ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 10: Line 10:
સાહિત્યના ત્રણ મૂળભૂત પ્રકાર(Basic Genres)માં ઊર્મિકાવ્ય ભાષા પરત્વેના અભિવ્યક્તિશીલ અભિવૃત્તિ (expressive attitude)ને, મહાકાવ્ય પ્રતિનિધાનશીલ અભિવૃત્તિ(reprsentational attitude)ને અને નાટક પ્રતિભાવશીલ અભિવૃત્તિ(Impressive attitude)ને સ્વીકારીને ચાલે છે. એમાં ય, નાટક એક બાજુ માઈમ, ફ્લોટ, ટેબ્લો, ડમ્બ શો, પેન્ટોમાઈમ વગેરેનો સદંતર ભાષાહીન પ્રયોગ પણ હોઈ શકે અને નાટક ઘરમાં બેઠાં બેઠાં, ખુરશીમાં પડ્યા પડ્યા વાંચવાની સદંતર પ્રયોગહીન કેવળ સાહિત્યકૃતિ પણ હોઈ શકે, એની શક્યતાનો પણ સ્વીકાર કરીને ચાલવું પડે. આ બે અંતિમોની વચ્ચે પ્રયોગશીલ નાટ્યકૃતિ પણ હોઈ શકે. નાટ્યકૃતિ પ્રયોગશીલ હોય ત્યારે સાહિત્યકૃતિની ભાષા ઉપરાંત એમાં એના પ્રયોગોની ભાષા પણ ઉમેરાય છે. પ્રયોગની સાથે દિગ્દર્શકની ભાષા (Director’s Script), અભિનેતાઅભિનેત્રીઓની શરીરભાષા અને રંગમંચની ભાષા પ્રવેશ કરે છે. ટૂંકમાં, નાટક લેખનકસબ, અભિનયકસબ અને રંગમંચકસબ સાથે સંકળાય છે.  

અહીં નાટકના સાહિત્યસ્વરૂપ અને લેખનકસબની વાત કરવા ધારી છે. નાટકને સાહિત્યકૃતિ તરીકે હાથમાં લેતાં એની ભાષાનાં બે સ્તરો સ્વાભાવિક રીતે જોઈ શકાય :  

૧, નાટકકારનો પાઠ (author’s text) : પ્રયોગ અંગેની, પાત્ર અંગેની, ભજવણી અંગેની રંગમંચ-સજ્જા અંગેની સૂચનાઓનો જેમાં સમાવેશ હોય છે.  

૨, સંવાદપાઠ (Dialogue text) : આ નાટ્યકૃતિનો મુખ્ય પાઠ છે.  

નાટકકારના પાઠમાં નાટકકારની શૈલીની પોતીકી લઢણો કે એનું વ્યક્તિત્વ ઊતરી આવવાનો સંભવ છે. પરંતુ નાટ્યકૃતિનો સંવાદપાઠ એ નાટકકાર માટે સૌથી વધુ સાહસનો ભાગ છે. નાટકનું સાહિત્યસ્વરૂપ એવું છે કે જેમાં નાટકકાર ભાષામાં સીધું પ્રત્યાયન નથી કરતો. નાટકમાં કોઈ સીધું પ્રત્યાયન નથી કરતું. પાત્રો એકબીજાને પ્રત્યાયન કરે છે અને નાટકનાં પાત્રોના એકબીજાને થતાં પ્રત્યાયન દ્વારા સમગ્ર નાટકનું આડકતરી રીતે (indirectly) પ્રત્યાયન થાય છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે નાટકમાં પ્રત્યાયનો દ્વારા પ્રત્યાયન (communication through communications) થાય છે. આમ કરવામાં નાટકકારની સામે ભાષા અંગેનું જે સાહસ આવે છે તે એ છે કે નાટકકારને એક એક પાત્રને ઉચિત એવી એની વ્યક્તિભાષા (idiolect)નો આભાસ પહેલાં તો રચવો પડે છે. એટલું જ નહિ પણ દરેક પાત્ર અન્ય પાત્રો સાથે વ્યવહારમાં ઊતરે છે ત્યારે પાત્રે પાત્રે જે એની ભાષાનો વ્યવહાર બદલતો આવે છે, એ પ્રભાષાઓ (Registers)નો આભાસ એણે રચવો પડે છે. આમ કોઈપણ નાટ્યકૃતિમાં નાટકકારના પાઠની પોતાની વ્યક્તિભાષાના આભાસનું અને સંવાદપાઠમાં પાત્રગત વિવિધ વ્યક્તિભાષા તેમજ પ્રભાષાઓના આભાસનું સર્જન કરવાનું રહે છે.

26,604

edits

Navigation menu