ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂપક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:




{{Poem2Open}}
<span style="color:#0000ff">'''રૂપક(Metaphor)'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આ સાદૃશ્યમૂલક અભેદપ્રધાન આરોપયુક્ત અર્થાલંકાર ગણાયો છે; જેમાં સાદૃશ્યના આધાર પર પ્રસ્તુતમાં અપ્રસ્તુતનો આરોપ કરીને અભેદની કે એકરૂપતાની સ્થાપના કરવામાં આવે છે. એટલેકે રૂપકઅલંકારમાં ઉપમેય-ઉપમાનનું રૂપ લે છે કે પછી ઉપમેયને ઉપમાનનું રૂપ આપવામાં આવે છે. આમ રૂપનો આરોપ થતો હોવાથી આ રૂપકઅલંકાર છે. જેમકે ‘બાહુલતા’ યા ‘મુખચન્દ્ર’. ભામહે રૂપકની બે વિશેષતા નોંધી છે : ઉપમેય-ઉપમાની એકરૂપતા અને ગુણોની સમતા. દંડી ‘તાદાત્મ્ય પ્રતીતિ’ પર ભાર મૂકી ઉપમાન-ઉપમેયના પરસ્પરના તિરોધાનને પુરસ્કારે છે. વામન રૂપકને ઉપમાના પ્રપંચરૂપે જુએ છે, તો મમ્મટ ઉપમાન અને ઉપમેયના અભેદને રૂપક કહે છે. વિશ્વનાથે રૂપકમાં શાબ્દસાદૃશ્ય નહીં પણ આર્થ કે વ્યંગ્યસાદૃશ્ય ક્રિયાશીલ હોય છે એવો વિચાર આપ્યો છે. રુદ્રટે બતાવ્યું છે કે ઉપમેય અને ઉપમાનના ગુણસામ્યને કારણે અભેદની કલ્પના કરાય અને એમાં સામાન્ય ધર્મનો નિર્દેશ ન હોય તો રૂપક કહેવાય.
<span style="color:#0000ff">'''રૂપક'''</span> : વર્ણવેલાં ચરિત્રોનાં રૂપોને પોતાનામાં આરોપિત કરી નટ રંગભૂમિ પર પ્રદર્શિત કરે છે એ સંદર્ભમાં દૃશ્યકાવ્યના ભેદને ‘રૂપક’ કહ્યો છે. એટલે ધનંજય કહે છે તેમ રૂપનો આરોપ હોવાથી નાટકને ‘રૂપક’ની સંજ્ઞા મળી છે. ભરતે નાટ્યશાસ્ત્રના વીસમા અધ્યાયને ‘દશરૂપવિધાન’ કે ‘દશરૂપવિકલ્પન’ જેવી સંજ્ઞા આપી, એમાં નાટકનાં દશ રૂપ વર્ણવ્યાં છે. રૂપકોના ભેદકતત્ત્વ તરીકે કથાવસ્તુ નાયક અને રસ ગણાય છે.
રૂપકના અનેક પ્રભેદો ગણાવાયા છે. દંડીએ વીસેક જેટલા ભેદ આપ્યા છે. પણ મમ્મટ અને અપ્પયદીક્ષિતનું એમાં વિશેષ પ્રદાન છે. મમ્મટે ત્રણ પ્રધાન ભેદ કર્યા છે : અંગો સહિત ઉપમેયમાં ઉપમાનનો આરોપ થાય તે સાંગ (સાવયવ) રૂપક. એક ઉપમેયમાં એક ઉપમાનનો અંગરહિત આરોપ થાય તે નિરંગ (નિરવયવ) રૂપક; એક આરોપ બીજા આરોપોનું કારણ બને તે પરંપરિતરૂપક. રૂપકના આ ત્રણ મુખ્ય ભેદોના પેટા પ્રકારો છે. સાંગરૂપકના સમસ્તવસ્તુવિષય અને એકદેશવર્તી એમ બે ભેદ છે : સાંગરૂપક જો આરોપ્યમાણ અને આરોપ્યના સમસ્તવિષયનું પ્રગટ રૂપમાં કથન કરે તો સમસ્તવસ્તુવિષય રૂપક છે અને જો સાંગરૂપકમાં કેટલોક આરોપ શબ્દત : પ્રગટ રૂપમાં હોય અને કેટલોક આરોપ અર્થબલથી જ્ઞાત થતો હોય તો તે એકદેશવર્તીરૂપક છે. નિરંગરૂપકના શુદ્ધ અને માલા એમ બે ભેદ પડે છે. એક ઉપમેયમાં એક ઉપમાનનો આરોપ હોય તો શુદ્ધ નિરંગરૂપક અને જો એક ઉપમેયમાં અંગરહિત અનેક ઉપમાનોનો આરોપ હોય તો તે માલારૂપ નિરંગરૂપક છે. એ જ રીતે પરંપરિત રૂપકના પણ બે ભેદ છે : જો એક આરોપ બીજા આરોપનું કારણ હોય તો એકરૂપ પરંપરિતરૂપક અને જો એકાધિક આરોપોની શ્રેણી બને તો માલારૂપ પરંપરિતરૂપક છે.
રૂપકોમાં કેટલાંક પ્રધાનરૂપક અને કેટલાંક અપ્રધાનરૂપક કહેવાય છે. ‘સાહિત્યદર્પણ’માં કુલ દશ ભેદો ઉપરાંત અન્ય ૧૮ ઉપરૂપકોનો પરિચય પણ આપ્યો છે. અલબત્ત, નાટક અને પ્રકરણ જેવાં બે પ્રધાનરૂપકને બાદ કરતાં ભાણ, વીથી, પ્રહસન ઇત્યાદિ અન્ય ૮ અપ્રધાનરૂપકોનું કેવળ ઐતિહાસિક મહત્ત્વ છે. સાહિત્યજગતમાં એના નમૂના વિરલ છે ને કેટલાંકના તો નમૂના મળતા જ નથી. રૂપકના દશ ભેદ આ પ્રમાણે છે :
અપ્પયદીક્ષિતે રૂપકના અભેદરૂપક અને તદ્રૂપરૂપક એવા બે મુખ્ય ભેદ કર્યા છે. જ્યારે ઉપમાન અને ઉપમેય કોઈપણ નિષેધ વગર અભેદરૂપથી રજૂ થાય તો તે અભેદરૂપક કહેવાય છે. જેમકે મુખચન્દ્ર અને જ્યારે ઉપમાન ઉપમેયનું રૂપ ધારણ કરે પણ બંનેનું તાદાત્મ્ય કે બંનેની એકતા ન હોય તો તે તદ્રૂપરૂપક કહેવાય છે. જેમકે મુખ બીજો ચન્દ્ર. આ બંને મુખ્ય ભેદોના સમ, અધિક અને ન્યૂન એવા પેટાપ્રકાર પણ અપ્પયદીક્ષિતે સૂચવ્યા છે.
નાટકમાં પાંચથી દશ અંકમાં પાંચ સન્ધિ સહિત ઐતિહાસિક પૌરાણિકવૃત્ત વિસ્તરેલું હોય છે. એના કેન્દ્રમાં ધીરોદાત્ત નાયક હોય છે અને એમાં શૃંગાર કે વીરરસનું પ્રાધાન્ય હોય છે. ‘અભિજ્ઞાન શાકુન્તલ’ એનું ઉદાહરણ છે.
પાશ્ચાત્ય વિવેચનમાં પણ એક વસ્તુને અન્યના સંદર્ભમાં વર્ણવવામાં આવે એવા સંક્રમણવિષયક રૂપકઅલંકારનું મહત્ત્વ છે. એટલેકે રૂપક એ ચોક્કસ પ્રકારના સાદૃશ્ય પર આધારિત અવેજી છે. અહીં પણ ‘એ ડુક્કર છે’ એમ કહેવામાં આવે તો રૂપક; ‘એ ડુક્કર જેવો છે’ એમ કહેવામાં આવે તો ઉપમા એવો ભેદ દર્શાવ્યો છે. આમ રૂપક શબ્દને એના રોજિંદા અને સાધારણ ઉપયોગમાંથી નવા અસાધારણ સંદર્ભમાં મૂકી આપે છે. કવિ રૂપક દ્વારા અર્થને બદલી કે મરડી શકે છે. બીજી રીતે કહીએ તો સંકેતની રૂઢ વ્યવસ્થા દ્વારા પ્રત્યાયન સાધવાની આવશ્યકતામાંથી રૂપક કવિને મુક્ત કરે છે. રૂપક ક્રિયારૂપે, વિશેષણરૂપે, ક્રિયાવિશેષણરૂપે એમ અનેક રીતે રચી શકાય છે. પૉલ રિકુરેં રૂપકરચનાની પ્રક્રિયાનાં ત્રણ અંગો રૂપે ચયન, અવેજી અને ભાષાસંઘટનાને ઓળખાવ્યાં છે.
પ્રકરણમાં પાંચથી દશ અંકમાં પંચ સન્ધિસહિતનું કલ્પિત કથાવસ્તુ હોય છે, જેના કેન્દ્રમાં ધીરપ્રશાન્ત નાયક હોય છે અને એમાં શૃંગારરસની પ્રધાનતા હોય છે. ‘મૃચ્છકટિક’ એનું ઉદાહરણ છે.
એરિસ્ટોટલે રૂપકના ચાર વર્ગ પાડ્યા છે : વિશેષથી સામાન્ય (ચકલી/પક્ષી); સામાન્યથી વિશેષ (વૃક્ષ/આંબો); વિશેષથી વિશેષ (ચકલી/કબૂતર); પ્રમાણપરક રૂપકો अ, , , ड તરીકે. ક્વિન્ટિલ્યને રૂપક અંગે અન્ય વર્ણનવ્યવસ્થા સૂચવી છે; અને સજીવ નિર્જીવ વર્ગીકરણ બતાવ્યું છે; સજીવથી નિર્જીવ (ખુરશીનો પાયો); નિર્જીવથી સજીવ (પુસ્તકમિત્ર); સજીવથી સજીવ (રમા ગુલાબ છે); અને નિર્જીવથી નિર્જીવ (વાદળમંજૂષા).
ભાણમાં એક જ અંકમાં ઓછા અભિનય અને ઝાઝા કથનમાં એકોક્તિથી રજૂ થતું ધૂર્તચરિત્રથી સંબદ્ધ કલ્પિત કથાનક હોય છે. એમાં વીરરસ કે શૃંગારરસની પ્રધાનતા હોય છે. ‘ચતુર્ભાણી’ એક પ્રાચીન સંકલન છે.
આજે નૃવંશશાસ્ત્રીય પ્રમાણોથી કેટલાક માને છે કે બધી ભાષા રૂપકાત્મક છે. તો ભાષામાં ‘જીવનપથ’ ‘કુલદીપક’ જેવા મૃતરૂપકો હાજર હોય છે એમ પણ બતાવાયું છે.
પ્રહસનમાં એક જ અંકમાં ધૂર્તકામુક પાખંડી પાત્રોનું કલ્પિત કથાનક હાસ્યપ્રધાન હોય છે. ભરતે એના શુદ્ધ અને સંકીર્ણ એમ બે પ્રકાર દર્શાવ્યા છે. ‘મત્તવિલાસ’ અને ‘ધૂર્તસમાગમ’ એનાં પ્રખ્યાત ઉદાહરણ છે.
ડિમમાં ચાર અંકમાં વિમર્શ વગરની ચાર સંધિથી રજૂ થયેલું ઇતિવૃત્ત પૌરાણિક હોય છે. ધીરોદાત્ત નાયક અને શૃંગારરસ એનાં મહત્ત્વનાં તત્ત્વો છે. ભરતે ‘ત્રિપુરદાહ’ નામક ડિમનો ઉલ્લેખ કર્યો છે.
વ્યાયોગમાં એક જ અંકમાં ગર્ભ અને વિમર્શસંધિ વગર માત્ર ત્રણ સન્ધિથી રજૂ થતાં પૌરાણિક કથાનકમાં ધીરોદાત્ત નાયક કેન્દ્રમાં હોય છે; અને એક જ દિવસની ઘટના નાટકનો વિષય બને છે. ભાસનું ‘મધ્યમવ્યાયોગ’ એનું ઉદાહરણ છે.
સમવકારમાં ત્રણ અંકમાં વિમર્શ વગરની ચાર સન્ધિથી રજૂ થતું પૌરાણિક કથાનક વીરરસયુક્ત હોય છે. ઉપાયો અને પ્રયોજનોની અનેકવિધતા એની વિશેષતા છે. ભાસના ‘પંચરાત્ર’ને કેટલેક અંશે સમવકાર કહી શકાય.
વીથીમાં એક જ અંકમાં કલ્પિત કથાનક શૃંગારને કેન્દ્રમાં લઈને ચાલે છે. વક્રોક્તિની પ્રધાનતા અહીં ધ્યાન ખેંચે છે. વિશ્વનાથે ‘માલવિકા’ નામની વીથીનો ઉલ્લેખ કર્યો છે.
અંકને, કેટલાંક અન્ય રૂપકો પણ એક જ અંકના હોવાથી અને નાટકના એકમ તરીકે પણ ‘અંક’ આવતો હોવાથી વિસ્તારથી ‘ઉત્સૃષ્ટિકાંક’ સંજ્ઞા આપી છે. શોકગ્રસ્ત સ્ત્રીઓના પ્રલાપ, વિલાપ, ગભરાટ વગેરે ક્રિયાઓથી, વિયોગ દ્વારા ઉત્પન્ન કરુણરસ અહીં યુદ્ધવૃત્તાન્તના કેન્દ્રમાં હોય છે. વિશ્વનાથે ‘શર્મિષ્ઠાયયાતિ’નું ઉદાહરણ આપ્યું છે.
ઇહામૃગમાં ચાર અંકમાં ગર્ભવિમર્શ વગરની ત્રણ સંધિમાં રજૂ થતા મિશ્ર કથાનકના કેન્દ્રમાં ધીરોદ્ધત નાયક હોય છે. એમાં પ્રતિનાયક દ્વારા થતો છળકપટનો ઉપયોગ મહત્ત્વનો છે. વિશ્વનાથે ‘કુસુમશેખર વિજય’નો ઇહામૃગ તરીકે ઉલ્લેખ કર્યો છે.
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
26,604

edits

Navigation menu