પુરાતન જ્યોત/નિવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
આ વખતના અનુભવે વિચાર આવ્યો કે આગોતરા ગ્રાહકો નોંધવાનું ખરચાળ તંત્ર ચલાવવું (અને આગોતરા ગ્રાહકોને બે-ત્રણ મહિનાની રાહ જોવરાવવી) તેને બદલે પુસ્તક તૈયાર કરીને જ આટલી ઓછી કિંમતે વેચાણમાં મૂકી દીધાં હોય તો? એમ કરવા માટે ઓછા વ્યાજની લાખેક રૂપિયાની મૂડીની જોગવાઈ થઈ જશે તો હવે પછીના સંપુટો એ રીતે બહાર પાડવાની ધારણા છે.  

દૂરના અને સમીપના, પરિચિત અને અણજાણ એવા અનેક મિત્રોએ અને આપણી કેટલીક ઉત્તમ શિક્ષણ-સંસ્થાઓના આચાર્યોએ ઠેરઠેરથી આ યોજનાને ઉમળકાથી આવકાર આપ્યો છે અને પોતાની આસપાસનાં કુટુંબોમાં આ યોજનાનો લાભ પહોંચે એમાં એ નિમિત્ત બન્યા છે, એનો અનુભવ સ્પર્શી જાય એવો છે. એ સહુનો અહેસાન પણ કેમ કરી માનવો? – કારણ કે આ કામને તો એમણે પિતાનું જ ગણીને અપનાવી લીધું છે. એ સહુનો સદ્ભાવ માથે ચડાવીએ છીએ.  

પ્રસ્તાવના
<center>પ્રસ્તાવના</center>
‘સોરઠી સંતો” ઘણાં વર્ષો પર પ્રગટ કરવા ધારેલું. તે પછી પ્રગટ કરવા ધારેલી ઢગલાબંધ સંતસામગ્રી મારા જીવનનો પ્રવાહ અન્ય અનેક માર્ગે ફંટાતાં આજ સુધી રજોટાતી રહી. સંત-સાહિત્યના પ્રેમીજનોને તેમ જ ‘મિસ્ટિસિઝમ' (ભક્તિનો મર્મવાદ) ભણવાની નવી ઊગી નીકળેલી દ્રષ્ટિવાળા અભ્યાસીઓને ઉઘરાણી કરતા રાખવા પડ્યા. આજે પાછા તૂટેલા ત્રાગડા સંધાય છે, ને ત્રણ સંત-વાતો પ્રગટ થાય છે.  

પહેલી વાત સંત દેવીદાસની, થોડો ખુલાસો માગે છે. કંઠોપકંઠ સચવાતી આવેલી એ વાર્તામાં થોડાંક પાઠાન્તર છે: ગિરનારથી દસ-બાર કોસ પર એકલવાયા ઊભેલા એ પરબ-વાવડીના થાનકમાં હું ગયો હતો ને ત્યાંનાં સ્ત્રી-મહંત શ્રી ગંગામાઈથી જાણ્યું હતું કે-  

Line 24: Line 24:
જેસલ-તોરળના કથાપ્રસંગમાં બરાબર લોકવાણીને અનુસરેલ છું. વહાણ ડૂબવાની ઘટના ઘણાના માનવા મુજબ સાચેસાચ બની નથી પણ માત્ર રૂપક છે. એક સમસ્યા ઊભી જ રહી છે : જેસલ-તોરલ દંપતીભાવે રહ્યાં હતાં કે નહીં? મેં એ વાતની છેડતી કરી નથી. મૃત્યુને માંડવડે, છેલ્લી સમાધ વેળા જ એમણે લગ્ન સાધ્યું, એ મુદ્દો મને ભજનમાંથી જડ્યો છે, ને એની ભવ્યતા સચવાય માટે મેં તોળલના ગર્ભને કાઠી પતિનો જ લેખાવ્યો છે. જેસલ-તોળલ વચ્ચે જાતીય ભાવ, મને લાગે છે કે, ‘સબ્લિમેટેડ’ –– ઉન્નત બની રહ્યો હતો.  

અલખને – નિરાકારને કેવળ જ્યોતરૂપે જ આરાધનારા આ રસિક ત્યાગીઓનું સંગીતપ્રેમી, નૃત્યપ્રેમી, મોતને પણ નૃત્ય-સંગીતના બળે હંફાવતું તેમ જ ભેટતું ઊર્મિ-જીવન મને વહાલું લાગ્યું છે, તે લોકકથાઓએ તેમ જ લોકભજનોએ મારા અંતઃકરણ પર એ જેવું અંકિત કર્યું તેવું જ મેં આલેખ્યું છે. પુરાતન જ્યોતના ભેદી વાતાવરણ વચ્ચે પેસીને જ મેં તેમના ઊર્મિ-ધબકારા પકડ્યા છે. તેઓ મોક્ષે કે સ્વર્ગે ન પહોંચ્યાં હોય, તો પણ તેઓને સંતો માનું છું.

[બીજી આવૃત્તિ]
<center>[બીજી આવૃત્તિ]</center>
જરૂરી શુદ્ધીકરણ કરવા ઉપરાંત આ આવૃત્તિમાં મોટો ફેરફાર કર્યો નથી.  

જેસલ-તોરલની કથામાં છેલ્લે જે જેસલને અને તોરલને જુદાં પડવાનો પ્રસંગ છે તેમાં મેં ભૂલથી એવું લખેલું કે વાયક તો એકલું તોરલને જ આવેલું; જેસલને અમુક મંડળમાં જવાનો અધિકાર ન હોઈ તે ​ઘરે રહેલા. આ દોષ પ્રત્યે તળાજાવાળા ભાઈ રતિલાલ કેશવજીએ પાંચ વર્ષ પર મારું ધ્યાન ખેંચેલું, તે મુજબ આ વખતે સુધારો કર્યો છે. એ ભાઈનો આભાર માનું છું.

Line 34: Line 34:
કથાસાહિત્ય : ‘સૌરાષ્ટ્રની રસધાર'ના પાંચ ખંડોમાં, ‘સોરઠી બહારવટિયા'ના ત્રણ ખંડોમાં, ‘દાદાજીની વાતો'માં, ‘રંગ છે બારોટ'માં.  

સંતચરિત્રો ને સંતવાણી : ‘સોરઠી સંતોમાં, પુરાતન જ્યોત માં અને આગામી ભજનસંગ્રહોમાં.[૧]

વિવેચન : ‘લેકસાહિત્ય', ‘ધરતીનું ધાવણ', ‘ચારણો અને ચારણી સાહિત્ય', ‘લોકસાહિત્ય — પગદંડીનો પંથ' એટલાં પ્રકટ છે; મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો છપાવાં બાકી છે. [૨]
વિવેચન : ‘લેકસાહિત્ય', ‘ધરતીનું ધાવણ', ‘ચારણો અને ચારણી સાહિત્ય', ‘લોકસાહિત્ય — પગદંડીનો પંથ' એટલાં પ્રકટ છે; મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો છપાવાં બાકી છે. <center>[૨]<center>

૧. ‘સોરઠી સંતવાણી' નામે આ ભજન-સંગ્રહ ૧૯૪૭માં પહેલો બહાર પડ્યો.  

૨. આ વ્યાખ્યાનો ‘લોકસાહિત્યનું સમાલોચન' એ નામે હવે પુસ્તકાકારે પ્રાપ્ય છે.

ઉપલા સર્વની ઉપર નવો જ પ્રકાશ પાડે તેવો એક પ્રયાસ એ ‘ટાંચણપથીનાં પાનાં' એ મથાળા નીચે ‘ઊર્મિ' માસિકમાં શરૂ કર્યો છે. લોકસાહિત્યના સંશોધનનાં છેલ્લાં ૨૨–૨૩ વર્ષો દરમિયાન મેં , જે ટાંચણ કર્યા છે, તેના આધારે મારા સંશોધનનો ઇતિહાસ લખી રહ્યો. છું. કઈ વસ્તુ મને ક્યારે ને કેવા સંજોગોમાં મળી, મને ભેટેલાં એ ​સ્ત્રીઓ-પુરુષો કોણ કોણ હતાં, ક્યાં ક્યાં મેં પરિભ્રમણ કર્યું, તૈયાર કરેલી સામગ્રીનો કાચો માલ મને કેવા સ્વરૂપમાં સાંપડેલો અને મારા રુચિતંત્ર-ઊર્મિતંત્રને રસનાર પાત્રો તેમ જ પ્રસંગો કયા હતા, તેની એક શૃંખલાબદ્ધ સુદીર્ઘ કથા બનશે, અને શોધક પંડિતોને તેમ જ રસિકોને બેઉ વર્ગોને એ નેપથ્યદર્શન ખપ લાગશે.[૧]

૧૯૪૫ ઝ. મે.
૧૯૪૫{{Right|ઝ. મે.}}

૧. ટાંચણપોથીના આ પાનાં બે પુસ્તકરૂપે બહાર પડ્યાં છે ; ‘પરકમ્મા' અને ‘છેલ્લું પ્રચાણ'.  

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu