બીજી થોડીક/વરાહાવતાર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વરાહાવતાર| સુરેશ જોષી}} {{Poem2Open}} મારી તો જરાય ઇચ્છા નહોતી. પાં...")
 
No edit summary
 
Line 46: Line 46:
ત્યાં એકાએક ચમત્કાર થયો. એ ચમત્કાર જો ન થયો હોત તો મારો શી રીતે આ પરિસ્થિતિમાંથી ઉદ્ધાર થયો હોત તે કહી શકાય એમ નથી. આ ઢીંગલાઓની દુનિયામાંથી શી રીતે છટકવું, આ મૃગજળના સાગરને તળિયે જતાં શી રીતે અટકવું તેનો વિચાર કરતો હતો ત્યાં એકાએક દર્દ ઊપડ્યું. ક્યાંથી ઊપડ્યું તે પહેલાં તો સમજાયું નહીં. પણ સહજ રીતે જ જીભ દાંત તરફ વળી ને દુ:ખતા દાંતની ભાળ લાગી. અર્ધી ક્ષણમાં તો એ ખૂબ ઉત્કટ બની ગયું. એના ધબકારા જાણે સંભળાવા લાગ્યા. જમણી આંખમાંથી પાણી પડવા માંડ્યું, આ દુખાવો એ એવી તો સાચી ને નક્કર હકીકત હતી કે આજુબાજુની મૃગજળની માયા પળ વારમાં સંકેલાઈ ગઈ. હું દર્દના ધબકારા ગણવા માંડ્યો. મારી એકેએક ક્ષણ મહત્ત્વની બની ગઈ, અત્યાર સુધીની નિરર્થકતા પળ વારમાં ચાલી ગઈ. દર્દની વાસ્તવિકતાના સ્પર્શે બધું જ સાર્થક થઈ ઊઠ્યું, હું એ દર્દને એક વિશાળ વિસ્તારરૂપે જોવા લાગ્યો. એમાંનો એકએક ધબકારો તોફાની સમુદ્રનાં ઊંચાં મોજાંની જેમ મને ઉછાળીને ફેંકતો હતો, હું પછડાતો હતો ને વળી ઝીંકાતો હતો. પળે પળે ઊંચે શ્વાસે જીવતો હતો – જીવતો હતો કહું છું, પણ એ તો મારી ભાષાની નિર્બળતાને કારણે, એ દુ:ખતા દાંત વચ્ચે ઠંડો આઇસ્ક્રીમ ઘડીભર મૂકી જોયો. થોડી વાર નવા જ પ્રકારની શીતળતાનો અનુભવ થયો. પછી બમણા વેગથી દર્દે ઉછાળો માર્યો. દર્દનો એ ઉછાળો હું આંખ સામે સાકાર કરીને જોઈ રહ્યો. મારી આખી ચેતના દર્દના ઉત્થાન અને પતનની વચ્ચે સમાઈ ગઈ. એક પ્રચણ્ડ વાસ્તવિકતાની સામે મને કોઈએ એકાએક ખડો કરી દીધો. નસેનસમાં કોઈના રાજસમારોહે થયેલા આગમનના પડછંદા ગાજવા લાગ્યા. અતુલ ક્યારે આવ્યો, અમે ક્યારે એ પાર્ટીમાંથી બહાર નીકળ્યા, મારો કોણે હાથ પકડ્યો, હું શું બોલ્યો – એ કશું જ મારા ખ્યાલમાં રહ્યું નહીં. જે ઉત્કટતાનું સેવન કરતો હતો તેણે આ બધી વીગતોને અત્યન્ત તુચ્છ બનાવી દીધી હતી. ને આમ હું મૃગજળના સાગરમાં ડૂબી જતાં ઊગરી ગયો. ભગવાને રસાતળ જતી પૃથ્વીને વરાહનો અવતાર લઈ દંતશૂળથી ઊંચકી લીધી હતી. મારા દાંતે મને મૃગજળના અતાગ ઊંડાણમાં ગરકી જતાં બચાવી લીધો. કોઈ વાર દાંત જેવી વસ્તુ પણ આપણને કેવી કામ આવી જાય છે તેની આપણને ખબર સરખી હોય છે?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[બીજી થોડીક/કૂર્માવતાર|કૂર્માવતાર]]
|next = [[બીજી થોડીક/વામનાવતાર|વામનાવતાર]]
}}
18,450

edits