરણ પણ મારો આ જન્મનો એક શાપ છે. એ સદા મારી શિરામાં ધખ્યા કરે છે. પણ એથી મેં તને દઝાડી છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[છિન્નપત્ર/૪૯|૪૯]] | |||
|next = [[છિન્નપત્ર/પરિશિષ્ટ|પરિશિષ્ટ]] | |||
}} |
edits