ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિભા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિભા'''</span> : કાવ્યસર્જનની જન્મજાત શક્તિને પ્રત...")
 
No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
<span style="color:#0000ff">'''પ્રતિભા'''</span> : કાવ્યસર્જનની જન્મજાત શક્તિને પ્રતિભા કહેવામાં આવે છે. અભિનવગુપ્તે ‘અપૂર્વવસ્તુનિર્માણક્ષમા પ્રજ્ઞા’ને પ્રતિભા કહી છે. મમ્મટ પ્રતિભાને શક્તિ પણ કહે છે, જે કવિત્વના બીજ રૂપ સંસ્કારવિશેષ છે. પ્રતિભા વગર કાવ્ય સર્જાતું નથી અને સર્જાય તો ઉપહાસાસ્પદ બને. પ્રતિભા જ કાવ્યનું મુખ્ય કારણ છે. વ્યુત્પત્તિ તેનું ભૂષણ છે. વાગ્ભટે કાવ્યકરણનું કારણ પ્રતિભાને ગણાવી છે. વ્યુત્પત્તિ અને અભ્યાસ એ તો સંસ્કારક છે. હેમચન્દ્ર પ્રતિભાને કાવ્યનું પ્રધાનકારણ માને છે. પંડિત જગન્નાથ પણ ‘પ્રતિભૈવ કેવલાકારણમ્’ કહે છે અને પ્રતિભાની તેમની વ્યાખ્યા છે ‘સા ચ કાવ્યઘટનાનુકૂલશબ્દાર્થોપસ્થિતિ :’ આ વ્યાખ્યા, જોઈ શકાશે કે, કાવ્યની જગન્નાથની વ્યાખ્યા ‘રમણીયાર્થપ્રતિપ્રાદક : શબ્દ : કાવ્યમ્’ સાથે સુસંવાદિતા ધરાવનારી છે. જગન્નાથના મત પ્રમાણે દેવતા, મહાપુરુષ વગેરેના અનુગ્રહથી પ્રતિભા પ્રાપ્ત થાય છે. જગન્નાથના મત પ્રમાણે કાવ્યમાં જે વિવિધતા અને વિલક્ષણતા આવે છે તે પ્રતિભામાં રહેલી વિવિધતાને કારણે છે.

અભિનવગુપ્તે પ્રતિભાને શિવની શક્તિરૂપ કહી છે. મહિમભટ્ટ કવિપ્રતિભાને શિવના ત્રીજા નેત્ર સાથે સરખાવે છે જે ત્રણે લોકના પદાર્થોનો સાક્ષાત્કાર કરે છે. ભટ્ટ તૌત પ્રતિભાને બુદ્ધિ અને મતિથી ચઢિયાતી ગણે છે. બુદ્ધિ તાત્કાલિકી હોય છે, મતિ આગામીને ગોચર કરનારી છે જ્યારે પ્રજ્ઞા,‘નવનવોન્મેષશાલિની પ્રતિભા’ છે.  

26,604

edits