અભિમન્યુ આખ્યાન/આખ્યાનકાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:

(૧)
<Center>'''(૧)'''</Center>

{{Poem2Open}}
મહાભારતમાં અભિમન્યુની વાર્તા આદિપર્વ, વિરાટપર્વ, ભીષ્મપર્વ ને દ્રોણપર્વમાં વિસ્તરેલી છે.
મહાભારતમાં અભિમન્યુની વાર્તા આદિપર્વ, વિરાટપર્વ, ભીષ્મપર્વ ને દ્રોણપર્વમાં વિસ્તરેલી છે.
પૃથ્વી પરના પાપનાશન માટે બ્રહ્માએ દેવોને અવતાર સેવા આજ્ઞા કરી. તે આજ્ઞા અનુસાર સોમનો પુત્ર વર્ચસ્-વર્ચા–અભિમન્યુ રૂપે અવતર્યો. સોમે ત્યારે જ શરત કરી હતી કે સોળ વર્ષની ઉંમરે તે નરનારાયણ(કૃષ્ણ) વિનાના યુદ્ધમાં ચક્રવ્યુહમાં અનેક મહારથીઓનો સંહાર કરીને પાછો આવશે.

Line 23: Line 25:
લોકપ્રસિદ્ધ અભિમન્યુકથામાંની દાનવઅંશની વાત કે કૃષ્ણ સાથેનું તેનું વેર, તેમ જ રણક્ષેત્ર પર તેનું ઉત્તરા સાથેનું એકમાત્ર મિલન— આમાંની કોઈ કથા મૂળ મહાભારતમાં નથી.
લોકપ્રસિદ્ધ અભિમન્યુકથામાંની દાનવઅંશની વાત કે કૃષ્ણ સાથેનું તેનું વેર, તેમ જ રણક્ષેત્ર પર તેનું ઉત્તરા સાથેનું એકમાત્ર મિલન— આમાંની કોઈ કથા મૂળ મહાભારતમાં નથી.

(૨)

‘પ્રેમાનંદકૃત અભિમન્યુ-આખ્યાન’ની કથા લોકપ્રસિદ્ધ વાર્તા પર આધારિત છે. પ્રેમાનંદ આખ્યાનનો પ્રારંભ દ્રોણપર્વમાંના પ્રસંગથી કરે છે અને ધૃતરાષ્ટ્રના ‘ગોવિંદને શું વેર?’ એવા પ્રશ્નના ઉત્તરમાં સંજયમુખે અભિમન્યુના દાનવરૂપની પૂર્વકથા કહેવરાવી છે.
<Center>'''(૨)'''</Center>
 
'''‘પ્રેમાનંદકૃત અભિમન્યુ-આખ્યાન’ની કથા''' લોકપ્રસિદ્ધ વાર્તા પર આધારિત છે. પ્રેમાનંદ આખ્યાનનો પ્રારંભ દ્રોણપર્વમાંના પ્રસંગથી કરે છે અને ધૃતરાષ્ટ્રના ‘ગોવિંદને શું વેર?’ એવા પ્રશ્નના ઉત્તરમાં સંજયમુખે અભિમન્યુના દાનવરૂપની પૂર્વકથા કહેવરાવી છે.
સમગ્ર કથા કેવી રીતે આ આખ્યાનનાં કડવાંમાં વિસ્તરી છે એ જોઈએ. પ્રેમાનંદે, ૫૧ કડવાંના આ આખ્યાનમાં ૨૦ કડવાં અભિમન્યુના જન્મ સુધીની કથા કહેવામાં લીધાં છે, અને એ કથા કહેતાંકહેતાં કવિ કૃષ્ણની કપટલીલા, સ્ત્રીસ્વભાવની લાક્ષણિકતાઓ અને મધ્યકાલીન સમાજજીવનના અંશો વગેરે વિગતે વર્ણવી લે છે. અહિલોચનકથા અને અભિમન્યુ-જન્મ એમ દ્વિદલ પ્રસંગને આ પ્રથમ ખંડમાં મામા ભાણેજના પરસ્પરના પરિચય દ્વારા ૨૧મા કડવામાં કવિ પૂરો કરે છે, પછીનાં બે કડવાં અભિમન્યુના લગ્નપ્રસંગને કવિ આપે છે અને આ રીતે ૫૧ પૈકી ૨૩મા કડવા પછી આ આખ્યાન મહાભારતપ્રસિદ્ધ યુદ્ધકથા તરફ આપણને દોરે છે. યુદ્ધકથા તરફ પ્રયાણ કરતાં પ્રેમાનંદ ૨૪માં કડવામાં મહાભારતના કથાતંતુને નિર્દેશી, ઉત્તરાના આણાવાળી કથા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે, કડવા ૨૫ થી ૩૭ એમ ૧૩ કડવાનો આ બીજો ખંડ વિવિધ ભાતવાળી કથાનો પરિચય કરાવે છે. ૩૮માં કડવાથી આરંભાતા કાવ્યના ત્રીજા ખંડમાં અભિમન્યુનો કૌરવસેના પર પડતો પ્રભાવ કવિ વર્ણવે છે અને પછી આપણને યુદ્ધ કથાનો પ્રત્યક્ષ પરિચય મળે છે. કડવા ૩૯ થી ૪૯ એમ ૧૧ કડવામાં વીરને કેન્દ્રમાં રાખી વાતાવરણમાં કરુણ અને અન્ય રસોની છાયા પ્રસારતી આ કોઠાયુદ્ધની કથા વિગતે વર્ણવાઈ છે અને અભિમન્યુના મૃત્યુ સાથે એનો અંત આવે છે. ૫૦માં કડવાની વલણ પૂર્વેની પંક્તિ ‘સૌભદ્ર રૂપી હો સૂરજ આથમ્યો જી’ એમ છે. એ સૂરજ/અભિમન્યુ આથમવાનાં સમાચાર સાંભળીને અર્જુન અને કૃષ્ણને મૂર્છા વળે છે- એકને સાચી, બીજાને કદાચ ખોટી, પુત્ર- સૂર્યનો અસ્ત પિતાને બીજા દિવસના સૂર્યાસ્ત પહેલાં અરિસૂર્ય/જયદ્રથનો અસ્ત કરવાની પ્રતિજ્ઞા કરવા પ્રેરે છે. એ પ્રતિજ્ઞા, કૃષ્ણની કુશળતાથી, અર્જુન પૂરી કરે છે, અને જયદ્રથનું મસ્તક છેદન કરતાં પણ કૃષ્ણની જ સલાહ એને મરતો બચાવે છે. પ્રેમાનંદે આ સમગ્ર પ્રસંગને અત્યંત સંક્ષેપમાં વર્ણવ્યો છે. પ્રેમાનંદનું લક્ષ્ય અભિમન્યુ-વધ થતાંની સાથે જ આખ્યાનની પૂર્ણાહુતિ તરફનું લાગે છે, અને એટલે જ જયદ્રથવધના પ્રસંગને નાનકડા પરિશિષ્ટરૂપે આપી, અર્જુનની પ્રતિજ્ઞા અને એના પાલનનું ઝડપી નિરૂપણ છે. લોકની જિજ્ઞાસાવૃત્તિને સહજ સંતોષી, એ આખ્યાન પૂરું કરે છે.

(૩)
 
<Center>'''(૩)'''</Center>
 
અભિમન્યુકથા વાર્તા તરીકે અ-સંકુલ સળંગસૂત્ર ઘટના છે. છતાં પ્રેમાનંદે આ આખ્યાનની રજૂઆતમાં વાર્તા-કુતૂહલને પ્રેરે અને પોષે એવી કુશળતા વાપરી છે.
અભિમન્યુકથા વાર્તા તરીકે અ-સંકુલ સળંગસૂત્ર ઘટના છે. છતાં પ્રેમાનંદે આ આખ્યાનની રજૂઆતમાં વાર્તા-કુતૂહલને પ્રેરે અને પોષે એવી કુશળતા વાપરી છે.
Line 34: Line 40:
આ પૂર્વકથાને અજદાનવ અને અહિદાનવની કથામાંથી વિસ્તારી અભિમન્યુના જન્મ, લગ્ન અને છેક મહાભારત યુદ્ધના પ્રસંગ સુધી લંબાવી, કવિ ફરીથી તેને મૂળ દ્રોણપર્વની કડી સાથે જોડી દે છે. અને પછી વાર્તા યુદ્ધપ્રસંગ અને ચક્રવ્યુહયુદ્ધમાં આગળ વધે છે. આ રીતે આ સળંગસૂત્ર વાર્તામાં પણ કવિએ રજૂઆતમાં રચનાનૈપુણ્ય દાખવી વાર્તાને અધિક કુતૂહલ પ્રેરક અને રસમય કરી/બનાવી છે.

અહિલોચન શિવ પાસેથી વજ્રપિંજર મેળવી દ્વારિકા ભણી જાય છે તે સમયનું વર્ણન, વજ્રપેટીમાં પુરાયા બાદના તેના આભધરતી વચ્ચેના ઉછાળા અને ધમપછાડાનું વર્ણન, અભિમન્યુની યુદ્ધ-ઇચ્છાનું નિરૂપણ, રાયકાઓને થતી પૃચ્છાનું વર્ણન કરતુ કડવું તથા તે પછી અપશુકનથી સાશંક મનઃસ્થિતિમાં સાંઢણીએ ચઢીને આવતી ઉતાવળી ઉત્તરાનું ચિત્ર તેમ જ રણક્ષેત્રને માર્ગે ઉત્તરાને જોઈ વિવિધ યોદ્ધાઓ પર થતી તેની અસરનું બયાન, પાછળથી દમયંતીસ્વયંવર અને કુંભકર્ણનિદ્રા જેવા અનેકવિધ પ્રસંગોનું આલેખન કરનાર પ્રેમાનંદના કથાકૌશલનો પ્રથમ  અણસાર આપવા માટે પૂરતું છે. ‘સુદામાચરિત’ કે ‘મામેરુ’માં સુદામા કે નરસૈયાનાં વિડંબનાચિત્ર વર્ણવનાર કવિ પ્રેમાનંદ કૃષ્ણએ લીધેલાં શુક્રાચાર્ય તથા વૃદ્ધ બ્રાહ્મણનાં/રૂપનાં વર્ણનમાં અછતા રહેતા નથી. તો, ‘મામેરુ’નાં માર્મિક સામાજિક ચિત્રો રજૂ કરનાર કવિ અહીં સીમંત, લગ્ન, અપશુકન વગેરેમાં રીતરિવાજોનાં વિગતે વર્ણનો રજૂ કરે છે. અલબત્ત પેલી માર્મિકતા ગેરહાજર હોવા છતાં સ્વાભાવિક લોકવ્યવહારના નિરીક્ષણ અને વર્ણનમાંથી પાત્રોના લાક્ષણિક વ્યવહારને અને તે રીતે વ્યક્તિ સ્વભાવને વાસ્તવ ચિત્રો દ્વારા રજૂ કરવાની નિપુણતાનો અણસાર અહીં દેખાય છે. સુભદ્રાને પેટી ઉઘાડવા લલચાવતી અને પછી અંદરથી કશું લાભદાયક/સંતોષકારક ન નીકળતાં આપેલુંય પાછું તાણી લેતી ભાભીઓ ‘મામેરુ’માંની નાગરી બાઈઓની પૂર્વ આવૃત્તિ જ છે એવું લાગે. તો મોસાળું માગનાર ભીમે કરેલી યાદી પણ ‘મામેરુ’માંની વડસાસુએ લખાવેલી યાદીનો જાણે કાચો મુસદ્દો છે. આમાં તો વિગતો અને ઢાળનું પણ પૂરેપૂરું સામ્ય દેખાય છે. અભિમન્યુના યુદ્ધમાં જવાના સમયે શાસ્રો શોધવાને બહાને સંતાડતાં સુભદ્રામાં પુત્રઘેલી માનું સુંદર રેખાચિત્ર આલેખાયું છે.

રણમેદાન પર આવતી ઉત્તરાનું રૂપવર્ણન કરવાને બદલે કવિએ અન્ય ઉપર તેના પ્રભાવનું વર્ણન કરીને એની અસરકારકતા વધારી છે. યુદ્ધમેદાન પર આવતા અભિમન્યુની કૌરવસૈન્ય પર થતી અસરનું નિરૂપણ પણ જોવા જેવું છે, અભિમન્યુના યુદ્ધભૂમિમાં પ્રવેશ સાથે જ વીરોનો ટકરાવ/ટંકારવ આરંભાય છે. ૪૦માં કડવાની પંક્તિઓને ત્રણ નાનકડા ખંડમાં વહેંચી/ત્રિતાળો છંદમાં, પ્રથમ બે ખંડોમાં આંતરપ્રાસનું મેળવણ કરીને કવિ સરસ યુદ્ધચિત્ર આપણી સામે રજૂ કરે છે. જુઓ –
રણમેદાન પર આવતી ઉત્તરાનું રૂપવર્ણન કરવાને બદલે કવિએ અન્ય ઉપર તેના પ્રભાવનું વર્ણન કરીને એની અસરકારકતા વધારી છે. યુદ્ધમેદાન પર આવતા અભિમન્યુની કૌરવસૈન્ય પર થતી અસરનું નિરૂપણ પણ જોવા જેવું છે, અભિમન્યુના યુદ્ધભૂમિમાં પ્રવેશ સાથે જ વીરોનો ટકરાવ/ટંકારવ આરંભાય છે. ૪૦માં કડવાની પંક્તિઓને ત્રણ નાનકડા ખંડમાં વહેંચી/ત્રિતાળો છંદમાં, પ્રથમ બે ખંડોમાં આંતરપ્રાસનું મેળવણ કરીને કવિ સરસ યુદ્ધચિત્ર આપણી સામે રજૂ કરે છે. જુઓ –{{Poem2Close}}
<Poem>
આચાર્યને અભિમન, આવ્યા વદન, ધન ધન દેવતા બોલે;
આચાર્યને અભિમન, આવ્યા વદન, ધન ધન દેવતા બોલે;
ભીમસેન ને શલ્ય, બેય મલ્લેમલ્લ, અટળ તે ઉછાળે શેષ ડોલે. ૩
ભીમસેન ને શલ્ય, બેય મલ્લેમલ્લ, અટળ તે ઉછાળે શેષ ડોલે. ૩
Line 48: Line 55:

શરના સડસડાટ, રથના ખડખડાટ, ઝળહળાટ તાય તલવારનો ઝાટકા;
શરના સડસડાટ, રથના ખડખડાટ, ઝળહળાટ તાય તલવારનો ઝાટકા;
સાંગ લોહ તણી, ભાલા તણી અણી, ઘણી ભોગળના થાય ભડકા. ૧૧
સાંગ લોહ તણી, ભાલા તણી અણી, ઘણી ભોગળના થાય ભડકા. ૧૧</Poem>
(કડવું ૪૦.)
::::::::::::::: (કડવું ૪૦.)

આ અને આવાં અનેક વર્ણનો દ્વારા યુદ્ધના ભીષણ વાતાવરણને પ્રેમાનંદ ખડું કરે છે, સામસામી અફળાતી સેનાઓના આવાં વર્ણનોમાંથી વર્ણઘોષયુક્ત વીરરસની સાથે રૌદ્ર અને ભયાનક રસ પણ સુગ્રથિત કરી પ્રગટ થાય છે. આવી પંક્તિઓમાં ચારણી છંદના ડિંગળનું સ્મરણ કરાવે એવી પ્રાસરચના યુદ્ધના વાતાવરણને પ્રગટ કરવામાં મદદ કરે છે. એ જ રીતે-
{{Poem2Open}}
આ અને આવાં અનેક વર્ણનો દ્વારા યુદ્ધના ભીષણ વાતાવરણને પ્રેમાનંદ ખડું કરે છે, સામસામી અફળાતી સેનાઓના આવાં વર્ણનોમાંથી વર્ણઘોષયુક્ત વીરરસની સાથે રૌદ્ર અને ભયાનક રસ પણ સુગ્રથિત કરી પ્રગટ થાય છે. આવી પંક્તિઓમાં ચારણી છંદના ડિંગળનું સ્મરણ કરાવે એવી પ્રાસરચના યુદ્ધના વાતાવરણને પ્રગટ કરવામાં મદદ કરે છે. એ જ રીતે-{{Poem2Close}}
<Poem>
એવું કહીને ઊલટ્યો, પહેલાં બાણ મૂક્યાં ત્રણ;
એવું કહીને ઊલટ્યો, પહેલાં બાણ મૂક્યાં ત્રણ;
એકે ભેદ્યુુંં હૃદે ઋષિનું, યુગ્મ પડિયાં ચરણ. ૭
એકે ભેદ્યુુંં હૃદે ઋષિનું, યુગ્મ પડિયાં ચરણ. ૭
Line 59: Line 68:

દશે દુઃશાસન ભેદ્યો, સાતે દુર્યોધન;
દશે દુઃશાસન ભેદ્યો, સાતે દુર્યોધન;
અગિયાર માર્યો અશ્વત્થામાને, સત્તાવીશ શકુન્ય. ૯
અગિયાર માર્યો અશ્વત્થામાને, સત્તાવીશ શકુન્ય. ૯</Poem>
              (ક. ૪૧ )
:::::::::::::               (ક. ૪૧ )
 
આ પંક્તિઓમાં સંખ્યાની કેટલી સરસ કાવ્યાત્મક રમત છે. તો-
આ પંક્તિઓમાં સંખ્યાની કેટલી સરસ કાવ્યાત્મક રમત છે. તો-

જુએ તમાશા તાતજી, મારા સમ જો થાઓ મતિયા;
જુએ તમાશા તાતજી, મારા સમ જો થાઓ મતિયા;
એ કૃપ, દ્રોણ ને અશ્વત્થામા, શું કરે કણવટિયા.  ૧૭
એ કૃપ, દ્રોણ ને અશ્વત્થામા, શું કરે કણવટિયા.  ૧૭
(ક. ૪૧)
::::::::::::: (ક. ૪૧)

અભિમન્યુ યુધિષ્ઠિરની સાથે રહીને કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને અશ્વત્થામાને ‘કણવટિયા’ (દાણા/કણની ભિક્ષા માંગનાર બ્રહ્માણ) કહે છે તેમાં મધ્યકાળના સામાન્ય જનનો માનસપરિચય મળે છે. તેમજ–
{{Poem2Open}}
અભિમન્યુ યુધિષ્ઠિરની સાથે રહીને કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને અશ્વત્થામાને ‘કણવટિયા’ (દાણા/કણની ભિક્ષા માંગનાર બ્રહ્માણ) કહે છે તેમાં મધ્યકાળના સામાન્ય જનનો માનસપરિચય મળે છે. તેમજ–{{Poem2Close}}

<Poem>
તાણતો-મૂકતો જણાય નહિ, શીઘ્રે ત્યાંહાં એ બાણ
તાણતો-મૂકતો જણાય નહિ, શીઘ્રે ત્યાંહાં એ બાણ
વિરાજે વીજળી સરીખો, કૌરવ કરે વખાણ. ૧૨
વિરાજે વીજળી સરીખો, કૌરવ કરે વખાણ. ૧૨

રીસે થયો અતિ રાતડો, અરુણ ઉદય સમાન;
રીસે થયો અતિ રાતડો, અરુણ ઉદય સમાન;
આપરૂપ થયો પોતે, જ્યારે અદકું થયું નિદાન. ૧૪
આપરૂપ થયો પોતે, જ્યારે અદકું થયું નિદાન. ૧૪</Poem>
(ક. ૪૨ )
::::::::::::: (ક. ૪૨ )
 
{{Poem2Open}}
એમાં ‘તાણતો-મૂકતો’થી નીપજતું ગતિચિત્ર તથા ક્રોધરક્ત અભિમન્યુની અરુણ સાથેની સરખામણી અધિક કાવ્યમય લાગે છે. અભિમન્યુ ઊગતી વયનો હોવાથી કવિ વારંવાર એને સૂર્ય નહિ પણ ચંદ્ર અને અરુણ સાથે સરખાવે છે તેનું ઔચિત્ય નોંધપાત્ર છે.{{Poem2Close}}

એમાં ‘તાણતો-મૂકતો’થી નીપજતું ગતિચિત્ર તથા ક્રોધરક્ત અભિમન્યુની અરુણ સાથેની સરખામણી અધિક કાવ્યમય લાગે છે. અભિમન્યુ ઊગતી વયનો હોવાથી કવિ વારંવાર એને સૂર્ય નહિ પણ ચંદ્ર અને અરુણ સાથે સરખાવે છે તેનું ઔચિત્ય નોંધપાત્ર છે.

(૪)
<Center>'''(૪)'''</Center>

{{Poem2Open}}
અભિમન્યુની કથા ઘણા પ્રસંગોવાળી અને ઠીક ઠીક લાંબી હોવાથી તેમાં પાત્રો પણ સારી એવી સંખ્યામાં છે.
અભિમન્યુની કથા ઘણા પ્રસંગોવાળી અને ઠીક ઠીક લાંબી હોવાથી તેમાં પાત્રો પણ સારી એવી સંખ્યામાં છે.
અહિલોચન અને અભિમન્યુએ તો એક જ જીવના બે અવતાર છે. પૂર્વાપર આવતી આ બે વાર્તાઓમાં આ બન્ને પાત્રો મૂર્તિમંત અને જીવંત રીતે રજૂ થાય છે. બન્નેમાં ઘણું સામ્ય છે. બન્નેમાં નવજાતયૌવન વીરનાં પરાક્રમની વાર્તા છે. નાની ઉંમરને લીધે બન્નેમાં એક પ્રકારની આકર્ષક મુગ્ધતા છે, તો અવસ્થાના પ્રમાણમાં અતિશય એવી વિસ્મયકારક પરાક્રમશીલતા પણ છે બન્નેને વિરોધી તરીકે કૃષ્ણ સાથે જ પનારો પડે છે. બન્ને અસાધારણ શક્તિશાળી હોવા છતાં કૃષ્ણની કપટલીલાના ભોગે મૃત્યુ પામે છે. એકને યુદ્ધગમન પ્રસંગે રોતી માતાએ વળાવ્યો છે, તો બીજાને નવોઢા પત્નીએ! આ બંનેમાંથી એકેય પાછા ફરતા નથી. એક પિતાનું વેર લેવા નીકળે છે, બીજાનું વેર તેના પિતા લે છે. આમ આ એક જ જીવના બે અવતારમાંનાં વ્યક્તિ વચ્ચે તેમ જ તેમના કથા પ્રસંગો વચ્ચે ઘણું સામ્ય છે. એક દાનવ છે. અને બીજો દાનવનો અંશ હોવા છતાં અર્જુનનો પુત્ર છે. એટલે કવિની (અને આપણી પણ) લાગણી એ બન્ને પ્રત્યે જુદી જુદી છે. આ લાગણીફેરને લીધે બન્નેનાં નિરૂપણમાં પણ ફેર પડી જાય છે. જેમ કે, કૃષ્ણ પણ જેની સાથે સીધું યુદ્ધ કરવાની હામ ન ભીડે એવો અહિલોચન સ્વશક્તિનો પરચો તો પેટીમાં પુરાયા પછી પણ બતાવે છે અને ત્યારે તે પેટીમાં પુરાયલો હોવા છતાં પણ કૃષ્ણને ગુફામાં સંતાવું પડે છે. તેમ છતાં અહિલોચનની વાત ક્યારેય વીરની પરાક્રમકથા બનતી નથી, અહિલોચનના અવસાન પછી પણ એકના એક પુત્રવાળી વિધવા માતાનું શું થયું હશે? એની કલ્પના કરવા પણ કવિ થોભ્યા નથી. અહીં કૃષ્ણની કુટિલ નીતિને પણ આપણે ચાતુરીકથા તરીકે જ અનુભવીએ છીએ.
'''અહિલોચન અને અભિમન્યુએ''' તો એક જ જીવના બે અવતાર છે. પૂર્વાપર આવતી આ બે વાર્તાઓમાં આ બન્ને પાત્રો મૂર્તિમંત અને જીવંત રીતે રજૂ થાય છે. બન્નેમાં ઘણું સામ્ય છે. બન્નેમાં નવજાતયૌવન વીરનાં પરાક્રમની વાર્તા છે. નાની ઉંમરને લીધે બન્નેમાં એક પ્રકારની આકર્ષક મુગ્ધતા છે, તો અવસ્થાના પ્રમાણમાં અતિશય એવી વિસ્મયકારક પરાક્રમશીલતા પણ છે બન્નેને વિરોધી તરીકે કૃષ્ણ સાથે જ પનારો પડે છે. બન્ને અસાધારણ શક્તિશાળી હોવા છતાં કૃષ્ણની કપટલીલાના ભોગે મૃત્યુ પામે છે. એકને યુદ્ધગમન પ્રસંગે રોતી માતાએ વળાવ્યો છે, તો બીજાને નવોઢા પત્નીએ! આ બંનેમાંથી એકેય પાછા ફરતા નથી. એક પિતાનું વેર લેવા નીકળે છે, બીજાનું વેર તેના પિતા લે છે. આમ આ એક જ જીવના બે અવતારમાંનાં વ્યક્તિ વચ્ચે તેમ જ તેમના કથા પ્રસંગો વચ્ચે ઘણું સામ્ય છે. એક દાનવ છે. અને બીજો દાનવનો અંશ હોવા છતાં અર્જુનનો પુત્ર છે. એટલે કવિની (અને આપણી પણ) લાગણી એ બન્ને પ્રત્યે જુદી જુદી છે. આ લાગણીફેરને લીધે બન્નેનાં નિરૂપણમાં પણ ફેર પડી જાય છે. જેમ કે, કૃષ્ણ પણ જેની સાથે સીધું યુદ્ધ કરવાની હામ ન ભીડે એવો અહિલોચન સ્વશક્તિનો પરચો તો પેટીમાં પુરાયા પછી પણ બતાવે છે અને ત્યારે તે પેટીમાં પુરાયલો હોવા છતાં પણ કૃષ્ણને ગુફામાં સંતાવું પડે છે. તેમ છતાં અહિલોચનની વાત ક્યારેય વીરની પરાક્રમકથા બનતી નથી, અહિલોચનના અવસાન પછી પણ એકના એક પુત્રવાળી વિધવા માતાનું શું થયું હશે? એની કલ્પના કરવા પણ કવિ થોભ્યા નથી. અહીં કૃષ્ણની કુટિલ નીતિને પણ આપણે ચાતુરીકથા તરીકે જ અનુભવીએ છીએ.
જ્યારે અભિમન્યુનાં પરાક્રમો કવિએ મુક્ત કંઠે કર્યાં છે! કેમ કે આખ્યાન અભિમન્યુનું છે, અહિલોચનનું નહિ! અભિમન્યુ વાર્તાનાયક હોવાથી અને વળી તે દાનવાંશી છતાં પાંડવકુળનો અને અર્જુનનો પુત્ર હોવાથી કવિને/આપણી આખી પ્રજાને! - એના પ્રત્યે આવો પક્ષપાત હોય જ!

અભિમન્યુનું પાત્ર તો તેની અવસ્થા/મુગ્ધતા, અસાધારણ વીરતા અને ઉત્તરાપ્રસંગના આછા શૃંગારમાંથી અંતે પ્રગટતી કરુણતાથી આકર્ષક છેજ. જોકે પ્રમાનંદે રજૂ કરેલ અભિમન્યુ કોઈ વિશિષ્ટ વિલક્ષણ વ્યક્તિત્વ પ્રગટ કરે છે. મહાભારત કથા અને લોકપરંપરાના પરિચયથી જે મૂર્તિ આપણી કલ્પનામાં છે તેનાથી કૈક વિશિષ્ટ રીતે એનું વર્ણન આપણને અહીં મળે છે. અભિમન્યુના પાત્રનિર્માણમાં કવિની સર્જક પ્રતિભાનો વિશેષ પ્રગટતો અનુભવાય છે. એનું વ્યક્તિત્વ, વીરત્વ, આત્મવિશ્વાસ, યુદ્ધમાં જવાની એની તાલાવેલી, વગેરે...જુદી રીતે અને સકારાત્મકતાથી અહીં રજૂ થયું છે. અભિમન્યુ સાથે પૂર્વ પરિચયજન્ય અસર બાદ કરીએ તો આ કૃતિના વાચનને પરિણામે આપણને અભિમન્યુ સાથે કશોક અંગત સંબંધ બંધાતો હોય એવું લાગે, એના શોર્ય અને વીર્યનો અહીં પરચો મળતો જણાય છે. અભિમન્યુની વિરોચિત વાણી એના પાત્રને ઉપસાવી આપવામાં સહાયભૂત થાય છે. જ્યારે અભિમન્યુના અવસાનથી કાવ્યમાં કરુણનું વાતાવરણ પ્રસરે છે.
'''અભિમન્યુનું''' પાત્ર તો તેની અવસ્થા/મુગ્ધતા, અસાધારણ વીરતા અને ઉત્તરાપ્રસંગના આછા શૃંગારમાંથી અંતે પ્રગટતી કરુણતાથી આકર્ષક છેજ. જોકે પ્રમાનંદે રજૂ કરેલ અભિમન્યુ કોઈ વિશિષ્ટ વિલક્ષણ વ્યક્તિત્વ પ્રગટ કરે છે. મહાભારત કથા અને લોકપરંપરાના પરિચયથી જે મૂર્તિ આપણી કલ્પનામાં છે તેનાથી કૈક વિશિષ્ટ રીતે એનું વર્ણન આપણને અહીં મળે છે. અભિમન્યુના પાત્રનિર્માણમાં કવિની સર્જક પ્રતિભાનો વિશેષ પ્રગટતો અનુભવાય છે. એનું વ્યક્તિત્વ, વીરત્વ, આત્મવિશ્વાસ, યુદ્ધમાં જવાની એની તાલાવેલી, વગેરે...જુદી રીતે અને સકારાત્મકતાથી અહીં રજૂ થયું છે. અભિમન્યુ સાથે પૂર્વ પરિચયજન્ય અસર બાદ કરીએ તો આ કૃતિના વાચનને પરિણામે આપણને અભિમન્યુ સાથે કશોક અંગત સંબંધ બંધાતો હોય એવું લાગે, એના શોર્ય અને વીર્યનો અહીં પરચો મળતો જણાય છે. અભિમન્યુની વિરોચિત વાણી એના પાત્રને ઉપસાવી આપવામાં સહાયભૂત થાય છે. જ્યારે અભિમન્યુના અવસાનથી કાવ્યમાં કરુણનું વાતાવરણ પ્રસરે છે.
ઉત્તરાનું પાત્ર તેને વાર્તાની નાયિકા ગણીએ તો ઘણું મહત્ત્વનું ગણાય. પણ આ કૃતિ અભિમન્યુની કથા છે. આથી એને પ્રારંભનો મોટો ભાગ પૂર્વ કથા રોકે છે જ્યારે અંતનો ભાગ યુદ્ધકથાનો છે, અને વચમાં જ્યાં ઉત્તરા સાથે  અભિમન્યુના લગ્નનો પ્રસંગ આવે છે ત્યાં પણ કવિનું નિરૂપણ અભિમન્યુ તરફી રહ્યું છે. એટલું જ  નહિ પણ કવિએ એ પ્રસંગને લગ્નના રીતરિવાજો વગેેરેથી ભર્યો છે. એટલે આ બધામાં ક્યાંય ઉત્તરાના-પાત્રને કવિએ વધુ ઝળકવાનો મોકો આપ્યો નથી.
'''ઉત્તરાનું''' પાત્ર તેને વાર્તાની નાયિકા ગણીએ તો ઘણું મહત્ત્વનું ગણાય. પણ આ કૃતિ અભિમન્યુની કથા છે. આથી એને પ્રારંભનો મોટો ભાગ પૂર્વ કથા રોકે છે જ્યારે અંતનો ભાગ યુદ્ધકથાનો છે, અને વચમાં જ્યાં ઉત્તરા સાથે  અભિમન્યુના લગ્નનો પ્રસંગ આવે છે ત્યાં પણ કવિનું નિરૂપણ અભિમન્યુ તરફી રહ્યું છે. એટલું જ  નહિ પણ કવિએ એ પ્રસંગને લગ્નના રીતરિવાજો વગેેરેથી ભર્યો છે. એટલે આ બધામાં ક્યાંય ઉત્તરાના-પાત્રને કવિએ વધુ ઝળકવાનો મોકો આપ્યો નથી.
અભિમન્યુના યુદ્ધગમન પ્રસંગે જ ઉત્તરાનું થોડું વર્ણન કરવામાં આવે છે. આ કપરી વેળાએ પણ દુઃસ્વપ્નના અને અપશુકનના પડછાયા વચ્ચે ઉત્તરાના વ્યક્તિત્વની એક આછેરી ઝલક આપણને મળે છે. ઉત્તરા-અભિમન્યુનું મિલન તથા મિલનાન્તે ઉત્તરાની વિદાય એ ખંડમાં આ આશાભરી નવોઢાનો આપણને પરિચય થાય છે, નવોઢાની કોડભરી મુગ્ધ-પ્રસન્ન છબિ પ્રેમાનંદે આપણી સામે રજૂ કરી છે. ઉત્તરા-અભિમન્યુનું આ સુંદર યુગલ જે થોડોક શૃંગાર પ્રગટાવે છે તે મૃત્યુના ઓળા નીચે હોવાથી કરુણમિશ્રિત થઈ જાય છે. યુદ્ધક્ષેત્ર પર પ્રવેશતી ઉત્તરાનું, તેની અન્ય પર થતી અસર દ્વારા કવિએ કુશળ ચિત્ર આલેખ્યું છે, તથા અભિમન્યુને થતું આકર્ષણ અને પછી ઉત્તરાનું મિલન પણ રણભૂમિના વાતાવરણમાં સહેજ શૃંગારની ઝલક ઉમેરે છે. આ ઝલક થોડીવાર પ્રસન્નતા અને પ્રસન્નતા અનુભવાય છે, પણ અભિમન્યુને વિદાય આપતી – ઉત્તરાની મનઃ સ્થિતિ જુઓ –
અભિમન્યુના યુદ્ધગમન પ્રસંગે જ ઉત્તરાનું થોડું વર્ણન કરવામાં આવે છે. આ કપરી વેળાએ પણ દુઃસ્વપ્નના અને અપશુકનના પડછાયા વચ્ચે ઉત્તરાના વ્યક્તિત્વની એક આછેરી ઝલક આપણને મળે છે. ઉત્તરા-અભિમન્યુનું મિલન તથા મિલનાન્તે ઉત્તરાની વિદાય એ ખંડમાં આ આશાભરી નવોઢાનો આપણને પરિચય થાય છે, નવોઢાની કોડભરી મુગ્ધ-પ્રસન્ન છબિ પ્રેમાનંદે આપણી સામે રજૂ કરી છે. ઉત્તરા-અભિમન્યુનું આ સુંદર યુગલ જે થોડોક શૃંગાર પ્રગટાવે છે તે મૃત્યુના ઓળા નીચે હોવાથી કરુણમિશ્રિત થઈ જાય છે. યુદ્ધક્ષેત્ર પર પ્રવેશતી ઉત્તરાનું, તેની અન્ય પર થતી અસર દ્વારા કવિએ કુશળ ચિત્ર આલેખ્યું છે, તથા અભિમન્યુને થતું આકર્ષણ અને પછી ઉત્તરાનું મિલન પણ રણભૂમિના વાતાવરણમાં સહેજ શૃંગારની ઝલક ઉમેરે છે. આ ઝલક થોડીવાર પ્રસન્નતા અને પ્રસન્નતા અનુભવાય છે, પણ અભિમન્યુને વિદાય આપતી – ઉત્તરાની મનઃ સ્થિતિ જુઓ –{{Poem2Close}}
<Poem>
આંખડી મારી જમણી ફરકે, હૃદય મારું ઉચાટે ઉધરકે;
આંખડી મારી જમણી ફરકે, હૃદય મારું ઉચાટે ઉધરકે;
હું કેવો દેખીશ સંધ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. ૧૧
હું કેવો દેખીશ સંધ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ. ૧૧

પિયુજી! શું થાશે રે, મારા પિયુજી! શું થાશે?
પિયુજી! શું થાશે રે, મારા પિયુજી! શું થાશે?
આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી! શું થાશે રે?  
આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી! શું થાશે રે?</Poem>  
(ક. ૩૬ )
::::::::::: (ક. ૩૬ )
 
{{Poem2Open}}
-આવી ચિંતાશીલ મુદ્રા આપણા હૃદયને આર્દ્ર કરે છે, અને તેમાં આથમતી સંધ્યાનો વિષાદ વરતાય છે. અભિમન્યુના અવસાન પછીના ઉત્તરા-વિલાપને કવિ આલેખતા નથી પણ અભિમન્યુના પરાક્રમ અને મૃત્યુના કારુણ્યને ઘેરુ બનાવવા માટે ઉત્તરાનો કવિએ સહારો લીધો છે. અહીં ઉત્તરા નાયિકા સ્થાને નથી. પરંતુ પ્રમાણમાં તે અભિમન્યુકથાને વધુ નિખાર આપતું/તેને સમૃદ્ધ કરતું એક સહાયક પાત્ર બને છે. જોકે એના સંદર્ભમાં જ રાયકાઓ. સ્વપ્નો, અપશુકનો, સુદેષ્ણાની શીખ, યોદ્ધાઓનો મોહ વગેરેનાં ચિત્રો સુંદર/રસિક રીતે અપાયાં છે.

અન્ય સ્ત્રી પાત્રોમાં અહિલોચનની ચિંતાતુર માતા કે પુત્રને વારતી. -યુદ્ધ સમયે પુત્રપ્રેમને કારણે શસ્ત્રો શોધવાને બદલે શસ્ત્રોને સંતાડતી. પુત્રને મળવા પુત્રવધૂને ઉતાવળે આમંત્રણ મોકલતી-સુભદ્રા વગેરે ગૌણ પાત્રો છે, તો પુરુષ પાત્રોમાં પણ પુત્રવિરહે આંસુ સારતો, જયદ્રથવધની પ્રતિજ્ઞા કરતો અને અંતે જયદ્રથનો વધ કરતો અર્જુન, પાત્ર તરીકે વિશેષ્ટ વ્યક્તિત્વથી મૂર્તિમંત થયો છે. પાંડવો અને કૌરવો કે દ્રોણ વગેરે તેમને પાત્ર કહી શકાય એટલું/એવું વ્યક્તિત્વ અહીં ધારણ કરતા નથી. તે તો પૂર્વ પરિચિત વ્યક્તિઓ રહે છે, જેમને નામ દ્વારા જ આપણે ઓળખીએ છીએ.

Line 98: Line 116:
પૂર્વ કવિઓ કરતાં પ્રેમાનંદે અહિલોચનકથાનો વિસ્તાર અધિકતર કર્યો છે. જયદ્રથવધ- પ્રસંગ ટૂંકમાં પતાવ્યો છે તે ઉચિત છે, કારણ કે એ પ્રસંગ સમગ્ર આખ્યાનના માત્ર ઉપસંહાર તરીકે આવે છે.
પૂર્વ કવિઓ કરતાં પ્રેમાનંદે અહિલોચનકથાનો વિસ્તાર અધિકતર કર્યો છે. જયદ્રથવધ- પ્રસંગ ટૂંકમાં પતાવ્યો છે તે ઉચિત છે, કારણ કે એ પ્રસંગ સમગ્ર આખ્યાનના માત્ર ઉપસંહાર તરીકે આવે છે.

(૫)
<Center>'''(૫)'''</Center>

અહીં બીજી વાત પણ નોંધાવા જેવી છે કે માત્ર કૃષ્ણના પાત્રમાં જ નહિ પણ અન્ય પ્રસંગચિત્રણો વગેરેમાં પણ કવિની સમાજાભિમુખતાને પરિણામે થતું સમકાલીન/તત્કાલીન સમાજચિત્રનું નિરૂપણ પ્રગટ થાય છે. દ્વારકાધીશ કૃષ્ણના ઘરસૂત્રને પણ તે સમયના સામાન્ય ઘરમાં પ્રવર્તતા વહેમો અને રૂઢિઓથી ખદબદતું દેખાડવામાં કવિ પ્રેમાનંદને અહીં બાધ નથી આવ્યો! સુભદ્રાનો ‘છુટકારો’ નથી થતો ત્યારે પીડા મટાડવા અને બાળકનો પ્રસવ કરાવવા દ્વારકાધીશ કૃષ્ણને ઘેર પણ ભૂવા જાગરિયા તેડાવવામાં આવે છે! જુઓ –
અહીં બીજી વાત પણ નોંધાવા જેવી છે કે માત્ર કૃષ્ણના પાત્રમાં જ નહિ પણ અન્ય પ્રસંગચિત્રણો વગેરેમાં પણ કવિની સમાજાભિમુખતાને પરિણામે થતું સમકાલીન/તત્કાલીન સમાજચિત્રનું નિરૂપણ પ્રગટ થાય છે. દ્વારકાધીશ કૃષ્ણના ઘરસૂત્રને પણ તે સમયના સામાન્ય ઘરમાં પ્રવર્તતા વહેમો અને રૂઢિઓથી ખદબદતું દેખાડવામાં કવિ પ્રેમાનંદને અહીં બાધ નથી આવ્યો! સુભદ્રાનો ‘છુટકારો’ નથી થતો ત્યારે પીડા મટાડવા અને બાળકનો પ્રસવ કરાવવા દ્વારકાધીશ કૃષ્ણને ઘેર પણ ભૂવા જાગરિયા તેડાવવામાં આવે છે! જુઓ –{{Poem2Close}}

<Poem>
વાત સાંભળી આવ્યા વીરો, સુભદ્રાને જાણી અસાધ્ય;
વાત સાંભળી આવ્યા વીરો, સુભદ્રાને જાણી અસાધ્ય;
ભૂવા ખાતરિયા તેડાવ્યા, આવ્યા એકે સાદ. ૧૬
ભૂવા ખાતરિયા તેડાવ્યા, આવ્યા એકે સાદ. ૧૬

તંત્રમંત્રને જંત્ર કરીને, પાયે મંતરી પાણી;
તંત્રમંત્રને જંત્ર કરીને, પાયે મંતરી પાણી;
દંભી દંભ કરીને વાળીયા, વેદના નવ જાણી. ૧૭
દંભી દંભ કરીને વાળીયા, વેદના નવ જાણી. ૧૭</Poem>
  (ક. ૧૯ )
:::::::::::   (ક. ૧૯ )
{{Poem2Open}}
આ નિરૂપણ આગળ શુકન - અપશુકન અને દુઃસ્વપ્નોની વાત  તો કદાચ ઓછી પ્રાકૃત લાગે! અભિમન્યુ ગુરુદ્રોણ અને કૃપાચાર્ય માટે ‘કણવટિયા’ સંબોધન વાપરે વગેરેમાં ભારોભાર પ્રાકૃતતા નીતરે છે. આમ, સમકાલીન લોકમાનસનું નિરૂપણ કરવામાં કવિ કુશળ છે.

સુભદ્રાની સગર્ભાવસ્થા તથા સીમંત પ્રસંગના વર્ણનમાં કવિએ કલમને છુટ્ટી મૂકી છે. અને લગ્નપ્રસંગને તો વિગતે આલેખે છે. કવિને સામાજિક રિવાજો વર્ણવવામાં ભારે રસ છે. જુઓ-   
સુભદ્રાની સગર્ભાવસ્થા તથા સીમંત પ્રસંગના વર્ણનમાં કવિએ કલમને છુટ્ટી મૂકી છે. અને લગ્નપ્રસંગને તો વિગતે આલેખે છે. કવિને સામાજિક રિવાજો વર્ણવવામાં ભારે રસ છે. જુઓ-{{Poem2Close}}  

  ‘આ તો રૂડું ને રઢિયાળું રે, જાન લાવ્યા શ્રીજદુપતિ રે.’
  ‘આ તો રૂડું ને રઢિયાળું રે, જાન લાવ્યા શ્રીજદુપતિ રે.’
26,604

edits

Navigation menu