ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,669: Line 1,669:
<Poem>
<Poem>
'''“જો નાથ ! કૈં હૃદય પથ્થર-શાં કર્યાં તેં,'''
'''“જો નાથ ! કૈં હૃદય પથ્થર-શાં કર્યાં તેં,'''
'''જો કૈંક પથ્થર મહીં હૃદયો પૂર્યાં મેં.”'''
'''જો કૈંક પથ્થર મહીં હૃદયો પૂર્યાં મેં.”'''</Poem>
{{Right|(‘શિલ્પલાલસા’, આતિથ્ય, પૃ.૮૫)}}
{{Right|(‘શિલ્પલાલસા’, આતિથ્ય, પૃ.૮૫)}}


Line 1,890: Line 1,890:


_____________________________________________________
_____________________________________________________
{{Poem2Open}}
નર્મદને તેઓ ‘નવા યુગની નવ્ય નાન્દી’-રૂપે સૉનેટમાં છેલ્લે વર્ણવે છે. કલમને ખોળે માથું મૂકીને નર્મદે જે સંકલ્પ કર્યો હતો તેની સ્મૃતિમાં બરોબર સો વર્ષે – નવેમ્બર ૨૩, ૧૯૫૮ના રોજ નર્મદના પ્રિય રોળાવૃત્તમાં (અલબત્ત, અહીં પરંપરિત રોળાવૃત્તમાં) ઉમાશંકરે લખેલ ‘કલમને નર્મદની પ્રાર્થના’માંના છેલ્લા ઉદ્ગારો સ્મરણીય છે :{{Poem2Close}}
<Poem>
“ને હું ? હું તો અશેષ જાડ્ય સંહરતી વત્સલ સદા તમારી
શક્તિના બહોળે ખોળે છું.”</Poem>
{{Right|(‘કલમને નર્મદની પ્રાર્થના’, અભિજ્ઞા, પૃ.૫૧)}}
{{Poem2Open}}
અહીં નર્મદની પ્રાર્થના-ઉક્તિરૂપે કાવ્ય રજૂ કરવામાં ઔચિત્ય છે. છેલ્લે “ખોળે છું” ને બદલે “ખોળે છઉં” કર્યું હોત તો વધુ સારું ન થાત ? નર્મદ સરસ્વતી પોતાનામાં નિર્બંધપણે ક્ષણેક્ષણ જીવે એ માટે જ સમર્પણભાવથી એના ખોળે માથું મૂકે છે ને ! – આ અર્થ છે આ કાવ્યમાં. “બાલાશંકરને સ્વાગત”માં બાલાશંકરને ‘તું મૂર્તિમંત રસ ગુર્જરી વિપ્રલંભ’ કહીને વર્ણવતા કવિ બાળાશંકરીય શૈલીચ્છટા – છંદચ્છટાનો જાદુ પોતાની બાનીમાં ઉતારવાનો રસપ્રદ પ્રયત્ન કરે છે. બાળાશંકર વિષેની કવિતામાં ફારસીનો જાદુ ને શાર્દૂલની છટા, રૂપનો કેફ ને ભાવની મસ્તીના અંશો ન હોય તો કેમ ચાલે ? આ પંક્તિઓ ભાવદૃષ્ટિએ જોવી ઘટે : {{Poem2Close}}
<Poem>
'''“ગુલની મહક ક્યાંથી ? ચહક બુલબુલની શી'''
{{Space}} '''મ્હેકી ખુતનની આ ક્યાંથી કસ્તૂરી ?'''
'''ક્યાંથી જાગ્યો શિરાજ-નિર્ઝરનો સાદ ? આજ'''
{{Space}} '''ઓચિંતી નૈનોથી નીતરે મસ્તૂરી !'''</Poem>
{{Right|(‘બાલાશંકરને સ્વાગત’, આતિથ્ય, પૃ. ૪૮)}}
{{Poem2Open}}
ગુર્જરીની અશેષ શબ્દ-માધુરી ઝરી જનાર કવિ શ્રી ન્હાનાલાલની સ્મૃતિને ‘અશેષ શબ્દ-માધુરી’માં અંકિત કરી છે. ઉમાશંકરે ન્હાનાલાલને પ્રિય એવી સત્યપ્રિયતાને આ કાવ્યમાં પ્રિય લાગે એ રીતે રજૂ કરી છે ! – {{Poem2Close}}
<Poem>
{{Space}}'''અસ્મિ-ભાવ ડંખનાં'''
{{Space}} '''સહી સ્વયં વિષો, વિરાટ ઝંખના'''
{{Space}} '''ગાઈ સ્નેહની સદાવસંતની.'''
મૂકી ગયા શી મ્હેક મ્હેક શ્રી અમોઘ આત્મની !</Poem>
{{Right|(‘અશેષ શબ્દ-માધુરી’, અભિજ્ઞા, પૃ.૫૪)}}
{{Poem2Open}}
‘સ્વજન’ પાઠકસાહેબનું સ્મરણ કરતાં મુદાની જે ક્ષણો એમના સ્નેહ-સાંનિધ્યમાં મળી તેનું ધન્ય સ્મરણ ઉમાશંકર ‘પાઠકસાહેબ’ સૉનેટમાં કરે છે. અહીં પાઠકસાહેબના ‘સુવિસ્પષ્ટ’ સ્વરના રણકારની ખાસિયત નોંધવાની એમની સર્જનાત્મક ચેષ્ટા રસિકજનોની ધ્યાન બહાર નહિ જાય૯૯. ઉમાશંકરે કાકાસાહેબને ‘સત્તાવનમે વર્ષે’ સૉનેટેમાં કાવ્યાર્ઘ્ય સમર્પતાં વિનીત ભાવે ભરઅરણ્યમાં ભૂલા સમા પોતાને ‘વન’માં પ્રવેશેલ કાકાસાહેબની પગકેડીએથી “સુતેજસ્” મળે એવી અપેક્ષા વ્યક્ત કરી છે. ‘તમે, સ્વજન’ – સૉનેટમાં બ. ક. ઠા.ની દોરવણી – પ્રેરણાની અપેક્ષા ચારુ રીતે વ્યક્ત થઈ છે :{{Poem2Close}}
<Poem>
“તમે, સ્વજન, વૃદ્ધ ને ઊછરતા વછેરા અમે;”</Poem>
{{Right|(આતિથ્ય, પૃ.૪૪)}}
{{Poem2Open}}આ વછેરાની અપેક્ષા – દિલે કુતૂહલ આ છે : {{Poem2Close}}
<Poem>
{{Space}} '''“હશે શું અસવાર આદર્શનો'''
'''પીઠે સતત, પેંગડે-પગ, સુતેજ વિદ્યુત્સમો'''
'''ચલાવત રવાલ ચાલ ? બસ એટલું જો ભલા,'''
'''મુકામ પછી દૂર છો ! ન શમશે પથે ડાબલા.'''</Poem>
{{Right|(આતિથ્ય, પૃ.૪૪)}}
{{Poem2Open}}
આ અશ્વગતિની છટા અહીં પૃથ્વીમાંના પદવિન્યાસ – વર્ણવિન્યાસમાંથી પામી શકાય છે. “લગામ કઠતી, ખડ્યા મુખથી દંત, પેડૂ દમે”માં ભાષા-લય વર્ણ્ય વસ્તુને પરિપોષક બનેલ સ્પષ્ટ જોઈ શકાય છે. ‘મુખર મૌનનો ઝરો’૧૦૦માં હરિશ્ચંદ્ર ભટ્ટને સૉનેટ-યુગ્મમાં સંબોધીને મૌનથી કવિતા સુદીની રમણીય રહસ્યાત્મક ગતિલીલાને ઉમાશંકરે શબ્દકંકરની મદદથી મૂર્ત કરી છે. હરિશ્ચંદ્રના કવિત્વસભર હૃદયનો માર્મિક રીતનો સમાદર અહીં છે.S ઉમાશંકરે ‘ધારાવસ્ત્ર’માં ‘હરિશ્ચંદ્રને’ કાવ્યમાં મિત્રબંધુ હરિશ્ચંદ્રનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કર્યું છે. પૅરિસની હવામાં ઉમાશંકર શું શ્વસે છે ? {{Poem2Close}}
<Poem>
'''“આ હું હવા શ્વસું, ભળે મહીં સ્નેહધૂપ,'''
'''તારી ઉદારતર સંસ્કૃતિચાહનાનો,'''
'''સર્વસ્પૃશંત તવ સંસ્કૃતિસાધનાનો.”'''</Poem>
{{Poem2Open}}
ઉમાશંકરે ‘નિરંજન ભગતને જન્મદિને’૧૦૧ આપેલ લઘુક ભાવાંજલિમાં બર્ટ્રાન્ડ રસેલ પણ ઉપસ્થિત છે ! જ્ઞાન, પ્રેમ, બંધુતા વિના જિંદગી ‘નરી પંગુતા’-રૂપ બને છે. ખળભળાટ જોઈએ જીવનમાં – જીવન પંગુ ન બને એ માટેની મથામણોને કારણે{{Poem2Close}}
________________________________________________
<small>ઉમાશંકરના હરિશ્ચંદ્ર સાથેના અંગત પત્રવ્યવહારમાંથી પણ એમના હૃદયસંવાદની પ્રગાઢતાના નિર્દેશો મળે છે; દા. ત., એમના હરિશ્ચંદ્ર ભટ્ટ પરના તા. ૨૦-૩-૧૯૪૩ના પત્રમાં લખે છે : “મારા જીવનમાં તમારા પ્રવેશને હું એક મંગલ પ્રસંગ ગણું છું, જેવું જ્યોત્સ્ના વિશે કહી શકું.” (અપ્રકટ પત્ર)</small>
{{Poem2Open}}
ઉપસ્થિત થતો ખળભળાટ. ‘કર્મની વિદ્યુત્લકીર’ વિના ન ચાલે. ‘આત્મશાંતિ’ની ખોજ એ જ માર્ગે શક્ય છે. બર્ટ્રાન્ડનું જીવન એ સૂચવે છે. એક જવાબદાર કવિ તરીકે નિરંજનની મથામણ એ પ્રબુદ્ધોની દિશાની જ હોય, છે.
ઉમાશંકર રાવજીનું સ્મરણ કરતાં ‘મૃત્યુ-પીધેલો શબ્દ જીવતો શબ્દ બની શકે છે’ – તે સત્ય તારવે છે; તો પ્રિયકાન્તની સ્મૃતિમાં લખેલા હાઇકુમાં પ્રિયકાન્તના સબળ કવિત્વનો સંકેત કરતાં લખે છે : {{Poem2Close}}
<Poem>
'''“લોહીવ્હેણમાં'''
'''ઊછળે નાયાગરા'''
'''કીકીમાં કાવ્ય.”'''</Poem>
{{Right|(‘કવિ’, ધારાવસ્ત્ર, પૃ. ૪૪)}}
{{Poem2Open}}
ઉમાશંકરે નેહરુને “યૌવનપ્રતીક” કહી બિરદાવ્યા છે, તો એમના અવસાન-કાળે ‘અજબ પુષ્પ માનવ્યનું’ કહી એમને ઉમળકાથી શ્રદ્ધાંજલિ સમર્પી છે. વિનોબાના આગમને ‘આત્મયાત્રી આવો’૧૦૨ કહીને, એમનું કવિને છાજે એ રીતે તુકારામીય અભંગરીતિમાં સત્કારવાણી ઉચ્ચારીને સ્વાગત કર્યું છે. અભંગનાં ચાર ચરણમાં કવિ બીજા-ત્રીજાને પ્રાસબદ્ધ કરે છે તે અહીં જોઈ શકાશે. વિનોબાનો આષાઢા દીકરા’ તરીકે કવિ અહીં નિર્દેશ કરે છે. એ શબ્દપ્રયોગની બળકટતા સ્વયંસ્પષ્ટ છે. રવિશંકર મહારાજની ૭૫ – વર્ષ-પૂર્તિ પ્રસંગે લખેલ ‘ઊર્ધ્વ માનુષ’૧૦૩માં `न मानुषात् श्रेष्ठतरं हि किञ्चित्' – એ પ્રસિદ્ધ ઉક્તિ દ્વારા કવિએ કાવ્યારંભ કરી મહારાજમાંના ઊર્ધ્વમાનુષને છેલ્લે `नमामि तं निर्मयम् उर्ध्वमानुषम्' – એમ કહી નમસ્કાર પાઠવ્યા છે. તેમણે ‘ધારાવસ્ત્ર’માં સરદાર, જયપ્રકાશ, બંગબંધુ મુજીબ વગેરેને અનુલક્ષીને જે રચનાઓ કરી છે તે તેમની યુગનિષ્ઠા ને સમાજનિષ્ઠાનીયે દ્યોતક છે. સરદારના વ્યક્તિત્વની, એમની વાક્શક્તિની સબળ સાક્ષાત્કૃતિ ‘સરદાર’ કાવ્યમાં થાય છે. જયપ્રકાશના જીવનના અંતિમ તબક્કાનો ટમટમતા દીવડાથી થતો સંકેત અર્થપૂર્ણ છે. કવિનાં વ્યક્તિલક્ષી કાવ્યોમાં નર્મદની વિવેચન-પરિભાષામાં કહીએ તો તર્કશક્તિ (કલ્પનાશક્તિ) સાથે ઉત્કૃષ્ટ વિવેકશક્તિનો સમન્વય સિદ્ધ થયેલો જોવા મળે છે.
ઉમાશંકરે કાલિદાસ હેમચંદ્રાચાર્ય, દાન્તે, શેક્સપિયર, લિંકન અને રવીન્દ્રનાથનું તેમ કવિ ઑડન તેમ જ પાબ્લો નેરૂદાનું મંગલ સ્મરણ કરતી કાવ્યરચનાઓ આપી છે. એમાં ઉમાશંકરની કારયિત્રી સાથે ભાવયિત્રી પ્રતિભાના ઉન્મેષો જોવા મળે છે. કાલિદાસના તો એ અંતેવાસી જ છે ! કાલિદાસનું સ્મરણ શાકુંતલના સમર્થ અનુવાદક આ કવિએ એકાધિક વાર એમનાં કાવ્યોમાં કર્યું છે. ‘કાલિદાસ’૧૦૪ સૉનેટમાં જગતને ‘અમૃતાવતી’ એમની કવિતાકલાનું ઊજળું ચિત્ર કવિએ આલેખ્યું છે. ‘દૂધસાગર : ગોવા’(અભિજ્ઞા, પૃ.૪૧)માં પણ ઉમાશંકરે `रम्याणि वीक्ष्य'ના સંદર્ભે કવિ કાલિદાસનું સ્મરણ કર્યું છે. ‘આનંત્યના પથિક’, ‘સહુ ભારતયાત્રિકોના અગ્રયાયી’, ‘સહુ ભારતપ્રેમિકોના વંદનાર્હ’ કવિ કાલિદાસનું માહાત્મ્ય તો ‘રમ્યો નિહાળી, કવિ, યાદ તમારી આવે” – એ પંક્તિથી જ ખરેખરું વર્ણવાય છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની વાત કરતાં પાટણનો, સરસ્વતી નદીનો સંદર્ભ આવે જ છે. હેમચંદ્રાચાર્યનો કવિ-પરિચય આપનાર૧૦૫ આ કવિએ સરસ્વતીના સંદર્ભનો રમણીય વિનિયોગ હેમચંદ્રાચાર્ય સંદર્ભે કર્યો છે.૧૦૬ ‘મહાકવિ દાન્તે’-વિષયક સૉનેટમાં દાન્તેની નરક-સ્વર્ગ યાત્રાના સંદર્ભ ન આવે તો જ નવાઈ ! ત્રૈલોક્યયાત્રા કરનાર, મોટા ગુરુ પ્રેમની – પ્રિયતમાની કૃપાથી પ્રભુનો ‘સંપ્રસાદ’ પામનાર દાન્તેને કવિએ સવિવેક વંદના કરી છે. ‘શેક્સપિયર’૧૦૭ કાવ્યનો કવિએ મનહરછંદમાં ‘નાટ્યકવિ’ શેક્સપિયરનીસુંદર પ્રતિજ્ઞા દ્વારા કાવ્યારંભ કર્યો છે :{{Poem2Close}}
<Poem>
‘પ્રભુ, તારે પૃથ્વી જોઈએ, મારે લઘુ રંગમંચ.’</Poem>
{{Poem2Open}}
એ પછી સૌ મત્ત સંસારરંગ નાડી પર નાણી જોનાર, જાદુગર કવિ – એનામાંનો શૂન્ય-શો મનીષી પ્રાજ્ઞ આંતરપુરુષ કયા કેન્દ્રમાં નિવસી સમાધિસ્થ બની સમગ્ર વિશ્વચરખો જોતો હશે એ અંગે આ કવિએ કૌતુકપ્રશ્ન ઉઠાવ્યો છે. કવિ અંતે શેક્સપિયરના કવિકર્મને બિરદાવતાં સુંદર શબ્દોમાં કહે છે :{{Poem2Close}}
<Poem>
'''“નાટ્ય તારાં માનવની આત્મકથા, કવિ !'''
'''મૃત્યુશીલ સંસારની અમૃતાભિષિક્ત છવિ.”'''</Poem>
{{Right|(અભિજ્ઞા, પૃ.૪૪)}}
{{Poem2Open}}
કવિએ લિંકનની મૃત્યુશતાબ્દી નિમિત્તે લખેલ ‘મહામના – લિંકન’ સૉનેટ એમની માનવ્યલક્ષિતાનું નિર્દેશક છે. રવીન્દ્રનાથ પ્રત્યે કવિનો સદ્ભાવ અવારનવાર સુંદર કવિતા રૂપે પણ મુખર થતો રહ્યો છે. ‘કવીન્દ્ર હે !’(વસંતવર્ષા, પૃ. ૧૩૭)માં ઉમાશંકર રવીન્દ્રનાથને માર્મિક પ્રશ્ન કરી સૉનેટનો સમારંભ કરે છે :{{Poem2Close}}
<Poem>
“મનુષ્યને ઓળખતા છતાંય તે
ચાહી શક્યા કેમ કરી કવીન્દ્ર ?” </Poem>
{{Right|(‘કવીન્દ્ર હે !’, વસંતવર્ષા, પૃ.૧૩૭)}}
{{Poem2Open}}અને એનો ઉત્તર સૉનેટના ષટ્કમાં મળે છે. છેલ્લે તેઓ કહે છે :{{Poem2Close}}
<Poem>
'''“સમાષ્ટિસંવાદથી સ્પન્દતા સદા'''
'''કવીન્દ્ર હે પૃથ્વીની મૃતિકાના !”'''
{{Right|(વસંતવર્ષા, પૃ.૧૩૭){{Poem2Close}}
{{Poem2Open}}
કવિજન્મશતવાર્ષિકીઉત્સવ નિમિત્તે કરેલ સૉનેટયુગ્મમાં પણ કવિએ રવીન્દ્રનાથના શ્રેષ્ઠ કાવ્યકૃતિ સમા ‘ઉત્-જીવન’ની પ્રશંસા કરતાં વિશ્વમાનવના નવીન યુગના નાન્દીરૂપે એમનું ગૌરવ કર્યું છે. “સત્ય સૌંદર્ય ને પ્રેમથી અવર શિવનો જગે ન માર્ગ ઢૂકડો” – આ પ્રતીતિની એમની કવિતા છે; આ પ્રતીતિના એ ઉદ્ગાતા છે. ઉમાશંકરે એમનો પરિમાર્જિત શબ્દોમાં સમાદર કર્યો છે. ‘સપનાં લો કોઈ સપનાં’ વૉલ્તર દલા મેરની સ્મૃતિમાં લખાયેલું નાજુક ગીત છે. ઉમાશંકરે આઇન્સ્ટાઇન અને બુદ્ધને એક જ કાવ્યમાં ‘નિર્વાણ’ના પદથી બાંધવાનો વિલક્ષણ અને તેથી આકર્ષક પ્રયોગ કર્યો છે. ઉમાશંકરનું કવિચિત્ત માનવ્યલક્ષી પ્રવૃત્તિઓ-પ્રસંગોથી માનવ્યના ઉપાસક વિભૂતિઓનાં વિચાર-વર્તન-વાણીએ મુખર થઈ જતું અવારનવાર જોવા મળે છે. ગાંધીજીના માટેનો એમનો પક્ષપાત જાણીતો છે અને ગુજરાતી ભાષાને ‘ગાંધીગિરા’ કહેવા સુધી તેઓ જાય છે. ‘અભિજ્ઞા’માં આ ગાંધીપ્રીતિ વધતા જતા અનુભવ સંદર્ભે વધુ ઊંડી – વ્યાપક ને કદાચ વધુ જ્ઞાનપૂર્વકની પ્રતીત થાય છે. સ્વતંત્રતા પછી ગાંધીમૂલ્ય માટેની એમની અભીપ્સા વધુ તીવ્ર બની જણાય છે; કેમ કે, ગાંધીજી વધુ સારા જગત માટે વધુ સુખી મનુષ્ય માટે અત્યંત ‘પ્રસ્તુત’ એમને લાગ્યા છે. લાઠી સ્ટેશનના દર્શને દ્વય હૃદયની – અલબત્ત, દૈવે શાપેલી ! – સ્નેહગીતા આલાપનાર કલાપી સાંભરે છે. ગોવર્ધન સ્મૃતિમંદિરમાં પ્રવેશતાં ગોવર્ધનરામના મનોરાજ્યમાં – આત્મસામ્રાજ્યમાં પ્રવેશ કરતા હોય એવો ઉન્નત ભાવ તેઓ અનુભવે છે. તૉલ્સ્તૉયની સમાધિ, શૅલીના ઘડિયાળમાં ૫–૧૬નો સમય, ચાર્લી ચૅપ્લિનનું ‘સિટી લાઇટ્સ’ (‘શહેરના દીવા’) વગેરે પણ કવિના સંવેદનશીલ ચિત્તને રણઝણાવે છે. “ઑક્સફર્ડ” જેવા વિદ્યાધામમાં પ્રવેશતાં એમના હૃદયમાં ઝંકૃતિ થઈ ઊઠે છે અને અહીંથી નીકળેલ વિદ્યાનું તેજ-વ્હેળિયું જગ-જીવનમાં જઈને ભલે છે તે યાદ આવે છે. કવિનું સ્મૃતિબળ આ પ્રકારની રચનાઓમાં ખૂબ કામ આવ્યું છે. તૉલ્સ્તૉયના બાલ્યકાળનો પ્રસંગ ‘તૉલ્સ્તૉયની સમાધિએ’માં જાદુઈ જ્યેષ્ઠિકાના કાવ્યોચિત વિનિયોગમાં ખપ લાગે છે. વળી કવિની જીવનમૂલ્યો વિશેની સજાગતા, એમનો જીવનવિવેક તેમ જ કલાવિવેક આ પ્રકારની રચનાઓમાં સત્ત્વ અને સૌંદર્યની ઉન્નત કક્ષા જાળવી રાખવામાં સારો એવો સહાયક થયો છે.
ઉમાશંકરનું ‘તમિસ્રગાથા’ તો છે હેલન કેલરની આત્મકથાના છેડે પોતાની અંધ અવસ્થા માટે એમણે લખેલા એક કાવ્યના અગત્યના ખંડોના અનુવાદરૂપ કૃતિ. આ કાવ્યમાં અંધજનના અનુભવની કેટલીક સુંદર પંક્તિઓ ઊતરી આવી છે :{{Poem2Close}}
<Poem>
'''“ઝલંકતી હમદર્દી હથેલીએ.” (નિશીથ, પૃ.૧૩૨) “કર તણા સ્પરશે મુજ દૃષ્ટિ છે.'''
'''કર તણા સ્પરશે મુજ શબ્દ છે.'''
'''ગહન વાયુરવિપૃથિવી તણાં'''
'''મુજ કરાંગુલિને સહુ જાણમાં. મુજ કરાંગુલિઓ સહુ દક્ષ તે'''
'''તિમિરમાંથી નિચોવતી તેજને.'''
'''અતલ મૌન મહીં વિલસંત કો'''
'''અનુપ સંગીતથી ઝઝણી ઊઠે.”'''</Poem>
{{Right|(નિશીથ, પૃ.૧૩૨)}}
{{Poem2Open}}
‘ગહન’નો લાક્ષણિક પ્રયોગ, તેમ જ અંધ જનની અનુભૂતિની લાક્ષણિક પૃથક્તા અહીં રસિકજનો નોંધી શકશે, ‘તમિસ્ર’ આ કાવ્યમાં એક ભવ્ય તેજસ્વી અર્થ લઈને પ્રગટ થાય છે !
‘કવિનું મૃત્યુ’ ઉમાશંકરની રમણીય કલ્પનાશક્તિના તેજસ્વી આવિષ્કારરૂપ એક સુંદર કાવ્ય છે. ઉમાશંકરના કેટલાંક મહત્ત્વનાં કાવ્યોમાં એને ખુશીથી સામેલ કરી શકાય. આ કાવ્યમાં કવિના મૃત્યુથી થતી લાગણી કેવી સબળ ભાષા પામી છે ! —{{Poem2Close}}
<Poem>
'''“પૃથ્વી તણી માટી ઘડી ધબકી ગઈ !'''
'''તારલાની તેજલૂમોને નિચોવી તેજ પી ઝબકી ગઈ.”'''</Poem>
{{Poem2Open}}આ કવિ હૃદય ચિરમૌન પામ્યું છે, વિલોપ પામ્યું નથી !{{Poem2Close}}
26,604

edits

Navigation menu