26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,085: | Line 1,085: | ||
'''‘પ્રિયે ! આ પ્રીતિની કદર કરવી તો કંઈ ઘટે :’'''</Poem> | '''‘પ્રિયે ! આ પ્રીતિની કદર કરવી તો કંઈ ઘટે :’'''</Poem> | ||
{{Right|(આતિથ્ય, પૃ. ૧૭)}} | {{Right|(આતિથ્ય, પૃ. ૧૭)}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને પોતાની આ પ્રકારની વૈયક્તિક પ્રણયલીલાને સમષ્ટિગત ભૂમિકાએથી તપાસી આશ્વાસનપૂર્વક કહે છે :{{Poem2Close}} | અને પોતાની આ પ્રકારની વૈયક્તિક પ્રણયલીલાને સમષ્ટિગત ભૂમિકાએથી તપાસી આશ્વાસનપૂર્વક કહે છે :{{Poem2Close}} | ||
<Poem> | <Poem> | ||
Line 1,248: | Line 1,250: | ||
'''નવવધૂના ચહેરામાં ગુલો છલકાવ્યાં હતાં.''' | '''નવવધૂના ચહેરામાં ગુલો છલકાવ્યાં હતાં.''' | ||
'''ખસી ગયો બીજે ત્યાંથી હું, એ ગુલાબી છોળોમાં''' | '''ખસી ગયો બીજે ત્યાંથી હું, એ ગુલાબી છોળોમાં''' | ||
શરમના શેરડાની છાયા આછી ઉઠાવીને.” </Poem> | '''શરમના શેરડાની છાયા આછી ઉઠાવીને.”''' </Poem> | ||
{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૬)}} | {{Right|(અભિજ્ઞા, પૃ. ૧૬)}} | ||
<Poem> | <Poem> | ||
“શિશુઓનું હાસ્ય, મારી કવિતાનો શુભ્ર છંદ.” </Poem> | '''“શિશુઓનું હાસ્ય, મારી કવિતાનો શુભ્ર છંદ.”''' </Poem> | ||
{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૭)}} | {{Right|(અભિજ્ઞા, પૃ. ૧૭)}} | ||
Line 1,312: | Line 1,314: | ||
'''શનિને રવિ કરી દઈ વક્રતા નિવાર.''' | '''શનિને રવિ કરી દઈ વક્રતા નિવાર.''' | ||
{{Space}} '''ભાઈ, સાતે રવિવાર.'''’</Poem> | {{Space}} '''ભાઈ, સાતે રવિવાર.'''’</Poem> | ||
{{Poem2Open}} | |||
‘કવિવાર’ એવા રવિવારનું આ કાવ્ય સામાન્ય કક્ષાનું છતાં કવિની લાક્ષણિક રમતિયાળ વૃત્તિનું દ્યોતક છે. ‘પર્વત સાથે ચઢું’માં પણ લીલયા – રમતિયાળ રીતે, બાલભોગ્ય સરળતાથી કવિએ ‘પ્રભુ સાથે સંતાકૂકડી’ની વાત કરી છે તે મજાની છે. ‘હેમન્તના શેડકઢા તડકા’નું કવિનું દર્શન પણ ખૂબ આકર્ષક છે. કેવળ તડકાની વાત નથી, એમાં પૃથ્વી-જાયાં પ્રસન્ન પુષ્પોનો આપણને બેચેન કરી મૂકતો ‘સૌરભ-પ્રશ્ન’ પણ છે : ‘કેમ છો તમે ?’ એ પ્રશ્નનો નથી ઉત્તર આપવાની ઊલટ કે હામ; ને એમાં આપણી વેદનાની લકીર પણ ઊપસે છે. આ ‘સૂક્ષ્મ કવિતા’ હોવાની સુરેશ દલાલની પ્રતીતિ સાચી છે.૭૬ ‘રામાયણનાં છ પાત્રો’માં મંથરા, શૂર્પણખા, શબરી, હનુમાન, ખિસકોલી તથા રાવણ વિષયક કાવ્યો છે. કાવ્યોનો બંધ માત્રામેળ છંદ-ઢાળોનો છે, ને તેમાં પણ ‘ખિસકોલી’ના અપવાદે બધાં કાવ્યો પાત્રમુખે અપાતા પરિચયરૂપ છે. ‘શબરી’નો ભક્તિનિર્દેશક સરળકોમળ-મધુર બંધ, ‘ખિસકોલી’માં રમતિયાળ લઘુતાને ઉપસાવતી નિરૂપણ-રીતિ, ‘રાવણ’માં ‘હું’કારભરી ગુરુતાને ઉપસાવતો ભાષા-લયનો ઢાંચો — આ બધાં પ્રસ્તુત પાત્ર-કાવ્યોનાં આકર્ષણો છે. ‘હું’ કહેતાં હુંકારનો રવ ભાવકના સમગ્ર સંવિતમાં વ્યાપી વળે છે. ‘ચલોજી –’માં વર્તમાન, ભાવિ અને ભૂત યુવકને સંબોધે એ રીતના ઉપક્રમ દ્વારા કવિએ યુવાનને વર્તમાન સાથે કદમ મિલાવવાની સૂચના કરી જ છે. ‘તમે ભલે હો કાચા, પણ તમે જ સાચા’ – એ યુવાનોનો પરિચય હૃદ્ય લાગશે. ‘શું શું સાથે લઈ જઈશ હું ?’ તો કવિની જીવનકવિતાની સિદ્ધિઓના હિસાબરૂપ કાવ્ય છે, જાણે કવિજીવનનું સરવૈયું ! કવિએ પોતાની પૂઠે જે મૂકી જવાનું હોય તેના ‘વિલ’માં પણ સંભવત: આ જ સિદ્ધિઓની યાદી આવે ને ? ને આમ છતાં આ કાવ્યને, અગાઉ સૂચવ્યું તેમ, વસિયતનામાની કવિતામાં મૂકવું સર્વથા ઉચિત લાગતું નથી. | |||
‘ધારાવસ્ત્ર’ અને ‘સપ્તપદી’ બંનેય મળ્યા ૧૯૮૧માં. ધારાવસ્ત્રનું અર્પણ યોગ્ય રીતે જ કરાયું છે કવિ નિરંજન ભગતને – બંનેય વિશ્વતોમુખી સર્જક-ભાવક. સપ્તપદીનું પોતાની સુપુત્રી સ્વાતિને અર્પણ કરતાં માર્મિક રીતે કહ્યું : ‘હૃદયનું સત્ય એ જ સત્યનું હૃદય.’ ઉમાશંકરે સત્ય ને કાવ્યનો સાહજિક સંબંધ અહીં વ્યંજિત કરી દીધો છે. ‘ધારાવસ્ત્ર’માંની પહેલી કવિતા ‘માઈલોના માઈલો મારી અંદર –’ જ ગુજરાતી ભાષાની એક અનન્ય કાવ્યોપલબ્ધિ છે. દોડતી ગાડીમાં યાત્રા કરતાં ગતિસ્થિતિની, વાસ્તવદર્શન અને કલ્પનોડ્ડયનની, સ્મૃતિ અને સંવેદનની, વ્યાપ અને ગહરાઈની જે આનંદમૂલક ચેતોવિસ્તારમય સૌન્દર્યાનુભૂતિ થાય છે તેનું તાજગીસભર શબ્દાર્થમાં અરૂઢ લયપ્રવાહમાં નિરૂપણ થયું છે તે આસ્વાદ્ય છે. કવિની દૃષ્ટિ એવી ખૂલેલી ને ખીલેલી છે કે કોઈ ખરતો તારો ‘અનંતની કરુણાના અશ્રુકણ’રૂપ તો કોઈક ઝબૂકતો આગિયો ‘ધરતીની દ્યુતિ-અભીપ્સા’રૂપ દેખાય છે. કવિ પણ માઈલોના માઈલો પોતાની અંદર પસાર થતા પોતાને અનુભવી શકે એવો ચેતોવિસ્તાર – એવો મનોદૃષ્ટિનો ગતિવિસ્તાર પામીને રહે છે. આમ તો માટીની શૃંખલાથી બદ્ધ છતાં કવિને પોતાનામાંથી વિશ્વોનાં વિશ્વો આરપાર પસાર થતાં લાગે છે. કવિની આવી બૃહદ અને ઊર્ઘ્વ સૌન્દર્યચેતના – અધ્યાત્મચેતના આ કાવ્યનું ગુરુત્વાકર્ષણ બની રહે છે. ‘એક ઝાડ...’, ‘મૂળિયાં’, ‘અમે ઇડરિયા પથ્થરો’, ‘ચિલિકા’ વગેરેમાં કવિનો પ્રકૃતિરસ જીવનરસ ને આનંદરસનો કેવો બળવાન આધાર બને છે તે અનુભવાય છે. રેખાઓના માળખા જેવા સુકાયેલા ઝાડની શાખાબાહુ-ઓમાં કવિની નજરે ચડેલું મૃત્યુફળ કાવ્યના સાચા ભાવકને તો અમરફળરૂપ જ લાગવાનું ! ‘મૂળિયાં’ની તેજોયાત્રા પૂર્ણ થયાની કથની એમના જ મુખે રજૂ કરાવીને ઉમાશંકરે એમના કવનસામર્થ્યનો પરચો આપણને આપ્યો છે. ‘અમે ઇડરિયા પથ્થરો’ પણ કવિએ એ પથ્થરોને પ્રેમની આંખે દેખી, તેમની સાથે તાદાત્મ્ય અનુભવી એમને જ બોલતા કરવાનો જે રસાત્મક ઉપક્રમ યોજ્યો તે આકર્ષક છે. ‘ચિલિકા’માં ભૂખનો જવાબ ગોખતાં બાળકો તથા કવિચિત્તમાં અનુભવાતો શાંતિની રગનો ધબકાર – બેયની સહોપસ્થિતિ તરત ધ્યાન ખેંચે છે. ‘એક પંખીને કંઈક –’માં એક પંખી દ્વારા જે કંઈ કહેવાયું તે જે રીતે સરિતા – સમુદ્ર દ્વારા સંક્રમિત થાય છે તેમાં જ પ્રકૃતિના રસરહસ્યનો નિગૂઢ સંકેત પ્રગટ થતો લહાય છે. એ સંકેતનો મર્મ તો ‘કંઈક’ રૂપે અવગુંઠિત જ રહે છે. ‘ગોકળગાય’માં સ્થળની પોઠ લઈને ગતિ કરતી કાળની ગોકળગાયનું વૈશ્વિક પરિમાણથી આલેખાયેલું ચિત્ર જેટલું અરૂઢ છે એટલું જ માર્મિક છે. ઉમાશંકરની કવિદૃષ્ટિ કેવા કેવા વિષયબિન્દુઓ ગ્રહીને કાવ્યનો ચમત્કાર સિદ્ધ કરે છે તે ‘ધારાવસ્ત્ર’ની રચનાઓ સુપેરે દર્શાવે છે. ‘ફરફરાટ’માં જે રીતે કવિએ સ્થળને ખભે લહેરાતા કાળપટનું પોત પારખવાની અને એનો ફરફરાટ માણવાની ભાવના વ્યંજિત કરી છે તે આસ્વાદ્ય છે. ‘અમે મેળે ગ્યાં’તાં’માં ‘અમે’ દ્વારા ‘એ’ અને ‘હું’ની આગવી છતાં સંવાદ–સાહચર્યલક્ષી ગતિદિશાનો ભાવસંબંધ નિરૂપાય છે તે ધ્યાનપાત્ર છે. ‘બુચકાર’માં અફર લાડભર્યા ને સીમ વચ્ચે રહી જતો બુચકાર જે રીતે કાવ્યમાં વ્યક્ત થયો છે તેની અપૂર્વતા રસપ્રદ છે. ‘સ્વપ્નોનું એક નગર –’માં એક બાજુ ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓનું સ્વપ્નોનું નગર અને બીજી બાજુ સ્વપ્નાંની ઝૂંપડપટ્ટીમાં રહેનાર મહેલવાસીઓ જે ભાવસંદર્ભે અહીં સંકલિત થાય છે તે વિલક્ષણ છે. ઝૂંપડપટ્ટીની ખાકમાંથી સ્વપ્નોના નવા નગરની અપેક્ષા તેઓ દર્શાવે જ છે. ‘સીમ અને ઘર’માં જે રીતે સીમનું હીર ગાયના આંચળ દ્વારા એના વાછરડાના મુખમાં દડતું બતાવ્યું છે તેમાં કવિની ભાવકલ્પનાનું સામર્થ્ય બરોબર પ્રતીત થાય છે. ‘ધારાવસ્ત્ર’ની કલ્પના, ‘ઇક્ઝોરા’ની સાક્ષાત્ ગૃહદેવતારૂપે કલ્પના પણ રમણીય છે. ઉમાશંકરની કટોકટી-વિષયક વેદનાને પ્રગટ કરતાં ‘તા. ૨૬ જૂન, ૧૯૭૫’ તથા ‘વસંત છે’ જેવાં કાવ્યો રાષ્ટ્રીય કટોકટી-કાળની એક કવિ તરીકેની એમની વેદના-સંવેદનાની સબળ રજૂઆત કરે છે. ‘અલ્વિદા દિલ્હી’ અને ‘પશુપંખીનો માનવમેળો’, ‘ધારાવસ્ત્ર’માં વિષયવસ્તુ તેમ જ નિરૂપણરીતિના કારણે નોખી તરી આવતી કાવ્યરચનાઓ છે, ‘અલ્વિદા’માં દિલ્હીનાં ફૂલો, વૃક્ષો, સંસદ, સંસદનો કેન્દ્રીય ખંડ, શાહજહાનાબદ, દિલ્હીનો પુરાણો કિલ્લો — આ સર્વની વિદાય લેતાં કવિ નવી દિલ્હીની આજની વિષમ પરિસ્થિતિનીયે અનિવાર્ય નુક્તેચીની કરી દે છે. એક બાજુ નાના માનવીનેય ગબડી પડતાં બચવા ઊંચાં ઊંચાં વૃક્ષોનો ટેકો જરૂરી હોવાનું તેઓ જણાવે છે (ધારાવસ્ત્ર, ૧૯૮૧, પૃ. ૫૩) તો બીજી બાજુ ‘અનેક સમસ્યાઓના પોટકા’-રૂપ માનવીઓના સંસદમાંના વ્યવહારવર્તન ને વાણીનું બેહૂદાપણું દર્શાવી, ‘પોલાં હાસ્ય, બોદી ચાલ’નું વરવાપણું વર્ણવી (ધારાવસ્ત્ર, પૃ. ૫૪) છેલ્લે કવિ દિલ્હીપણાને જ ‘દિલી અલ્વિદા’ કરવાનું પસંદ કરે છે. શબ્દની આંગળીએ ઉમાશંકર દિલ્હી આવ્યા, ત્યાં ‘આશા આપતો અને ભાષા લઈ લેતો’ સત્તાનો ફરેબ ઉમાશંકરે અનુભવ્યો ને તેથી જ તે બધાથી હવે તેઓ છૂટવા ચાહે છે. ‘પશુપંખીનો માનવમેળો’ કાવ્યમાંયે જે રીતે પશુઓના ઓઠે એમણે આજના જાહેર-જીવનની – રાષ્ટ્રીય જીવનની વરવાઈ બતાવી છે તે જોવા જેવી છે. માઇક સંભાળતા ગર્દભો, સ્ત્રીનેતા બનતાં કાબરબાઈ, જ્યેષ્ઠ રાજકવિ થતો કાક, વનમાં સદાવ્રત ખાતો ને નિત્ય ફોટા પડાવતો સિંહ, ગાયને ચૂસતી બિનધાર્મિકતા, ન્યાયાસન સર કરતો વાનર અને વકીલાત કરતો વરુ, શાંતિદૂત થતો શકરો બાજ ને નેતૃત્વ સંભાળતાં ઘેટાં – આ રીતે વિવિધ પશુપંખીઓની કામગીરીનો ખ્યાલ આપી આજના વિવેકભ્રષ્ટ જાહેરજીવનનું કટાક્ષગર્ભ નિરૂપણ એમણે કર્યું છે. ઉમાશંકરે કદાચ અહીં પહેલી વાર અંદામાનની અને ઈશાન ભારતની પ્રવૃત્તિ અને સંસ્કૃતિનું તાદૃશ ચિત્રણ કર્યું છે. ‘નાથીશ હું બ્રહ્મપુત્ર’ ઉક્તિ સાંભળતાં જ ‘આત્માનાં ખંડેર’ની ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ જેવી ઉક્તિ યાદ ન આવે તો જ નવાઈ. | |||
ઉમાશંકરે આ ‘ધારાવસ્ત્ર’માં આપેલાં ‘અગિયાર બાળકાવ્યો’ વિશેષભાવે ઉલ્લેખવાં જોઈએ. પ્રાથમિક-માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે સુંદર પાઠ લખનાર ઉમાશંકરે બાળભોગ્ય કાવ્યો પણ આ પૂર્વે ક્યારેક ક્યારેક આપ્યાં છે. ‘ધારાવસ્ત્ર’માં પહેલી વાર તેમણે ૧૯૭૫માં લખેલું એક, ૧૯૭૯માં લખેલ બે અને માર્ચ, ૧૯૮૦માં લખેલ આઠ – એ રીતે કુલ ૧૧, કાવ્યો આપ્યાં છે. ઉમાશંકરનાં આ બાલકાવ્યો ને ‘ગાંધીકથા’ ઉપરાંત અન્ય બાલભોગ્ય લખાણો જોતાં એમણે બાલસાહિત્યમાં ઠરીને વધુ કામ કરવું જોઈતું હતું એમ લાગ્યા વિના નહીં રહે. ‘ધારાવસ્ત્ર’માંનાં બાલકાવ્યોમાં વિષય, રજૂઆતરીતિ વગેરેમાં ઉલ્લેખનીય અરૂઢતા ને વિલક્ષણતા જોઈ શકાય છે. ‘બહાનાવીર’, ‘છેનેભાઈ’, ‘કોઈનીદાસ’ જેવા શબ્દપ્રયોગો પણ ઊડીને કાને વળગે એવા છે ! ‘હાઇજૅક’ જેવી રચનાઓનું બાળકાવ્ય તરીકેનું વજૂદ ચર્ચાનો વિષય પણ બની શકે. આમ છતાં ઉમાશંકરનો બાલદેવતા પ્રતિનો પક્ષપાત ઉઘાડો છે. વળી ‘વડ્ઝવર્થનું ગ્રાસમિયર’ તેમ જ ‘પ્રભુનો હાથ’ જેવાં કાવ્યોનાં તેજ અને તાજગી પણ આસ્વાદ્ય છે. ‘તડકો તડકીલો’, ‘વર્ષા વધુ વર્ષીલી’ ને ‘લહરી વધુ લહરીલી’ થાય એવા ગ્રાસમિયરનું રમણીય રૂપ આલેખવામાં ઉમાશંકરની કવિદૃષ્ટિનો તેમ જ એમના ભાષાકર્મનો અનોખો જાદુ પ્રતીત થાય છે. વર્ડ્ઝવર્થના ગ્રાસમિયરમાં કવિશબ્દની ધબકે કરીને ઈશ્વર પણ અદકેરા ઈશ્વરરૂપે અનુભવાય એ વાત કંઈ નાનીસૂની છે ? ઉમાશંકર ‘પ્રભુનો હાથ’માં પ્રભુની સર્વાશ્રયી કરુણાશક્તિનો મર્મ અને સાથે માનવકર્મની અનિવાર્યતા સરસ રીતે વ્યંજિત કરે છે. આ કાવ્યમાં મનુષ્યને ક્ષણે ક્ષણે બચાવતી હથેલીનો નિર્દેશ જોતાં કવિ મકરંદના ગીતના {{Poem2Close}} | |||
<Poem> | |||
'''‘પગલું હું માંડું અવકાશમાં''' | |||
'''જોઉં નીચે હરિવરનો હાથ,’'''</Poem> | |||
{{Poem2Open}} | |||
– એ શબ્દો તુરત યાદ આવે છે. | |||
ઉમાશંકરની લડત બહુધા જાત સામે ચાલી હોય એવું એમની કવિતા જોતાં લાગે. પોતાનામાંનાં હાનિકારક ને ગ્લાનિકારક પરિબળો સામે લડીને, સૌને ચાહતાં ચાહતાં ઉત્તરોત્તર માનવતાની વધુ ને વધુ ઊંચાઈ સર કરવી એ એમની મથામણ અને ભાવના રહી છે. એ મથામણની જ કાવ્યાત્મક ને ચિંતનાત્મક પરિણતિ તે ‘સપ્તપદી’. ‘સપ્તપદી’ શીર્ષક અનેકધા સાર્થક છે. ‘સપ્તપદી’ની સાત કાવ્યરચના-ઓ ૧૯૫૬થી ૧૯૮૧ સુધીના લગભગ ૨૫ વર્ષના સમયપટમાં રચાઈ છે. ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’ રચાઈ ત્યારથી જ ઉમાશંકરના ચિત્તમાં કાવ્યગુચ્છનો ખ્યાલ રમતો હતો, છેવટે તે સાત કાવ્યોના ગુચ્છમાં સિદ્ધ થઈને રહ્યો. સાત પદો – કાવ્યોની બનેલી તે ‘સપ્તપદી’. ‘છિન્નભિન્ન છું’માં એક-કેન્દ્ર વ્યક્તિત્વ કેમ પામવું તેની સમસ્યા હતી અને એ સમસ્યામાં સૌથી વધુ મદદ કરી શકે તો સર્જકવૃત્તિ કરી શકે. ‘શોધ’માં કવિ કાવ્યસર્જનનો મુદ્દો કેન્દ્રમાં રાખી, અભિવ્યક્તિ અંગેની શોધપ્રક્રિયાને નિરૂપે છે. ઉમાશંકરનું ‘પીછો’ કાવ્ય ૧૯૭૮માં પ્રગટ થયું. તે પછી તેમણે અન્ય ચાર રચનાઓને છેવટનો ઘાટ આપ્યો. કવિ કહે છે તેમ, ઘણુંખરું એ ચારેય રચનાઓ વસંત-આરંભની વસંતની સંતતિરૂપ છે. (સપ્તપદી, ૧૯૮૧, પૃ. ૬) | |||
ઉમાશંકરે ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’ તો ‘અભિજ્ઞા’માં આપી દીધાં હતાં, પરંતુ એ પછી ‘સપ્તપદી’ના ગુચ્છમાં તે બંનેય પહેલા, બીજા ક્રમે પ્રકાશિત થયાં. ‘નવપરિણીત પેલાં’ ‘સપ્તપદી’માં ત્રીજા ક્રમે પ્રકાશિત થયું. એમાં કવિ ‘પ્રણય, દામ્પત્યસ્નેહ એ એક-કેન્દ્ર વ્યક્તિત્વના ઘડતરમાં કેવું પ્રબળ તત્ત્વ છે તેનો ઇશારો’ (સપ્તપદી, પૃ. ૬) કરે છે. અહીં બે વ્યક્તિઓના એકત્વના નિર્માણમાં બુનિયાદી ભાગ ભજવનાર ‘તત્ત્વ-પ્રભુ’નો ઉમાશંકર નિર્દેશ કરે છે. તેઓ આત્મારૂપી રાધિકાના પ્રભુના સાથેના સાત ડગનો ઉલ્લેખ પણ કાવ્યમાં કરે છે. (સપ્તપદી, પૃ. ૨૬) ઉમાશંકરને ચોથા કાવ્ય ‘સ્વપ્નોને સળગવું હોય તો –’માં ‘દુરિત સાથે ભિડાવાના પ્રસંગમાં વ્યક્તિત્વના ગઠનની પ્રક્રિયા’ સ્પષ્ટ થઈ. તેમાંથી તેમને વિશ્વની વસંતલ સર્જકસ્ફૂર્તિનો અણસારો મળ્યો. (સપ્તપદી, પૃ. ૬) મનુષ્યના એક-કેન્દ્ર વ્યક્તિત્વના ગઠનમાં જો સર્જકતા, પ્રણય જેવાં પરિબળો વિધેયાત્મક રીતે તો દુરિત જેવું તત્ત્વ નિષેધાત્મક રીતે ઉપકારક થાય છે એવી કવિની પ્રતીતિ છે. યંત્ર-તંત્રની ચુંગાલમાં “ ‘મનુષ્ય’ – માનવનું હોવું, માનવનું જીવવું – એ જ મંત્ર” તે ગૂંગળાઈ રહ્યાની ઉમાશંકરની લાગણી છે. તેથી જ કોઈક રીતે પોતાને મળવાની મથામણ મનુષ્ય કરે તે ઉમાશંકરને ઇષ્ટ લાગે છે. તેઓ તો દુરિતને અનુલક્ષીને કહે છે : {{Poem2Close}} | |||
<Poem> | |||
'''‘દુરિત, મારું હોવું એ જ તને કરે છે સુગઠિત,''' | |||
'''તું જો સામે આવીને ના ઊભું રહે, તો તો ખરે''' | |||
'''ઊણું ઊંડે ઊંડે કંઈ મારામાં જ.''' | |||
'''દુરિત, તું આશ્ચર્યકર અનિવાર્ય માધ્યમ મારા જીવનનું.''' | |||
'''દુરિત, તારું હોવું એ જ કરે છે મને સુગઠિત.’'''</Poem> | |||
{{Right|(સપ્તપદી, પૃ. ૩૦)}} | |||
{{Poem2Open}} | |||
‘પીછો’માં કવિએ માર્મિક રીતે પરમતત્ત્વનો વ્યાપ અને સંચાર અનુભૂતિસ્તરે વ્યક્ત કરતાં વિસ્મય-આનંદ વગેરેની ઉદાત્ત અને ગહન ભાવભૂમિકા રજૂ કરી છે. ‘તે જ તું હતો.’ – ની ધ્રુવપદના રૂપે ઘૂંટાતી પ્રતીતિ ધ્યાનાર્હ બની રહે છે. ‘મબલક ચહેરાઓમાં સંતાતા’ અને પોતાના ચહેરામાંયે અલપઝલપ દેખા દેતા ઈશ્વરની ગતિનો અહીં અનોખો આલેખ છે. ઈશ્વર મનુષ્યનો પીછો કરે છે કે મનુષ્ય ઈશ્વરનો ? કદાચ બેય રીતે પીછો ચાલે છે ! ઈશ્વરનો માર્ગ તો આનંદનો અમૃતમાર્ગ જ હોય ! ઉમાશંકર ઈશ્વરનો માનવ સાથેનો સંબંધ વ્યક્ત કરતાં કહે છે :{{Poem2Close}} | |||
<Poem> | |||
'''‘માનવી વિના તું અપંગ, પ્રભુ,''' | |||
'''એટલો તો તારા વિના માનવી અપંગ નથી.’'''</Poem> | |||
{{Right|(સપ્તપદી, પૃ. ૩૪)}} | |||
{{Poem2Open}} | |||
એક એક માનવ અહીં ઈશ્વરની આશાના અંકુરરૂપ છે. જે ઈશ્વરે પોતાના મટકામાં કવિને ભરી લીધા છે એની ખોજમાં કવિની શબ્દયાત્રા – જીવનયાત્રા ચાલે છે. કવિ જેનો પીછો કરે છે એનો પાકો અણસાર અંદરબહાર કવિને મળતો જ રહ્યો છે અને એને જ એના પૂરા ઉઘાડમાં ફરી ફરીને પામીને જીવન અને જગતનો અમૃતાનુભવ પૂર્ણતયા લેવાની અભીપ્સા અને સક્રિયતા અહીં પ્રગટ કરીને રહે છે. | |||
‘મૃત્યુ-ક્ષણ’માં ‘એકત્વ અર્પનાર પરમ-એક-તત્ત્વના જીવંત સંસ્પર્શની ક્ષણ’ રજૂ થઈ છે. મૃત્યુ-ક્ષણ ઊંડેથી જોવામાં આવે તો જીવનની ક્ષણ પણ છે. પ્રેમ અને મૃત્યુ જીવનનું સાતત્ય દેખાડતી એક જ અનુભૂતિ છે. કવિ મૃત્યુને ‘અનંત સાથે એકરસ અસ્મિ-તા’ – રૂપે ઓળખાવે છે. (સપ્તપદી, પૃ. ૪૦) તેઓ મૃત્યુનેય પ્રભુની સાથે હાથ મિલાવવા માટેની સાનુકૂળ ઘડીરૂપે જુએ છે. મૃત્યુ પર ને મૃત્યુ પાર પ્રીતિ દાખવી અમર જીવનની સર્જયિત્રી સાવિત્રીને સ્મરીને કવિ અ-મૃત પ્રેમ ને પ્રેમ-અમૃતનો મર્મ મૃત્યુના માધ્યમે પામી લેવા સમુત્સુક છે. આમ અહીં સાદ્યંત મૃત્યુચિંતન દ્વારા કવિ જીવનના જ પ્રેમામૃત માટેનું મંથન ચલાવતા જણાય છે. રાતદિન મરતા જતા મનુષ્યને અહીં જિંદાદિલીપૂર્વક મૃત્યુનો સ્વીકાર જ નહીં, એનું સોત્સાહ સ્વાગત કરવાની હિમાયત કવિ કરે છે; કેમ કે જીવનની પરિપૂર્ણતા ને અખંડતાનો સાક્ષાત્કાર મૃત્યુ-ક્ષણના અનુભવે જ શક્ય હોવાનું એમને લાગ્યું છે. | |||
‘પંખીલોક’ કવિની સમગ્ર કવિતાનું સર્વોચ્ચ શૃંગ છે. એમાં કવિની એક-કેન્દ્ર-વ્યક્તિત્વના ગઠનની પ્રક્રિયાની પરાકોટિ પ્રતીત થાય છે. કવિ પોતે જ કહે છે તેમ, આ કાવ્યમાં “અભિવ્યક્તિના અંત:પ્રવાહના અંશો થોડે થોડે અંતરે ગૂંથાયે ગયા છે અને એ રીતે અંતર્લોક સાથે એ વળોટ પામે છે... માનવીની ‘શતખંડ ત્રુટિત’ ચેતના (ભલે ખંડિત હોય, ત્રુટિત હોય, તોયે છે ચેતના) વૈશ્વિક સંદર્ભમાં પોતાપણાને પામે છે.” (સપ્તપદી, પૃ. ૮) સમસ્ત કૃતિના સમારોપ તરીકે કવિને પંખીલોકનું પ્રતીક સાંપડ્યું છે. એ પ્રતીકને બહુઆયામી સઘન કલ્પનલીલાને બળે અહ્લાદક ઉઠાવ અને ઉઘાડ મળ્યો છે. | |||
કવિએ ‘પંખીલોક’ની વાત કરતાં આ ‘સપ્તપદી’નાં કાવ્યોમાં જે રીતે સમયચક્રનું ગતિચાલન છે તે બતાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. ‘છિન્નભિન્ન છું’ માં ગ્રીષ્મ, ‘શોધ’માં વર્ષા તો ‘નવપરિણીત પેલાં’માં વસંત – એમ પૂરું સમયચક્ર છે. છેલ્લા ‘પંખીલોક’માં, કવિ કહે છે તેમ, ઉઘાડી વસંત-બહાર છે. આ ઉપરાંત ‘સપ્તપદી’માં ‘સ્વપ્નોને સળગવું હોય તો –’, ‘પીછો’ અને ‘મૃત્યુ-ક્ષણ’માં કાળની જુદી રીતની ગતિવિધિ પણ પ્રત્યક્ષ થાય છે. ગત અને આગામી જન્મોના સમયસંદર્ભો સુધી વિસ્તરતી સાતત્યપૂર્ણ કાળલીલાનો ઊંડો મર્મ અહીં ખૂલતો જતો પ્રતીત થાય છે. ‘મૃત્યુ-ક્ષણ’માં કાળ કાલાતીતતાની રેખા સુધી ભાવકને ખેંચી જાય છે ‘પંખીલોક’માં સતત પ્રવર્તમાન દિનરાતચક્ર આનંદઘોષ નિપજાવનારું નીવડે છે. (સપ્તપદી, પૃ. ૮–૯) | |||
કવિ ‘સપ્તપદી’ની રચનાઓ ‘વિશ્વશાંતિ’ અને ‘આત્માનાં ખંડેર’ સાથે સંલગ્ન હોવાનું યોગ્ય રીતે જ દર્શાવે છે. ‘આત્માનાં ખંડેર’માં જે મુખ્યત્વે બહાર જોવા મળ્યું હતું તેનો ‘સપ્તપદી’ના પ્રથમ ઘટક ‘છિન્નભિન્ન છું’માં ભીતર વ્યક્તિગત રૂપે સઘનપણે સાક્ષાત્કાર થાય છે. (સપ્તપદી, પૃ. ૯) | |||
એ પણ જોવા જેવું છે કે ‘આત્માનાં ખંડેર’માં દૃઢ છંદોલયનું બંધન હતું તે ‘છિન્નભિન્ન છું’માં વિક્ષિપ્ત લયલીલા દાખવતું ક્રમશ: જે તે ઘટકની આંતર આવશ્યકતાના દબાવ હેઠળ પોતપોતાની રીતની લયસિદ્ધિ દાખવીને રહે છે. કવિતાના વસ્તુવિષયની જ નહીં, એમની શબ્દ, અર્થ અને લયની રજૂઆતરીતિમાંયે સધાતી આવતી ઉત્ક્રાન્તિનું, એમની સંવેદનપટુ કવિદૃષ્ટિના અભિનવ દર્શનનું આહ્લાદક નિદર્શન ‘સપ્તપદી’માં પ્રત્યક્ષ થાય છે. જે શબ્દની આંગળીએ તેમણે આત્મયાત્રા કરી તેના અંતિમ ચરણે તો તેમણે એમ લાગ્યું કે ‘નામ મારું ભાષામાં ઓગળી ગયું છે’ અને ‘સપ્તપદી’નું સમાપન થાય છે આ પંક્તિથી – {{Poem2Close}} | |||
<Poem> | |||
'''‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’''' | |||
{{Right|(સપ્તપદી, પૃ. ૪૮)}} | |||
{{Poem2Open}} | |||
ઉમાશંકર ઊર્મિકવિ છે. એમની મોટા ભાગની કવિતા ઊર્મિકવિતા છે. એ ઊર્મિકવિતામાં રાસ, ગરબા તથા ગરબારૂપે ગાઈ શકાય એવી રચનાઓનો સમાવેશ થાય છે. એમાં પ્રાર્થનાકાવ્ય–સ્તોત્રકાવ્ય, રાષ્ટ્રભક્તિનાં કાવ્યો; ગીતો ને ભજનો-પદો, અંજની-કાવ્યો; સૉનેટ અને ગઝલ; ઋતુ અને વાર-વિષયક કાવ્યો; પાત્રવિષયક કાવ્યો; આઇડિલ ને ઓડમાં ગણાવાય એવાં કાવ્યો; મુક્તકો, હાઇકુ, કરુણપ્રશસ્તિ, ચિંતનાત્મક ઊર્મિકાવ્યો, અછાંદસ કાવ્યો — આમ વસ્તુ, છંદ, ગેયતા, નિરૂપણનો અભિગમ ઇત્યાદિના ધોરણે વિવિધ રીતે વર્ગીકૃત કરી શકાય એવાં, અનેક પ્રકારનાં ઊર્મિકાવ્યો આપ્યાં છે. એમનાં નાટ્યોર્મિકાવ્યો ને કથનોર્મિકાવ્યોનો પણ અત્રે વિચાર કરવો ઘટે. તેઓ કવિ છે માનવ્યના. તેમની કવિ તરીકેની મુખ્ય સમસ્યા આપે જોઈ છે તેમ સમસ્ત વિશ્વ સાથે સંવાદ સિદ્ધ કરવાની છે. ‘વિશ્વશાંતિ’માં જે ભાવનાની ભૂમિકાએ કહેવાય છે તેને વાસ્તવિક ભૂમિકાએ – ભીતરની વાસ્તવિક ભૂમિકાએ કહેવાનો પ્રયત્ન ‘અભિજ્ઞા’માં અને પછી ‘સપ્તપદી’માં થાય છે. બ. ક. ઠાકોરે ‘લિરિક’ના પાડેલા વર્ગીકરણને અનુલક્ષીને કહીએ તો તેમણે ‘વિરહશોક’નાં, ‘વૈરાગ્ય-નૈરાશ્ય-દૈવની અવળાઈ આદિ’નાં, ‘ખટક અને શાન્તિ વિશે’નાં, ‘જીવન, કુદરત, પરિસ્થિતિ, સ્થલ, કર્તવ્ય, માણસો આદિમાં આનંદ અને તેમના ઉપર પ્રેમ’ – આ વિષયનાં; ‘ઉત્સાહ, ભક્તિ-પ્રજ્ઞા-અગમ-નિગમ’નાં ઉપરાંત “આત્માના સાહસ થકી ઉદ્ભવતા ‘ન્યારા પેંડા’ ”-રૂપ ઊર્મિકાવ્યો આપ્યાં છે. | |||
ઉમાશંકરની કવિતામાં આત્મલક્ષી તેમ જ પરલક્ષી ઉભય પ્રકારના અભિગમનાં કાવ્યો જોવા મળે છે. ઉમાશંકરનું પ્રમુખ વલણ વ્યષ્ટિ-સમષ્ટિ વચ્ચેની સેતુરચનાનું હોઈ આત્મલક્ષી અને પરલક્ષી ઉભય પ્રકારના અભિગમો અન્યોન્યના પૂરક બની રહે છે. સૉનેટ, ગીત જેવા પ્રકારોમાં એમનો ઝોક આત્મલક્ષી કવિતા તરફ વધારે છે; તો સંવાદલક્ષી કવિતાના સતત ખેડાણથી પરલક્ષી કવિતાની શક્ય સિદ્ધિઓમાં પણ એમનો રસ સતત રહ્યો છે. આ કવિની સૌંદર્યયાત્રા સ્વાભાવિક ક્રમે જ ‘હું’થી શરૂ થયેલી છે અને તે યાત્રાનું લક્ષ્ય શબ્દનું કેન્દ્રીય બળ શોધવાનું લાગે છે. તેમનો ‘હું’ શબ્દોપાસકનો ‘હું’ છે અને તે ‘स:’ની લીલા સમજવા-માણવા સતત ક્રિયાશીલ છે. આ કારણે આત્મલક્ષી કવિતાના ક્ષેત્રે અનેક ચારુ કૃતિઓ સર્જનાર આ કવિને પરલક્ષી કવિતા-ક્ષેત્રનો – સંવાદલક્ષી – નાટ્યલક્ષી કાવ્યક્ષેત્રનો સતત પક્ષપાત રહ્યો છે. ‘વિશ્વશાંતિ’ – વેળાએ પણ કાવ્યનાટકનું સ્વપ્ન કવિચિત્તના આકર્ષણનો વિષય હતું અને એ આકર્ષણ ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’ના પ્રયોગોમાં પણ ટક્યું છે; ટક્યું છે એટલું જ નહિ, બલકે વધ્યું છે. ઉમાશંકરનું કવિ તરીકેનું વ્યક્તિત્વ જ એવું છે કે તેમને જે કઠિન છે તે સુંદર લાગે (‘Hard is beautiful’, ‘કઠિન તે કમનીય’ – વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનુંયે આ પ્રિય સૂત્ર હતું.) અને કલાનો જે પડકાર છે તેને ઝીલી લેવાની – કવિ તરીકે ભાષાના સાહસકર્મમાં લાગી રહેવાની મજા તેઓ માણે અને શબ્દને વધુ ને વધુ સિદ્ધ કરવાના ચિત્તયોગથી વધુ ને વધુ આત્મસમૃદ્ધ થતા રહે. | |||
બલવંતરાય ઠાકોરે વિચારપ્રધાન કવિતા તે જ દ્વિજોત્તમ જાતિની એ મત રજૂ કરેલો. એમની આ વાતમાં મહત્ત્વનો મુદ્દો પરલક્ષી કવિતા(Objective poetry)નો, મહાન કવિતા(great poetry)નો હતો. દુનિયામાં મહાકાવ્યો પરલક્ષી કવિતાના ઉત્તમ નમૂનાઓ છે. ઉમાશંકરે પણ એ પ્રકારની – બિનંગત કોટિની કવિતાને સિદ્ધ કરવાનું ઊંચું નિશાન રાખ્યું છે તે સ્પષ્ટ છે અને તેમાંય નાટ્યાત્મક કવિતા માટે જે રીતે પક્ષપાત બતાવ્યો છે તેમાં વર્તમાન યુગપ્રભાવ સાથે તેમની ‘સંવાદ’ – નિષ્ઠા પણ કારણભૂત છે. ભાષાના મૂળમાં જ સંવાદનું બળ છે. ભાષા એટલે બે જણ ! પણ એવું રહ્યું છે ? શબ્દોનો ગેરસમજ ને વિસંવાદ કરવા–વધારવામાં દુરુપયોગ થતો નથી ? ઉમાશંકર શબ્દને એની ખરી શક્તિથી અનુભવવા માગે છે – એ એમની સિસૃક્ષા-વૃત્તિનો અવિયોજ્ય અંશ છે. તેઓ શબ્દની મદદથી બીજા સુધી ને પોતા સુધી પહોંચવાનો ઉપક્રમ રચે છે. આ ઉપક્રમમાંથી ટી.એસ. એલિયટ કહે છે તેવા ત્રણ સૂર સાંભળવા મળે છે. એક સૂર સંભળાય છે ઊર્મિકાવ્યમાં, બીજો સંભળાય છે મહાકાવ્યમાં અને ત્રીજો નાટ્યકવિતામાં. ઉમાશંકર કોઈને સંબોધતા હોય, કોઈ કહેતું હોય ને પોતે સાંભળતા હોય, અથવા કોઈ બે વચ્ચે અથવા પોતાની અંદર જ કોઈ બે તત્ત્વો વચ્ચે સંવાદ ચાલતો હોય ને પોતે તટસ્થભાવે તે સાંભળતા હોય યા સાંભળેલો કહેતા હોય – આવી ભૂમિકાઓ અવારનવાર કવિતામાં રચે છે. શબ્દને ક્રિયામાં સંક્રાંત કરવાનો પ્રયત્ન થાય છે ત્યારે તેનાં હૃદ્ય પરિણામો કવિતામાં (જેમ કે ‘શોધ’માં અને ‘પંખીલોક’માં) આવે છે. તેઓ એક બાજુથી સ્વાભાવિક બોલચાલની ભાષા – colloquial language – તો બીજી બાજુથી વાગ્મિતા(rhetorics)નો વિનિયોગ કરતાં ભાષા દ્વારા અનુભૂતિનું – વિચાર કે ભાવનાનું પ્રત્યક્ષીકરણ કરવા મથે છે. ‘જઠરાગ્નિ’માં જ, રા. વિ. પાઠક કહે છે તેમ, ‘રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મહેલ, ચણો મિનારા’માં “આપણે તર્જનીથી તર્જતા તર્જતા કોઈને કહીએ, ‘હાં ! હાં ! રચો, રચો, પછી ખબર પડી જવાની છે !’ એ જ વાક્છટા આખા કાવ્યમાં આવે છે...”૭૭ | |||
ઉમાશંકરે ઊર્મિકાવ્યો ઉપરાંત થોડાંક ખંડકાવ્યો લખ્યાં છે. આ ‘ખંડકાવ્યો’ને સંસ્કૃત ખંડકાવ્યની વ્યાખ્યાથી મૂલવવાનો પ્રયત્ન આપણે નહિ કરીએ. ઉમાશંકરે પોતે જ ખંડકાવ્યની સંજ્ઞા તપાસવાનો પ્રયત્ન કરતાં કહ્યું છે : | |||
“આત્મલક્ષી પ્રકારના, ઘૂંટાયેલા, નાનકડા, ઊર્મિકાવ્ય અને ઊર્મિગીતને જ લિરિક કહેનારો વર્ગ છે તે હું જાણું છું. પણ લિરિક પણ મહાન કવિતા(ગ્રેટ પોએટ્રી)ની કક્ષાએ પહોંચી શકે એમ માનનારાઓ – એમ માગનારાઓ – આત્મલક્ષી પ્રકારના ચિંતનાત્મક ઊર્મિકાવ્યો અને પરલક્ષી પ્રકારનાં નાટ્યાત્મક ઊર્મિકાવ્યો અને કથનાત્મક ઊર્મિકાવ્યો ઉપર દૃષ્ટિ માંડવાના, આ ત્રણે માટે ટૂંકાં નામ ચિંતનોર્મિકાવ્ય, નાટ્યોર્મિકાવ્ય અને કથનોર્મિકાવ્ય પણ હું સૂચવું છું. કાન્તના ‘વસંતવિજય’ના પ્રકારની કૃતિઓને કથનાત્મક ઊર્મિકાવ્ય અથવા કથનોર્મિકાવ્ય કહેવામાં વધુ ઔચિત્ય છે.”{{Poem2Close}} | |||
{{Right|(સમસંવેદન, ૧૯૬૫, પૃ.૨૩૬)}} | |||
{{Poem2Open}} | |||
ઉમાશંકરની આ સમજને આધારે ‘વિશ્વશાંતિ’ને ખંડકાવ્યના વર્ગમાં મૂકવામાં મુશ્કેલી નહિ પડે. આમેય જાડી રીતે કહીએ તો ‘વિશ્વશાંતિ’ મહાકાવ્ય નથી, નથી ‘રૂઢ’ અર્થમાં ઊર્મિકાવ્ય, માટે તે ખંડકાવ્ય છે એમ કહેવાનું થાય ! આ કાવ્ય લખતાં કવિએ ‘વિશ્વશાંતિના વિચારનો વિકાસ દર્શાવવા ઉપર જ દૃષ્ટિ રાખી છે.’ (પહેલી આવૃત્તિનું નિવેદન) અને તેથી ડોલરરાયની રીતે તેને ‘વિચારપ્રધાન કાવ્ય’ કહેવાની વૃત્તિ પણ થાય. જોવાનું એટલું જ છે કે ‘વિચારપ્રધાન કાવ્ય’ છતાં તે ‘ખંડકાવ્ય’ કહેવાય કે નહિ ? ઉમાશંકરે તો ઊર્મિકાવ્યના વર્ગ પાડતો ચિંતનોર્મિકાવ્યનો વર્ગ પણ આપ્યો છે, અને આ કાવ્યને ‘ચિંતનોર્મિકાવ્ય’ કહેવાનું પ્રથમ દર્શને સૂઝે; પરંતુ આ કાવ્યમાં ચિંતનનો પ્રભાવ, ચિંતનની સઘનતા ને ઉત્કટતા જેવાં બ. ક. ઠાકોરના ‘આરોહણ’ જેવા કાવ્યમાં લાગે છે તેવાં છે ખરાં ? આ કાવ્યનો વિષય ગાંધીજીના જીવનકાર્યના આલેખન દ્વારા વિશ્વશાંતિનું ભાવનાદર્શન કરાવવાનો છે. એ અભીપ્સામાં ઉત્સાહનું – એવી લાગણીનું જેટલું બળ છે તેટલું વિચારનું નથી. આ કાવ્યને તેથી ‘ચિંતનોર્મિકાવ્ય’ કહેવાનું મન થતું નથી. વળી કવિએ આ કાવ્યમાં કથનરીતિ(‘નૅરેટિવ-સ્ટાઇલ’)નો જ આદર કર્યો છે. તેમણે વિશ્વશાંતિ અને ગાંધીજી નિમિત્તે મુગ્ધ ભાવ-ભાવનાઓનું આલેખન કરવામાં વિશેષ રસ દાખવ્યો છે, ને તેથી ‘કથનોર્મિકાવ્ય’ના વર્ગમાં આ કાવ્યને મૂકવું ઘટે. ડોલરરાયની ‘લઘુકાવ્ય’ની સંજ્ઞા પણ એમના અર્થમાં આ કાવ્યને લાગુ પાડી શકાય. આ કાવ્યને એક અભ્યાસીએ ‘ગાંધીપ્રશસ્તિના કાવ્ય’ તરીકે ખપાવવાનો પ્રયાસ કર્યો છે, જે બિનજરૂરી છે; કેમ કે, કવિની પોતાની જ કેફિયત પરથી જણાય છે કે આ કાવ્યના ઉદ્ભવ અને તેની સંઘટનામાં ‘વિશ્વશાંતિ’ની ભાવના રહેલી છે. ‘વિશ્વશાંતિ’ના છ ભાગને સાંધનારું સૂત્ર હોય તો તે એક આદર્શ પ્રત્યેની અભીપ્સા. ‘વિશ્વશાંતિ’માં ભાવનામયતાની ‘યુનિટી’ – એકતા છે. – એમ કવિ ઉમાશંકર પોતે કહે છે. અહીં ગાંધીજીનું વ્યક્તિ તરીકે નહિ પણ ‘વિશ્વશાંતિયજ્ઞના ઋત્વિજ’ તરીકે મૂલ્ય છે. રા. વિ. પાઠકે આ કાવ્યને ‘પૂજ્ય ગાંધીજીના પેગામનું કાવ્ય’૭૮ કહી ગાંધીવંદનામાં પરિસમાપ્ત થતું કાવ્ય નહિ હોવાનું સૂચવ્યું જ છે. રા. વિ. પાઠકે આ કાવ્યની વિષયપસંદગી વિશે નોંધ કરતાં લખ્યું છે : “દાંપત્યપ્રેમ કે એવો અત્યંત ચવાઈ ગયેલો વિષય ન લેતાં તેમણે આખી પ્રજાના પ્રત્યક્ષ અનુભવનો આ મહાન વિષય લેવાનો પ્રયત્ન કર્યો તે તેમની કાવ્યની પ્રવૃત્તિનું સુચિહ્ન છે.”૭૯ આ મહાન વિષયને ન્યાય આપે તેવી પદ્યરચનાની ક્ષમતા પણ ઉમાશંકર પાસે હોવાની પ્રતીતિ આ કાવ્ય વાંચતાં થાય છે. અલબત્ત, “વિષયની ભવ્યતા પૂરેપૂરી તેમના કાવ્યમાં પ્રગટ થતી નથી.”૮૦ – એ રા. વિ. પાઠકનો અભિપ્રાય પણ સ્મરણમાં રાખવો ઘટે. રા. વિ. પાઠક નોંધે છે : “કર્તાને સંસ્કૃત વૃત્તો ઉપર સારું પ્રભુત્વ છે. વિષયને આવું વાતાવરણ આપવા કર્તાએ અનિયમિત ઉપજાતિનો ઉપયોગ કર્યો છે. ત્યાં પણ કર્તાનું છંદો ઉપરનું એવું જ પ્રભુત્વ પ્રતીત થાય છે...”૮૧ આ કાવ્ય આમ ઉમાશંકરનું લાક્ષણિક કથનોર્મિકાવ્ય છે અને તેની વિષયપસંદગી, તેનો પદ્યદેહ – આ સૌમાં પરંપરાનો પણ યત્કિંચિત્ ફાળો હોવાનું જણાય છે. ‘વિશ્વશાંતિ’એ જે કાવ્યાકાર ધારણ કર્યો છે તે લાક્ષણિક તો છે જ. | |||
ઉમાશંકરે કવનકાર્ય આરંભ્યું ત્યારે ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોએ પ્રવાહીપણું સિદ્ધ કરી દીધું હતું. ‘આરોહણ’ જેવા પ્રયોગો કવિની સામે હતા જ. વળી ‘વસંતોત્સવ’ ઊજવનારા અને ‘વિશ્વગીતા’ લખનારા ન્હાનાલાલે સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાની સમાંતર જે વસ્તુત: – સ્વરૂપત: સળંગ અગેય પ્રવાહી હોય છે તે ગદ્યરચનાના અપૂર્વ આવિષ્કારરૂપ ડોલનશૈલી આપી હતી. કાન્તના છંદોમિશ્રણના પ્રયોગો માટે જાણીતાં ખંડકાવ્યો તો બીજી બાજુ ન્હાનાલાલનાય ‘શરદપૂનમ’, ‘પિતૃતર્પણ’ આદિના છાંદસ પ્રયોગો નજર સામે હતાં જ. મિશ્રોપજાતિ ને અનુષ્ટુપનાં મિશ્રણો અજમાવવાની કાન્ત તેમ ન્હાનાલાલની પણ પોતાની રીતિ હતી અને તેનો યત્કિંચિત્ પ્રભાવ ‘વિશ્વશાંતિ’માં પણ જોઈ શકાય. ઉમાશંકરનો આ અનુષ્ટુપ જુઓ : {{Poem2Close}} | |||
<Poem> | |||
'''“ડોલે છે ભરતી જેવી ગભીરે જલસાગરે,''' | |||
'''એવી આજે પ્રજા ડોલે ભરી પ્રેમખુમારીએ.''' | |||
'''આનંદે વનમાં જેવી કૂજે છે કુંજકોકિલા,''' | |||
'''એવી આત્મન્કોકિલાઓ કૂજે છે પ્રભુની લીલા.”''' </Poem> | |||
{{Right|(‘વિશ્વશાંતિ’, સમગ્ર કવિતા, બી.આ. પૃ.૧૧)}} | |||
<Poem> | |||
'''“પિતા છો દિવ્ય ક્રાન્તિના, અધ્વર્યુ નવયુગના,''' | |||
'''ને છો માતા, અહિંસાની ગોદે જગ લપેટતા.''' | |||
'''બંધુ છો સૌ ગુલામોના, દેવા છો દુખિયાં તણા,''' | |||
'''આશા છો વિશ્વ આખાની, છો સર્વસ્વ જ હિંદના.''' | |||
{{Right|(‘વિશ્વશાંતિ’, સમગ્ર કવિતા, પૃ.૧૨)}} | |||
{{Poem2Open}} | |||
ન્હાનાલાલના અનુષ્ટુપની યાદ અહીં તુરત તાજી થાય છે. ઉમાશંકરે ‘વૃત્તિભેદ અનુસાર વૃત્તભેદ’ કર્યો છે કે નહિ તે જોવું અત્રે રસપ્રદ છે. ‘વિશ્વશાંતિ’માં એક માત્ર નાના અપવાદ સિવાય સર્વત્ર કવિએ અક્ષરમેળ વૃત્ત અજમાવ્યો છે. ‘વિશ્વશાંતિ’ના આરંભે ‘મંગલ શબ્દ’માં ઉમાશંકરની પ્રેરણાવિષ્ટ સ્થિતિનો લાભ છંદને મળ્યાનું લાગે છે. નરસિંહરાવે ‘વિશ્વશાંતિ’ના આ પ્રથમ ખંડને સાક્ષરયુગના ભાવિદર્શનમાં ખપમાં લીધો તે સૂચક છે. ઉમાશંકરે પોતે ‘કેટલાક ભાગમાં કશું જ સુધારવાનું મને ન સૂઝે’ એમાં ‘મંગલ શબ્દ’ની ગણના કરી છે. આ ‘મંગલ શબ્દ’ને અનુલક્ષીને ઉમાશંકરના સાહિત્યમિત્ર રતિલાલ (રામપ્રસાદ) શુક્લે જે કહેલું તે અત્રે ઉમાશંકરના શબ્દોમાં નોંધનીય છે : ‘પહેલા ખંડ જેવા પચાસ હું લખું તો ગ્યુઇથે જેવો કવિ હોઉં.’ શ્રી હરિશ્ચંદ્ર ભટ્ટે ‘સીમાડાના પથ્થર પર’ લેખમાં ‘વિશ્વશાંતિ’ના પ્રથમ ખંડને ‘ગાંધીજીની પ્રવૃત્તિ અને જીવન-આદર્શોથી નવદર્શન પામેલા ગુજરાતનું પ્રાત:સ્તવન-સ્તોત્ર’૮૩ કહ્યું છે. આ કથનમાં શ્રી હરિશ્ચંદ્રના દેખીતા ઉમળકામાં સત્યદર્શન પણ અનુસ્યૂત છે. ‘મંગળ શબ્દ’માં ઉપજાતિ-વંશસ્થ-ઇન્દ્રવંશાનું મિશ્રણ ચેતનમંત્રની પ્રભાવકતાને – એની જાણે કે અપૌરુષેયતાને ઉપસાવે છે, વૈદિક ઋચાગાનની વાક્છટા – લયચ્છટાથી એ મોહક-પ્રભાવક લાગે છે. એમાં છંદોલયમાં વિવિધતા ને મુક્તતા સાથે સંવાદનું સ્થિર બળ વરતાયાં કરે છે. આરંભના ખંડમાં છંદોલયની સંક્ષિપ્તતા બળ-ઓજસના ઉત્કટ સંચારમાં ઉપકારક થાય છે. વળી આરંભમાં પ્રેરણાવિષ્ટ ઉદ્ગાતાની ભાવગતિ અનુસાર લયમાં વૈવિધ્ય પણ સધાય છે અને તેથી સંવાદિતા વધુ પોષાતી રહે છે. આરંભનો જ પદ્યખંડક જોઈએ :{{Poem2Close}} | |||
<Poem> | |||
'''“ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો !''' | |||
'''શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો''' | |||
'''ગજાવતો ચૈતનમંત્ર આવતો !”'''</Poem> | |||
{{Right|(વિશ્વશાંતિ, પૃ.૧)}} | |||
{{Poem2Open}} | |||
અહીં ‘ત્યાં’ શબ્દની ઉપસ્થિતિ લયના અનાદિત્વને સૂચિત કરતી સંવાદિતાની અસ્ખલિત પરંપરાનો અર્થસંકેત કરે છે. મંગલ શબ્દની આવવાની પ્રક્રિયા પ્રથમ પંક્તિમાં ‘આવતો’ શબ્દથી નિર્દેશાઈ, ‘ગજાવતો’ શબ્દથી એનાં ગતિ-ગોરંભ સૂચવાઈ ફરીથી ‘આવતો’ શબ્દ દ્વારા એ ક્રિયાના મહિમાબળની પ્રતીતિપૂર્વકની સ્થાપના થઈ રહે છે. દૂરથી આવતો મંગલ શબ્દ ચૈતનમંત્ર છે તેવું એ પદાવલિની લયરૂપતાએ કરીને લાગે છે.S ‘દરિદ્રનારાયણ’માં પૃથ્વીની નૂતન લલિત છટા સિદ્ધ થયેલી વરતાય છે : {{Poem2Close}} | |||
<Poem> | |||
'''“પ્રભુ પ્રગટ ભૂતલે, સલિલને ઝૂલે પારણે,''' | |||
'''હસે રજનિતારલે, ગગનને વિતાને રહ્યા;''' | |||
'''કદી પ્રકૃતિઅંકમાં, જગજને નિહાળ્યા હતા.''' | |||
'''તમે પતિતમાં, દરિદ્ર જનમાં દીઠા દેવને !”'''</Poem> | |||
{{Right|(વિશ્વશાંતિ, પૃ. ૫–૬)}} | |||
________________________________________ | |||
S <small>કવિ સુન્દરમે આ ત્રણ પંક્તિઓ સંદર્ભે લખતાં જણાવ્યું છે કે “ ‘વિશ્વશાંતિ’ કાવ્યના આ શબદો તે માત્ર શાંતિમંત્રના નથી; પણ એમાં શતાબ્દીઓના ઘુમ્મટોમાં ફરતા ઉમાશંકરનું પોતાનું પણ ચિત્ર છે !” (‘પ્રસ્થાનમાં પગલાં’, સમિધ–૨, ૧૯૬૬, પૃ.૬)</small> |
edits