26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બદનામ|}} {{Poem2Open}} રાત પડી ગઈ હતી, વરસાદની ઝડીએ રસ્તા પરના દીવાન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
ભીંજાતી ઓરતને આવી કોઈ વાતોની ગમ નહોતી. પોતાના દેશ તથા પાડોશી દેશ વચ્ચે સળગેલી આ સંહાર-હોળી કેવી રીતે શમે તેના વિચારો પણ પેસી શકે એવું એનું ભેજું નહોતું. એ તો ફક્ત જોઈ રહી હતી કપાઈ-ઘવાઈ ઝોળીએ સૂતા આવતા વતનના જુવાનોને. પોતે પણ જુવાન હતી – જુવાની અંદરથી ઊકળી રહી હતી. દેશી જુવાનોને મારનાર દુશ્મનોનો કિન્નો લેવા દિલ તલપતું હતું. લોકોનું ટોળું ટીકી ટીકીને આ જખમી જુવાનોના સરઘસની વાતો કરતું હતું. તેમાં આ એકલવાઈ રઝળુ જણાતી ઓરતે પણ ટાપશી પૂરી કે “એ જ લાગના છે પીટ્યા આ દેશના રાજ કરવાવાળા ! સાચાં કામ કરનારને કામ જ કોણ આપે છે ? છો ને મરતા બધા જ જુવાનિયા !” | ભીંજાતી ઓરતને આવી કોઈ વાતોની ગમ નહોતી. પોતાના દેશ તથા પાડોશી દેશ વચ્ચે સળગેલી આ સંહાર-હોળી કેવી રીતે શમે તેના વિચારો પણ પેસી શકે એવું એનું ભેજું નહોતું. એ તો ફક્ત જોઈ રહી હતી કપાઈ-ઘવાઈ ઝોળીએ સૂતા આવતા વતનના જુવાનોને. પોતે પણ જુવાન હતી – જુવાની અંદરથી ઊકળી રહી હતી. દેશી જુવાનોને મારનાર દુશ્મનોનો કિન્નો લેવા દિલ તલપતું હતું. લોકોનું ટોળું ટીકી ટીકીને આ જખમી જુવાનોના સરઘસની વાતો કરતું હતું. તેમાં આ એકલવાઈ રઝળુ જણાતી ઓરતે પણ ટાપશી પૂરી કે “એ જ લાગના છે પીટ્યા આ દેશના રાજ કરવાવાળા ! સાચાં કામ કરનારને કામ જ કોણ આપે છે ? છો ને મરતા બધા જ જુવાનિયા !” | ||
“રાંડ ડાકણી છે કે શું ?” કહીને લોકોએ એની સામે આંખો ફાડી. પોલીસે આવીને સહુને વીખરાઈ જવા હુકમ કર્યો. | “રાંડ ડાકણી છે કે શું ?” કહીને લોકોએ એની સામે આંખો ફાડી. પોલીસે આવીને સહુને વીખરાઈ જવા હુકમ કર્યો. | ||
[૨] | |||
<center>'''[૨]'''</center> | |||
રઝળુ ઓરત ભીંજાતી ભીંજાતી એની ગલીમાં ચાલી ગઈ. એના ઘરને બારણે જ્યારે એ પહોંચી ત્યારે મ્યુનિસિપાલિટીના દીવાને અજવાળે કમાડ ઉપર એક કાળો મોટો ઓછાયો પડ્યો. | રઝળુ ઓરત ભીંજાતી ભીંજાતી એની ગલીમાં ચાલી ગઈ. એના ઘરને બારણે જ્યારે એ પહોંચી ત્યારે મ્યુનિસિપાલિટીના દીવાને અજવાળે કમાડ ઉપર એક કાળો મોટો ઓછાયો પડ્યો. | ||
ઓરતે પછવાડે નજર કરી : એક કદાવર આદમી ત્યાં ઊભો હતો. એના દેહ પર લાંબો ‘વૉટરપ્રૂફ’ (વરસાદનો) ડગલો હતો. હાથમાં છત્રી હતી. મૂછોના મોટા થોભિયા હતા. ‘બુલ-ડૉગ’ (ડાઘિયા કૂતરા) જેવું મોં હતું. | ઓરતે પછવાડે નજર કરી : એક કદાવર આદમી ત્યાં ઊભો હતો. એના દેહ પર લાંબો ‘વૉટરપ્રૂફ’ (વરસાદનો) ડગલો હતો. હાથમાં છત્રી હતી. મૂછોના મોટા થોભિયા હતા. ‘બુલ-ડૉગ’ (ડાઘિયા કૂતરા) જેવું મોં હતું. | ||
Line 38: | Line 42: | ||
ઓરતના ઘરનું બારણું બંધ થયું. એટલે જાહેર રસ્તા પરના ફાનસને અજવાળે આ પરહેજ બનેલા આદમીએ પોતાના ગજવામાંથી એક પાસ બહાર કાઢ્યો. કૉસ્ટેબલની આંખો સામે ઠંડા રુઆબથી એ પાસ એણે ધર્યો. કૉસ્ટેબલે પાસ જોતાંની વાર જ ટટાર બનીને બંદીવાનને લશ્કરી સલામ ભરી. | ઓરતના ઘરનું બારણું બંધ થયું. એટલે જાહેર રસ્તા પરના ફાનસને અજવાળે આ પરહેજ બનેલા આદમીએ પોતાના ગજવામાંથી એક પાસ બહાર કાઢ્યો. કૉસ્ટેબલની આંખો સામે ઠંડા રુઆબથી એ પાસ એણે ધર્યો. કૉસ્ટેબલે પાસ જોતાંની વાર જ ટટાર બનીને બંદીવાનને લશ્કરી સલામ ભરી. | ||
બંદીવાને કડક દમામ સાથે ગજવામાંથી પોતાના નામનું કાર્ડ કાઢ્યું, અને કૉસ્ટેબલને આપી કહ્યું : “એ રાંડને આપ, અને કહેજે કે કાલે સવારે મારી ઑફિસમાં હાજર થાય.” | બંદીવાને કડક દમામ સાથે ગજવામાંથી પોતાના નામનું કાર્ડ કાઢ્યું, અને કૉસ્ટેબલને આપી કહ્યું : “એ રાંડને આપ, અને કહેજે કે કાલે સવારે મારી ઑફિસમાં હાજર થાય.” | ||
કૉસ્ટેબલે ફરીથી લશ્કરી સલામ કરી. બન્ને છૂટા પડ્યા. | કૉસ્ટેબલે ફરીથી લશ્કરી સલામ કરી. બન્ને છૂટા પડ્યા. | ||
[૩] | |||
<center>'''[૩]'''</center> | |||
વળતા દિવસની સવારે એ ‘રાંડ’ એક લશ્કરી કચેરીના દ્વાર પર આવીને ઊભી રહી, ત્યારે ‘સાહેબ’ની સાથે મુલાકાતો ગોઠવનાર અફસરો એક પછી એક આદમીનું નામઠામ નોંધી-પૂછી સહુને હારબંધ બેસાડતા હતા. | વળતા દિવસની સવારે એ ‘રાંડ’ એક લશ્કરી કચેરીના દ્વાર પર આવીને ઊભી રહી, ત્યારે ‘સાહેબ’ની સાથે મુલાકાતો ગોઠવનાર અફસરો એક પછી એક આદમીનું નામઠામ નોંધી-પૂછી સહુને હારબંધ બેસાડતા હતા. | ||
ઓરતે ટેબલ પર પોતાનું કાર્ડ સેરવ્યું. તાત્કાલિક મુલાકાત આપવાની એ નિશાની દેખાતાં જ અફસરોનાં ઊંધું ઘાલી લખલખ કરતાં માથાં ઊચાં થયાં; સહુએ કુતૂહલ અનુભવ્યું : ઓરતે માથા પર રૂમાલ બાંધ્યો હતો; એની આંખો તીણી હતી; એના સહેજ મલકતા હોઠ પર ઠંડી ખુમારી હતી. | ઓરતે ટેબલ પર પોતાનું કાર્ડ સેરવ્યું. તાત્કાલિક મુલાકાત આપવાની એ નિશાની દેખાતાં જ અફસરોનાં ઊંધું ઘાલી લખલખ કરતાં માથાં ઊચાં થયાં; સહુએ કુતૂહલ અનુભવ્યું : ઓરતે માથા પર રૂમાલ બાંધ્યો હતો; એની આંખો તીણી હતી; એના સહેજ મલકતા હોઠ પર ઠંડી ખુમારી હતી. | ||
Line 62: | Line 70: | ||
ઓરતે બેઉ તસવીરોને નિહાળી નિહાળી જોઈ લીધી, ને પછી એણે કચેરી છોડી દીધી. | ઓરતે બેઉ તસવીરોને નિહાળી નિહાળી જોઈ લીધી, ને પછી એણે કચેરી છોડી દીધી. | ||
વળતા દિવસે એનો નિવાસ એક બંગલામાં થયો. નવા પોશાક, રાચરચીલા, ગાડીઘોડા વગેરે સાહેબીએ એના સૌંદર્યને હીલોળે ચડાવ્યું. એની બુદ્ધિના તેજને નવી ધાર નીકળી. બે જ મહિનામાં એણે સંગીતની કલા હાથ કરી. આવાં માણસો જલદીથી નવા જીવનનો લેબાસ પહેરી શકા છે : જીવનને એ નાટક ગણીને પાઠ ભજવે છે. | વળતા દિવસે એનો નિવાસ એક બંગલામાં થયો. નવા પોશાક, રાચરચીલા, ગાડીઘોડા વગેરે સાહેબીએ એના સૌંદર્યને હીલોળે ચડાવ્યું. એની બુદ્ધિના તેજને નવી ધાર નીકળી. બે જ મહિનામાં એણે સંગીતની કલા હાથ કરી. આવાં માણસો જલદીથી નવા જીવનનો લેબાસ પહેરી શકા છે : જીવનને એ નાટક ગણીને પાઠ ભજવે છે. | ||
[૪] | |||
<center>'''[૪]'''</center> | |||
લશકરના કર્નલ સાહેબ અનેક નાના-મોટા અફસરોની ઈર્ષ્યાનું કારણ બન્યા. એની ઘોડાગાડીમાં કે મોટરકારમાં વારંવાર એની બાજુએ જુવાન બાનુ બિરાજમાન જોવાતી. અનેક નૌજવાન અફસરોની કાકલૂદી પર ઠંડો તિરસ્કાર છાંટતી. આ સુંદરી આધેડ વયના કર્નલ ઉપર ઢળી પડી હતી. | લશકરના કર્નલ સાહેબ અનેક નાના-મોટા અફસરોની ઈર્ષ્યાનું કારણ બન્યા. એની ઘોડાગાડીમાં કે મોટરકારમાં વારંવાર એની બાજુએ જુવાન બાનુ બિરાજમાન જોવાતી. અનેક નૌજવાન અફસરોની કાકલૂદી પર ઠંડો તિરસ્કાર છાંટતી. આ સુંદરી આધેડ વયના કર્નલ ઉપર ઢળી પડી હતી. | ||
એક દિવસ એ સૌંદર્યની નાગણીએ કર્નલનું છૂપું પાપ પકડી કાઢ્યું. કર્નલે પોતાના ઘરમાં આપઘાત કર્યો. કોઈને ખબર ન પડી કે આ કર્નલની દુશમનો સાથેની શામિલગીરી કોણે પકડી. | એક દિવસ એ સૌંદર્યની નાગણીએ કર્નલનું છૂપું પાપ પકડી કાઢ્યું. કર્નલે પોતાના ઘરમાં આપઘાત કર્યો. કોઈને ખબર ન પડી કે આ કર્નલની દુશમનો સાથેની શામિલગીરી કોણે પકડી. | ||
Line 98: | Line 110: | ||
“પણ – પણ-” | “પણ – પણ-” | ||
“ફિકર નહિ; મારા કબજામાં – મારી જવાબદારી પર છે એ.” | “ફિકર નહિ; મારા કબજામાં – મારી જવાબદારી પર છે એ.” | ||
[૫] | |||
<Center>'''[૫]'''</Center> | |||
બેઉ એકલાં પડ્યાં. ઓરતે પૂછયું : “કેમ, હવે તો ઓળખાણ પડે છે ને ?” | બેઉ એકલાં પડ્યાં. ઓરતે પૂછયું : “કેમ, હવે તો ઓળખાણ પડે છે ને ?” | ||
“તું એક ઓરત છે એ જ મોટામાં મોટી ઓળખાણ.” | “તું એક ઓરત છે એ જ મોટામાં મોટી ઓળખાણ.” | ||
Line 125: | Line 141: | ||
છાવણીમાં હોહાકર મચી રહ્યો હતો. અને મશીન-ગનોની આકાશગામી નળીઓમાંથી તડતડાટ ગોળીઓ ફૂટી રહી હતી, ત્યારે– | છાવણીમાં હોહાકર મચી રહ્યો હતો. અને મશીન-ગનોની આકાશગામી નળીઓમાંથી તડતડાટ ગોળીઓ ફૂટી રહી હતી, ત્યારે– | ||
–બુરજની બારીએ ઊભેલી ઓરત મીઠાશભરી આંખે દૂર દૂર ચાલ્યા જતા વિમાનને નિહાળતી હતી. | –બુરજની બારીએ ઊભેલી ઓરત મીઠાશભરી આંખે દૂર દૂર ચાલ્યા જતા વિમાનને નિહાળતી હતી. | ||
[૬] | |||
<center>'''[૬]'''</center> | |||
“તેં ? તેં ઊઠીને એને નસાડ્યો ?” | “તેં ? તેં ઊઠીને એને નસાડ્યો ?” | ||
“શા માટે નસાડ્યો એને ?” | “શા માટે નસાડ્યો એને ?” | ||
Line 152: | Line 172: | ||
ઝાંખી બત્તી લઈને મૃત્યુનો દૂત બહાર નીકળ્યો. | ઝાંખી બત્તી લઈને મૃત્યુનો દૂત બહાર નીકળ્યો. | ||
વાજાની પેટી આવી; પોશાક પણ આવ્યો. | વાજાની પેટી આવી; પોશાક પણ આવ્યો. | ||
[૭] | |||
<center>'''[૭]'''</center> | |||
આખી રાત કોઈ પાગલની પેઠે એ ઓરત વાજું બજાવતી રહી. બજાવતાં બજાવતાં એનું શરીર મૃત્યુ-નૃત્ય કરતું હતું. એના વાળની લટો ધૂણતી હતી. એ માનવી મટીને જાણે વંટોળિયો બની ગઈ હતી. | આખી રાત કોઈ પાગલની પેઠે એ ઓરત વાજું બજાવતી રહી. બજાવતાં બજાવતાં એનું શરીર મૃત્યુ-નૃત્ય કરતું હતું. એના વાળની લટો ધૂણતી હતી. એ માનવી મટીને જાણે વંટોળિયો બની ગઈ હતી. | ||
પ્રભાતે જ્યારે એક અફસર આવીને એની તુરંગમાં ઊભો રહ્યો, ત્યારે જ એને રાત વીતી ગયાની જાણ થઈ. | પ્રભાતે જ્યારે એક અફસર આવીને એની તુરંગમાં ઊભો રહ્યો, ત્યારે જ એને રાત વીતી ગયાની જાણ થઈ. |
edits