ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતીકવાદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતીકવાદ(Symbolism)'''</span> : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Poem2Open}}
<span style="color:#0000ff">'''પ્રતીકવાદ(Symbolism)'''</span> : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેન્ચ કવિતામાં ઉદ્ભવેલો સાહિત્યિકવાદ. ૧૮૮૬માં જ્યાં મૉરિઆસે પ્રગટ કરેલા ખરીતાથી પ્રતીકવાદનો પ્રારંભ થયો કહેવાય પરંતુ શાર્લ બૉદલેરની કવિતામાં પ્રતીકવાદના અંકુર ફૂટી ચૂક્યા હતા. બૉદલેર સિવાય સ્ટિવન માલાર્મે, પૉલ વર્લેં, આર્થર રેમ્બો, પૉલ વાલેરી એ પ્રતીકવાદના પ્રમુખ કવિઓ ગણાય છે.

પ્રતીકવાદી કવિતાને ફ્રેન્ચ રોમેન્ટિક કવિતાનો નવઅવતાર કહી શકાય. વાસ્તવવાદ અને પાર્નેશિયન કવિઓના પ્રતિકાર રૂપે પ્રતીકવાદી કવિતાએ જન્મ લીધો. વસ્તુનું તટસ્થ ભાવે તાદૃશ આલેખન કરવાની જિકર કરતા પાર્નેશિયન કવિઓની વાતનો અસ્વીકાર કરી પ્રતીકવાદી કવિઓએ રોમેન્ટિક કવિઓની જેમ વસ્તુએ કવિના ચિત્તમાં જગાડેલાં લાગણીને વિચારને કવિના આત્મલક્ષી અનુભવને, આલેખવા પર ભાર મૂક્યો. પરંતુ રોમેન્ટિક કવિતાથી પણ તેઓ ઘણા દૂર ફંટાયા. લાગણીનું સીધું કથન, લાગણીવિવશતા, લાગણીશીલતા, વાગ્મિતા, સામાજિક કે રાજકીય વિષયો ને ઉપદેશાત્મકતા એ રોમેન્ટિક કવિતાની લાક્ષણિકતાઓનો તેમણે પરિહાર કર્યો. લાગણીના સીધા કથનને બદલે લાગણીની વ્યંજના અને ભાવકમાં ક્રમશ : લાગણી જગાડવાની કવિતાની શક્તિનો એમણે મહિમા કર્યો. એટલે પ્રતીક અને શબ્દની સંગીતમયતા, આકાર ને અભિવ્યક્તિની ચુસ્તતાનું કાવ્યમાં વિશેષ મૂલ્ય આંક્યું.  

26,604

edits

Navigation menu