વેવિશાળ/જુવાન પુત્રીની આફતમાંથી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જુવાન પુત્રીની આફતમાંથી|}}")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|જુવાન પુત્રીની આફતમાંથી|}}
{{Heading|જુવાન પુત્રીની આફતમાંથી|}}
{{Poem2Open}}
એ આખો દિવસ `વેવાઈ' જમવા કે ચા પીવા ન આવ્યા. રાત્રીએ ચાદર, દાતણ વગેરે ચીજો આપીને પાછા વળેલા શૉફરને સવારે સુશીલાએ ભાભુની સમક્ષ ઉપર બોલાવ્યો હતો, ત્યારે શોફરે સુખલાલના પિતાના બધા સમાચાર આપ્યા હતા. સુશીલાએ જાણે કે ભાભુની વતી જ પ્રશ્ન કર્યો : `કાંઈ બોલ્યા હતા મહેમાન?'
શૉફર અહમદે મરક મરક કરતે કહ્યું : `દૂસરા કુછ નહીં, બસ ઇતના જ : અરે દીકરી! વાહ રે, મારી દીકરી! ઐસા કહ કર ક્યા બહુત ખુશ હોતા થા કિ ક્યા બહુત રંજ કરતા થા, કુછ માલૂમ નહીં પડા.'
`તબિયત કેમ હતી?'
`ઠીક. વો સુખલાલ બાબુ સોતે થે, ઔર એક નર્સ વહાં ખડી થી, વો મહેમાનકો બિછાના બિછા દેતી થી, ઔર `ફાધર! ફાધર! બાપા! બાપા! યું કરો, ઐસા કરો, બચ્ચાકો અફસોસ હોવે ઐસા કોઈ હાલ મત સુનાઓ' — ઐસી ઐસી બાતાં અલગ લે જાકર કહતી થી. ઔર મહેમાન બાબુ તો નર્સકા કહેના, બસ, હાથ જોડ કર સુન રહે થે — બેચારેકો બોલને આતા નહીં, તૂટીફૂટી બાત બોલતે થે કિ, મડમ સા'બ, બાપુ, પ્રભુ તેરા ભલા કરેગા, તેંને મેરા લડકાકો બચા લિયા, વગેરે.'
`રાતે નર્સો બદલાતી નહીં હોય?' સુશીલાથી એકાએક બોલાઈ ગયું.
`હાં, બદલી હોતી હૈ,' શૉફરે વધુ ખબર દીધા, `વો થી દિનકી નર્સ : ડ્યૂટી ખતમ કરકે જા રહી થી ઔર કહ રહી થી કિ `કલસે મેરી નાઈટ—ડ્યૂટી હો જાયગી. તબ બાપા, બાપા, તુમકો કુછ તકલીફ નહીં પડેગી.' ઔર સુખલાલ બાબુકો બોલતી થી કિ, `ઇસ્માટી! ઇસ્માટી! મૈં આજ સિનેમા દેખનેકો જાતી હું, તો ગુડ નાઇટ કરનેકો ફિર નહીં આઊંગી.' બસ, પીછે, `ફાધર, ગુડ નાઇટ, બાપા સલામ, ઇસ્માટી સલામ' કરતી કરતી મુઝકો ભી ગુડ નાઇટ કહેતી ચલી ગઈ ઔર — મૈં ક્યા કહું! — મહેમાન બાપા તો બિચારા વો નર્સકી સામને પૂતલાકી તરહ મું ફાડ કર કહાં તક દેખ હી રહે થે! સબ દરદી લોક, ઔર વહાંકે સબ દરવાન-ફરવાન હસહસકે બેજાર હો ગયે.'
પછી શૉફરને એકાએક યાદ આવ્યું કે મહેમાને એક કાગળ સુશીલાબહેનને આપવા દીધેલો છે. એ કાગળ શૉફરે સુશીલા તરફ ધર્યો. સુશીલાએ લઈને ભાભુને આપ્યો. થોડું થોડું ભણેલાં ભાભુએ કાગળની ગડીઓ ઉખેળીને જોયું, તો પોતાને ગમી જાય તેવા હસ્તાક્ષરો નીકળ્યા. એ અક્ષરોમાં અણઘડ ગામડિયો મરોડ હતો ખરો ને, એટલે ભાભુને સુપરિચિત થતાં વાર ન લાગી. એ એક ગ્રામ્ય છોકરીના અક્ષરો હતા. અક્ષરો જાણે આપોઆપ બોલી ઊઠ્યા કે, અમે તો માંડ માંડ જડી આવેલી એક દેશી પેન્સિલના નાના બૂઠા ટુકડાનાં ફરજંદો છીએ. કાગળમાં લખ્યું હતું કે —
`ઈશવર સદા સુખી રાખે મારાં માયાળુ ભાભી સુશીલા. બા તમને બઉ સંભારે છે. અમે તમને બઉ સંભારી છીં. મળવાનું મન બઉ છે. બા કેવરાવે છે કે મરતાં પેલાં એક વાર મોં જોઉં તો અવગત નૈં થાય. પણ છેટાંની વાટ, મળાય ક્યાંથી. બાએ ન મળીએ તો આશિષ કેવારેલ છે. તમારે માટે ચોખ્ખા માવાના દૂધપેંડા મોકલેલ છે. તમારાં ભાભુની ને માતુશરીની સેવા કરજો ને ડાયાં થૈ રેજો. ન મળાય તો અપરાધ માફ કરજો. ધરમ નીમ કરજો. બા ન મળે તો બાની પાછળ છ મૈનાની સમાક્યુંનું* પુન દેજો. વધુ શું લખાવું. તમારા દેરનું અને નણંદનું કાડું તમને ભળાવું છું. તમારા સસરાએ જેવી મારી ચાકરી કરી છે, તેવી જ ચાકરી એ તમારે હાથે પામજો. ભાભી, બાએ આટલું લખાવેલ છે. બાને તાવ ભરાઈ ગયો છે. ભાભી, મારા માટે એક-બે ચોપડિયું મોકલજો. તમારી જૂની હોય તે મોકલજો. હું બગાડીશ નૈ. તમે આવશો ત્યાં સુધી સાચવી રાખીશ. ભાભી, અમે તો તમને જોયાં જ નથી. કેવાં હશો. રોજ મને તમારું સપનું આવે છે. પણ સવારે પાછું મોઢું યાદ રે'તું નથી. ભાભી, તમે ચણિયા ઉપર ચોરસો પેરો છો કે સાડી પેરો છો, તે ચોક્કસ લખજો હો. હું તો ચોરસો પેરું છું. એક નવો ચોરસો બાપા લઈ આવેલા તેના ઉપર એક છાપ હતી. તેમાં એક રૂપાળી બાયડી હતી. હું એને સુશીલા ભાભી કહું છું, ને મારી પેટીમાં રાખું છું. લિખતંગ તમારી નાની નણંદ સૂરજ.'
ભાભુ પોતે અક્ષરો બેસાડતાં બેસાડતાં ધીરે અવાજે વાંચતાં ગયાં તે સુશીલા સાંભળતી ગઈ. કાગળ પૂરો કરીને ભાભુએ કહ્યું : `લે વાંચ જોઉં, કેવો રૂપાળો કાગળ લખાવ્યો છે બચાડા જીવે! એને કાંઈ ઊંડી વાતની ખબર છે? અજાણ્યું ને આંધળું બેય બરોબર! શી થાવી ને શી થાશે? અરેરે બાઈ! લેણદેણની વાત મોટી છે. અંજળ લખ્યાં હશે ત્યાં જ જવાશે. હું તો મૂઈ જૂના વિચારની જ રહી ગઈ.'
સુશીલા એ કાગળ ફરી ફરીને વાંચતી રહી. દરમ્યાન આજુબાજુમાંથી આવી ચડેલી સુશીલાની બાએ બધી વાત જાણીને ઝટ કહી નાખ્યું : `ગામડાનાં ભોથાં! હજી તો અટાણથી `ભાભી ભાભી' કહેવાનું શરૂ કરી લીધું. ભાભી કહેવી એમ રેઢી પડી હશે!'
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = બિછાનાની સમસ્યા
|next = ખાલી પડેલું બિછાનું
}}
18,450

edits

Navigation menu