26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નિબંધ (Essay)'''</span> : ગદ્ય, કવિઓ માટે નિકષરૂપ છે, એમ જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 7: | Line 7: | ||
‘નિબંધ’ શબ્દનો પ્રયોગ સંસ્કૃતમાં પણ મળે છે. પણ તે આજના સંદર્ભમાં નહિ. ત્યાં તત્ત્વજ્ઞાનનાં કે દર્શનનાં રહસ્યોને સ્ફુટ કરતા ગ્રન્થો ‘નિબંધ’ તરીકે ઓળખાય છે. ‘નિબંધ’ અને ‘પ્રબંધ’ વચ્ચેનો ભેદ પણ ત્યાં જોવાતો નથી. ત્યારે ‘નિબંધ’ શબ્દના જે અર્થો ઘટાવાયા છે તે કંઈક આવા છે : ‘બાંધવું’ ‘જોડવું’ ‘સ્થિર કરવું’ ‘સાંકળ વડે બાંધવું’ ‘રચવું’. | ‘નિબંધ’ શબ્દનો પ્રયોગ સંસ્કૃતમાં પણ મળે છે. પણ તે આજના સંદર્ભમાં નહિ. ત્યાં તત્ત્વજ્ઞાનનાં કે દર્શનનાં રહસ્યોને સ્ફુટ કરતા ગ્રન્થો ‘નિબંધ’ તરીકે ઓળખાય છે. ‘નિબંધ’ અને ‘પ્રબંધ’ વચ્ચેનો ભેદ પણ ત્યાં જોવાતો નથી. ત્યારે ‘નિબંધ’ શબ્દના જે અર્થો ઘટાવાયા છે તે કંઈક આવા છે : ‘બાંધવું’ ‘જોડવું’ ‘સ્થિર કરવું’ ‘સાંકળ વડે બાંધવું’ ‘રચવું’. | ||
છેલ્લાં સવા ચારસો વર્ષમાં દુનિયાની ઘણીબધી ભાષાઓમાં નિબંધ ભિન્ન ભિન્ન રીતે વિકસતો રહ્યો છે. એના વિકાસની સાથે એનાં લક્ષણો અને એની વ્યાખ્યાઓમાં પણ પરિવર્તન આવતું ગયું છે. લગભગ બધે જ, બધી ભાષામાં ‘નિબંધ’ શબ્દના પ્રયોગમાં સંદિગ્ધતા પ્રવર્તતી રહી છે તેથી ‘નિબંધ’ શીર્ષક તળે ઓળખાયેલી રચનાઓની તપાસ કરીએ તો તેમાં ગદ્ય-પદ્યમાં લખાયેલા પ્રબંધો પણ મળી આવશે. નર્યાં વસ્તુનિષ્ઠ લખાણો પણ મળવાનાં. ચિંતનાત્મક, બોધાત્મક કૃતિઓ પણ મળવાની. બીજી તરફ વિવેચનાત્મક લેખો પણ નિબંધ ઓળખાયા છે. હળવાં, રમતિયાળ શૈલીમાં લખાયેલાં કે નર્મપ્રધાન લખાણોને પણ ‘નિબંધ’નું જ લેબલ લગાડવામાં આવ્યું છે. લોકના “એસે કનસર્નિંગ હ્યુમન ઑવ પોપ્યુલેશન’ કે બોસાંકેનો ‘ફિલોસોફી ઑવ સ્ટેટ’ – સર્વ ગ્રન્થો તેથી ‘નિબંધ’માં ખપ્યા છે! આથી તો મૉન્ટેઈન-બૅકન, એડીસન-સ્ટીલ, રસ્કિનહકસલે, એમરસન-ગોલ્ડ સ્મિથ કે લેમ્બ – બધા જ ‘નિબંધકાર’ના ખાનામાં બેસી ગયા છે! ગુજરાતીમાં પણ આ પ્રકારની અતંત્રતા ઠીક ઠીક ચાલતી રહી છે. | છેલ્લાં સવા ચારસો વર્ષમાં દુનિયાની ઘણીબધી ભાષાઓમાં નિબંધ ભિન્ન ભિન્ન રીતે વિકસતો રહ્યો છે. એના વિકાસની સાથે એનાં લક્ષણો અને એની વ્યાખ્યાઓમાં પણ પરિવર્તન આવતું ગયું છે. લગભગ બધે જ, બધી ભાષામાં ‘નિબંધ’ શબ્દના પ્રયોગમાં સંદિગ્ધતા પ્રવર્તતી રહી છે તેથી ‘નિબંધ’ શીર્ષક તળે ઓળખાયેલી રચનાઓની તપાસ કરીએ તો તેમાં ગદ્ય-પદ્યમાં લખાયેલા પ્રબંધો પણ મળી આવશે. નર્યાં વસ્તુનિષ્ઠ લખાણો પણ મળવાનાં. ચિંતનાત્મક, બોધાત્મક કૃતિઓ પણ મળવાની. બીજી તરફ વિવેચનાત્મક લેખો પણ નિબંધ ઓળખાયા છે. હળવાં, રમતિયાળ શૈલીમાં લખાયેલાં કે નર્મપ્રધાન લખાણોને પણ ‘નિબંધ’નું જ લેબલ લગાડવામાં આવ્યું છે. લોકના “એસે કનસર્નિંગ હ્યુમન ઑવ પોપ્યુલેશન’ કે બોસાંકેનો ‘ફિલોસોફી ઑવ સ્ટેટ’ – સર્વ ગ્રન્થો તેથી ‘નિબંધ’માં ખપ્યા છે! આથી તો મૉન્ટેઈન-બૅકન, એડીસન-સ્ટીલ, રસ્કિનહકસલે, એમરસન-ગોલ્ડ સ્મિથ કે લેમ્બ – બધા જ ‘નિબંધકાર’ના ખાનામાં બેસી ગયા છે! ગુજરાતીમાં પણ આ પ્રકારની અતંત્રતા ઠીક ઠીક ચાલતી રહી છે. | ||
‘લેખ’ કે ‘પ્રબંધ’ કરતાં ‘નિબંધ’ પૃથક્ છે એ વાત બધે જ ઘણે મોડેથી સમજાઈ છે. ‘નિબંધ’માં વિષયનું નહિ, વિષયીનું વધુ મહત્ત્વ છે. પ્રબંધમાં વસ્તુનું જ પ્રાધાન્ય છે. પ્રબંધકાર વસ્તુને જેવી છે તેવી – વાચક સામે પ્રસ્તુત કરે છે, તેના વિશે ઝીણી અને અશેષ માહિતી આપે છે, અને એમ વિસ્તારથી વાત કરે છે. ‘નિબંધ’માં કલ્પના અને બુદ્ધિનું સહપ્રવર્તન રહે છે અને વધુ તો એમાં સર્જકનું વ્યક્તિત્વ પ્રવેશતું હોય છે. પ્રબંધમાં વ્યક્તિત્વનો ઓછાયો સુધ્ધાં પડવો ન જોઈએ. નિબંધની ગતિ લલિતની છે, પ્રબંધની ગતિ શાસ્ત્રની. | |||
નિબંધ અને લેખના વિકાસમાં વર્તમાનપત્રો લગભગ નિમિત્ત બનતાં રહ્યાં એ ખરું પણ બંનેની ચાલના ભિન્ન રહી છે. નિબંધકાર શૈલીને લડાવે છે, વાચકને નિરૂપણના વૈવિધ્યથી પ્રલોભિત કરે છે; ટોણા-મ્હેણાં-હાસ્ય, ક્યાંક ચિંતન એ સર્વથી રચનાને તે રસી દે છે. અને એમ વિવિધતાવાળા ‘હું’ને તે વિસ્તારે છે. અહીં સિસૃક્ષા કે કલ્પકશક્તિ ભાગ ભજવે છે, જ્યારે લેખમાં વિષય મહત્ત્વનો છે. તથ્યને તથ્ય રૂપે રજૂ કરી, તે વિષયના અભ્યાસીને તેમાં રસ લેતો કરે છે. નિબંધ રસલક્ષી હોવાથી તે બહોળા વાચકવર્ગ માટે આસ્વાદ્ય બની રહે છે. જ્યારે લેખ કોઈ ચોક્કસ વિષય કે હેતુને ધ્યાનમાં રાખીને લખાતો હોવાથી તે વિષયમાં રસ લેનારાઓને માટે જ ઉપયોગી બને છે. ‘પ્રબંધ’ અને ‘લેખ’ વિશે આટલી સ્પષ્ટતા રહે તો એક સાહિત્યસ્વરૂપ લેખે ‘નિબંધ’ને ઓળખી બતાવવો સહેલો પડે. | નિબંધ અને લેખના વિકાસમાં વર્તમાનપત્રો લગભગ નિમિત્ત બનતાં રહ્યાં એ ખરું પણ બંનેની ચાલના ભિન્ન રહી છે. નિબંધકાર શૈલીને લડાવે છે, વાચકને નિરૂપણના વૈવિધ્યથી પ્રલોભિત કરે છે; ટોણા-મ્હેણાં-હાસ્ય, ક્યાંક ચિંતન એ સર્વથી રચનાને તે રસી દે છે. અને એમ વિવિધતાવાળા ‘હું’ને તે વિસ્તારે છે. અહીં સિસૃક્ષા કે કલ્પકશક્તિ ભાગ ભજવે છે, જ્યારે લેખમાં વિષય મહત્ત્વનો છે. તથ્યને તથ્ય રૂપે રજૂ કરી, તે વિષયના અભ્યાસીને તેમાં રસ લેતો કરે છે. નિબંધ રસલક્ષી હોવાથી તે બહોળા વાચકવર્ગ માટે આસ્વાદ્ય બની રહે છે. જ્યારે લેખ કોઈ ચોક્કસ વિષય કે હેતુને ધ્યાનમાં રાખીને લખાતો હોવાથી તે વિષયમાં રસ લેનારાઓને માટે જ ઉપયોગી બને છે. ‘પ્રબંધ’ અને ‘લેખ’ વિશે આટલી સ્પષ્ટતા રહે તો એક સાહિત્યસ્વરૂપ લેખે ‘નિબંધ’ને ઓળખી બતાવવો સહેલો પડે. | ||
યુરોપમાં સ્ટીલ – એડીસન અને સ્મિથ જેવાનાં લખાણો પછી અને તેમાંય ચાર્લ્સ લેમ્સનાં લખાણો પછી, એટલેકે ઓગણીસમી સદીથી વ્યક્તિત્વના સંસ્પર્શવાળી રચનાઓને જ ‘નિબંધ’ લેખવાનું વલણ ઉત્કટ બનતું ગયું છે. તે પછી નિબંધ લગભગ એ દિશામાં જ ગતિ કરતો રહ્યો છે. આવી રચનાઓ પશ્ચિમમાં Personal Essay લેખાય છે. આને જ આપણે ‘સર્જક નિબંધ’, ‘લલિતનિબંધ’ કે ‘નિબંધ’ આજે કહીએ છીએ. | યુરોપમાં સ્ટીલ – એડીસન અને સ્મિથ જેવાનાં લખાણો પછી અને તેમાંય ચાર્લ્સ લેમ્સનાં લખાણો પછી, એટલેકે ઓગણીસમી સદીથી વ્યક્તિત્વના સંસ્પર્શવાળી રચનાઓને જ ‘નિબંધ’ લેખવાનું વલણ ઉત્કટ બનતું ગયું છે. તે પછી નિબંધ લગભગ એ દિશામાં જ ગતિ કરતો રહ્યો છે. આવી રચનાઓ પશ્ચિમમાં Personal Essay લેખાય છે. આને જ આપણે ‘સર્જક નિબંધ’, ‘લલિતનિબંધ’ કે ‘નિબંધ’ આજે કહીએ છીએ. | ||
edits