વેરાનમાં/જાતભાઈઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જાતભાઈઓ|}} <center>'''[૧]'''</center> {{Poem2Open}} "માડી, હું બહાર જાઉં છું. મોડું થ...")
 
No edit summary
Line 4: Line 4:

<center>'''[૧]'''</center>
<center>'''[૧]'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
"માડી, હું બહાર જાઉં છું. મોડું થાય તો ચિંતા ન કરતી.”  

Line 11: Line 13:
પણ એમાં તો પૈસા બેસે. મારો દીકરો તો પગારની પાઈ યે પાઈ મને આપે છે.  

ત્યારે ક્યાં જતો હશે? એના હૈયાની અંદર શું ઘોળાઈ રહ્યું છે? હમણાં હમણાં એ બહુ ઓછું કાં બોલે?  

<center>*</center>
<center>*</center>

“બચ્ચા! ઝાંખે દીવે શું વાંચ્યા કરછ? આખો દા’ડો સંચાએ તોડેલાં હાડચામ અત્યારે ય વિસામો ન માગે માડી?” “માડી, તું આંહીં આવીશ?”  

Line 24: Line 28:
“માટે હું ચોપડીયું વાંચું છું મા! મારે સાચી વાતું જાણવી છે.”  

“તું સંભારી જો મા! તે અવતાર ધરીને કયું સુખ દીઠું છે? મારે બાપે તને માર માર કર્યું, ને બાપ મુઆ પછી મેંય દારૂ પી પી તને સંતાપી — પણ આનું કારણ શું? હેં… માડી? સાંભળ…”  

એમ કહીને દીકરો આખું ભાષણ કરી બેઠો. જન્મ ધરીને પહેલી જ વાર આ મજૂર માતાએ પોતાને વિશે આવા ઉદ્ગારો સાંભળ્યા.  

Line 41: Line 47:
પુત્ર ઊભો હતો. “લોકો” વિશે માનું ભાષણ એણે સાંભળી લીધું. પછી મોં મલકાવીને એણે કહ્યું: “માડી! સાચું છે. લોકો તો બાપડાં એવાં જ છે. હું ય લોકોથી ડરતો, લોકોને ધિઃકારતો. પણ હવે મને નોખું ભાન થયું છે. મા, તમામ લોકોનાં પેટ મેલાં નથી. માણસની અંદર સાચ પણ પડ્યું છે હો મા! સાચ પડ્યું છે એ સમજ્યા પછી મારું દિલ કૂણું બન્યું છે. મારા દિલની કડવાશ ઊતરી ગઈ છે. સમજી માડી?”  

—મોડી રાતે પુત્ર સૂતો હતો ત્યારે મા ઊઠી; સૂતેલા દીકરાના મક્કમ મુખભાવ પર ઝળુંબી રહી. બોર બોર જેવડાં આાંસુઓ માની આાંખમાંથી પડતાં હતાં.  

<center>'''[૨]'''</center>
<center>'''[૨]'''</center>

વરસાદમાં ભીંજાઈને દીકરાના ભાઈબંધો ડોશીને ઘેર આવ્યા. છુપા મેળાપનું એ ઠેકાણું હતું, મા સહુને સંઘરતી. મધરાત હતી.  

Line 60: Line 68:
“પણ મા!” બીજાએ સમજાવટ આદરી. “એ બધાએ તો ભેળા થઈને આપણા પ્રભુને ખંડિત કર્યો છે. ખેતરમાં આપણે જેમ ગાભાનો ચાડિયો કરીએ છીએ, તેમ મંદિરમાં એ બધા ભગવાનનો ચાડિયો બેસારે છે. આપણને શાસ્તર કહે છે કે માનવી પ્રભુની જ જીવતજાગત મૂર્તિ છે. ત્યારે પછી આપણને જાનવર કોણે બનાવ્યાં?”  

“જો માડી! આપણે આપણો પરભુ બદલવો જ પડશે. એમાં છૂટકો નથી. સાચા પ્રભુને એ બધાએ જુઠ પાખંડના જરીજામા પે’રાવ્યા છે. આપણા સહુના આત્માઓને ભરખી જવા પ્રભુને એ બધાએ મોટા દાંત ને નહોર પે’રાવ્યા છે. આપણને બીવરાવવા એ બધાએ પ્રભુની મુખમુદ્રાને કદરૂપી કરી છે મા!”  

<center>'''[૩]'''</center>
<center>'''[૩]'''</center>

ડોશીનો દીકરો કેદખાને પડ્યો. કેમકે એણે લોકોને ‘સાચી વાતો' કહી સંભળાવી.  

26,604

edits

Navigation menu