26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
જે. આર. ફર્થની રાહબરી નીચે વિકસેલા લંડન સંપ્રદાયે (૧૯૪૪-’૫૬) અમેરિકન સંપ્રદાયની વિરુદ્ધ ‘અર્થ’ને પણ માન્યતા આપીને ભાષાને એક ‘સાર્થક’ ક્રિયા તરીકે ઓળખાવી. ભાષાના અભ્યાસ માટે માઈકલ હેલિડે એ રજૂ કરેલું કેટેગરીનું અને પાછળથી સંશોધિત કરેલું સિસ્ટેમેટિક પ્રતિમાન જાણીતું છે. | જે. આર. ફર્થની રાહબરી નીચે વિકસેલા લંડન સંપ્રદાયે (૧૯૪૪-’૫૬) અમેરિકન સંપ્રદાયની વિરુદ્ધ ‘અર્થ’ને પણ માન્યતા આપીને ભાષાને એક ‘સાર્થક’ ક્રિયા તરીકે ઓળખાવી. ભાષાના અભ્યાસ માટે માઈકલ હેલિડે એ રજૂ કરેલું કેટેગરીનું અને પાછળથી સંશોધિત કરેલું સિસ્ટેમેટિક પ્રતિમાન જાણીતું છે. | ||
રોમન યાકોબ્સન અને આન્દ્રે માર્તિન જેવા વિદ્વાનોનાં કાર્યે અમેરિકન અને યુરોપિયન સંપ્રદાય વચ્ચેના અવકાશને પૂરવા સેતુરૂપ કાર્ય કર્યું. | રોમન યાકોબ્સન અને આન્દ્રે માર્તિન જેવા વિદ્વાનોનાં કાર્યે અમેરિકન અને યુરોપિયન સંપ્રદાય વચ્ચેના અવકાશને પૂરવા સેતુરૂપ કાર્ય કર્યું. | ||
સંરચનાવાદી અભિગમની મર્યાદાઓ છતી કરીને ઝેલિંગ હેરિસે(૧૯૫૨)માં ભાષાકીય એકમોના ભૌતિક ગુણધર્મો અને વિતરણ પર આધારિત વાક્ય પૃથક્કરણની રૂપાત્મક (formal) પદ્ધતિ વિકસાવી. તેને અનુસરીને નોઅમ ચોમ્સ્કીએ (૧૯૫૭ અને ૧૯૬૫માં) રૂપાન્તરણીય – પ્રજનનીય વ્યાકરણનું મોડેલ રજૂ કર્યું, જેમાં ભાષાનાં શક્ય એવાં બધાં જ વાક્યોનો અભ્યાસ કેન્દ્રસ્થાને રહ્યો, ભાષાપ્રાપ્તિ સાથે ચિત્તનો સંબંધ જોડવામાં આવ્યો. તથા ભાષાનાં સપાટી પરનાં બાહ્ય તથા આંતરિક એવા બે સ્તરો રજૂ કરવામાં આવ્યા. દુનિયાની બધી જ ભાષા તેના આંતરિક સ્તરે એકસરખી જ હોય છે એવું પ્રસ્થાપિત કરીને ભાષાની સાર્વત્રિક સંરચનાની શોધને મુખ્ય લક્ષ્ય બનાવી. તે માટે ભાષકની નવાં નવાં વાક્યો બનાવવાની સર્ગશક્તિને ધ્યાનમાં લઈને ભાષાપ્રયોગ (performance) નહીં પણ ભાષા સામર્થ્ય (competence) પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. પૃથક્કરણ માટે નિતાંત, ગણિતીય, તર્કસંગત પદ્ધતિ અપનાવવામાં આવી. આ પ્રતિમાન શબ્દાર્થવિજ્ઞાન અને ધ્વનિવિજ્ઞાનને પણ લાગુ પાડવામાં આવ્યું. આ પ્રતિમાનથી ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિ આવી. ચોમ્સ્કી અવારનવાર પોતાના પ્રતિમાનને પરિષ્કૃત કરતા જ રહ્યા છે. તાજેતરમાં (૧૯૮૧૮૨માં) તેમણે ગવર્મેન્ટ અને બાઈન્ડિંગનું પ્રતિમાન વિકસાવ્યું છે. | |||
તદુપરાંત રીલેશનલ વ્યાકરણનું તથા પાઉલ પોસ્ટલ અને પર્લમુટેર (૧૯૮૫-૮૬) વિકસાવેલું આર્ક-પેયર (૪૯ pair)નું પ્રતિમાન પણ વિકસ્યું છે. ચાર્લ્સ ફિલમોરે ભાષાના અભ્યાસ માટે ‘કારક વ્યાકરણ’નું પ્રતિમાન રજૂ કર્યું છે. આમ વીસમી સદીમાં બ્રિટન, અમેરિકા, સ્કેન્ડિનેવિયામાં ભાષાવૈજ્ઞાનિક સિદ્ધાન્તો, ટેકનિક, તંત્ર વગેરેમાં અત્યંત ઝડપી વિકાસ થયો છે. તથા ભાષાવિજ્ઞાનની, મનોભાષાવિજ્ઞાન, સામાજિક ભાષાવિજ્ઞાન, શૈલીવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાનપરક ભાષાવિજ્ઞાન, માનવજાતીય (Ethno) ભાષાવિજ્ઞાન, જ્ઞાનતંતુસંબંધી (Neuro) ભાષાવિજ્ઞાન, ગણિતીય ભાષાવિજ્ઞાન, પ્રાયોગિક ધ્વનિવિજ્ઞાન, કમ્યુટેશનલ ભાષાવિજ્ઞાન, ભાષાશિક્ષણ-પદ્ધતિ, યાંત્રિક અનુવાદ જેવી અનેક શાખાઓ વિકસી છે. | તદુપરાંત રીલેશનલ વ્યાકરણનું તથા પાઉલ પોસ્ટલ અને પર્લમુટેર (૧૯૮૫-૮૬) વિકસાવેલું આર્ક-પેયર (૪૯ pair)નું પ્રતિમાન પણ વિકસ્યું છે. ચાર્લ્સ ફિલમોરે ભાષાના અભ્યાસ માટે ‘કારક વ્યાકરણ’નું પ્રતિમાન રજૂ કર્યું છે. આમ વીસમી સદીમાં બ્રિટન, અમેરિકા, સ્કેન્ડિનેવિયામાં ભાષાવૈજ્ઞાનિક સિદ્ધાન્તો, ટેકનિક, તંત્ર વગેરેમાં અત્યંત ઝડપી વિકાસ થયો છે. તથા ભાષાવિજ્ઞાનની, મનોભાષાવિજ્ઞાન, સામાજિક ભાષાવિજ્ઞાન, શૈલીવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાનપરક ભાષાવિજ્ઞાન, માનવજાતીય (Ethno) ભાષાવિજ્ઞાન, જ્ઞાનતંતુસંબંધી (Neuro) ભાષાવિજ્ઞાન, ગણિતીય ભાષાવિજ્ઞાન, પ્રાયોગિક ધ્વનિવિજ્ઞાન, કમ્યુટેશનલ ભાષાવિજ્ઞાન, ભાષાશિક્ષણ-પદ્ધતિ, યાંત્રિક અનુવાદ જેવી અનેક શાખાઓ વિકસી છે. | ||
{{Right|ઊ.દે.}} | {{Right|ઊ.દે.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
edits