18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 55: | Line 55: | ||
એ સ્મારકની નજીકમાં જ દરિયાનાં પાણી વચ્ચે ઊભેલું એક હૃદયને સ્પર્શી જાય તેવું સ્થાપત્ય જોયુંઃ ‘તૂર દે બેલેમ’ – અર્થાત્ બેલેમનો ટાવર. આજે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. સાગરખેડુઓ જ્યાંથી વણદીઠી દુનિયા તરફની એતિહાસિક સફર પર નીકળી પડતા તે જગ્યા. વાસ્કો ડિ ગામા ઈ. સ. ૧૪૯૭માં ભારતની મુસાફરી માટે જ્યાંથી વિદાય થયેલો તે સ્થાન. આ એ જ જગ્યા છે, જ્યાં દરિયો ખેડવા ગયેલા પ્રિયજનની પ્રતીક્ષામાં સ્ત્રીઓ આંસુ સારતી. એ જ જગ્યા જ્યાં પાછાં ફરેલાં સ્વજનોને ભેટતાં સૌની આંખો ભીની થતી. જરાક જ ઊંચો આ ટાવર આજે પણ વિદાયના ને વિયોગના દર્દમાં ઝબકોળાયેલો લાગે. હજીય એના મિનારા પરની અગાશી કોઈની રાહ જોતી હોય તેવું લાગે. એની સામે ઊભી રહીને હું તેજો નદીનાં પાણીને દરિયામાં વિલીન થતાં જોતી રહી. અતીતને પાર સર્જાયેલાં દૃશ્યો સજીવ થવા લાગ્યાં. પંદરમી સદીની એ સાંજો અને સફરની પૂર્વસંધ્યાએ પ્રાર્થના કરતા નાવિકો મન:ચક્ષુ સામે પ્રગટ થઈ ગયા. હજારો નાવિકો પોતાના સાહસની દિલધડક દાસ્તાન તારસપ્તકમાં કહેવા લાગ્યા. સફર માટે સુસજ્જ વહાણોના ફરફરતા સઢને પવનના હાથથી થપથપાવતો દરિયો જાણે કહી રહ્યો હતો કે, હા, અહીં જ યોજાયા હતા દબદબાભર્યા વિદાય-સમારંભો અને અહીં જ થયાં હતાં પ્રિયજનોનાં પુનર્મિલન! હું સાંજમાં ડૂબતી ક્ષિતિજરેખા તરફ જોતી વિચારતી રહી : કેવી હશે અજાણ્યા પ્રદેશ તરફ અજાણ્યા મહાસાગરને ખેડવા નીકળેલા સ્વજનની એ પ્રતીક્ષા? અજાણ્યા ભયનો ઓથાર લઈને ઊગતો દિવસ અને અજાણી આશંકાઓમાં આથમતો સૂરજ, ન તો પાછાં ફરવાનો કોઈ નિશ્ચિત સમય, ન તો ખબર કે સંદેશ મળવાનો કોઈ ઉપાય. બસ, ક્ષિતિજરેખા પર અખૂટ આશાભરી મીટ માંડીને બેઠેલી આંખો.. સાંજ ઢળી ચૂકી હતી, અંધકાર ફેલાવા લાગ્યો હતો. ‘હવે આપણે જવું જોઈએ’ રાજીવે મૃદુતાથી કહ્યું. આંખોમાં ઊભરાતા ઝંખવાયેલા ચહેરાઓને હળવેથી લૂછીને હું ઊભી થઈ ને અમે રેલવેસ્ટેશન તરફ ડગલાં માંડ્યાં. | એ સ્મારકની નજીકમાં જ દરિયાનાં પાણી વચ્ચે ઊભેલું એક હૃદયને સ્પર્શી જાય તેવું સ્થાપત્ય જોયુંઃ ‘તૂર દે બેલેમ’ – અર્થાત્ બેલેમનો ટાવર. આજે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. સાગરખેડુઓ જ્યાંથી વણદીઠી દુનિયા તરફની એતિહાસિક સફર પર નીકળી પડતા તે જગ્યા. વાસ્કો ડિ ગામા ઈ. સ. ૧૪૯૭માં ભારતની મુસાફરી માટે જ્યાંથી વિદાય થયેલો તે સ્થાન. આ એ જ જગ્યા છે, જ્યાં દરિયો ખેડવા ગયેલા પ્રિયજનની પ્રતીક્ષામાં સ્ત્રીઓ આંસુ સારતી. એ જ જગ્યા જ્યાં પાછાં ફરેલાં સ્વજનોને ભેટતાં સૌની આંખો ભીની થતી. જરાક જ ઊંચો આ ટાવર આજે પણ વિદાયના ને વિયોગના દર્દમાં ઝબકોળાયેલો લાગે. હજીય એના મિનારા પરની અગાશી કોઈની રાહ જોતી હોય તેવું લાગે. એની સામે ઊભી રહીને હું તેજો નદીનાં પાણીને દરિયામાં વિલીન થતાં જોતી રહી. અતીતને પાર સર્જાયેલાં દૃશ્યો સજીવ થવા લાગ્યાં. પંદરમી સદીની એ સાંજો અને સફરની પૂર્વસંધ્યાએ પ્રાર્થના કરતા નાવિકો મન:ચક્ષુ સામે પ્રગટ થઈ ગયા. હજારો નાવિકો પોતાના સાહસની દિલધડક દાસ્તાન તારસપ્તકમાં કહેવા લાગ્યા. સફર માટે સુસજ્જ વહાણોના ફરફરતા સઢને પવનના હાથથી થપથપાવતો દરિયો જાણે કહી રહ્યો હતો કે, હા, અહીં જ યોજાયા હતા દબદબાભર્યા વિદાય-સમારંભો અને અહીં જ થયાં હતાં પ્રિયજનોનાં પુનર્મિલન! હું સાંજમાં ડૂબતી ક્ષિતિજરેખા તરફ જોતી વિચારતી રહી : કેવી હશે અજાણ્યા પ્રદેશ તરફ અજાણ્યા મહાસાગરને ખેડવા નીકળેલા સ્વજનની એ પ્રતીક્ષા? અજાણ્યા ભયનો ઓથાર લઈને ઊગતો દિવસ અને અજાણી આશંકાઓમાં આથમતો સૂરજ, ન તો પાછાં ફરવાનો કોઈ નિશ્ચિત સમય, ન તો ખબર કે સંદેશ મળવાનો કોઈ ઉપાય. બસ, ક્ષિતિજરેખા પર અખૂટ આશાભરી મીટ માંડીને બેઠેલી આંખો.. સાંજ ઢળી ચૂકી હતી, અંધકાર ફેલાવા લાગ્યો હતો. ‘હવે આપણે જવું જોઈએ’ રાજીવે મૃદુતાથી કહ્યું. આંખોમાં ઊભરાતા ઝંખવાયેલા ચહેરાઓને હળવેથી લૂછીને હું ઊભી થઈ ને અમે રેલવેસ્ટેશન તરફ ડગલાં માંડ્યાં. | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/તૂટતા ઋણાનુબંધની તિરાડ: થિંગવેલિર નૅશનલ પાર્ક|તૂટતા ઋણાનુબંધની તિરાડ: થિંગવેલિર નૅશનલ પાર્ક]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/ઍથેન્સ નગરી પર અસ્ત થતો સૂર્ય|ઍથેન્સ નગરી પર અસ્ત થતો સૂર્ય]] | |||
}} |
edits