આત્માની માતૃભાષા/17: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 24: Line 24:
{{Right|૨૫-૧૧-૧૯૩૭}}
{{Right|૨૫-૧૧-૧૯૩૭}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
વિશ્વશાંતિના પયગંબરી મંગલ શબ્દબ્રહ્મના મંત્રથી કાવ્યારંભે દીક્ષિત થયેલા કવિ ઉમાશંકર શ્રદ્ધાના ને એ અર્થમાં આસ્તિકતાના ઉપાસક છે. શ્રી સુમન શાહે ઉચિત રીતે તેમને મૂલવતાં નોંધ્યું છે તેમ, ‘કલા-સ્વીકૃતિ તેમનામાં જીવન-સ્વીકૃતિના એક સંવિભાગ રૂપે મહોરે છે. જીવનના સરિયામ માર્ગમાં અહીં કવિતાને મળવાનું બને છે… માનવસંસ્કૃતિનું છેલ્લી ક્ષણ લગીનું સ્વારસ્ય એમની જીવનપ્રેરણાનો તેમજ કાવ્યપ્રેરણાનો એક એવો સતત આધાર છે જેને તમે એમની સાહિત્યસૃષ્ટિ અને સાહિત્યપ્રવૃત્તિમાત્રનું અકાટ્ય પરિણામ લેખી શકો.’

Line 61: Line 61:
વિશાળે જગવિસ્તારે સઘળાં કંઈને આલિંગતા કવિનો પ્રણયભાવ પ્રસ્તુત કાવ્યમાં જે સઘનતાને પામ્યો છે એ સઘનતા કવિની સ્વસ્થ જીવનદૃષ્ટિની નીપજ બનીને પ્રસ્તુત સૉનેટને સાચા અર્થમાં ‘ચમત્કારિક’ વળાંક આપવામાં કામિયાબ નીવડી છે. સૌને ચાહતા, આરાધતા આ કવિ પ્રેમને અહીં આરાધનામાં રૂપાંતરિત કરી શક્યા છે એમની આગવી આસ્તિક, નરવી, પ્રશાંત જીવનદૃષ્ટિના બળે. એ અર્થમાં આ પ્રણયકાવ્ય નોખી મુદ્રા ઉપસાવતું કાવ્ય બની શક્યું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 16
|next = 18
}}
18,450

edits

Navigation menu