18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સમરકંદ-બુખારા: વિનોદ અને વેદનાનું સંતુલન | }} | {{Heading|સમરકંદ-બુખારા: વિનોદ અને વેદનાનું સંતુલન |રાજેન્દ્રસિંહ જ. ગોહિલ}} | ||
<poem> | <poem> | ||
Line 83: | Line 83: | ||
{{Right|વીસાપુર જેલ, ૧-૭-૧૯૩૨}} | {{Right|વીસાપુર જેલ, ૧-૭-૧૯૩૨}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાચા કવિની પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક કાર્ય કાવ્યમય બની રહેતાં હોય છે. કવિના અંતરમનના અવકાશોમાં એ કાવ્યમય ક્ષણોનું સતત મનન, ચિંતન અને અનુરટણ થયા કરે છે. એમાં નવા નવા સર્જનાત્મક કાવ્યમય અમૂર્ત આકારો જન્મ લઈ કવિચિત્તને કૃતિ-રચના કરવા માટે સંપ્રેરણ કરતા હોય છે, અને એટલે પેલી અનુભૂત ક્ષણો આપોઆપ માર્ગ કરીને તીવ્રતાથી શબ્દરૂપ પામે છે. છાત્રજીવનમાં અનુભવેલી એક સામાન્ય ઘટના-ક્ષણ કાવ્યનાયકના ચિત્તને જીવનભર સતત તાવે-તપાવે છે. સ્મૃતિમાં રહી પડેલું ઘટના-બીજ આ કાવ્યનું કેન્દ્ર બને છે. | સાચા કવિની પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક કાર્ય કાવ્યમય બની રહેતાં હોય છે. કવિના અંતરમનના અવકાશોમાં એ કાવ્યમય ક્ષણોનું સતત મનન, ચિંતન અને અનુરટણ થયા કરે છે. એમાં નવા નવા સર્જનાત્મક કાવ્યમય અમૂર્ત આકારો જન્મ લઈ કવિચિત્તને કૃતિ-રચના કરવા માટે સંપ્રેરણ કરતા હોય છે, અને એટલે પેલી અનુભૂત ક્ષણો આપોઆપ માર્ગ કરીને તીવ્રતાથી શબ્દરૂપ પામે છે. છાત્રજીવનમાં અનુભવેલી એક સામાન્ય ઘટના-ક્ષણ કાવ્યનાયકના ચિત્તને જીવનભર સતત તાવે-તપાવે છે. સ્મૃતિમાં રહી પડેલું ઘટના-બીજ આ કાવ્યનું કેન્દ્ર બને છે. | ||
Line 104: | Line 104: | ||
કાવ્યનાયકને કંદહાર, કાબુલ, બલ્ખ, ઇસ્પહાન, તહેરાન, કેન્યા, કિલિમાન્જારો જેવાં અનેક શહેરો વિશે જાણવા-જોવાનું બન્યું છે, પણ એ બધાનો સ્મૃતિલોપ થયો છે. સોટીના મારની ચમચમ સાથે જડાઈ ગયેલાં સમરકંદ બુખારા સૂતાં-જાગતાં-સ્વપ્ને-તંદ્રે-મધરાતે-નિશદિને સતત સ્મરણમાં રણક્યા કરે છે. ઘટનાબીજની સાથે અનાયાસ જોડાતી ચિત્રશ્રેણીઓ કાવ્યને મનભર બનાવવા સાથે સવૈયાની ચાલમાં ચાલતું કાવ્ય નર્મ-મર્મ બાનીને કારણે આસ્વાદ્ય બની રહે છે. જોકે અહીં નોંધવું જોઈએ કે ચંદ્રકાન્ત શેઠે આ કાવ્યમાં લાવણી છંદ પ્રયોજાયો છે એમ કહ્યું છે. (ઉમાશંકરનો વાગ્વૈભવ — ૧) આ કાવ્ય સંદર્ભે ભોળાભાઈ પટેલ નોંધે છે કે — “પ્રાથમિક નિશાળોમાં શારીરિક શિક્ષા અંગેની આ કવિતા નથી જ, અનેક બાબતોનું સંયોજન કરતા જઈ એ શિક્ષાની સ્મૃતિને જ આલંબન બનાવી કવિતા કરવામાં કવિની રચનાશક્તિ એવી ખીલી છે કે કાવ્યને અંતે ભાવક પણ ગણગણવા લાગે ‘સમરકંદ-બુખારા’. ભલે હૃદયને તળિયે તો શિશુ અશ્રુ હોય, એટલે શાળાજીવનનાં સ્મરણોમાં કરુણ-ગર્ભ હાસ્ય વ્યુત્પન્ન થયા સિવાય રહેતું નથી. — દરેક કાવ્યખંડને અંતે ‘સમરકંદ-બુખારા'ની ધ્રુવપંક્તિ આવે છે જે કાવ્યના પ્રભાવમાં ઉમેરો કરે છે.” (પૃ.૧૨૭ ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો. સંપા. નિરંજન ભગત તથા અન્ય) | કાવ્યનાયકને કંદહાર, કાબુલ, બલ્ખ, ઇસ્પહાન, તહેરાન, કેન્યા, કિલિમાન્જારો જેવાં અનેક શહેરો વિશે જાણવા-જોવાનું બન્યું છે, પણ એ બધાનો સ્મૃતિલોપ થયો છે. સોટીના મારની ચમચમ સાથે જડાઈ ગયેલાં સમરકંદ બુખારા સૂતાં-જાગતાં-સ્વપ્ને-તંદ્રે-મધરાતે-નિશદિને સતત સ્મરણમાં રણક્યા કરે છે. ઘટનાબીજની સાથે અનાયાસ જોડાતી ચિત્રશ્રેણીઓ કાવ્યને મનભર બનાવવા સાથે સવૈયાની ચાલમાં ચાલતું કાવ્ય નર્મ-મર્મ બાનીને કારણે આસ્વાદ્ય બની રહે છે. જોકે અહીં નોંધવું જોઈએ કે ચંદ્રકાન્ત શેઠે આ કાવ્યમાં લાવણી છંદ પ્રયોજાયો છે એમ કહ્યું છે. (ઉમાશંકરનો વાગ્વૈભવ — ૧) આ કાવ્ય સંદર્ભે ભોળાભાઈ પટેલ નોંધે છે કે — “પ્રાથમિક નિશાળોમાં શારીરિક શિક્ષા અંગેની આ કવિતા નથી જ, અનેક બાબતોનું સંયોજન કરતા જઈ એ શિક્ષાની સ્મૃતિને જ આલંબન બનાવી કવિતા કરવામાં કવિની રચનાશક્તિ એવી ખીલી છે કે કાવ્યને અંતે ભાવક પણ ગણગણવા લાગે ‘સમરકંદ-બુખારા’. ભલે હૃદયને તળિયે તો શિશુ અશ્રુ હોય, એટલે શાળાજીવનનાં સ્મરણોમાં કરુણ-ગર્ભ હાસ્ય વ્યુત્પન્ન થયા સિવાય રહેતું નથી. — દરેક કાવ્યખંડને અંતે ‘સમરકંદ-બુખારા'ની ધ્રુવપંક્તિ આવે છે જે કાવ્યના પ્રભાવમાં ઉમેરો કરે છે.” (પૃ.૧૨૭ ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો. સંપા. નિરંજન ભગત તથા અન્ય) | ||
પરંપરાગત કથન કે પુરાકથાઓનું કથાબીજ લઈને રચાતી રચનાઓ કરતાં કંઈક અંશે અલગ, આછી-પાતળી ઘટના લઈને થયેલી આ રચના એની વિલક્ષણ અભિવ્યક્તિને કારણે ઉમાશંકરની કવિપ્રતિભાની દ્યોતક બની રહે છે. નર્મ-વિનોદ અને વેદનાની સંતુલિત ગૂંથણી કાવ્યને સામાન્ય બનવામાંથી ઉગારી લે છે. | પરંપરાગત કથન કે પુરાકથાઓનું કથાબીજ લઈને રચાતી રચનાઓ કરતાં કંઈક અંશે અલગ, આછી-પાતળી ઘટના લઈને થયેલી આ રચના એની વિલક્ષણ અભિવ્યક્તિને કારણે ઉમાશંકરની કવિપ્રતિભાની દ્યોતક બની રહે છે. નર્મ-વિનોદ અને વેદનાની સંતુલિત ગૂંથણી કાવ્યને સામાન્ય બનવામાંથી ઉગારી લે છે. | ||
{{Poem2Close}} | |||
{{ | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = 6 | |||
|next = 8 | |||
}} |
edits