ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને વાગ્મિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિત્ય અને વાગ્મિતા'''</span> : ઍરિસ્ટોટલના સમયથ...")
 
No edit summary
Line 6: Line 6:
શેક્સ્પીઅરના નાટક ‘જુલિઅસ સીઝર’માં ટોળા સમક્ષ ઍન્ટનિ અને બ્રૂટસે આપેલાં વક્તવ્યો ટોળાને એકથી બીજા મત તરફ ફંગોળવા સમર્થ બને છે તેમાં વાગ્મિતાનો વિજય છે. અને આવી સશક્ત વાગ્મિતાનો શેક્સ્પીઅરે પોતાના નાટ્યને હેતુ-સિદ્ધિ સુધી પહોંચાડવામાં જે સમર્થ ઉપયોગ કર્યો છે તેમાં તેમની સાહિત્યસિદ્ધિ-અર્થે વાગ્મિતા કેટલી ઉપયોગી છે તે કોઠા-સૂઝનો પરિચય મળી રહે છે. આમ, કવિતાના ત્રીજા સૂરમાં વાગ્મિતાનો સાહિત્યસિદ્ધિ-અર્થે સચોટ ઉપયોગ થતો આવ્યો છે. આપણે ત્યાં પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં એકાધિક પ્રસંગોએ વાગ્મિતાએ આખ્યાનસિદ્ધિમાં જે ફાળો આપ્યો છે તે નોંધપાત્ર છે. આધુનિકતાના સાહિત્યમાં, ખાસ કરીને કવિતામાં, વાગ્મિતાભરી ગદ્યછટાઓ કૃતિના હાર્દને હૂબહૂ બનાવવામાં જે રીતે ઉપકારક નીવડી છે તે પણ સાહિત્ય અને વાગ્મિતાના સૂક્ષ્મ સંબંધને દૃઢાવે છે.  

પરંતુ જ્યારે સાહિત્યનું એકમાત્ર ધ્યેય વાગ્મિતા બની જાય છે ત્યારે તે સર્વત્ર અને સર્વકાળે નિંદ્ય પ્રવૃત્તિ ગણાઈ છે. આવી વાગ્મિતાનો અતિરેક સાહિત્યને કેવળ આડંબરી બનાવી તેની અસરકારકતાને રહેંસી નાખે છે. પરિણામે સાહિત્યનું સત્ય અને સત્ત્વ વાગ્મિતાના વીંટામાં ક્યાંય અદૃષ્ટ બની જઈ બન્નેના સંબંધની અરસપરસની પૂરકતાને બદલે નિ :સત્ત્વ વરવી કૃતિનું ઉત્પાદન થઈ રહે છે. આથી સાહિત્ય અને વાગ્મિતાનો સંબંધ અમુક સીમા સુધી જ સ્વીકારાયો છે; અને આ સીમા તે સાહિત્ય-તત્ત્વને સુંદરતા અને સચોટતા સુધી પહોંચાડનારી વાક્-તરકીબ, અન્યથા તે વાગ્વિલાસ.

{Right|ધી.પ.}}
{{Right|ધી.પ.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
341

edits

Navigation menu