ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધ્યાત્મ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''અધ્યાત્મ, રામાયણ''' : પંદરમી સદીમાં લખાયેલું અને...")

No edit summary

Line 4: Line 4:
'''અધ્યાત્મ, રામાયણ''' : પંદરમી સદીમાં લખાયેલું અને વ્યાસને નામે ચઢેલું અધ્યાત્મ રામાયણ ‘બ્રહ્માંડપુરાણ’નો જ એક અંશ છે, એવું ‘નારદપુરાણ’ની વિષયસૂચિ પરથી લાગે છે. વાલ્મીકિના ‘રામાયણ’ સાથે એને ઘનિષ્ઠ સંબંધ છે. અહીં પણ સાત ખંડો છે, અને બાહ્યરૂપ ૪,૦૦૦ શ્લોકોના બનેલા મહાકાવ્યનું છે; તેમ છતાં અદ્વૈતવેદાન્તના દર્શનનો, તાંત્રિકસ્વરૂપનો અને મોક્ષના માર્ગ તરીકે રામભક્તિનો પુરસ્કાર અહીં મુખ્ય છે. આ ગ્રંથ વત્તેઓછે અંશે વૈષ્ણવ વિચારધારાનો વાહક છે અને એમાં રામાનુજના વિશિષ્ટાદ્વૈત દર્શનનો પ્રતિવાદ છે. વળી, અન્ય આગમોની જેમ એ શિવ અને ઉમાના સંવાદ રૂપે છે. એમાં રામ વિષ્ણુ અને સીતા લક્ષ્મી કે પ્રકૃતિ તરીકે નિરૂપાયેલાં છે અને કેટલાક નવા પ્રસંગો પણ ઉમેરાયેલા છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અધીરા
|next = અધ્યાહરણ

26,604

edits