18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરિશિષ્ટ| સુરેશ જોષી}} {{Poem2Open}} વરસાદની આછી ઝરમર. એના ધૂંધળા પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 49: | Line 49: | ||
માલાએ એક ચોપડી હાથમાં લીધી. અજયને કેટલીક વિચિત્ર ટેવો હતી. ઘણી વાર અધૂરી વાર્તાઓ, લખવા માંડેલી કવિતાઓ એ આવી ચોપડીની અંદર સંતાડી મૂકતો. કશું પણ પૂરું લખ્યા વિના એ કોઈને બતાવતો નહીં. માલા એને ચીઢવવાને માટે હંમેશાં એની ચોપડીઓ ઉથલાવતી. અજય અકળાઈ ઊઠતો એટલે માલા કહેતી. ‘કેમ, કોઈને પ્રેમપત્ર લખીને સંતાડી રાખ્યો છે?’ અજય અકળાઈને કહેતો: ‘હા, કદાચ એમ પણ હોય.’ માલા હસીને કહેતી: ‘કદાચ કેમ? તને પૂરેપૂરી ખબર નથી? કોણ છે એ, કહે તો?’ અજય પણ એકદમ હસી પડીને કહેવા લાગતો: ‘વર્ણન તો કરતાં આવડતું નથી. છતાં કહું છું: બે લુચ્ચી આંખો, શાંત નહીં, સદા ચંચળ; બે તોફાની હાથ – કશુંક અળવીતરું કરતા જ રહે –’ અજય કહેતો: ‘માલા, આથી જ ફરી ફરી તને કહું છું: તું જ શા માટે વાર્તા નથી લખતી?’ માલા રોષે ભરાઈને કહેતી: ‘ના, મારે જંદિગી નથી બગાડવી. લખું હું ને છતાં લોકો તો એમ જ કહેવાના કે અજયનો જ પડઘો સંભળાય છે! વળી લાગણી જોડે એવાં ચેડાં કાઢવાં –’ માલાને એ બધું યાદ આવ્યું. એ ઘડીભર ચોપડી હાથમાં રાખીને અન્યમનસ્ક બનીને બેસી રહી. પછી ચોપડીનાં પાનાં ફેરવવા લાગી. એમાંથી એક ચબરખી નીકળી. એણે લઈને વાંચવા માંડ્યું: ‘I can not rid my room of silence, silence / is your voice. And do you seek me here? / I am not here. And you, not finding me, / must ask other places where I was. / For not by signs and tokens but by all / that I remember will you know me.’ આ શબ્દો માલાના કાનમાં કોઈ ધીમે અવાજે ફરી ફરી કહી રહ્યું હોય એવું એને લાગ્યું. માલાએ આંસુથી ઝાંખી બનેલી આંખે આગળ વાંચવા માંડ્યું: ‘The thought of you returns / like darkness I have waited, I have not / forgotten. In these shadows I am safe / though weaponless, defying recognition, / prudent, careful of disguise. / For I am no one, I am what I seem. / The stillness listens, waiting for my words, / but when I speak my voice is not my own.’ માલા ગભરાઈ ઊઠી. એને સાંભળવું નહોતું છતાં એ શબ્દો એના કાનમાં ગાજી ઊઠતા હતા: ‘You move, / my love, in an unchanging climate / of the mind, a place I have not seen / And you resist all change, refusing me, / refusing to resist the momentary / lovers you imagine. Filled with tears, / my love, you yield to absence. I will not return..’ ઘડીભર માલાને એમ લાગ્યું કે જાણે એની ચેતના કશાક આઘાતથી શૂન્યમય થતી જાય છે, એણે આંખો બંધ કરી દીધી: ઘૂઘવતો સમુદ્ર, ચાંદની, ધોળી રેતીથી ભરેલો કાંઠો ને એના પર પૂરપાટ દોડ્યે જતા ધોળા ઘોડા પર બેઠેલો કોઈક કાળો અસવાર. ઘોડાના ડાબલા એના લમણામાં ગાજી ઊઠે છે. એનાથી સહેવાતું નથી. એ આંખો ખોલી નાખે છે. બારી આગળથી એક કાળી બિલાડી એના તરફ તાકી રહે છે. એની તગતગતી આંખો જોઈને માલા છળી મરે છે. એને અહીંથી ભાગી છૂટવાનું મન થાય છે; ને છતાં કશુંક એને જકડી રાખે છે. ‘(માલા, આ બારી આગળના ઝૂલવાળા ધોળા પડદા, આ ટેબલ, આ ઘડિયાળ – આ બધું દિવસના કેટલું પરિચિત લાગે છે! ને રાતે આ બધી નિર્દોષ નિરુપદ્રવી વસ્તુઓમાં કશીક આસુરી શક્તિ પ્રવેશે છે ને હું ભયથી છળી મરું છું. રાતે એકાએક મારી પાસે મારા કાનમાં કોઈક બોલતું હોય એવું મને લાગે છે. બોલનારનું મોઢું મને દેખાતું નથી, પણ બોલનારના અવાજમાં કાકલૂદી છે, આર્જવ છે. હું આંખો ખોલીને જોઉં છું. ઓરડીમાં કોઈ નથી. દૂર ક્યાંક નળ ટપકે છે. પણ એકાએક કોઈ એક સરખું હીબકાં ભરતું હોય એવો અવાજ સંભળાય છે. હું સૂનમૂન થઈને પથારીમાં પડ્યો રહું છું. ત્યાં પવનથી કે કોણ જાણે શાથી કાચની બારી હાલવા લાગે છે, બહારના ઝાડની ડાળીના પડછાયા ભીંત પર હાલે છે, પણ એ ડાળીના પડછાયા છે એમ જાણવા છતાં હું ધ્રૂજી ઊઠું છું. બારીના પડદાની ઝૂલ પવનમાં હાલે છે. એની નીચેથી કોઈકના ગોરા ગોરા પગ દેખાય છે. કોઈ ધીમે ધીમે ચોરપગલે મારા તરફ આવી રહ્યું છે. ઘડીમાં ચાંદની ભેગો એનો દેહ એકરૂપ થઈ જાય છે. ઘડીમાં એનો અસ્પષ્ટ શબ્દ છેક કાન પાસે સંભળાય છે. દર્પણમાં એના પ્રતિબિમ્બનો આભાસ દેખાય છે. કશીક અપાથિર્વ સુગન્ધ આખા ઓરડામાં લહેરાઈ ઊઠે છે. મને કશુંક ઘેન ચઢે છે. મોટા જળરાશિમાં મારું શરીર જાણે કણ કણ થઈને વિખેરાવા લાગ્યું છે. હું કશું જ કરી શકું એમ નથી. એક બીજો આકાર બારીમાંથી પ્રવેશે છે. પછી બંને આકારો હાથ ગૂંથીને ફરે છે. એમનું હાસ્ય ચારે બાજુ પડઘા પાડે છે. હું કશુંક બોલવા જાઉં છું, પણ એ હાસ્યના અવાજમાં મારું બોલેલું મને જ સંભળાતું નથી. ધીમે ધીમે લાગે છે કે હું મિથ્યા છું, ભ્રાન્તિ છું, આ આકારો જ સત્ય છે. માલા, એ કોણ હતું? તું હતી?તારી સાથે કોણ હતું?….’) માલાની આંખ આગળની આખી સૃષ્ટિ ધીમે ધીમે અદૃશ્ય થતી ચાલી. એની સામે કેવળ પાંખી ચાંદની જેવું કશુંક વિસ્તરી રહ્યું. રહી રહીને પવનની લહર ઓચિંતાની આવી ચઢતી ને એના સ્પર્શથી સચેત કરી જતી. એ આંખ સામે વિસ્તરતી જતી ધૂસરતાને જોઈ રહી. એમાં પોતે પણ એકાકાર થઈ જતી હોય એવું એને લાગ્યું. પણ એ તો ઘડીભરની ભ્રાન્તિ. ઘડિયાળના ટકોરા એણે સાંભળ્યા. અશોક એની પાસે આવ્યો. એનો હાથ માલાને ઘેરી વળ્યો. એના ગાલ પરથી નીચે વક્ષ:સ્થળ પર ત્યાંથી નીચે…. એના હોઠ પર અશોકના હોઠનો ઉષ્ણ ઉચ્છ્વાસ ચંપાયો, એ હાલી નહીં, એના હાથ એમ ને એમ શિથિલ થઈને પડી રહ્યા, એની આંખમાં આંસુ નહોતાં. એ દૂર દૂર મીટ માંડીને જોઈ રહેવા સિવાય એને બીજું કરવાનું પણ શું હતું? અશોકના અંગેઅંગમાં એનાં અંગેઅંગ સમાઈ ગયાં. એને બધું ભાન હતું, છતાં જાણે પોતાનાથી દૂર સરી જઈને, નામ અને સંજ્ઞાથી સાવ નિલિર્પ્ત એવી કોઈ અનેરી સૃષ્ટિમાં રહી રહી, એ આ બધું જોયા કરતી હતી. અશોકે એની દૃષ્ટિને આવરી લીધી, એની ઉત્તપ્ત કાયા માલાને ચારે બાજુથી ઘેરી વળી. એક પવનની લહરી આવી, બારી ખખડી, ને એના અવાજનો પડઘો પડ્યો, એમાંથી ધીમે ધીમે શબ્દોએ આકાર લીધો. માલાએ કાન સરવા કર્યા ને સાંભળ્યું. ‘My love, you yield to absence. I will not return.’ | માલાએ એક ચોપડી હાથમાં લીધી. અજયને કેટલીક વિચિત્ર ટેવો હતી. ઘણી વાર અધૂરી વાર્તાઓ, લખવા માંડેલી કવિતાઓ એ આવી ચોપડીની અંદર સંતાડી મૂકતો. કશું પણ પૂરું લખ્યા વિના એ કોઈને બતાવતો નહીં. માલા એને ચીઢવવાને માટે હંમેશાં એની ચોપડીઓ ઉથલાવતી. અજય અકળાઈ ઊઠતો એટલે માલા કહેતી. ‘કેમ, કોઈને પ્રેમપત્ર લખીને સંતાડી રાખ્યો છે?’ અજય અકળાઈને કહેતો: ‘હા, કદાચ એમ પણ હોય.’ માલા હસીને કહેતી: ‘કદાચ કેમ? તને પૂરેપૂરી ખબર નથી? કોણ છે એ, કહે તો?’ અજય પણ એકદમ હસી પડીને કહેવા લાગતો: ‘વર્ણન તો કરતાં આવડતું નથી. છતાં કહું છું: બે લુચ્ચી આંખો, શાંત નહીં, સદા ચંચળ; બે તોફાની હાથ – કશુંક અળવીતરું કરતા જ રહે –’ અજય કહેતો: ‘માલા, આથી જ ફરી ફરી તને કહું છું: તું જ શા માટે વાર્તા નથી લખતી?’ માલા રોષે ભરાઈને કહેતી: ‘ના, મારે જંદિગી નથી બગાડવી. લખું હું ને છતાં લોકો તો એમ જ કહેવાના કે અજયનો જ પડઘો સંભળાય છે! વળી લાગણી જોડે એવાં ચેડાં કાઢવાં –’ માલાને એ બધું યાદ આવ્યું. એ ઘડીભર ચોપડી હાથમાં રાખીને અન્યમનસ્ક બનીને બેસી રહી. પછી ચોપડીનાં પાનાં ફેરવવા લાગી. એમાંથી એક ચબરખી નીકળી. એણે લઈને વાંચવા માંડ્યું: ‘I can not rid my room of silence, silence / is your voice. And do you seek me here? / I am not here. And you, not finding me, / must ask other places where I was. / For not by signs and tokens but by all / that I remember will you know me.’ આ શબ્દો માલાના કાનમાં કોઈ ધીમે અવાજે ફરી ફરી કહી રહ્યું હોય એવું એને લાગ્યું. માલાએ આંસુથી ઝાંખી બનેલી આંખે આગળ વાંચવા માંડ્યું: ‘The thought of you returns / like darkness I have waited, I have not / forgotten. In these shadows I am safe / though weaponless, defying recognition, / prudent, careful of disguise. / For I am no one, I am what I seem. / The stillness listens, waiting for my words, / but when I speak my voice is not my own.’ માલા ગભરાઈ ઊઠી. એને સાંભળવું નહોતું છતાં એ શબ્દો એના કાનમાં ગાજી ઊઠતા હતા: ‘You move, / my love, in an unchanging climate / of the mind, a place I have not seen / And you resist all change, refusing me, / refusing to resist the momentary / lovers you imagine. Filled with tears, / my love, you yield to absence. I will not return..’ ઘડીભર માલાને એમ લાગ્યું કે જાણે એની ચેતના કશાક આઘાતથી શૂન્યમય થતી જાય છે, એણે આંખો બંધ કરી દીધી: ઘૂઘવતો સમુદ્ર, ચાંદની, ધોળી રેતીથી ભરેલો કાંઠો ને એના પર પૂરપાટ દોડ્યે જતા ધોળા ઘોડા પર બેઠેલો કોઈક કાળો અસવાર. ઘોડાના ડાબલા એના લમણામાં ગાજી ઊઠે છે. એનાથી સહેવાતું નથી. એ આંખો ખોલી નાખે છે. બારી આગળથી એક કાળી બિલાડી એના તરફ તાકી રહે છે. એની તગતગતી આંખો જોઈને માલા છળી મરે છે. એને અહીંથી ભાગી છૂટવાનું મન થાય છે; ને છતાં કશુંક એને જકડી રાખે છે. ‘(માલા, આ બારી આગળના ઝૂલવાળા ધોળા પડદા, આ ટેબલ, આ ઘડિયાળ – આ બધું દિવસના કેટલું પરિચિત લાગે છે! ને રાતે આ બધી નિર્દોષ નિરુપદ્રવી વસ્તુઓમાં કશીક આસુરી શક્તિ પ્રવેશે છે ને હું ભયથી છળી મરું છું. રાતે એકાએક મારી પાસે મારા કાનમાં કોઈક બોલતું હોય એવું મને લાગે છે. બોલનારનું મોઢું મને દેખાતું નથી, પણ બોલનારના અવાજમાં કાકલૂદી છે, આર્જવ છે. હું આંખો ખોલીને જોઉં છું. ઓરડીમાં કોઈ નથી. દૂર ક્યાંક નળ ટપકે છે. પણ એકાએક કોઈ એક સરખું હીબકાં ભરતું હોય એવો અવાજ સંભળાય છે. હું સૂનમૂન થઈને પથારીમાં પડ્યો રહું છું. ત્યાં પવનથી કે કોણ જાણે શાથી કાચની બારી હાલવા લાગે છે, બહારના ઝાડની ડાળીના પડછાયા ભીંત પર હાલે છે, પણ એ ડાળીના પડછાયા છે એમ જાણવા છતાં હું ધ્રૂજી ઊઠું છું. બારીના પડદાની ઝૂલ પવનમાં હાલે છે. એની નીચેથી કોઈકના ગોરા ગોરા પગ દેખાય છે. કોઈ ધીમે ધીમે ચોરપગલે મારા તરફ આવી રહ્યું છે. ઘડીમાં ચાંદની ભેગો એનો દેહ એકરૂપ થઈ જાય છે. ઘડીમાં એનો અસ્પષ્ટ શબ્દ છેક કાન પાસે સંભળાય છે. દર્પણમાં એના પ્રતિબિમ્બનો આભાસ દેખાય છે. કશીક અપાથિર્વ સુગન્ધ આખા ઓરડામાં લહેરાઈ ઊઠે છે. મને કશુંક ઘેન ચઢે છે. મોટા જળરાશિમાં મારું શરીર જાણે કણ કણ થઈને વિખેરાવા લાગ્યું છે. હું કશું જ કરી શકું એમ નથી. એક બીજો આકાર બારીમાંથી પ્રવેશે છે. પછી બંને આકારો હાથ ગૂંથીને ફરે છે. એમનું હાસ્ય ચારે બાજુ પડઘા પાડે છે. હું કશુંક બોલવા જાઉં છું, પણ એ હાસ્યના અવાજમાં મારું બોલેલું મને જ સંભળાતું નથી. ધીમે ધીમે લાગે છે કે હું મિથ્યા છું, ભ્રાન્તિ છું, આ આકારો જ સત્ય છે. માલા, એ કોણ હતું? તું હતી?તારી સાથે કોણ હતું?….’) માલાની આંખ આગળની આખી સૃષ્ટિ ધીમે ધીમે અદૃશ્ય થતી ચાલી. એની સામે કેવળ પાંખી ચાંદની જેવું કશુંક વિસ્તરી રહ્યું. રહી રહીને પવનની લહર ઓચિંતાની આવી ચઢતી ને એના સ્પર્શથી સચેત કરી જતી. એ આંખ સામે વિસ્તરતી જતી ધૂસરતાને જોઈ રહી. એમાં પોતે પણ એકાકાર થઈ જતી હોય એવું એને લાગ્યું. પણ એ તો ઘડીભરની ભ્રાન્તિ. ઘડિયાળના ટકોરા એણે સાંભળ્યા. અશોક એની પાસે આવ્યો. એનો હાથ માલાને ઘેરી વળ્યો. એના ગાલ પરથી નીચે વક્ષ:સ્થળ પર ત્યાંથી નીચે…. એના હોઠ પર અશોકના હોઠનો ઉષ્ણ ઉચ્છ્વાસ ચંપાયો, એ હાલી નહીં, એના હાથ એમ ને એમ શિથિલ થઈને પડી રહ્યા, એની આંખમાં આંસુ નહોતાં. એ દૂર દૂર મીટ માંડીને જોઈ રહેવા સિવાય એને બીજું કરવાનું પણ શું હતું? અશોકના અંગેઅંગમાં એનાં અંગેઅંગ સમાઈ ગયાં. એને બધું ભાન હતું, છતાં જાણે પોતાનાથી દૂર સરી જઈને, નામ અને સંજ્ઞાથી સાવ નિલિર્પ્ત એવી કોઈ અનેરી સૃષ્ટિમાં રહી રહી, એ આ બધું જોયા કરતી હતી. અશોકે એની દૃષ્ટિને આવરી લીધી, એની ઉત્તપ્ત કાયા માલાને ચારે બાજુથી ઘેરી વળી. એક પવનની લહરી આવી, બારી ખખડી, ને એના અવાજનો પડઘો પડ્યો, એમાંથી ધીમે ધીમે શબ્દોએ આકાર લીધો. માલાએ કાન સરવા કર્યા ને સાંભળ્યું. ‘My love, you yield to absence. I will not return.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[છિન્નપત્ર/૫૦|૫૦]] | |||
}} |
edits