ઉમાશંકરનો વાગ્વૈભવ-૨/૧.અનાથ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧.અનાથ| ઉમાશંકરનો વાગ્વૈભવ-૨}} {{Poem2Open}} ‘અનાથ’ ઉમાશંકરનું એકન...")
 
No edit summary
Line 38: Line 38:
મુદ્રિત નાટક શેખરની આ ઉક્તિએ પૂરું થાય છે,  
મુદ્રિત નાટક શેખરની આ ઉક્તિએ પૂરું થાય છે,  
</poem>
</poem>
{{Poem2Open}}
પરંતુ લેખકે સુધારેલી પ્રતમાં છેલ્લે હસમુખરાયને “હજી તું બાળક છે.” એમ કહેતા બતાવ્યા છે ને એ રીતે નાટકને હસમુખરાયની ઉક્તિ આગળ પૂરું થતું ઉમાશંકરે બતાવ્યું છે તે વધુ યોગ્ય જણાય છે.
જે રીતે શેખર પિતાની જોહુકમીભરી વર્તણૂકથી તંગ થઈ વર્તે – બોલે છે એમાં બે પેઢી વચ્ચે ચાલતી બ.ક. ઠાકોર-નિર્દિષ્ટ સોરાબરુસ્તમી જ ખાસ તો કારણભૂત લાગે છે. શેખરની કચાશ, એની મર્યાદા તો જે રીતે નીચી મૂંડીએ તે પિતા સાથે ઘેર પાછો ફરે છે એમાં જ પ્રગટ થઈ જાય છે. આ શેખર જેટલું બોલે છે એટલું કરી શકશે કે કેમ એની આપણને શંકા રહે છે. તે વિશ્વામિત્રીનેય પરણ્યા વિના રહે અથવા વિશ્વામિત્રી સાથે એને પરણાવી દીધા વિના હસમુખરાય રહે એમ જલદી માની શકાતું નથી. શેખરનું ચિત્ત જે સંઘર્ષ અનુભવે છે તેમાં એક બાજુ એની સ્વત્વની વૃત્તિનો – અસ્મિતાનો – આત્મપ્રતિષ્ઠાનો પ્રશ્ન છે; તો બીજી બાજુ એની પરિવારનિષ્ઠાનોય પ્રશ્ન છે. પિતા કોઈ ખલનાયક નથી, પિતા એના હિતનુંય વિચારે છે ને એ પિતાને શેખર બરદાસ્ત કરી શકતો નથી; કેમ કે, પિતા શેખરના સુખ અને પ્રગતિનો ખ્યાલ પોતાની દૃષ્ટિએ – પોતાની રુચિ, પોતાનાં ધોરણ અનુસાર કરે છે. એમાં શેખરની રાજીખુશી, રુચિ-પસંદગી જાણવાની ન તો એ કાળજી લે છે, ન એ જરૂરનુંયે ગણે છે ! સંઘર્ષનું મૂળ પિતાના આ અભિગમમાં રહેલું છે. આખું નાટક એ રીતે સોરાબરુસ્તમીનું નાટક છે.
લેખકની પાસે નાટ્યક્ષમ વસ્તુ છે, તીક્ષ્ણ બુદ્ધિમત્તા ને જરૂરી નાટ્યસૂઝ પણ છે; છતાં નાટક સાંગોપાંગ સંતોષપ્રદ બની શક્યું નથી. લેખકે નાટકને ચિત્તમાં જે રીતે ધારણ કરવું જોઈએ – ‘કન્સિવ’ કરવું જોઈએ એ રીતે કર્યું નહિ હોવાની પ્રબળ છાપ પડે છે. શરૂઆતનો અંક વધુ આકર્ષક થયો છે. પછીના અંકો તો વધુ માવજત માગે છે. વળી વિશ્વામિત્રી જેવાં કેટલાંક પાત્રોને છે તેથી વધુ અવકાશ પણ અહીં આપી શકાય. લેખકની તીક્ષ્ણ બુદ્ધિના ચમકારા ને પ્રતિભાના ઉન્મેષ અત્રતત્ર –સંવાદમાંય ઠીક ઠીક જોવા મળે છે. નાટકને માટેનો અંત પણ લેખકને આમ તો યોગ્ય જ સાંપડેલો છે ને છતાં ત્રિઅંકી તરીકે નાટક સંકુલ પરિસ્થિતિઓના દર્શને જેટલું મનભર થવું જોઈએ તેટલું થયું નહિ હોવાની લાગણી બળવાન રહે છે. કવિએ ‘અનાથ’નો અહીં વિશિષ્ટ અર્થ આપ્યો છે તે સહેજેય આકર્ષક છે જ છે.૮૬ લેખકનું દૃષ્ટિબિંદુ – ‘પૉઇન્ટ ઑફ વ્યૂ’ અહીં ખરેખર ધ્યાનપાત્ર છે એમ કહેવું જ રહ્યું.
ઉમાશંકરની નાટ્યશક્તિ એક જ ‘અનાથ’ – ત્રિઅંકી નાટક આપીને કેમ વિરમી ગઈ એ પ્રશ્ન થાય. એમની નાટ્યકલાની સૂક્ષ્મ સૂઝ, સંવાદ-સંવિધાન આદિનું કૌશલ આ બધું જો એકાગ્રપણે અને વધુ ઉત્કટતાએ રંગભૂમિના પ્રયોગોમાં સતત કામ આવ્યું હોત તો તેમની પાસેથી સારાં લાંબાં નાટક પણ મેળવવાની આશા જરૂર સંતોષાત. સંભવ છે એમની નાટ્યકળાને ઇબ્સન કે બર્નાર્ડ શૉની રીતનાં નાટકો ફાવ્યાં હોત. અલબત્ત, આ અનુમાનનો સવાલ છે, ‘હોત’નો સવાલ છે. વસ્તુત: ઉમાશંકરની કીર્તિ નાટ્યક્ષેત્રે તો એકાંકી-પ્રયોગોની બાબતમાં સ્થિરોજ્જ્વલ જણાય છે. જેમ ગુજરાતી કવિતા તેમ નાટ્યક્ષેત્રે પણ ઉમાશંકરની શબ્દસાધના સારી પેઠે ધ્યાનાકર્ષક બની છે. નાટકના શબ્દને એમના જેટલી એકાગ્રતાથી ઉપાસનારા આપણે ત્યાં કેટલા ? માનવજીવનમાં રહેલી વિધિવક્રતાનાં બિંદુઓને પારખી-પકડી લઈ તેને સુરેખ-સચોટ રીતે, કાવ્યાત્મક રીતે નાટ્યદૃશ્યમાં રૂપાંતરિત કરવાની ઉમાશંકરની ફાવટ અને સફળતા ધ્યાનાર્હ છે. ગુજરાતી નાટ્યવિકાસમાં તેઓ એક ‘મજલથંભ’ (‘માઈલસ્ટોન’) જ છે. તેમણે પોતાના નાટ્યપ્રયોગો દ્વારા રંગભૂમિને કાવ્યના સીમાડા સાથે જોડવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. નાટક જોવાય – સંભળાય તે સાથે ચિત્તમાં અનુરણિત પણ થયાં કરે એવી શક્તિ-સિદ્ધિ એમણે એમના નાટ્યપ્રયોગોમાં દાખવી જ છે.
{{Poem2Close}}
26,604

edits