છેલ્લું પ્રયાણ/૧. એ દુનિયા હજુ દૂર નથી ગઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 50: Line 50:
દોષની વહેંચણી કર્યા વગર, વિધિના વિધાનની અટલતાને ઓળખનાર દરબારશ્રી વાજસુરવાળા આ પ્રસંગને સમતાપૂર્વક વર્ણવતા હતા. કલાપીના જીવન અને કવનના અંતરંગ સાહેદ આ કલાપી–મિત્ર એક નિર્મળ ઈતિહાસકારની અદાથી બનેલી વાત આગળ બોલતા હતા—

‘પણ વરસ નહોતું વીત્યું તેટલામાં અનુભવે ઠાકોર સાહેબને નિર્વેદ પાઈ દીધો. મને કહ્યું કે ‘ભાઈ, મેં ભૂલ કરી છે તે હવે હું જોઈ શક્યો છું.’ કલાપીએ અનુભવેલી વિફલતાને આ કાવ્યમાં ગાઈ છે—  

{{Poem2Close}}
<poem>
સાકી! જે શરાબ મને દીધો;
સાકી! જે શરાબ મને દીધો;
દિલદારને દીધો નહિ.
દિલદારને દીધો નહિ.
સાકી! જે નશો મુજને ચડ્યો,
સાકી! જે નશો મુજને ચડ્યો,
દિલદારને ચડ્યો નહિ.  
દિલદારને ચડ્યો નહિ.  
</poem>
{{Poem2Open}}
શી દિવ્યતા? શી વિફલતા ? શી પાર્થિવતા ? એ પ્રશ્નનો વધુ વિગતવાર જવાબ દરબારશ્રી પાસેથી મળતો નથી. કહે છે કે ગોપીચંદ–જાલંધર, જેસલ–તોરલ વગેરે સંવાદોના સર્જનમાં એ પછી ઊતરી ગયેલ કલાપી જો જીવ્યા હોત તો ભજનરચનામાં જ એની કવિતા પરિપાક પામત.

વાજસુરવાળા એટલે તો જીવન–સ્મૃતિઓના મહાનિધિ. રાજકોટની કુમાર–કૉલેજના દિવસો પરથી પાંસઠ વર્ષનો પડદો ઊંચકે અને આપણને દેખાય: આઠ દસ વર્ષનો એક કુંવરડો, જેને ઓચિંતા સુરસિંહજી કલાપી નામના કિશોર ત્યાં ભેટ્યા. બે કિશોરોનાં મન મળ્યાં, બેઉની ઓળખાણ એકના મૃત્યુ સુધી ગાઢ મિત્રાચારીમાં પરિણમી. એ પડદો ઊંચકીને વાજસુરવાળા પોતાના નેકપાક અંગ્રેજ પ્રિન્સિપાલ મેક્નોટન સાહેબની પિછાન કરાવે છે. હિંદી સંસ્કારિતાનું યથાસ્થાન સમજનાર એ વિદેશી મુરશિદ પ્રત્યેનો એમનો પૂજ્યભાવ હજી જેવો ને તેવો છે.  

Line 59: Line 63:
એકવાર કુમાર વાજસુરવાળા કૉલેજ—છાત્રાલયમાં ‘વડા નિશાળિયા’ને પદે હતા. નાનેરાઓ પર તેમને નજર રાખવાની હતી. સાથેના બીજા નિશાળિયાઓ કાંઈક વાત કરતા બેઠા છે. કૉલેજની કશીક ત્રૂટીઓની ચર્ચા કરે છે. કોઈક ચાડિયાએ પ્રિન્સિપાલના કાન ફૂંક્યા. મેક્‌નોટન સાહેબે કંઈક ભૂલભર્યું પગલું લીધું. મેક્‌નોટન પાસે જઈ વાજસુરવાળા જરા કોચવાયા, ખરી હકીકત કહી સમજાવી મેક્‌નોટન સાહેબ રડી પડ્યા. ગુરુ–શિષ્ય બેઉ રડ્યા. તે કાળના ગુરુઓની સ્મૃતિમાં એક વ્યકિત વાજસુરવાળાને હૃદયે સચોટ અંકાઈ છે. ભાવનગરના હાલના નાયબ દીવાન નટવરલાલ સૂરતીના પિતા માણેકલાલ સૂરતી. વર્ગમાં માણેકલાલભાઈ ભણાવે; કોઈ કુમારે પાઠ કર્યો ન હોય તો બીજી શિક્ષા કરવાને બદલે કોચવાઈને માણેકલાલ માસ્તર કકળી ઊઠે: ‘અરે સાહેબ, તો પછી અમને મફતના પગાર શા માટે ખવરાવો છો? તમારાં નાણાંની આમ બરબાદી કાં કરો?’

વાજસુરબાપુ બીજી એક વાત નવાનગરના મરહૂમ જામ રણજિતસિંહની કહે છે. વીભાજી જામે દત્તક લીધેલ આ ભાયાત–પુત્ર નગરના ટીલાત લેખે રાજકોટ ભણવા આવ્યા ત્યારે કેટલીક રિયાસત સાથે લાવ્યા હતા. પછી એક દિવસ જામસાહેબના આમરણ નામે તાલુકાના તાબેદાર પાટવી પણ ભણવા આવ્યા. અને રણજિતની આંખ ફાટી. આમરણના તે ખવાસ રાજા! જામનગરના ગોલા! (ભૂલી ગયા રણજિત, કે આમરણનો મૂળ ધણી મેરૂ ખવાસ તો એ ગોલો હતો કે જેને માટે ચારણે ગાયેલું—  

ગોલા—ગોલા—ગોલા!
ગોલા—ગોલા—ગોલા!
ગોલા! ગોઠણ હેઠ, નરપત કંઈક નમાવિયા;
ગોલા! ગોઠણ હેઠ, નરપત કંઈક નમાવિયા;
ભૂપત છોડે ભેટ, મોઢાગળ તારી મેરૂવા.)  
ભૂપત છોડે ભેટ, મોઢાગળ તારી મેરૂવા.)
</poem>
{{Poem2Open}}
એમાં પણ પાછો આ ગોલાનો કુંવર રણજિતસિંહ એવું નામ ધારણ કરે! એવા કુલાભિમાનથી આમરણ–કુમારનો મૂંગો બહિષ્કાર કરાવ્યો. રાજકુમારોની પંગતમાં એ બેસી ન શકે. પરંતુ એક દિવસ એવો આવ્યો કે જ્યારે જામ રણજિતનાં પોતાનાં જ રાજચિહ્નો ઝુંટવાઈ ગયાં. નગરરાજ વિભા જામને ઘેર એક સફીઆણ મુસ્લિમ રાણીની કૂંખે કુંવર જસોજી જન્મ્યા, દત્તક રણજિત રાજકોટ બેઠે વારસપદથી રદ થયા, રિયાસત તો ઠીક પણ કૉલેજને ખર્ચ પણ કમી થઈ ગયો, અને એક અદના છાત્ર તરીકે એમને ભણવું પડ્યું.  

દરબારશ્રીની પાસે જઈ આઠેક દિવસ નિરાંતે બેસું તો તો ‘સોરઠ તારાં વહેતાં પાણી’નો નવો ખંડ કરવા જેટલી રોમાંચક, ભેદી અને બહુરંગી સામગ્રી ઝંઝેડી શકું. અદ્યતન અર્વાચીનને આરે બેઠેલા વાજસુર બાપુ જૂના સોરઠની આસમાનીઓમાં પણ ખૂબ આળોટ્યા છે, આપવીતી ને પરવીતીથી ભરેલી પણ સદી એમના કોઠામાં પડી છે. પોતે અમારું માન્યું હોત તો સિત્તેર વર્ષના સૌરાષ્ટ્રને જવાબ દેતું એક ‘બેસ્ટ-સેલર’ રચી શકત; બેસ્ટ-સેલર તો ઠીક પણ એવો એમનો ગ્રંથ, એક પ્રપંચમુક્ત, નીરોગી માનસવાળા સંસ્કારવંત રાજવીનો દસ્તાવેજ હોઈને સાચા સોરઠનો માર્ગદર્શક બનત. પણ એ લખવાના આળસુ; ને અમે કેટલાક કલમવાળાઓ, તે એમની પાસે બેસવા નવરા નથી; ને નવરાશ જેમને હશે તેમની પાસે બાપુને વાતોની મોજમાં ચડાવવાની જુક્તિ નહિ હોય.

Line 75: Line 83:
‘દાસી જીવણ’ નામે જાણીતા, પ્રેમલક્ષણા ભક્તિ ગાતા ચમાર સંત જીવણદાસ વિશેનું આ ટાંચણ ‘૨૮ની સાલમાં એ સંતના ગામ ઘોઘાવદરના પ્રવાસનો સ્મરણ–ખાંભો છે. ગોંડળના વિદ્યાધિકારી, ને મારા કૉલેજ-કાળના એક સ્નેહી સહપાઠી શ્રી ચંદુલાલ બહેચરલાલ પટેલના સૌજન્યને આભારી આ ઘોઘાવદરની યાત્રા હતી. સોએક વર્ષ પૂર્વે થઈ ગયેલા આ સંતનું ઘર, ચમારોનાં બીજાં ખોરડાંની સાથે એક આંબલીઓના ઝુંડ વચ્ચે ઊભું હતું. ચામડાં ધોવાનો એ સંતનો કુંડ પણ ત્યાં બતાવવામાં આવ્યો. ટાંચણમાં એના ચહેરાનું ટૂંકું વર્ણન છે— ‘દાઢીના કાતરાઃ મોટી મૂછો: માથે રૂમાલ બાંધે.’  

આંબલીઓનાં ઝૂંડ નીચે એક ચમાર બાઈ ત્યાં ઊભી હતી. મીઠે સાદે એણે તો દાસી જીવણનું પદ ગાવું શરૂ કરી દીધું—  
આંબલીઓનાં ઝૂંડ નીચે એક ચમાર બાઈ ત્યાં ઊભી હતી. મીઠે સાદે એણે તો દાસી જીવણનું પદ ગાવું શરૂ કરી દીધું—  
{{Poem2Close}}
<poem>
ચકચૂર ઘેલીતૂર.
ચકચૂર ઘેલીતૂર.
બાયું, મુંને જોગીડે કરી છે ચકચૂર,
બાયું, મુંને જોગીડે કરી છે ચકચૂર,
Line 86: Line 96:
દાસી જીવણ કે’ સંતો ભીમ કેરા ચરણાં,
દાસી જીવણ કે’ સંતો ભીમ કેરા ચરણાં,
નાથજી આગળ ખડી છું હજુર—બાયુંo
નાથજી આગળ ખડી છું હજુર—બાયુંo
</poem>
*
*
{{Poem2Open}}
‘દાસી જીવણ’નું થાનક જોવા માટે જ ગયો હતો. માણસોએ ભેગા થઈ વાતો કહેવા માંડી. મુખ્ય વાત સંતની સોહામણી આકૃતિ વિષે ને મીઠા કંઠ વિષે કહી :—

‘ગામ બંધીઆમાં ગરાસીઆને ઘેર લગ્ન: દાંડીઆ– રાસ રમાય: એમાં જીવણદાસજીએ પિતે ચાર રાસ લેવરાવ્યા: મોહી પડખે કેટલીક સ્ત્રીઓ પાછળ ચાલી, (બીજે ઠેકાણે ટાંચણ છે તેમાં તો એ મેળાપ સુલતાનપુરને માર્ગે થયાનો સુદ્ધાં નિર્દેશ છે.) અને એમને પોતાના દેહ અર્પણ કરવાની વાત કહી. ત્યારે સંતે એ બાઈઓને નીચેના પદમાં ઉપદેશ દીધો—  

બેની! શું કરું સુખ પારકાં?
બેની! શું કરું સુખ પારકાં?
બેની! માંડ્યાં હોય ઈ થાય;
બેની! માંડ્યાં હોય ઈ થાય;
Line 100: Line 113:
શું કરીએ સુખ પારકાં બાઈ!
શું કરીએ સુખ પારકાં બાઈ!
માંડેલ હોય ઈ થાય જી.  
માંડેલ હોય ઈ થાય જી.  
</poem>
રાતે મેં ઘોઘાવદરની નવી ચણાયેલી ગુજરાતી શાળાના મકાનમાં બેસી ચમાર ભજનિક પાસે ભજન ગવરાવી ગવરાવી ટાંચણ કર્યું. રાત ભાંગી ત્યાં સુધી બેઠા. આ ટાંચણમાં એક કિમતી મુદ્દો છે. લખ્યું છે કે : ‘રસ્તે જ્યારે કાવ્યની લહેર આવે ત્યારે સંત ખાખરાના પત્તામાં શૂળથી લખતા આવે. ઘેર આવીને પછી મોંયે કરી લ્યે.’  

18,450

edits

Navigation menu