26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં પ્રેરકબળો'''</sp...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
જોકે, આનો અર્થ એમ પણ નથી કે મધ્યકાલીન સાહિત્યમાં ગદ્ય નથી મળતું. ‘વચનામૃતો’ અને ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ના ગદ્યની તો આપણને જાણ છે જ. આ ઉપરાંત સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતીના મૂળગ્રન્થોના બાલાવબોધરૂપ વિચરણ રૂપે ગદ્યસાહિત્ય પ્રાપ્ત થાય છે. | જોકે, આનો અર્થ એમ પણ નથી કે મધ્યકાલીન સાહિત્યમાં ગદ્ય નથી મળતું. ‘વચનામૃતો’ અને ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ના ગદ્યની તો આપણને જાણ છે જ. આ ઉપરાંત સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતીના મૂળગ્રન્થોના બાલાવબોધરૂપ વિચરણ રૂપે ગદ્યસાહિત્ય પ્રાપ્ત થાય છે. | ||
મધ્યકાલીન સાહિત્યની કૃતિઓના વિષયો (વૈરાગ્ય, ભક્તિ, નીતિ, સદાચાર, ગુરુ વગેરે)માં એકવિધતા દેખાવાનું કારણ પણ તેને મળેલો ધર્માશ્રય ને લોકાશ્રય છે. વળી, આ સમયના સારા તેમજ મધ્યમ; બધા જ કવિઓનો હેતુ ભારતીય સંસ્કૃતિનો સનાતન સંદેશ (વૈરાગ્ય, ભક્તિ, ઈશ્વરપ્રાપ્તિની અભીપ્સા) પહોંચાડવાનો છે તેથી પણ વિષયોની પસંદગી અમુક જ દેખાય છે. નાટક જેવું સ્વરૂપ આ સમયમાં દેખાતું નથી કેમકે, ધર્માશ્રય-લોકાશ્રયના પરિવેશમાં નાટકના ઉદ્ભવ-વિકાસની કોઈ તક જ ન હતી. | મધ્યકાલીન સાહિત્યની કૃતિઓના વિષયો (વૈરાગ્ય, ભક્તિ, નીતિ, સદાચાર, ગુરુ વગેરે)માં એકવિધતા દેખાવાનું કારણ પણ તેને મળેલો ધર્માશ્રય ને લોકાશ્રય છે. વળી, આ સમયના સારા તેમજ મધ્યમ; બધા જ કવિઓનો હેતુ ભારતીય સંસ્કૃતિનો સનાતન સંદેશ (વૈરાગ્ય, ભક્તિ, ઈશ્વરપ્રાપ્તિની અભીપ્સા) પહોંચાડવાનો છે તેથી પણ વિષયોની પસંદગી અમુક જ દેખાય છે. નાટક જેવું સ્વરૂપ આ સમયમાં દેખાતું નથી કેમકે, ધર્માશ્રય-લોકાશ્રયના પરિવેશમાં નાટકના ઉદ્ભવ-વિકાસની કોઈ તક જ ન હતી. | ||
જે સાહિત્ય ઉપલબ્ધ છે તેનો રચનાર કવિવર્ગ વિવિધ ધર્મ અને લોકોના આશ્રયમાં ઊછરતો હતો તેથી પ્રત્યેક ધર્મસંપ્રદાયના કવિઓ અને તે તે ધર્મસંપ્રદાયોની કૃતિઓ મળે છે. તેમાં જૈનધર્મના સાધુઓ, વૈષ્ણવભક્તો, શક્તિના ઉપાસકો, વેદાન્તીઓ, ખોજાકવિઓ, સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ, પારસીકવિઓ એમ કવિઓનું વૈવિધ્ય છે. આમાં જૈનસાધુ કવિઓની સંખ્યા અને જૈનધર્મને કેન્દ્ર કરતી રચનાઓ વધારે છે. મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં પંચોતેર ટકા જેટલું જૈનસાહિત્ય છે. તેનું કારણ જૈનકવિઓને ધર્મનો આશ્રય વધારે મળેલો, તેમની પાસે વિશાળ જ્ઞાનભંડારો પણ હતા. | |||
ધર્માશ્રયને કારણે દરેક સર્જકનો હેતુ ભક્તિનું ગાન કરવાનો જ હતો. તેથી કૃતિઓને અંતે તેઓ પોતાને ‘ભગત’, ‘દાસ’, ‘ભટ’ તરીકે જ ઓળખાવે છે. આને કારણે લોકસાહિત્ય જેવી સ્થિતિ પણ જોવા મળે છે. કવિપણાની કોઈને સભાનતા નથી તેથી આગળની પરંપરાનો લાભ લેવાનો તેમને સંકોચ નથી. મૌલિકતાનો આગ્રહ નહિવત્ છે. | ધર્માશ્રયને કારણે દરેક સર્જકનો હેતુ ભક્તિનું ગાન કરવાનો જ હતો. તેથી કૃતિઓને અંતે તેઓ પોતાને ‘ભગત’, ‘દાસ’, ‘ભટ’ તરીકે જ ઓળખાવે છે. આને કારણે લોકસાહિત્ય જેવી સ્થિતિ પણ જોવા મળે છે. કવિપણાની કોઈને સભાનતા નથી તેથી આગળની પરંપરાનો લાભ લેવાનો તેમને સંકોચ નથી. મૌલિકતાનો આગ્રહ નહિવત્ છે. | ||
{{Right|કી.જો.}} | {{Right|કી.જો.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
edits