18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કુરુક્ષેત્ર| સુરેશ જોષી}} {{Poem2Open}} રાતે બે વાગે મેં ઘરમાં પગ મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
એ તન્દ્રાવસ્થામાં મારા મન સામે એક ચિત્ર ખડું થઈ ગયું. વિશાળ રણક્ષેત્ર પર પડેલાં શરીરોના ઢગલા વચ્ચે હું પડ્યો છું. હું આખો નથી. એક હાથ અહીં છે, બીજો ક્યાંક દૂર, માથું ક્યાંક દૂર ગબડી ગયું છે. ત્યાં મશાલ સળગાવીને મારી પત્ની મને શોધતી શોધતી મારી પાસે આવી ચઢે છે. એ મારાં અંગો ભેગાં કરે છે. એની સેંથીએ સિંદૂર છે, એના હાથે કંકુ. એ પોતાને હાથે ચિતા પ્રકટાવે છે ને મને ખોળામાં લઈને એમાં પ્રવેશે છે. દઝાડતી ઝાળ અમને લપેટી લે છે, હું દાઝ્યા જ કરું છું. આખરે ન સહેવાવાથી આંખો ખોલી નાખું છું. બહાર તડકો છે, એના થોડા તીક્ષ્ણ ટુકડા મારી આંખ પર વિખરાયા છે. હું બેઠો થાઉં છું. આંખ હજુ બળે છે. ઊભો થઈને રસોડામાં જાઉં છું: મારે માટે ઢાંકી રાખેલી ચા ગરમ કરીને બા મને આપે છે. એમાં ધુમાડાનો સ્વાદ છે. અમૃતની જેમ એને પીતો હું બેઠો રહું છું ને વાડામાં ચૂલામાંની રાખના ઢગલા પર વિખરાયેલા તડકાના રઝળતા ટુકડાને જોઉં છું ને એકાએક કવિતાની પંક્તિ સ્ફુરે છે: કુરુક્ષેત્ર પર ઓગણીસમા દિવસનું પ્રભાત ઊગ્યું છે. સૌભાગ્યવતીના ખણ્ડિત કંકણના જેવો પ્રકાશ વેરાયો છે, સહમરણની વધૂના હાથમાંથી ખરતા કંકુની જેમ એ પૂર્વ ક્ષિતિજની હથેળીમાંથી ખર્યે જાય છે…. બહાર અભ્યાસ કરવા બેઠેલા નાના ભાઈના આંક બોલવાના અવાજ સાથે મારી કાવ્યની પંક્તિઓ ગૂંચવાઈ જાય છે, હું લંગડા બાળકને દોરતો હોઉં તેમ આજુબાજુના વધતા જતા અવાજ વચ્ચે થઈને મારી નાનકડી ચાલવા ન શીખેલી કવિતાને બહાર લઈ જાઉં છું. બહારના પ્રખર તડકામાં એની આંખ ખૂલતી નથી. બીડેલી આંખવાળી એ કવિતાને ચિત્તમાં ક્યાંક સંગોપીને ફરી રાત્રિના સૂમસામ અન્ધકારની રાહ જોઉં છું. એ અન્ધકારમાં મારી કવિતા આંખો ખોલશે એના ઉત્સાહથી દિવસના બીજા છેડા સુધી પહોંચી જવાની હું હામ ભીડું છું. | એ તન્દ્રાવસ્થામાં મારા મન સામે એક ચિત્ર ખડું થઈ ગયું. વિશાળ રણક્ષેત્ર પર પડેલાં શરીરોના ઢગલા વચ્ચે હું પડ્યો છું. હું આખો નથી. એક હાથ અહીં છે, બીજો ક્યાંક દૂર, માથું ક્યાંક દૂર ગબડી ગયું છે. ત્યાં મશાલ સળગાવીને મારી પત્ની મને શોધતી શોધતી મારી પાસે આવી ચઢે છે. એ મારાં અંગો ભેગાં કરે છે. એની સેંથીએ સિંદૂર છે, એના હાથે કંકુ. એ પોતાને હાથે ચિતા પ્રકટાવે છે ને મને ખોળામાં લઈને એમાં પ્રવેશે છે. દઝાડતી ઝાળ અમને લપેટી લે છે, હું દાઝ્યા જ કરું છું. આખરે ન સહેવાવાથી આંખો ખોલી નાખું છું. બહાર તડકો છે, એના થોડા તીક્ષ્ણ ટુકડા મારી આંખ પર વિખરાયા છે. હું બેઠો થાઉં છું. આંખ હજુ બળે છે. ઊભો થઈને રસોડામાં જાઉં છું: મારે માટે ઢાંકી રાખેલી ચા ગરમ કરીને બા મને આપે છે. એમાં ધુમાડાનો સ્વાદ છે. અમૃતની જેમ એને પીતો હું બેઠો રહું છું ને વાડામાં ચૂલામાંની રાખના ઢગલા પર વિખરાયેલા તડકાના રઝળતા ટુકડાને જોઉં છું ને એકાએક કવિતાની પંક્તિ સ્ફુરે છે: કુરુક્ષેત્ર પર ઓગણીસમા દિવસનું પ્રભાત ઊગ્યું છે. સૌભાગ્યવતીના ખણ્ડિત કંકણના જેવો પ્રકાશ વેરાયો છે, સહમરણની વધૂના હાથમાંથી ખરતા કંકુની જેમ એ પૂર્વ ક્ષિતિજની હથેળીમાંથી ખર્યે જાય છે…. બહાર અભ્યાસ કરવા બેઠેલા નાના ભાઈના આંક બોલવાના અવાજ સાથે મારી કાવ્યની પંક્તિઓ ગૂંચવાઈ જાય છે, હું લંગડા બાળકને દોરતો હોઉં તેમ આજુબાજુના વધતા જતા અવાજ વચ્ચે થઈને મારી નાનકડી ચાલવા ન શીખેલી કવિતાને બહાર લઈ જાઉં છું. બહારના પ્રખર તડકામાં એની આંખ ખૂલતી નથી. બીડેલી આંખવાળી એ કવિતાને ચિત્તમાં ક્યાંક સંગોપીને ફરી રાત્રિના સૂમસામ અન્ધકારની રાહ જોઉં છું. એ અન્ધકારમાં મારી કવિતા આંખો ખોલશે એના ઉત્સાહથી દિવસના બીજા છેડા સુધી પહોંચી જવાની હું હામ ભીડું છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|next = [[બીજી થોડીક/કૂર્માવતાર|કૂર્માવતાર]] | |||
}} |
edits