પરિષદ-પ્રમુખનાં ભાષણો/૯.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવનું ભાષણ |નવમી ગુજરાતી સાહિત...")

No edit summary
Line 7: Line 7:
'''{{Color|Red|[[શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ]]}}'''
'''{{Color|Red|[[શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ]]}}'''
'''{{Color|Red|[[જન્મ ઈ.સ. ૧૮૬૯]]}}'''
'''{{Color|Red|[[જન્મ ઈ.સ. ૧૮૬૯]]}}'''
ગુજરાત ધનનું દાન બીજા અનેક પ્રાન્તોને કરે છે એ તો પ્રસિદ્ધ બાબત છે અને આ પ્રમાણે બીજાને પોષી શકે એટલી સમૃદ્ધિ ગુજરાતમાં છે એની પણ ના નહીં. પણ સંસ્કાર, શિક્ષણ અને જ્ઞાનની લહાણ કરનાર વ્યક્તિ પણ ગુજરાત આપી શકે છે એ સત્ય આનન્દશંકર ધ્રુવના કાશીગમનનું રહસ્ય છે.
સંસ્કૃતભાષાની અને સાહિત્યની પરમ ઉપાસના સાથે, સાહિત્ય, તત્ત્વવિવેચન, ઇતિહાસ, વગેરે વિષયોનો એમને સૂક્ષ્મ અભ્યાસ છે. અંગ્રેજી સાહિત્યનો એમને પરિચય પણ વિપુલ છે. રાજ્યનીતિ, વિજ્ઞાન વગેરે વિષયોમાં પણ એમનો પ્રવેશ ઊંડો છે. વસ્તુતઃ કોઈપણ વિષયમાં ઊંડા ઊતરી શકે એવી સમર્થ બુદ્ધિપ્રભા એમનામાં છે. એની ગુજરાતને પ્રતીતિ થઈ છે.
ગુજરાતના જ્ઞાનની વસંત મહોરતી જોઈ એમણે એ વસંતને મૂર્ત સ્વરૂપ આપ્યું. અભ્યાસ, ચિન્તન, વિવેચન અને અન્ય સર્જનોથી ભરેલા ‘વસંત’ના અંકો આજે પણ પોતાની પ્રવૃત્તિનો ઇતિહાસ કહેતા મોજૂદ છે. આનન્દશંકરભાઈથી ચાલ્યું ત્યાં સુધી એમણે ‘વસન્ત’ને અવશ્ય ચલાવ્યું. પછી તો ગુજરાતની ઋતુ જાણે બદલાઈ હોય તેમ ‘વસન્ત’ આછું આછું થતું ગયું.
‘આપણો ધર્મ’ એ એમનો ગ્રન્થ વર્ષો સુધી ચિન્તનના જ્વલંત દીપ સમો ગુજરાતને આકર્ષી શક્યો છે. તે પછીનાં એમનાં અનેક લખાણો સાહિત્ય અને ઇતર વિષયનાં છે, જે ગુજરાતને પુસ્તકરૂપે મળતાં જાય છે.
સાહિત્યસેવા, તત્ત્વવિચારણા, સ્વતંત્રમતદર્શન, સંસ્કારશોધન, રસોદ્ઘાટન, જ્ઞાનપ્રસાર, વગેરે અનેક પ્રવૃત્તિઓ માટે ગુજરાત આનન્દશંકરભાઈનું ઋણી છે. આવા સમર્થ ગુજરાતી પંડિત નડિયાદ જેવી સાક્ષરનગરીમાં મળેલી નવમી સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન વિભૂષિત કરે છે.
{{Poem2Close}}

'''{{Color|Red|[[ઉપોદ્‌ઘાત]]}}'''
<Poem>
इदं कविभ्यः पूर्वभ्यो नमोवाकं प्रशास्महे ।
विन्देम देवतां वाचममृतामात्मनः कलाम् ।।
</Poem>
{{Poem2Open}}
આપણા ક્રાન્તદર્શી પ્રાચીન સાહિત્યકારોને પ્રણામ કહી પ્રાર્થીએ કે – એ વાણી આપણી હો, કે જેનાં અંગે અંગ તેજે ઘડ્યાં હોય, જે સદા જીવંત હોય, અને જે ‘આત્માની કલા’ નામ, સુકલિત અંશ, અને તે પણ આત્માનો અંશ – હોય. પાંડિત્ય અને સહૃદયતાના સમન્વરૂપ, અક્ષર તત્ત્વના મહાન ઉપાસક, કવિ ભવભૂતિનું આ મંગલાચરણ, જે જગતની સર્વ સાહિત્યપરિષદનું એક સનાતન મંગલાચરણ થવાને યોગ્ય છે, એ જ આપણી આ નવમી ગુજરાતી સાહિત્યપરિષદની પણ મંગલ પ્રાર્થના હો! આટલી પ્રાર્થના કરી, આજનું કાર્ય આરંભીએ.
સાહિત્યપ્રેમી ભાઈઓ અને બહેનો,
આપે મને આ નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રમુખપદનું માન આપ્યું છે તે માટે હું આપ સર્વનો અન્તઃકરણથી ઉપકાર માનું છું; ખાસ કરીને એટલા માટે કે આપ મારી ખામીઓ અને મુશ્કેલીઓ જાણો છો, છતાં પણ આપે મારી પસંદગી કરી છે. હું વર્ષમાં ઘણો ભાગ દૂર પ્રાન્તમાં રહું છું, અને તેથી આપણી પ્રિય ગુર્જરભૂમિની સેવા મારાથી થોડી જ બને છે, તથા એની સાહિત્યવિષયક પ્રવૃત્તિ સંબંધી પણ હું કાંઈક અજ્ઞાન હોઉં એ સ્વાભાવિક છે. એટલું જ નહિ, પણ ભૂતકાળમાં તેમજ અત્યારે વખતોવખતના મારા અત્રેના વાસમાં જે કાંઈ મેં જાણ્યું છે, સંગ્રહ્યું છે, વિચાર્યું છે, એને પણ બરાબર ગોઠવી એનો આપની સેવામાં આવે મહાન પ્રસંગે ઉપયોગ કરું એટલો સમય હું મેળવી શક્યો નથી. તે માટે મારી સર્વ ખામીઓ ઉદારતાથી સહી લેવા આરંભમાં જ હું આપને વિનંતિ કરૂં છું. આવે પ્રસંગે મારા દૂરવાસ માટે મને તીવ્ર ખેદ થાય છે, પરંતુ તેમાં સંતોષનું કાંઈ પણ મિશ્રણ હોય તો તે એટલું જ છે કે ગૂજરાતની પ્રાચીન સીમા જે હું દશ વર્ષ પહેલાં માત્ર પુસ્તકોથી જ જાણતો હતો તેનો હવે મને સાક્ષાત્કાર થયો છે. આપણે ‘ગૂજરાત’ અને ‘બહદ્ગુજરાત’ એવા શબ્દો વાપરીએ છીએ ત્યારે વર્તમાન ગૂજરાત અને પૂના, કાશી, કલકત્તા, મદ્રાસ, બ્રહ્મદેશ, આદિ આપણા ભાઈઓએ હાલમાં કરેલાં નિવાસસ્થાન એવો ભેદ વિવક્ષિત હોય છે, પણ મધ્યકાલીન ગૂજરાતનો ઇતિહાસ જોતાં જણાય છે કે ગુજરાતની તે સમયની એક સીમા ઉત્તરમાં બહુ દૂર સુધી પહોંચતી. આ વાત ઉપર સ્વર્ગસ્થ ભાષાપંડિત ટેસિટોરીએ પશ્ચિમ રાજસ્થાનની ભાષાના અન્વેષણથી જે પ્રકાશ નાખ્યો છે તેનું સ્વરૂપ હસ્તામલકવત્ હું હવે જ દેખતો થયો છું. ગુર્જરભૂમિનો પ્રદેશ એક વખતે રાજસ્થાનને અન્તર્ગત કરતો એ વાત, જે સ્થળે ‘ગુર્જરત્રા’ શબ્દવાળા શિલાલેખ મળ્યા છે અને એમાં જે સ્થળોનો ઉલ્લેખ છે તેનાથી, અત્યારે સુવિદિત થઈ ચૂકી છે. અને શૌરસેની અપભ્રંશ, શૌરસેની પ્રાકૃત અને સંસ્કૃત ભાષા દ્વારા, તથા રાજસ્થાન અને મથુરાની આસપાસના શૂરસેન દેશ દ્વારા, હિન્દીની ભૂમિ સુધી જૂની ગૂજરાતીનો સંબંધ પહોંચે છે એ જોતાં, બહુ દૂર સુધીના ભાગને પ્રાચીન પરિભાષામાં ગૂજરાત જ ગણવો જોઈએ એ સ્પષ્ટ છે. એને આપણે વર્તમાન ‘ગૂજરાત’ અને ‘બૃહદ્ગૂજરાત’થી ભિન્ન પાડીને ઓળખાવવા ‘મહાગૂજરાત’ કહી શકીએ. આપે ઇતિહાસવિભાગના પ્રમુખ તરીકે મારા મિત્ર મહામહોપાધ્યાય પંડિત ગૌરીશંકરજી ઓઝાને સ્વીકાર્યા છે એ આ દૃષ્ટિબિન્દુને અનુરૂપ છે.

'''નિવાપાંજલિ'''
નડિયાદની ભાગોળમાં પેસતાં જ કેટલા બધા વિદ્વાનો વિદ્યોત્તેજકો અને સાહિત્યવિલાસી સજ્જનોનાં નામ સ્મરણગોચર થાય છે! દેસાઈશિરોમણિ હરિદાસભાઈની સાક્ષરો ઉપરની પ્રીતિ જાણીતી છે. ઝવેરલાલભાઈ, મનઃસુખરામભાઈ મણિલાલ, બાળશંકર, ગોવર્ધનભાઈ, તનસુખભાઈ, દોલતરામ આવી સાક્ષરરત્નમાળ કોઈ પણ એક શહેરમાં મળવી કઠણ છે. તેથી સાક્ષરરત્નોની ખાણ હોવાનું અભિમાન નડિયાદ યથાર્થ રીતે રાખી શકે છે, પછી ભલે એ રત્નોના ઝવેરીબજાર થવાનું સૌભાગ્ય અન્ય શહેરોને પ્રાપ્ત થયું હોય. બીજું, છેલ્લાં બે વર્ષમાં આપણે જે ગુર્જર સાક્ષરરત્નો ગુમાવ્યા છે એમના વિના પણ આપણી આજની સભામાં ખામી પડે છેઃ સ્વર્ગસ્થ ભાઈ રમણભાઈની સંસ્કારી સાહિત્યસેવા અનુપમ હતી, અને એમની શાન્ત સીધી અને ઝીણી સલાહની ખોટ તો ગૂજરાતને પગલે પગલે જણાયાં કરશે, તે સાથે ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ, રતિપતિરામ પંડ્યા, મૂળચંદ્ર તેલીવાલા, સૌ. ચૈતન્યબાળા અને ગજેન્દ્રરાય બુચ જેવા કુમળા છોડ ઉપર પણ ક્રૂર મૃત્યુનો અગ્નિ પડ્યો એ જોઈ ગુજરાતના સહુ સાહિત્યરસિક સજ્જનોને તીવ્ર શોક થયા વિના રહેશે નહિ. આવી સ્થિતિમાં કાંઈ પણ આશ્વાસન મળતું હોય તો તે એટલા જ મનનથી અને શ્રદ્ધાથી મળે છે કે – મરણ એ મનનશીલ પ્રાણીને જીવનની સીમા વિસ્તારનારી – બાંધનારી નહિ પણ વિસ્તારનારી – પરમાત્માની મોટામાં મોટી બક્ષીસ છે; અને ઉક્ત સહુ વડીલો, ભાઈઓ અને બહેનો પરલોકને ઝરૂખે બેસીને આ સરસ્વતીસત્ર જુવે છે જ, અને આપણે પણ એમની દૃષ્ટિ અને સમાગમમાં રહીને જ આપણું કર્તવ્ય કરીએ છીએ.

'''ચરોતરને ધન્યવાદ'''
આ પરિષદ ધાર્યા પ્રમાણે, તેમજ ધારા પ્રમાણે, વખતસર મેળવી શકાઈ નહિ તેમાં નડિયાદનો દોષ નથી; બલ્કે વિલમ્બનું કારણ જોતાં નડિયાદ આપણા અભિનન્દનને પાત્ર છે. ગયા વર્ષની રેલમાં અને આ વર્ષના બારડોલી પ્રકરણમાં ચરોતર અને એના કેન્દ્રભૂત નડિયાદે જે દેશસેવા કરી છે, એમાં ઉત્સાહ પરાક્રમ ધૈર્ય સંયમ બન્ધુસેવા, આદિ ઉદાત્ત ગુણોના આવિષ્કારથી ગૂજરાતના જીવનને વધારે તેજસ્વી કર્યું છે. અને જે ઉપાદાનકારણથી સાહિત્ય બને છે એમાં સત્ત્વ પ્રેરી, સાહિત્યપરિષદ મેળવવી એના કરતાં જરા પણ ન્યૂન નહિ એવી સાહિત્યસેવા આ બે વર્ષથી ચરોતર બજાવી રહ્યું છે, એ સેવા માટે એને ધન્યવાદ હો!

'''ઉદ્દેશવિચાર'''
26,604

edits

Navigation menu