ગુજરાતી નિબંધ-સંપદા/અનિલ જોશી/સ્ટૅચ્યૂ રમવાની મઝા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટૅચ્યૂ કહેવામાં ઉસ્તાદ છે. ઊડતા પંખીને સ્ટૅચ્યૂ કહે છે ત્યારે ક્રૌંચવધ થાય છે. એ વહેતા પવનને સ્ટૅચ્યૂ કહે છે ત્યારે પવન પડી જાય છે. એ ખળખળ વહેતાં પાણીને સ્ટૅચ્યૂ કહે છે ત્યારે બરફ થઈ જાય છે. એ ઘટાદાર વૃક્ષને સ્ટૅચ્યૂ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે. (લાકડાંનું ટેબલ એ વૃક્ષને કહેલું સ્ટૅચ્યૂ છે.) એ ભાષાને સ્ટૅચ્યૂ કહે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. એ સમયને સ્ટૅચ્યૂ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે. આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટૅચ્યૂ થઈ ગયેલા સમયની વાત છે. કાંડાઘડિયાળ સતત ચાલ્યા કરે છે. એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટૅચ્યૂ થતી જાય છે. સૂર્યનો ગોળો પૂર્વથી ઊંચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે. ગુલમહોરના થડ ઉપર કાન માંડતાં ઉનાળો સંભળાય છે. ગુલમહોરને ફરી લાલચટાક ફૂલો આવશે. સ્ટૅચ્યૂ થયેલા આંબાને ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટૅચ્યૂ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયાં ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટૅચ્યૂની રમતથી ગજાવી મૂકશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/અનિલ જોશી/કાબરી|કાબરી]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/પાલ્લીનો પીપળો|પાલ્લીનો પીપળો]]
}}
18,450

edits

Navigation menu