આત્માની માતૃભાષા/27: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 30: Line 30:
{{Right|મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬}}
{{Right|મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકરજીનાં કેટલાંક ગીતો અલકમલકથી આવે છે ને અલકમલકમાં જાય છે. બહુ મોટા ગજાના જાગ્રત કવિના વિદ્યાર્થી હોવું એ મારું પરમ સદ્ભાગ્ય હતું. કાવ્યાસ્વાદની વિવેચનલક્ષી ભાષા મને આવડતી નથી એટલે ‘ગાણું અધૂરું મેલ્ય મા.’ વાંચીને મને જે સંવેદનો જાગ્યાં એની નોંધ મોકલું છું. આ ગીત વાંચ્યા પછી મને ઉમાશંકરજીની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ યાદ આવી ગઈ. ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’. મને ફિલ થયું કે વ્યક્તિ એ ઉમાશંકરને મન અધૂરી છે. વ્યક્તિ જો વિશ્વમાનવી બને તો જ પૂર્ણત્વ પ્રાપ્ત થાય. ઉમાશંકરજીને અધૂરપ ખૂંચે છે. કવિની ગતિ પૂર્ણત્વ તરફ છે. એટલે તો વ્યક્તિની અધૂરપને અતિક્રમીને વિશ્વમાનવી થવાની કવિની ઝંખના છે. ઉમાશંકરજીની એક બીજી કવિતા આ ક્ષણે મારા ચિત્તમાં ઝબકી જાય છે. કાવ્યમાં વાત વાંસળી વેચનારાની છે. એક વાંસળીવાળો ‘ચચ્ચાર આને’ — જેવી બૂમો પાડીને વાંસળી વેચવા નીકળે છે. બૂમ સાંભળીને કોઈ ગ્રાહક ફરકતું નથી. પછી વાંસળીવાળો બૂમ પાડવાનું છોડીને વાંસળી વગાડવામાં લીન થઈ જાય છે. વાંસળી સાંભળીને અનેક ગ્રાહકો ભેગા થઈ જાય છે. પરંતુ કવિ બહુ જ માર્મિક રીતે (જાણે કે ભાવકને ધીમા સ્વરથી કાનમાં કહેતા હોય!) કહે છે: ‘ઘરાકનું લેશ રહ્યું ન ભાન.’ અહીં તમે જુઓ, પેલો વાંસળી વેચવાવાળો વાંસળી વગાડવામાં એટલો બધો તન્મય થઈ ગયો છે કે ખૂબ ગ્રાહકો દોડી આવ્યા છે એનું એને ભાન નથી રહ્યું. મુદ્દો એ છે કે ગ્રાહકોના પ્રલોભન છતાં એણે વાંસળીમાં વાગતું ગાણું અધૂરું છોડ્યું નથી. વેપારી મિજાજનો વાંસળીવાળો હોત તો એણે ગ્રાહકને જોઈને ‘ગાણું અધૂરું’ મેલીને વાંસળી વેચી હોત. વાંસળીવાળાને ગ્રાહકોનું ડિસ્ટર્બન્સ નડતું નથી એ સંવેદન જ જબરજસ્ત છે. કવિના ગીતની આ નમણી નાજુકાઈ અનન્ય છે. કવિને અધૂરપ ગમતી જ નથી.

Line 39: Line 39:
આખી ગીતરચના ખૂબ સરળ છે. ભાષાનો કોઈ ઠઠારો નથી. ગીતમાં તમને ક્યાંય લિંગ્વિસ્ટિકના જિમ્નેશિયમની કસરત જોવા મળતી નથી. ઉમાશંકરજીના ગીતની આ જ વિશેષતા છે. ન્હાનાલાલે લખ્યું હતું કે નરી સરળતા કોણ પૂજશે? ઉમાશંકર એક જ એવા કવિકુલગુરુ હતા જેણે સરળતાને પ્રતિષ્ઠા આપી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 26
|next = 28
}}
18,450

edits

Navigation menu