18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. શેષ અભિસાર|}} <poem> શિશુ હૃદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરૂખા કને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
સ્ત્રી : | |||
ચૂપ હો, એ પધારે છે, | |||
ક્ષણ | એના મહિષનો દૂર | ||
ઘૂઘરો રણકે જેનો ઓરો ઓરો પડે ધ્વનિ. | |||
દૃષ્ટિની સીમની પેલી પારનાં, અંતરિક્ષનાં | |||
ભેદીને ગહનો આવે, ઓળંગી અદ્રિઓ ઊંચા. | |||
વાંકા છે માર્ગ ને પેલાં આંહીં ત્યાં ચંડ રોધનો | |||
પડ્યાં છે તોય રે એની ગતિ શી? | |||
એક ફાળમાં | |||
વીંધીને શત જોજન | |||
આજ તો એ પધારે છે. | |||
ઘેરાં અંધારાં કૃષ્ણ રાત્રિનાં | |||
વ્યાપ્યાં છે, વર્ણ છે એનો શ્યામ, તોયે ક્ષણે ક્ષણે | |||
હાલતી આ હવા માંહિ ઓળો સ્પષ્ટ થતો લહું. | |||
લ્હેરાતો અંચળો એણે ઓઢ્યો ભ્રૂરેખ ઢાંકતો, | |||
લોચનો પ્રેમીનાં જાણે ઝગે છે શુક્રની જ્યમ, | |||
અજાણ્યા સુખનો કેવો | |||
અંગે રોમાંચ વ્યાપતો! | |||
આજ તો જિંદગી કેરું ધન્ય હોશે સમર્પણ! | |||
પ્રાણની કામના કેરું શૂન્ય માંહિ વિસર્જન! | |||
આવી માંગલ્યની ઘડી. | |||
પરિચારિકા! | |||
કંકુની કોરના પીળા પાનેતર થકી મને | |||
સજો, ને સર્વ શિંગારે સોહાવો ક્ષણ લગ્નની, | |||
દીપને પ્રગટાવી જો મૂકો પેલા ખૂણા મહીં, | |||
ગતિ ના વાયુની જેને અંધારું અડકે બસ. | |||
અરે ઓ પરિચારિકા! | |||
પરિચારિકા : | |||
જી! | |||
સ્ત્રી : | |||
આવે… | |||
પરિચારિકા : | |||
મા! બોલશો નહિ… | |||
સ્ત્રી : | |||
આવે છે… | |||
આવ હે હર્ષવર્ધન! | |||
અનિમેષ દૃગો તારી કરે છે સ્નેહવર્ષણ. | |||
અંગની આગ, સંતાપો ચિત્તના સર્વ શામતા, | |||
ન્હાઉં છું જમના કેરાં જલે હું હૈમ-શીતલ. | |||
હવે ના દૂર, ઝૂરું હું તારાં આલિંગનો મહીં | |||
ખેલવા, શમવા… | |||
કિંતુ શાને રે શ્વાન આ રડી | |||
રોકે છે માર્ગને મારા? | |||
ખમ્મા ખમ્માય એહને. | |||
આજની યામિની કોટિ તારલાથી ઝળાંઝળાં, | |||
ચંદ્રનાં રશ્મિથી એને ઝાંખપો લાગતી નથી. | |||
ઊંચેરા વ્યોમની નીચે ઉર્વીને શાંત આંગણે | |||
મળીને બેઉ આપણે | |||
રમીશું. | |||
નૃત્ય શેષાભિસારનું. | |||
મૃદંગે બોલ વાજતાં, | |||
મંદ મંદ રવે વ્યાપે ગ્રહોનું વૃંદવાદન, | |||
હવાનું શાંત હૈયું શું ઝંકૃતિથી હલી રહ્યું! | |||
અધીરા અંગમાં મારા, તાલનાં શત સ્પંદનો | |||
જાગે છે, પ્રિય હે! ચાલો… | |||
૧લું સ્વજન : | |||
અહો શી પગલી! | |||
જાણે ભૂમિને સ્પર્શતી નથી, | |||
કંપતાં અંગઅંગો શાં! | |||
કશું શૈથિલ્ય! તોય રે | |||
અંગૂઠે પગના કેવી દોલતી કાય ર્હૈ ટકી! | |||
જાણે કે હમણાં આ… આ… | |||
પર્ણ કો પીંપળા કેરું વૃન્તમાંથી જશે ખરી. | |||
ખર્યું જાણે ખર્યું… | |||
૨જું સ્વજન : | |||
ના, ના, | |||
ગતિ શી ચપલા જેવી | |||
દૃષ્ટિ કેરી નિમેષમાં | |||
દિશાઓ ચમકાવીને લુપ્ત થૈ જાય સ્હેજમાં! | |||
રેખા-શી કાયમાં જાણે કોઈ શક્તિ અતીન્દ્રિય, | |||
તત્ત્વને આશ્રયે જાણે પ્રકૃતિ રમણે ચડી! | |||
મત્ત છે, ના કશાનાયે માને છે અંતરાયને, | |||
સર્વને મ્હાત દૈ કરી | |||
ઝંઝાના જોમથી આ શી જિંદગી નર્તતી ફરી! | |||
કિંતુ ત્યાં ઢળતી… પાછી ઢળે છે… | |||
રે ગઈ ઢળી. | |||
૩જું સ્વજન : | |||
ગાન થંભી ગયું, વ્યાપ્યું મૌન, | |||
કારુણ્ય અંતનું! | |||
મૃત્યુ : | |||
પ્રિયે! | |||
ધીરે ફરી જાગે શૂન્યમાંથી સ્વરો મૃદુ, | |||
ઊઠો, આલંબને ધારી અંગુલિ માહરી ઊઠો! | |||
રાત્રિના શેષ ભાગે જો અંધારું થાય શીતલ! | |||
તોડીની ગતમાં ગાતું વેદના કો સુકોમલ. | |||
જ્યોતમાંથી ઊઠે જેવી ધૂમ્રલેખા… | |||
૧લું સ્વજન: | |||
થીજેલું જલ પીગળી | |||
વહે તેવી રીતે પાછી જાગૃતિ આવતી જતી. | |||
કાય શી હાલતી! ઊંચી થતી શા સ્પર્શથી ઋજુ! | |||
કોનાં આલિંગને જાણે પીએ છે પ્રેમનું મધુ! | |||
૨જું સ્વજન : | |||
કોનાં તે નેત્રની સાથે સંધાયે નેત્રની પ્રભા! | |||
હાલતા હોઠ જાણે કે ઉચ્ચારે છે ‘સ્વધા, સ્વધા!’ | |||
મૃત્યુ : | |||
આપણે ત્યાં જવું જ્યાં છે વાયુ કેરી ગતિ નહિ. | |||
બોજ હ્યાં સર્વ દ્યો મૂકી. | |||
અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું. | |||
સ્ત્રી : | |||
મારા શેષાભિસારની | |||
ધન્ય વેળા સુમંગલ. | |||
કોનું રે ડૂસકું ત્યારે? | |||
મૃત્યુ : | |||
સ્પર્શનું વસ્ત્ર હો પરું, | |||
વાણી ના, શ્રુતિ ના, દૃષ્ટિ કેરાંયે દર્શનો નહિ, | |||
સ્મૃતિ ના, તુજને વ્હાલો પ્રાણ તેયે નહીં નહીં. | |||
તું ને હું… | |||
૧લું સ્વજન : | |||
હોલાતા દીપની છેલ્લી જલી ર્હૈ દિવ્ય કાંતિ આ… | |||
સર્વ સ્વજનો : | |||
શાન્તિ હો ગતને, | |||
પૂંઠે રિક્તને શાન્તિ શાન્તિ હો… | |||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૧૫-૧૯)}} | |||
</poem> | </poem> |
edits