18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭૭. જન્મદિન| }} {{Poem2Open}} આજે મારો જન્મદિન. એ હમણાં જ પ્રાણની સી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
તારું નિમન્ત્રણ પામીને જ્યારે શાન્ત અને નિરાસક્ત બનીને ગયો છું ત્યારે એ શુભ ઘડીએ અમરાવતીએ પણ પ્રસન્ન બનીને દ્વાર ખોલી દીધાં છે; ભૂખાળવાની લાલસાને એ વંચિત રાખે છે; એની માટીના પાત્રમાં જે અમૃત એકઠું રહે છે તે દીન ભિખારી લાલાયિત લોલુપને માટે નથી. હે ધરિત્રી, તું ઇન્દ્રનું ઐશ્વર્ય લઈને ત્યાગીની રાહ જોતી જાગી રહી છે. જેઓ ક્ષુબ્ધ છે, જેઓ લોભી છે, જેઓ માંસની ગન્ધથી મુગ્ધ છે, જેઓ આત્માની દૃષ્ટિ બિલકુલ ખોઈ બેઠેલા અને સ્મશાનમાં ભટકનારા છે, તારા એંઠાજૂઠાના કુણ્ડને ઘેરીને તેઓ બીભત્સ ચિત્કાર કરતા રાતદિવસ ભમ્યા કરે છે, નિર્લજ્જ ને હંસાિપૂર્ણ મારફાડ કર્યા કરે છે. | તારું નિમન્ત્રણ પામીને જ્યારે શાન્ત અને નિરાસક્ત બનીને ગયો છું ત્યારે એ શુભ ઘડીએ અમરાવતીએ પણ પ્રસન્ન બનીને દ્વાર ખોલી દીધાં છે; ભૂખાળવાની લાલસાને એ વંચિત રાખે છે; એની માટીના પાત્રમાં જે અમૃત એકઠું રહે છે તે દીન ભિખારી લાલાયિત લોલુપને માટે નથી. હે ધરિત્રી, તું ઇન્દ્રનું ઐશ્વર્ય લઈને ત્યાગીની રાહ જોતી જાગી રહી છે. જેઓ ક્ષુબ્ધ છે, જેઓ લોભી છે, જેઓ માંસની ગન્ધથી મુગ્ધ છે, જેઓ આત્માની દૃષ્ટિ બિલકુલ ખોઈ બેઠેલા અને સ્મશાનમાં ભટકનારા છે, તારા એંઠાજૂઠાના કુણ્ડને ઘેરીને તેઓ બીભત્સ ચિત્કાર કરતા રાતદિવસ ભમ્યા કરે છે, નિર્લજ્જ ને હંસાિપૂર્ણ મારફાડ કર્યા કરે છે. | ||
એથી આજે દિશાએ દિશાએ માનવપ્રાણીનો હુંકાર ગરજી ઊઠતો સાંભળું છું તોય મને છે કે એક વાર જેમ પણ્ડિતની મૂઢતાને, ધનિકની દીનતાના અત્યાચારને, શણગારાયેલાના રૂપની મશ્કરીને મેં ફરી ફરી હસી કાઢ્યાં છે તેમ એનેય હસી નાખીને ચાલ્યો જઈશ. જે અપદેવતા જંગલી મુખવિકારથી મનુષ્યના દેવતાનો ઉપહાસ કરે છે તેને હાસ્યનો આઘાત કરીને કહેતો જઈશ: ‘આ પ્રહસનના મધ્ય અંકમાં દુષ્ટ સ્વપ્નનો એકાએક લોપ થશે; નાટકની કબરરૂપે માત્ર બળી ચૂકેલી મશાલનો ભસ્મરાશિ રહેશે, અને રહેશે અદૃષ્ટનું અટ્ટહાસ્ય.’ હું કહેતો જઈશ, ‘દ્યૂતના છળે દાનવનો મૂરખાઈભર્યો અપવ્યય ઇતિહાસમાં કદીય શાશ્વત અધ્યાય ગૂંથી જઈ શકશે નહીં.’ | એથી આજે દિશાએ દિશાએ માનવપ્રાણીનો હુંકાર ગરજી ઊઠતો સાંભળું છું તોય મને છે કે એક વાર જેમ પણ્ડિતની મૂઢતાને, ધનિકની દીનતાના અત્યાચારને, શણગારાયેલાના રૂપની મશ્કરીને મેં ફરી ફરી હસી કાઢ્યાં છે તેમ એનેય હસી નાખીને ચાલ્યો જઈશ. જે અપદેવતા જંગલી મુખવિકારથી મનુષ્યના દેવતાનો ઉપહાસ કરે છે તેને હાસ્યનો આઘાત કરીને કહેતો જઈશ: ‘આ પ્રહસનના મધ્ય અંકમાં દુષ્ટ સ્વપ્નનો એકાએક લોપ થશે; નાટકની કબરરૂપે માત્ર બળી ચૂકેલી મશાલનો ભસ્મરાશિ રહેશે, અને રહેશે અદૃષ્ટનું અટ્ટહાસ્ય.’ હું કહેતો જઈશ, ‘દ્યૂતના છળે દાનવનો મૂરખાઈભર્યો અપવ્યય ઇતિહાસમાં કદીય શાશ્વત અધ્યાય ગૂંથી જઈ શકશે નહીં.’ | ||
રહેવા દો વૃથા વાત. તારા ઉંબર પર ઘણ્ટ વાગતો સાંભળું છું — અન્તિમ પ્રહરનો ઘણ્ટ. એની સાથે થાકેલી છાતીમાં વિદાયનાં દ્વાર ખૂલી જવાનો અવાજ સાંભળું છું. એ નજીકમાં જ સૂર્યાસ્તના રંગે રંગ્યા પૂરવીના સૂરે ધ્વનિત થઈ રહ્યો છે. જીવનના સ્મૃતિદીપમાં આજેય જે જ્યોત પૂરી રહી છે તે થોડીક વાટ વડે સપ્તષિર્ની દૃષ્ટિ સામે તારી સન્ધ્યાની આરતી રચીશ; દિવસના અન્તની છેલ્લી પળે મારી મૌનવીણા મૂછિર્ત થઈને તારા ચરણતળમાં રહેશે ને મારી પાછળ રહેશે નાગકેસરનો છોડ જેના પર હજુ ફૂલ બેઠાં નથી, ને રહેશે પાર કરાવનારી નાવને નહીં પામનારો આ પારનો પ્રેમ — વિરહસ્મૃતિના રોષથી થાકીને આખરે એ રાતને અન્તે પાછું વાળીને જોશે. | |||
{{Right|(મહુયા) }} | {{Right|(મહુયા) }} | ||
{{Right|(એકોત્તરશતી)}} | {{Right|(એકોત્તરશતી)}} |
edits