26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
બાઈના મોં પરથી હાસ્ય ઊડી ગયું. કરડાઈ છવાઈ: “શું! તમે વળી માઈકલ અને નાઈઝીની બાબત શું જાણો છો? હં! સરકારના જાસૂસ લાગો છો.” | બાઈના મોં પરથી હાસ્ય ઊડી ગયું. કરડાઈ છવાઈ: “શું! તમે વળી માઈકલ અને નાઈઝીની બાબત શું જાણો છો? હં! સરકારના જાસૂસ લાગો છો.” | ||
“ના રે બહેન હું તો અંગ્રેજ છે. હું આંહીંનો નથી, પણ એ કામરૂ વર-વહુ માઇકલ-નાઈઝની વાતો તો ક્યાંની ક્યાં જાતી પહોંચી છે. ને તો કળાકાર રહ્યો તેથી મને એમાં રસ પડ્યો છે.” | |||
“તમે કળાકાર છો?” ચકોર નજરે એણે મને નખશિખ નિહાળ્યો, “તમે ચિતર કાઢતા તો લાગતા નથી!” | “તમે કળાકાર છો?” ચકોર નજરે એણે મને નખશિખ નિહાળ્યો, “તમે ચિતર કાઢતા તો લાગતા નથી!” | ||
“ચિતર નથી કાઢતો, પણ બહેન! કળાકાર તો જાતજાતના હોય છે ને! મારે તો એ કામરૂ બહારવટિયાની વાત જાણવાની ભારી તલપ છે.” | “ચિતર નથી કાઢતો, પણ બહેન! કળાકાર તો જાતજાતના હોય છે ને! મારે તો એ કામરૂ બહારવટિયાની વાત જાણવાની ભારી તલપ છે.” | ||
Line 20: | Line 20: | ||
“તો શું એ મૂએલાં છે?” | “તો શું એ મૂએલાં છે?” | ||
“મૂએલાં!” બાઈના મોં ઉપર ગેબી ભાવ પથરાયો: “કોને ખબર, ભાઈ! મૂએલાં હોય તોયે હજુ ધરતી માથે હીંડે છે. અમને દેખા દિયે છે.” એટલું બોલીને એણે છાતી પર હાથનો સાથિયો કર્યો: “જોસફ ભાભાને પુછજો, મારા હોઠ તો સિવાઈ ગયેલા છે. ને જો અંગ્રેજ ભાઈ! તું આંહીં કોઈની પાસે માઈકલનું નામ પણ ન લેતો. હો! નીકર. છાતીમાં છૂરી હુલાવી દેશે કોક!” | “મૂએલાં!” બાઈના મોં ઉપર ગેબી ભાવ પથરાયો: “કોને ખબર, ભાઈ! મૂએલાં હોય તોયે હજુ ધરતી માથે હીંડે છે. અમને દેખા દિયે છે.” એટલું બોલીને એણે છાતી પર હાથનો સાથિયો કર્યો: “જોસફ ભાભાને પુછજો, મારા હોઠ તો સિવાઈ ગયેલા છે. ને જો અંગ્રેજ ભાઈ! તું આંહીં કોઈની પાસે માઈકલનું નામ પણ ન લેતો. હો! નીકર. છાતીમાં છૂરી હુલાવી દેશે કોક!” | ||
મેં એ ચેતવણી સમજી લીધી. કદાચ બહારવટિયા-બેલડી આંહીં ક્યાંક આસપાસ છુપાઈ હશે. રાતે વાળુ કરી, હંગેરી દેશની હેમવરણી મદિરાનો કટોરો ગટાવીને હું સૂતો. રાતે જાણે કે એ નિર્જનતાની અંદર કોઈ ભટકતાં કામરૂ લોકોનાં દર્દભરપૂર ગીતોના હિલ્લોલ હું સાંભળતો હતો: અજબ જાતની જૂજવી ખુશબો વહેતો પવન મારા નાના ઓરડાની આસપાસ સિસોટી ફૂંકતો હતો. દૂરદૂર કુત્તાં ભસે છે અને ઘોડલાં હણહણે છે જાણે, કોઈ વરુ જાણે વિલાપ કરતું હતું. મારી નસો ત્રમ-ત્રમ થતી હતી. કામરૂ લોકોની જે જે ગેબી કથાઓ મારે કાને આવી હતી, તેને માટે કેવું યોગ્ય રમ્ય-ભયાનક વાતાવરણ આ પહાડી નિર્જનતામાં વ્યાપી રહ્યું છે! આવા આવા વિચારોથી ભરપૂર હૈયે હું સૂતો, આખી રાત એ ભણકાર ચાલુ રહ્યા, સવારે મોડી મોડી મારી નીંદ ઊડી. | મેં એ ચેતવણી સમજી લીધી. કદાચ બહારવટિયા-બેલડી આંહીં ક્યાંક આસપાસ છુપાઈ હશે. રાતે વાળુ કરી, હંગેરી દેશની હેમવરણી મદિરાનો કટોરો ગટાવીને હું સૂતો. રાતે જાણે કે એ નિર્જનતાની અંદર કોઈ ભટકતાં કામરૂ લોકોનાં દર્દભરપૂર ગીતોના હિલ્લોલ હું સાંભળતો હતો: અજબ જાતની જૂજવી ખુશબો વહેતો પવન મારા નાના ઓરડાની આસપાસ સિસોટી ફૂંકતો હતો. દૂરદૂર કુત્તાં ભસે છે અને ઘોડલાં હણહણે છે જાણે, કોઈ વરુ જાણે વિલાપ કરતું હતું. મારી નસો ત્રમ-ત્રમ થતી હતી. કામરૂ લોકોની જે જે ગેબી કથાઓ મારે કાને આવી હતી, તેને માટે કેવું યોગ્ય રમ્ય-ભયાનક વાતાવરણ આ પહાડી નિર્જનતામાં વ્યાપી રહ્યું છે! આવા આવા વિચારોથી ભરપૂર હૈયે હું સૂતો, આખી રાત એ ભણકાર ચાલુ રહ્યા, સવારે મોડી મોડી મારી નીંદ ઊડી. | ||
[૨] | |||
<center>'''[૨]'''</center> | |||
હરિયાળા મેદાન ઉપર હારબંધ રાવટીઓ ખેંચાઈ ગઈ છે. મેળો મંડાઈ ગયો છે. ભમતો ભમતો. હું જોસફ મદારીને શોધતો હતો. ખેડૂતોના એક કિલ્લોલતા ગાંડાતૂર ટોળાની વચ્ચે એ પોતાના તોતિંગ રીંછને રમાડી રહ્યો હતો. હાથમાં સાંકળ હતી. રંગે કાળો, પડછંદ, કુસ્તીબાજ અને લાંબા કેશવાળો એ મદારી ત્રીસ વરસનો હશે કે સાઠનો તે કહેવું કઠિન હતું. એના ચહેરા ઉપર ઊંડી કરચલીઓ હતી, માનવલોકની બહારની કોઈ મુખમુદ્રા હતી, પશુતા હતી, કંગાલિયત હતી; એવું એવું હતું કે મળતાં દિલ પાછું હઠે. | હરિયાળા મેદાન ઉપર હારબંધ રાવટીઓ ખેંચાઈ ગઈ છે. મેળો મંડાઈ ગયો છે. ભમતો ભમતો. હું જોસફ મદારીને શોધતો હતો. ખેડૂતોના એક કિલ્લોલતા ગાંડાતૂર ટોળાની વચ્ચે એ પોતાના તોતિંગ રીંછને રમાડી રહ્યો હતો. હાથમાં સાંકળ હતી. રંગે કાળો, પડછંદ, કુસ્તીબાજ અને લાંબા કેશવાળો એ મદારી ત્રીસ વરસનો હશે કે સાઠનો તે કહેવું કઠિન હતું. એના ચહેરા ઉપર ઊંડી કરચલીઓ હતી, માનવલોકની બહારની કોઈ મુખમુદ્રા હતી, પશુતા હતી, કંગાલિયત હતી; એવું એવું હતું કે મળતાં દિલ પાછું હઠે. | ||
Line 36: | Line 40: | ||
“ત્યારે નાઈઝી શું હયાત છે?” | “ત્યારે નાઈઝી શું હયાત છે?” | ||
“પછી ખબર પડશે. લે, હવે જલાવ તારી બીડી ને સાંભળ.” | “પછી ખબર પડશે. લે, હવે જલાવ તારી બીડી ને સાંભળ.” | ||
[૩] | |||
<center>'''[૩]'''</center> | |||
મદારીએ વાત માંડી: | મદારીએ વાત માંડી: | ||
મારા બચપણમાં જ હું મારા કામરૂ લોકોના ટોળામાંથી વિખૂટો પડી જંગલમાં ગુમ થયેલો. ત્યાંથી શિકારે નીકળેલા એક અમીરે મને ઉઠાવી જઇને આશરો દીધો. બીજાં બચ્ચાંઓની ભેળો મને પણ ભણાવવા માંડ્યો. પણ અમે જિપ્સી લોક, મારી નાખો તોવે મને વિદ્યા ન ચડે, અમે કામકાજનાં આળસુ: ચોરીમાં, નાચગાનમાં ને શિકારમાં પ્રવીણ: બુદ્ધિમાં કોઈથી ઊતરતાં નહિ, પણ કામ? મહેનન? એને ને અમારે આડવેર. | મારા બચપણમાં જ હું મારા કામરૂ લોકોના ટોળામાંથી વિખૂટો પડી જંગલમાં ગુમ થયેલો. ત્યાંથી શિકારે નીકળેલા એક અમીરે મને ઉઠાવી જઇને આશરો દીધો. બીજાં બચ્ચાંઓની ભેળો મને પણ ભણાવવા માંડ્યો. પણ અમે જિપ્સી લોક, મારી નાખો તોવે મને વિદ્યા ન ચડે, અમે કામકાજનાં આળસુ: ચોરીમાં, નાચગાનમાં ને શિકારમાં પ્રવીણ: બુદ્ધિમાં કોઈથી ઊતરતાં નહિ, પણ કામ? મહેનન? એને ને અમારે આડવેર. | ||
Line 85: | Line 93: | ||
નાઇઝી નથી થોભતી. એ જાય છે. દોડીને માઈકલે એના માથા પર પોતાનો ઝભ્ભો નાખી દીધો. એને ઉઠાવી, જકડી, અમારા ઘોડા પર નાખી, અમે ઊપડ્યા. પોતાના ઘોડા પર નાઇઝીને નાખીને માઇકલે મને કહ્યું: “જોસેફ, દોડ જલદી કામરૂઓના ગામડામાં. નાઇઝીના કાકાને લઈને પહાડોમાં આવજે. ઝર્ની ઘાટ પાસે અમે વાટ જોશું. કહેજે એને, કે ઝીંગારીઓ અમારા વિવાહમાં ભેળા થાય. જલદી, જોસફ.” | નાઇઝી નથી થોભતી. એ જાય છે. દોડીને માઈકલે એના માથા પર પોતાનો ઝભ્ભો નાખી દીધો. એને ઉઠાવી, જકડી, અમારા ઘોડા પર નાખી, અમે ઊપડ્યા. પોતાના ઘોડા પર નાઇઝીને નાખીને માઇકલે મને કહ્યું: “જોસેફ, દોડ જલદી કામરૂઓના ગામડામાં. નાઇઝીના કાકાને લઈને પહાડોમાં આવજે. ઝર્ની ઘાટ પાસે અમે વાટ જોશું. કહેજે એને, કે ઝીંગારીઓ અમારા વિવાહમાં ભેળા થાય. જલદી, જોસફ.” | ||
હું ગામડે ગયો ત્યાં તો બુઢ્ઢો ઝીંગાની ગાડાં, ગધેડાં ને ઘોડાં લાદીને તૈયાર ઊભો હતો. એણે કહ્યું કે, “ભાઈ, ગેબી ગોળાએ મને તમામ ખબર દીધા છે. જેવાં તકદીર! ચાલો.” | હું ગામડે ગયો ત્યાં તો બુઢ્ઢો ઝીંગાની ગાડાં, ગધેડાં ને ઘોડાં લાદીને તૈયાર ઊભો હતો. એણે કહ્યું કે, “ભાઈ, ગેબી ગોળાએ મને તમામ ખબર દીધા છે. જેવાં તકદીર! ચાલો.” | ||
[૪] | |||
<center>'''[૪]'''</center> | |||
અમે સૌએ કાર્પેથિયન પહાડની અભેદ્ય કિલ્લેબંદીમાં વાસ લીધો. ચોપાસ અખંડ શિખરમાળા હતી, તેનેય ફરતી અખંડ પાતળી ખાઈ હતી. એક જ ઠેકાણે સાંકડો રસ્તો હતો. ખાઈ ઉપર લાકડાનો એક નાનો પુલ હતો. પુલ ઉઠાવી લઈએ એટલે શત્રુને પેસવાની તસુય જગ્યા ન રહે. અંદરના આખા વાસમાં કંઈક કુદરતે કોરેલી અને બીજી પુરાતન કાળના કોઈ દૈત્ય-શાં જબ્બર માનવીઓએ કંડારેલી ગુફાઓ હતી. | અમે સૌએ કાર્પેથિયન પહાડની અભેદ્ય કિલ્લેબંદીમાં વાસ લીધો. ચોપાસ અખંડ શિખરમાળા હતી, તેનેય ફરતી અખંડ પાતળી ખાઈ હતી. એક જ ઠેકાણે સાંકડો રસ્તો હતો. ખાઈ ઉપર લાકડાનો એક નાનો પુલ હતો. પુલ ઉઠાવી લઈએ એટલે શત્રુને પેસવાની તસુય જગ્યા ન રહે. અંદરના આખા વાસમાં કંઈક કુદરતે કોરેલી અને બીજી પુરાતન કાળના કોઈ દૈત્ય-શાં જબ્બર માનવીઓએ કંડારેલી ગુફાઓ હતી. | ||
મારા ધણીએ સજાવટ માંડી દારૂગોળા, હથિયાર, લૂગડાં, અનાજ વગેરે તમામ સાયબી લાવવા સારુ ગાંડાં ને ઘોડાં મોટાં શહેરોમાં રવાના કર્યા. બાલ્કન લડાઈ માયલી એક તોપ પણ મેળવીને વંકી ટેકરી પર માંડી દીધી. એક ઊંચી બત્તી લટકાવી. સંત્રીઓ બેસાર્યા. | મારા ધણીએ સજાવટ માંડી દારૂગોળા, હથિયાર, લૂગડાં, અનાજ વગેરે તમામ સાયબી લાવવા સારુ ગાંડાં ને ઘોડાં મોટાં શહેરોમાં રવાના કર્યા. બાલ્કન લડાઈ માયલી એક તોપ પણ મેળવીને વંકી ટેકરી પર માંડી દીધી. એક ઊંચી બત્તી લટકાવી. સંત્રીઓ બેસાર્યા. | ||
Line 111: | Line 123: | ||
એ વખતે રીંછડો ચમકીને ઘૂરકતો ઊભો થઈ ગયો, ને જોસફે એ અંધકારમાં તીણી નજરે જોયું. એકાએક એણે મને કહ્યું: “જા ભાઈ! મારે તને છોડવો પડશે.” | એ વખતે રીંછડો ચમકીને ઘૂરકતો ઊભો થઈ ગયો, ને જોસફે એ અંધકારમાં તીણી નજરે જોયું. એકાએક એણે મને કહ્યું: “જા ભાઈ! મારે તને છોડવો પડશે.” | ||
એ ચાલ્યો ગયો, પાછળ રીંછડો ગયો. | એ ચાલ્યો ગયો, પાછળ રીંછડો ગયો. | ||
[૫] | |||
<center>'''[૫]'''</center> | |||
હું જાણે સ્વપ્ન જોતો હોઉં તેવો મુસાફરખાને પાછો પહોંચ્યો. કેવી ગેબી કથા! હજુ તો કેટલાય ભયાનક બનાવો એણે દબાવી રાખ્યા હશે. | હું જાણે સ્વપ્ન જોતો હોઉં તેવો મુસાફરખાને પાછો પહોંચ્યો. કેવી ગેબી કથા! હજુ તો કેટલાય ભયાનક બનાવો એણે દબાવી રાખ્યા હશે. | ||
સાચે જ શું એ કામરૂ ડોસો આ પ્રેત સાથેના મિલાપની વાત માનતો હશે! માઇકલના આત્માને પ્રાયશ્ચિત્ત વગર શાંતિ નથી એ વાત તો સાચી જ હશે! આ જંગલ અને આ દુનિયાને પ્રેતલોક આટલો ઢૂકડો હશે એમાં નવાઈ નથી. | સાચે જ શું એ કામરૂ ડોસો આ પ્રેત સાથેના મિલાપની વાત માનતો હશે! માઇકલના આત્માને પ્રાયશ્ચિત્ત વગર શાંતિ નથી એ વાત તો સાચી જ હશે! આ જંગલ અને આ દુનિયાને પ્રેતલોક આટલો ઢૂકડો હશે એમાં નવાઈ નથી. |
edits